ગીતશાસ્ત્ર 78 : 1 (GUV)
આસાફનું માસ્કીલ. હે મારા લોકો, મારો નિયમ સાંભળો; મારા મુખના શબ્દો પર તમારા કાન ધરો.
ગીતશાસ્ત્ર 78 : 2 (GUV)
હું દ્દષ્ટાંત કહીને મારું મુખ ઉઘાડીશ; હું પુરાણી ગૂઢ વાતો ઉચ્ચારીશ કે,
ગીતશાસ્ત્ર 78 : 3 (GUV)
જે આપણે સાંભળી તથા જાણી છે, જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.
ગીતશાસ્ત્ર 78 : 4 (GUV)
યહોવાનાં સ્તોત્ર, તેમનું સામર્થ્ય તથા તેમનાં કરેલાં આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના દીકરાઓથી આપણે તે સંતાડીશું નહિ.
ગીતશાસ્ત્ર 78 : 5 (GUV)
કેમ કે તેમણે યાકૂબમાં સાક્ષી સ્થાપી, અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો, તે વિષે તેમણે આપણા પિતૃઓને આજ્ઞા કરી કે તેઓ પોતાના દીકરાઓને પણ તે જણાવે.
ગીતશાસ્ત્ર 78 : 6 (GUV)
જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે; અને તેઓ મોટાં થઈને પોતાનાં સંતાનને તે જણાવે;
ગીતશાસ્ત્ર 78 : 7 (GUV)
જેથી તેઓ ઈશ્વરની આશા રાખે, અને ઈશ્વરનાં કામ વીસરી જાય નહિ, અને તેમની આજ્ઞાઓ પાળે.
ગીતશાસ્ત્ર 78 : 8 (GUV)
વળી પોતાના પિતૃઓના જેવી હઠીલી તથા ફિતૂરી પેઢી કે, જે ઓએ પોતાનાં હ્રદય તૈયાર રાખ્યાં નહિ, અને પોતાનો આત્મા ઈશ્વર પર દઢ રાખ્યો નહિ. [તેમના જેવા] તેઓ ન થાય.
ગીતશાસ્ત્ર 78 : 9 (GUV)
એફ્રાઈમપુત્રો શસ્ત્રસજ્જિત તથા ધનુર્ધારી હોવા છતાં લડાઈના દિવસમાં પાછા હઠી ગયા.
ગીતશાસ્ત્ર 78 : 10 (GUV)
તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ, અને તેમના નિયમ પ્રમાણે વર્તવાને ના પાડી;
ગીતશાસ્ત્ર 78 : 11 (GUV)
તેમનાં કૃત્યો તથા ચમત્કારો તેમણે તેઓને બતાવ્યાં હતાં તે તેઓ ભૂલી ગયા.
ગીતશાસ્ત્ર 78 : 12 (GUV)
મિસર દેશમાં સોઆના ક્ષેત્રમાં, તેઓના પિતૃઓની નજર આગળ તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં.
ગીતશાસ્ત્ર 78 : 13 (GUV)
તેમણે સમુદ્રના બે ભાગ પાડીને તેઓને પાર ઉતાર્યા; અને ઢગલાની જેમ પાણી સ્થિર રાખ્યું.
ગીતશાસ્ત્ર 78 : 14 (GUV)
વળી દિવસે મેઘથી, અને આખી રાત અગ્નિના પ્રકાશથી તે તેઓને દોરતા હતા.
ગીતશાસ્ત્ર 78 : 15 (GUV)
તેમણે અરણ્યમાં ખડકોને ફાડી નાખીને, જાણે ઊંડાણમાંથી કાઢયું હોય તેમ કરીને તેઓને પુષ્કળ [પાણી] પાયું.
ગીતશાસ્ત્ર 78 : 16 (GUV)
વળી તેમણે ખડકમાંથી [પાણીની] ધારો કાઢી, અને નદીઓની જેમ પ્રવાહ ચલાવ્યો.,
ગીતશાસ્ત્ર 78 : 17 (GUV)
તોપણ તેઓ નિત્ય તેમની વિરુદ્ધ પાપ કરતા રહ્યા, એટલે અરણ્યમાં પરાત્પરની સામે તેઓએ બંડ ચાલુ રાખ્યું.
ગીતશાસ્ત્ર 78 : 18 (GUV)
પોતાના ખાઉધરાપણાને વશ થઈને ખોરાક માગીને તેઓએ પોતાના હ્રદયથી ઈશ્વરની પરીક્ષા કરી
ગીતશાસ્ત્ર 78 : 19 (GUV)
તેઓ ઈશ્વરની વિરુદ્ધ બોલ્યા; તેઓએ કહ્યું, “શું અરણ્યમાં ઈશ્વર ભોજન તૈયાર કરી શકે?”
