4. યહોવાનાં સ્તોત્ર, તેમનું સામર્થ્ય તથા તેમનાં કરેલાં આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના દીકરાઓથી આપણે તે સંતાડીશું નહિ.
|
5. કેમ કે તેમણે યાકૂબમાં સાક્ષી સ્થાપી, અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો, તે વિષે તેમણે આપણા પિતૃઓને આજ્ઞા કરી કે તેઓ પોતાના દીકરાઓને પણ તે જણાવે.
|
8. વળી પોતાના પિતૃઓના જેવી હઠીલી તથા ફિતૂરી પેઢી કે, જે ઓએ પોતાનાં હ્રદય તૈયાર રાખ્યાં નહિ, અને પોતાનો આત્મા ઈશ્વર પર દઢ રાખ્યો નહિ. તેમના જેવા તેઓ ન થાય.
|
15. તેમણે અરણ્યમાં ખડકોને ફાડી નાખીને, જાણે ઊંડાણમાંથી કાઢયું હોય તેમ કરીને તેઓને પુષ્કળ પાણી પાયું.
|
17. તોપણ તેઓ નિત્ય તેમની વિરુદ્ધ પાપ કરતા રહ્યા, એટલે અરણ્યમાં પરાત્પરની સામે તેઓએ બંડ ચાલુ રાખ્યું.
|
20. તેમણે ખડકને લાકડી મારી, અને પાણી વહી નીકળ્યું, અને વહેળા પુષ્કળ ચાલ્યા; પણ શું તે રોટલીયે આપી શકે છે? પોતાના લોકોને માટે તે માંસ પૂરું પાડી શકશે?”
|
31. એટલામાં તો ઈશ્વરનો કોપ તેમના પર સળગી ઊઠયો, તેમણે તેઓમાંના સૌથી હ્રષ્ટપુષ્ટોને મારી નાખ્યા, ઇઝરાયલના જુવાન પુરુષોને માર્યા.
|
38. પણ તે પૂર્ણ રહેમી હોવાથી તેમણે તેઓનું પાપ માફ કર્યું, અને તેઓનો નાશ કર્યો નહિ; હા, વારંવાર તેમણે પોતાનો કોપ શમાવ્યો, અને પોતાનો રોષ પૂરો સળગાવ્યો નહિ.
|
45. તેમણે ડાંસનાં ટોળેટોળાં મોકલ્યાં, તેઓએ તેમને ખાઈ નાખ્યા; વળી દેડકાંઓને મોકલ્યાં, તેઓએ તેમને નષ્ટ કર્યા;
|
50. તેમણે પોતાના કોપને માટે રસ્તો કર્યો; તેમણે મરણથી તેઓના પ્રાણ બચાવ્યા નહિ, પણ તેઓના જીવ મરકીને સ્વાધીન કર્યા;
|
51. તેમણે મિસરમાં સર્વ પ્રથમ જન્મેલાને મારી નાખ્યા; હામના તંબુઓમાં તેઓના પ્રથમ જન્મેલા નરબાળકોને માર્યા;
|
54. તે પોતાના પવિત્ર દેશની હદમાં, એટલે તેમને જમણે હાથે ખરીદાયેલા આ પહાડી દેશમાં, પોતાના લોકોને લાવ્યા.
|
55. વળી તેમણે તેઓની સામેથી વિદેશીઓને કાઢી મૂક્યા, અને જમીન માપીને ઇઝરાયલનાં કુળોને વારસાના ભાગ પાડી આપ્યા, અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા.
|
56. તોપણ તેઓએ પરાત્પર ઈશ્વરની પરીક્ષા કરીને તેમની સામે બળવો ઉઠાવ્યો. અને તેમનાં સાક્ષ્યો પાળ્યાં નહિ;
|
57. પણ તેઓ પાછા ફરી જઈને પોતાના પૂર્વજોની જેમ નિમકહરામ થયા; વાંકા ધનુષ્ય નાં બાણ ની જેમ તેઓ આડે રસ્તે ચઢ્યા.
|
58. કેમ કે તેઓએ પોતાનાં ઉચ્ચસ્થાનો વડે તેમને રોષ ચઢાવ્યો, અને પોતાની કોરેલી મૂર્તિઓ વડે તેમને ગુસ્સો ઉત્પન્ન કર્યો.
|
65. જેમ કોઈ ઊંઘમાંથી જાગે, તેમ, દ્રાક્ષારસ ના કેફ થી હોકારો કરનાર પરાક્રમી પુરુષની જેમ પ્રભુ જાગ્યા.
|
69. અને પર્વતો જેવું, અને સદાને માટે સ્થાપન કરેલી પૃથ્વીના જેવું તેમણે પોતાનું પવિત્રસ્થાન બંધાવ્યું.
|
71. દૂઝણી ઘેટીઓની પાછળ ફરતો હતો ત્યાંથી તેમના લોક યાકૂબ નાં સંતાન નું તથા તેમના વારસા ઇઝરાયલનું પાલન કરવા તે તેને લાવ્યા.
|