9. અને તું અભિષેક કરવાનું તેલ લઈને મંડપના સર્વ સામાનનો અભિષેક કરીને તેને તથા તેના બધા જ સામાનને પાવન કર, એટલે તે પવિત્ર થશે.
|
10. અને તું યજ્ઞ વેદીનો તથા તેનાં સર્વ પાત્રોનો અભિષેક કરીને વેદીને પાવન કર, એટલે વેદી પરમપવિત્ર થશે.
|
13. અને તું હારુનને પવિત્ર વસ્ત્રો પહેરાવીને તેનો અભિષેક કરીને તેને પવિત્ર કર કે, તે યાજકપદમાં મારી સેવા બજાવે.
|
15. અને જેમ તેં તેઓના પિતાનો અભિષેક કર્યો તેમ તેઓનો અભિષેક કર કે, તેઓ યાજકપદમાં મારી સેવા કરે. અને તેઓનો અભિષેક વંશપરંપરા તેઓને સદાના યાજકપદને માટે થાય.
|
18. અને મૂસાએ મંડપ ઊભો કર્યો, ને તેની કૂંભીઓ બેસાડી, ને તેનાં પાટિયાં ચોઢયાં, ને તેની ભૂંગળો નાખી, ને તેના સ્તંભ ઉપર રોપ્યા.
|
19. અને મંડપ ઉપર તેણે તંબુ પસાર્યો, ને તેની ઉપર તંબુનું આચ્છાદન કર્યું; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
|
21. અને મૂસા કોશને મંડપમાં લાવ્યો, ને અંતરપટ લટકાવીને કરારકોશને ઓથો કર્યો; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
|
29. અને યજ્ઞવેદીને તેણે મુલાકાતમંડપના માંડવાના દરવાજાની પાસે મૂકી, ને તેની ઉપર તેણે દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવ્યાં; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
|
32. જ્યારે તેઓ મુલાકાતમંડપમાં જતા, અને જ્યારે તેઓ વેદીની પાસે આવતા. ત્યારે તેઓ સ્નાન કરતા; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
|
33. અને તેણે મંડપ તથા વેદીની આસપાસ આંગણું ઊભું કર્યું, ને આંગણાના દરવાજાને તેણે પડદો લગાડયો. એ પ્રમાણે મૂસાએ તે કામ પૂરું કર્યું.
|
35. અને મૂસા મુલાકાતમંડપમાં પેસી શક્યો નહિ. કેમ કે મેઘ તેના ઉપર સ્થિર રહ્યો હતો, ને તંબુ યહોવાના ગૌરવથી ભરપૂર હતો.
|
36. અને જ્યારે મેઘને મંડપ ઉપરથી ઉઠાવી લેવામાં આવતો, ત્યારે ઇઝરાયલી લોકો પોતાની સર્વ મૂસાફરીઓમાં આગળ ચાલતાં;
|
37. પણ જો મેઘને ઉઠાવી લેવામાં આવતો નહિ, તો તેને ઉઠાવી લેવામાં આવે નહિ તે દિવસ સુધી તેઓ કૂચ કરતા નહિ.
|
38. કેમ કે ઇઝરાયલના આખા ઘરના જોતાં તેઓની સર્વ મૂસાફરીઓમાં યહોવાનો મેઘ દિવસે મંડપ ઉપર રહેતો, ને રાતે તેમાં અગ્નિ રહેતો.
|