ગીતશાસ્ત્ર 78 : 20 (GUV)
તેમણે ખડકને [લાકડી] મારી, અને પાણી વહી નીકળ્યું, અને વહેળા પુષ્કળ ચાલ્યા; પણ શું તે રોટલીયે આપી શકે છે? પોતાના લોકોને માટે તે માંસ પૂરું પાડી શકશે?”
ગીતશાસ્ત્ર 78 : 21 (GUV)
એ સાંભળીને યહોવા કોપાયમાન થયા; યાકોબની વિરુદ્ધ તેમનો અગ્નિ ઊઠયો; ઇઝરાયલ પર તેમનો ક્રોધ ભભૂક્યો;
ગીતશાસ્ત્ર 78 : 22 (GUV)
કેમ કે તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહિ, અને તેમના તારણનો ભરોસો રાખ્યો નહિ.
ગીતશાસ્ત્ર 78 : 23 (GUV)
તોપણ તેમણે વાદળાંને આજ્ઞા આપી, અને આકાશનાં દ્વાર ઉઘાડ્યાં;
ગીતશાસ્ત્ર 78 : 24 (GUV)
ખોરાકને માટે તેમના ઉપર તેમણે માન્ના વરસાવ્યું, અને તેઓને સ્વર્ગીય ભોજન આપ્યું.
ગીતશાસ્ત્ર 78 : 25 (GUV)
માણસોએ ઈશ્વરદૂતોની રોટલી ખાધી; તેઓને તૃપ્તિ થતાં સુધી તેમણે ખોરાક મોકલ્યો.
ગીતશાસ્ત્ર 78 : 26 (GUV)
તેમણે આકાશમાં પૂર્વ તરફથી વાયુ ફુંકાવ્યો; અને પોતાના સામર્થ્યથી દક્ષિણ તરફથી વાયુ ચલાવ્યો.
ગીતશાસ્ત્ર 78 : 27 (GUV)
તેમણે ધૂળની જેમ માંસ, અને સમુદ્રની રેતીની જેમ પક્ષીઓ તેમના પર વરસાવ્યાં.
ગીતશાસ્ત્ર 78 : 28 (GUV)
તેઓની છાવણી વચ્ચે, તેઓનાં રહેઠાણોની ચારે બાજુએ તેમણે તે પાડ્યાં.
ગીતશાસ્ત્ર 78 : 29 (GUV)
તેઓ તે ખાઈને બહુ તૃપ્ત થયા; તેઓને જે ઉત્કંઠા હતી તે ઈશ્વરે પૂરી કરી.
ગીતશાસ્ત્ર 78 : 30 (GUV)
તેઓની ઉત્કંઠા હજી તો પૂરી થઈ ન હતી, [અને] ભોજનના કોળિયા તેમનાં મોઢામાં હતા,
ગીતશાસ્ત્ર 78 : 31 (GUV)
એટલામાં તો ઈશ્વરનો કોપ તેમના પર સળગી ઊઠયો, તેમણે તેઓમાંના સૌથી હ્રષ્ટપુષ્ટોને મારી નાખ્યા, ઇઝરાયલના જુવાન પુરુષોને માર્યા.
ગીતશાસ્ત્ર 78 : 32 (GUV)
આ સર્વ બનવા છતાં પણ તેઓ તો પાપ કરતા જ રહ્યા, અને તેમનાં આશ્ચર્યકારક કામ પર વિશ્વાસ કર્યો નહિ.
ગીતશાસ્ત્ર 78 : 33 (GUV)
માટે તેમણે તેઓના દિવસો વ્યર્થપણામાં, અને તેઓનાં વર્ષોને ત્રાસમાં સમાપ્ત કર્યાં.
ગીતશાસ્ત્ર 78 : 34 (GUV)
તેમણે તેઓને માર્યા ત્યારે જ તેઓએ તેમને શોધ્યા; તેઓ પાછા વળ્યા, અને આતુરતાથી ઈશ્વરને શરણે આવ્યા.
ગીતશાસ્ત્ર 78 : 35 (GUV)
તેઓએ સંભાર્યું કે ઈશ્વર તેઓનો ખડક છે, તથા પરાત્પર ઈશ્વર તે જ તેઓના છોડાવનાર છે.
ગીતશાસ્ત્ર 78 : 36 (GUV)
પરંતુ તેઓએ પોતાને મુખે તેમની ખુશામત કરી, અને પોતાની જીભે તેમની આગળ જૂઠું બોલ્યા.
ગીતશાસ્ત્ર 78 : 37 (GUV)
કેમ કે તેઓનાં હ્રદય તેમની આગળ સિદ્ધ ન હતાં, અને તેઓ તેમના કરાર બાબત દઢ રહ્યા ન હતા.
