Genesis 9 : 1 (GUV)
પછી દેવે નૂહ અને તેના પુત્રોને આશીર્વાદ આપ્યા અને તેમને કહ્યું કે, બાળકો પેદા કરો, અને તમાંરા લોકોથી પૃથ્વીને ભરી દો.
Genesis 9 : 2 (GUV)
પૃથ્વી પરના બધા પ્રાણીઓ, આકાશમાં ઊડતાં બધાં પંખીઓ, જમીન પર પેટે ચાલનારા જીવો અને સમુદ્રમાંની બધી માંછલીઓ તમાંરા તાબામાં રહેશે અને તમાંરાથી બીશે. મેં તે બધાને તમાંરા હાથમાં સોંપ્યાં છે.
Genesis 9 : 3 (GUV)
ભૂતકાળમાં મેં તમને જેમ બધી લીલોતરી ખાવા માંટે આપી હતી, તેમ બધા જીવો પણ આપું છું; એકેએક જીવ તમાંરો ખોરાક બનશે.
Genesis 9 : 4 (GUV)
હું તમને જયાં સુધી તે પ્રાણીમાં જીવ (લોહી) હોય ત્યાં સુધી તેને ન ખાવા આજ્ઞા કરું છું.
Genesis 9 : 5 (GUV)
જો કોઈ તમાંરો પ્રાણ લેશે તો હું તેનો પ્રાણ લઈશ. પછી એ પશુ હોય કે, મનુષ્ય હોય; દરેક મનુષ્ય પાસે હું તેના માંનવબંધુના પ્રાણનો હિસાબ માંગીશ.
Genesis 9 : 6 (GUV)
“દેવે મનુષ્યને પોતાના સ્વરૂપમાં બનાવ્યો છે તેથી જો કોઈ માંણસનું લોહી રેડશે, તો તેનું લોહી માંણસ રેડશે.
Genesis 9 : 7 (GUV)
“અને હવે તમે સંતતિ પેદા કરો, વંશવેલો વધારો અને પૃથ્વી પર પુષ્કળ સંતાન પેદા કરો, વૃદ્વિ પામો.”
Genesis 9 : 8 (GUV)
પછી દેવે નૂહ અને તેના પુત્રોને કહ્યું,
Genesis 9 : 9 (GUV)
“હવે હું તને અને તમાંરા વંશજોને વચન આપું છું.
Genesis 9 : 10 (GUV)
હું તમાંરી સાથે અને તમાંરા વંશજો સાથે, અને તમાંરી સાથેના બધા જીવો સાથે-પક્ષીઓ, ઢોરો અને જંગલી પ્રાણીઓ-જે બધા તમાંરી સાથે વહાણમાંથી બહાર આવ્યાં છે તે બધાની સાથે કરાર કરું છું.
Genesis 9 : 11 (GUV)
હું તમને વચન આપું છું કે, હવે પછી કદાપિ બધા જીવોનો જળપ્રલયથી નાશ નહિ થાય અને હવે પછી કદાપિ જળપ્રલય આવીને પૃથ્વીનો નાશ નહિ કરે.”
Genesis 9 : 12 (GUV)
અને દેવે કહ્યું, “તમાંરી તથા તમાંરી સાથેના બધા જીવોની સાથે હું જે કરાર કાયમ માંટે કરું છું તેની આ એંધાણી છે.
Genesis 9 : 13 (GUV)
મેં વાદળોમાં મેઘધનુષ્ય બનાવ્યું છે. અને તે માંરી અને પૃથ્વી વચ્ચે થયેલ કરારની એંધાણી બની રહેશે.
Genesis 9 : 14 (GUV)
જયારે હું પૃથ્વી પર વાદળાં લાવીશ અને તે વાદળોમાં મેઘધનુષ્ય દેખાશે.
Genesis 9 : 15 (GUV)
એટલે માંરી અને તમાંરી તથા બધી જાતનાં પ્રાણીઓ વચ્ચે જે કરાર થયો છે તેની મને યાદ આવશે. અને પાણી કદી પ્રલયનું રૂપ ધારણ કરી બધા જીવોનો વિનાશ નહિ કરે.
Genesis 9 : 16 (GUV)
જયારે હું ધ્યાનથી વાદળોમાં મેઘધનુષ્યને જોઈશ ત્યારે મને માંરી અને પૃથ્વી પરના બધા જીવો વચ્ચેનો કાયમનો કરાર યાદ આવશે.”
Genesis 9 : 17 (GUV)
આ રીતે યહોવાએ નૂહને કહ્યું, “માંરી અને પૃથ્વી પરનાં બધા જીવો વચ્ચે મેં જે કરાર કર્યો છે, તેની આ એંધાણી છે.”
Genesis 9 : 18 (GUV)
નૂહના પુત્રો તેમની સાથે વહાણમાંથી બહાર આવ્યા. તેમનાં નામ શેમ, હામ અને યાફેથ હતા. (હામ તો કનાનનો પિતા હતો.)
Genesis 9 : 19 (GUV)
એ ત્રણેય નૂહના પુત્રો હતા. અને દુનિયાના બધાજ લોકો આ ત્રણથી જ પેદા થયા. (વંશવેલામાંથી)
Genesis 9 : 20 (GUV)
નૂહ પોતે ખેડૂત બન્યો. તેણે દ્રાક્ષની વાડી વાવી.
Genesis 9 : 21 (GUV)
નૂહે તેમાંથી દ્રાક્ષારસ બનાવ્યો. અને તે પીધો પછી તે છાકટો બની ગયો અને પોતાનાં વસ્ર કાઢી નાંખી પોતાના તંબુમાં વસ્રહીન પડયો રહ્યો.
Genesis 9 : 22 (GUV)
કનાનના બાપ હામે પોતાના બાપને વસ્રહીન જોયો એટલે તેણે બહાર જઈને પોતાના બે ભાઈઓને કહ્યું;
Genesis 9 : 23 (GUV)
ત્યારપછી શેમ અને યાફેથે એક ચાદર લઈ ખભા પરથી પીઠ પાછળ પકડી પાછે પગે ચાલતા તંબુમાં જઈ વસ્રહીન પિતાને ઓઢાડી દીધી. તેમને વસ્રહીન ન જોવા પડે એટલા માંટે મોં ફેરવીને ગયા હતા.
Genesis 9 : 24 (GUV)
પછી નૂહ ઊંઘીને ઊઠયો. તે દ્રાક્ષારસને કારણે સૂઈ રહ્યો હતો. જયારે નશો ઊતરી ગયો ત્યારે તેને ખબર પડી કે, નાના છોકરાએ શું કર્યું હતું.
Genesis 9 : 25 (GUV)
તેણે કહ્યું,“કનાનને માંથે શ્રાપ ઉતરો!” તે પોતાના ભાઈઓનો ગુલામ થઈને રહેશે.”
Genesis 9 : 26 (GUV)
નૂહે એમ પણ કહ્યું, “શેમના દેવ યહોવાની સ્તુતિ થાઓ! કનાન શેમનો ગુલામ બનશે.”
Genesis 9 : 27 (GUV)
દેવ યાફેથને વધારે જમીન આપો. દેવ શેમના મંડપમાં રહે અને કનાન તેનો ચાકર બનશે.”
Genesis 9 : 28 (GUV)
(28-29) જળપ્રલય પછી નૂહ 350 વર્ષ જીવતો રહ્યો. 29 અને નૂહ પૂરાં 950 વર્ષની ઉમરે અવસાન પામ્યો.
Genesis 9 : 29 (GUV)

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29