ગીતશાસ્ત્ર 78 : 38 (GUV)
પણ તે પૂર્ણ રહેમી હોવાથી તેમણે તેઓનું પાપ માફ કર્યું, અને [તેઓનો] નાશ કર્યો નહિ; હા, વારંવાર તેમણે પોતાનો કોપ શમાવ્યો, અને પોતાનો રોષ પૂરો સળગાવ્યો નહિ.
ગીતશાસ્ત્ર 78 : 39 (GUV)
તેમણે સંભાર્યું કે તેઓ કેવળ ક્ષુદ્ર છે; અને જતો રહીને પાછો ન આવનાર વાયુ જેવા છે.
ગીતશાસ્ત્ર 78 : 40 (GUV)
તેઓએ કેટલી વાર અરણ્યમાં તેમની સામે ફિતૂર ઉઠાવ્યું; અને રાનમાં તેમને દુ:ખી કર્યા!
ગીતશાસ્ત્ર 78 : 41 (GUV)
તેઓએ પાછા હઠીને ઈશ્વરની પરીક્ષા કરી, અને ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ને માઠું લગાડ્યું.
ગીતશાસ્ત્ર 78 : 42 (GUV)
તેઓએ તેમના [બળવાન] હાથને, વળી તેમણે શત્રુથી તેઓને છોડાવ્યા તે દિવસને સંભાર્યો નહિ.
ગીતશાસ્ત્ર 78 : 43 (GUV)
તેમણે કેવી રીતે મિસરમાં પોતાનાં ચિહ્ન તથા સોઆનના ક્ષેત્રમાં પોતાના ચમત્કાર કર્યા;
ગીતશાસ્ત્ર 78 : 44 (GUV)
તેમણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને લોહી વહેતાં બનાવી દીધાં, જેથી તેઓ તે પી શકે નહિ.
ગીતશાસ્ત્ર 78 : 45 (GUV)
તેમણે ડાંસનાં ટોળેટોળાં મોકલ્યાં, તેઓએ તેમને ખાઈ નાખ્યા; વળી દેડકાંઓને મોકલ્યાં, તેઓએ તેમને નષ્ટ કર્યા;
ગીતશાસ્ત્ર 78 : 46 (GUV)
તેમણે તેઓની પેદાશ કાતરાને તથા તેઓની મહેનતનું [ફળ] તીડને આપી દીધું.
ગીતશાસ્ત્ર 78 : 47 (GUV)
તેમણે કરાથી તેઓના દ્રાક્ષાવેલાઓનો, તથા હિમથી તેઓનાં ગુલ્લરઝાડોનો નાશ કર્યો.
ગીતશાસ્ત્ર 78 : 48 (GUV)
વળી તેમણે તેઓનાં ઢોર કરાને, તથા તેઓનાં ટોળાં વીજને સ્વાધીન કર્યાં.
ગીતશાસ્ત્ર 78 : 49 (GUV)
તેમણે રોષ, કોપ તથા સંકટ સંહારક દૂતોની માફક મોકલીને તેઓ પર પોતાનો કોપ પ્રગટાવ્યો.
ગીતશાસ્ત્ર 78 : 50 (GUV)
તેમણે પોતાના કોપને માટે રસ્તો કર્યો; તેમણે મરણથી તેઓના પ્રાણ બચાવ્યા નહિ, પણ તેઓના જીવ મરકીને સ્વાધીન કર્યા;
ગીતશાસ્ત્ર 78 : 51 (GUV)
તેમણે મિસરમાં સર્વ પ્રથમ જન્મેલાને મારી નાખ્યા; હામના તંબુઓમાં [તેઓના] પ્રથમ જન્મેલા નરબાળકોને માર્યા;
ગીતશાસ્ત્ર 78 : 52 (GUV)
પણ તે પોતાના લોકોને ઘેટાંની જેમ કાઢી લાવ્યા, અને અરણ્યમાં ટોળાંની જેમ તેઓને દોર્યા.
ગીતશાસ્ત્ર 78 : 53 (GUV)
તેમણે તેઓને એવા સહીસલામત ચલાવ્યા કે, તેઓ બીધા નહિ; પણ સમુદ્રે તેઓના શત્રુઓને ગરક કરી દીધા.
ગીતશાસ્ત્ર 78 : 54 (GUV)
તે પોતાના પવિત્ર [દેશની] હદમાં, એટલે તેમને જમણે હાથે ખરીદાયેલા આ પહાડી દેશમાં, પોતાના લોકોને લાવ્યા.
ગીતશાસ્ત્ર 78 : 55 (GUV)
વળી તેમણે તેઓની સામેથી વિદેશીઓને કાઢી મૂક્યા, અને [જમીન] માપીને ઇઝરાયલનાં કુળોને વારસાના ભાગ પાડી આપ્યા, અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા.
ગીતશાસ્ત્ર 78 : 56 (GUV)
તોપણ તેઓએ પરાત્પર ઈશ્વરની પરીક્ષા કરીને તેમની સામે બળવો ઉઠાવ્યો. અને તેમનાં સાક્ષ્યો પાળ્યાં નહિ;
ગીતશાસ્ત્ર 78 : 57 (GUV)
પણ તેઓ પાછા ફરી જઈને પોતાના પૂર્વજોની જેમ નિમકહરામ થયા; વાંકા ધનુષ્ય [નાં બાણ] ની જેમ તેઓ આડે રસ્તે ચઢ્યા.
ગીતશાસ્ત્ર 78 : 58 (GUV)
કેમ કે તેઓએ પોતાનાં ઉચ્ચસ્થાનો વડે તેમને રોષ ચઢાવ્યો, અને પોતાની કોરેલી મૂર્તિઓ વડે તેમને ગુસ્સો ઉત્પન્ન કર્યો.
ગીતશાસ્ત્ર 78 : 59 (GUV)
ઈશ્વરે [એ] સાંભળ્યું ત્યારે તે કોપાયમાન થયા, અને તેમને ઇઝરાયલ પર બહુ કંટાળો આવ્યો;
ગીતશાસ્ત્ર 78 : 60 (GUV)
તેથી તેમણે શીલોહનો માંડવો, એટલે જે તંબુ તેમણે માણસોમાં ઊભો કર્યો હતો, તેનો ત્યાગ કર્યો.
ગીતશાસ્ત્ર 78 : 61 (GUV)
તેમણે પોતાનું સામર્થ્ય બંધનમાં, અને પોતાનું ગૌરવ શત્રુના હાથમાં, સોંપ્યાં.
ગીતશાસ્ત્ર 78 : 62 (GUV)
વળી તેમણે પોતાના લોક તરવારને સ્વાધીન કર્યા; અને પોતાના વારસા પર તે કોપાયમાન થયા.
ગીતશાસ્ત્ર 78 : 63 (GUV)
અગ્નિએ તેઓના જુવાનોને ખાઈ નાખ્યા; અને તેઓની કન્યાઓનાં લગ્નમાં ગીત ગાવામાં આવ્યાં નહિ.
ગીતશાસ્ત્ર 78 : 64 (GUV)
તેઓના યાજકો તરવારથી માર્યા ગયા; અને તેઓની વિધવાઓએ કંઈ રુદન કર્યું નહિ.
ગીતશાસ્ત્ર 78 : 65 (GUV)
જેમ કોઈ ઊંઘમાંથી જાગે, તેમ, દ્રાક્ષારસ [ના કેફ] થી હોકારો કરનાર પરાક્રમી પુરુષની જેમ પ્રભુ જાગ્યા.
ગીતશાસ્ત્ર 78 : 66 (GUV)
તેમણે પછવાડેથી પોતાના શત્રુઓને માર્યા; તે તેઓના ઉપર સદાને માટે અપમાન લાવ્યા.
ગીતશાસ્ત્ર 78 : 67 (GUV)
વળી તેમણે યૂસફના તંબુનો ઇનકાર કર્યો, અને એફ્રાઈમના કુળને નાપસંદ કર્યું;
ગીતશાસ્ત્ર 78 : 68 (GUV)
પણ તેમણે યહૂદાના કુળને, એટલે પોતાના વહાલા સિયોન પર્વતને, પસંદ કર્યો.
ગીતશાસ્ત્ર 78 : 69 (GUV)
અને પર્વતો જેવું, અને સદાને માટે સ્થાપન કરેલી પૃથ્વીના જેવું તેમણે પોતાનું પવિત્રસ્થાન બંધાવ્યું.
ગીતશાસ્ત્ર 78 : 70 (GUV)
તેમણે ઘેટાંના વાડાઓમાંથી પોતાના સેવક દાઉદને પસંદ કરીને લીધો;
ગીતશાસ્ત્ર 78 : 71 (GUV)
દૂઝણી ઘેટીઓની પાછળ ફરતો હતો ત્યાંથી તેમના લોક યાકૂબ [નાં સંતાન] નું તથા તેમના વારસા ઇઝરાયલનું પાલન કરવા તે તેને લાવ્યા.
ગીતશાસ્ત્ર 78 : 72 (GUV)
તેમણે પોતાના હ્રદયની નિર્દોષતાથી તેઓનું પાલન કર્યું; અને પોતાના હાથના ચાતુર્યથી તેઓને ચલાવ્યા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72

BG:

Opacity:

Color:


Size:


Font: