નિર્ગમન 40 : 1 (GUV)
અને યહોવાએ મૂસાની સાથે વાત કરતાં કહ્યું,
નિર્ગમન 40 : 2 (GUV)
“તું પહેલા માસને પહેલે દિવસે મુલાકાતમંડપનો માંડવો ઊભો કર.
નિર્ગમન 40 : 3 (GUV)
અને તેની અંદર કરારકોશ મૂક, ને કોશને પડદાનો ઓથો કર.
નિર્ગમન 40 : 4 (GUV)
અને મેજને અંદર લાવીને તેનો સામાન તે પર રીતસર ગોઠવ; અને દીપવૃક્ષને અંદર લાવ, ને તેના દીવા સળગાવ.
નિર્ગમન 40 : 5 (GUV)
અને તું સોનાની ધૂપવેદી કરારકોશની સામે મૂક, ને મંડપના દ્વારને પડદો લગાડ.
નિર્ગમન 40 : 6 (GUV)
અને તું યજ્ઞ વેદીને મુલાકાતમંડપના માંડવાના દરવાજાની સામે મૂક.
નિર્ગમન 40 : 7 (GUV)
અને તું હોજને મુલાકાતમંડપની તથા વેદીની વચ્ચે મૂક, ને તેમાં પાણી ભર.
નિર્ગમન 40 : 8 (GUV)
અને તું આસપાસનું આંગણું ઊભું કર, ને આંગણાના દરવાજાનો પડદો લગાડ.
નિર્ગમન 40 : 9 (GUV)
અને તું અભિષેક કરવાનું તેલ લઈને મંડપના સર્વ સામાનનો અભિષેક કરીને તેને તથા તેના બધા જ સામાનને પાવન કર, એટલે તે પવિત્ર થશે.
નિર્ગમન 40 : 10 (GUV)
અને તું યજ્ઞ વેદીનો તથા તેનાં સર્વ પાત્રોનો અભિષેક કરીને વેદીને પાવન કર, એટલે વેદી પરમપવિત્ર થશે.
નિર્ગમન 40 : 11 (GUV)
અને તું હોજનો તથા તેના તળિયાનો અભિષેક કરીને તેને પાવન કર.
નિર્ગમન 40 : 12 (GUV)
અને મુલાકાતમંડપના દરવાજા આગળ હારુનને તથા તેના દીકરાઓને લાવીને તેઓને પાણીથી સ્નાન કરાવ.
નિર્ગમન 40 : 13 (GUV)
અને તું હારુનને પવિત્ર વસ્‍ત્રો પહેરાવીને તેનો અભિષેક કરીને તેને પવિત્ર કર કે, તે યાજકપદમાં મારી સેવા બજાવે.
નિર્ગમન 40 : 14 (GUV)
અને તું તેના દીકરાઓને [ત્યાં] લાવીને તેઓને અંગરખા પહેરાવ.
નિર્ગમન 40 : 15 (GUV)
અને જેમ તેં તેઓના પિતાનો અભિષેક કર્યો તેમ તેઓનો અભિષેક કર કે, તેઓ યાજકપદમાં મારી સેવા કરે. અને તેઓનો અભિષેક વંશપરંપરા તેઓને સદાના યાજકપદને માટે થાય.
નિર્ગમન 40 : 16 (GUV)
એ પ્રમાણે મૂસાએ કર્યું; જે સર્વ આજ્ઞાઓ યહોવાએ તેને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું.
નિર્ગમન 40 : 17 (GUV)
અને એમ થયું કે બીજા વર્ષના પહેલા માસમાં તે માસને પહેલે દિવસે મંડપ ઊભો કરવાનું કામ પૂરું થયું.
નિર્ગમન 40 : 18 (GUV)
અને મૂસાએ મંડપ ઊભો કર્યો, ને તેની કૂંભીઓ બેસાડી, ને તેનાં પાટિયાં ચોઢયાં, ને તેની ભૂંગળો નાખી, ને તેના સ્તંભ ઉપર રોપ્યા.
નિર્ગમન 40 : 19 (GUV)
અને મંડપ ઉપર તેણે તંબુ પસાર્યો, ને તેની ઉપર તંબુનું આચ્છાદન કર્યું; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
નિર્ગમન 40 : 20 (GUV)
અને તેણે કરારલેખ લઈને કોશમાં મૂક્યો, ને કોશ પર દાંડા ગોઠવ્યા, ને કોશ પર દયાસન મૂક્યું.
નિર્ગમન 40 : 21 (GUV)
અને મૂસા કોશને મંડપમાં લાવ્યો, ને અંતરપટ લટકાવીને કરારકોશને ઓથો કર્યો; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
નિર્ગમન 40 : 22 (GUV)
અને તેણે મેજને મુલાકાતમંડપમાં, મંડપની ઉત્તર બાજુએ પડદાની બહાર મૂકી.
નિર્ગમન 40 : 23 (GUV)
અને તેની ઉપર તેણે યહોવાની આગળ રીતસર રોટલી ગોઠવી; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
નિર્ગમન 40 : 24 (GUV)
અને દીપવૃક્ષને તેણે મુલાકાતમંડપમાં મેજની સામે મંડપની દક્ષિણ બાજુએ મૂક્યું.
નિર્ગમન 40 : 25 (GUV)
અને તેણે યહોવાની આગળ દીવા સળગાવ્યા; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
નિર્ગમન 40 : 26 (GUV)
અને સોનાની વેદીને તેણે મુલાકાત મંડપમાં પડદાની સામે મૂકી.
નિર્ગમન 40 : 27 (GUV)
અને તેણે તેની ઉપર ખુશબોદાર સુગંધીઓનો ધૂપ બાળ્યો. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
નિર્ગમન 40 : 28 (GUV)
અને તેણે મંડપના દરવાજાને પડદો લગાડયો.
નિર્ગમન 40 : 29 (GUV)
અને યજ્ઞવેદીને તેણે મુલાકાતમંડપના માંડવાના દરવાજાની પાસે મૂકી, ને તેની ઉપર તેણે દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવ્યાં; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
નિર્ગમન 40 : 30 (GUV)
અને હોજને તેણે મુલાકાતમંડપ તથા વેદીની વચમાં મૂક્યો, ને તેની અંદર સ્નાન કરવા માટે પાણી ભર્યું.
નિર્ગમન 40 : 31 (GUV)
અને મૂસા તથા હારુન તથા તેના પુત્રો પોતાના હાથપગ ત્યાં ધોતા.
નિર્ગમન 40 : 32 (GUV)
જ્યારે તેઓ મુલાકાતમંડપમાં જતા, અને જ્યારે તેઓ વેદીની પાસે આવતા. ત્યારે તેઓ સ્નાન કરતા; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
નિર્ગમન 40 : 33 (GUV)
અને તેણે મંડપ તથા વેદીની આસપાસ આંગણું ઊભું કર્યું, ને આંગણાના દરવાજાને તેણે પડદો લગાડયો. એ પ્રમાણે મૂસાએ તે કામ પૂરું કર્યું.
નિર્ગમન 40 : 34 (GUV)
તે વખતે મેઘે મુલાકાતમંડપ ઉપર આચ્છાદન કર્યું, ને યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો.
નિર્ગમન 40 : 35 (GUV)
અને મૂસા મુલાકાતમંડપમાં પેસી શક્યો નહિ. કેમ કે મેઘ તેના ઉપર સ્થિર રહ્યો હતો, ને તંબુ યહોવાના ગૌરવથી ભરપૂર હતો.
નિર્ગમન 40 : 36 (GUV)
અને જ્યારે મેઘને મંડપ ઉપરથી ઉઠાવી લેવામાં આવતો, ત્યારે ઇઝરાયલી લોકો પોતાની સર્વ મૂસાફરીઓમાં આગળ ચાલતાં;
નિર્ગમન 40 : 37 (GUV)
પણ જો મેઘને ઉઠાવી લેવામાં આવતો નહિ, તો તેને ઉઠાવી લેવામાં આવે નહિ તે દિવસ સુધી તેઓ કૂચ કરતા નહિ.
નિર્ગમન 40 : 38 (GUV)
કેમ કે ઇઝરાયલના આખા ઘરના જોતાં તેઓની સર્વ મૂસાફરીઓમાં યહોવાનો મેઘ દિવસે મંડપ ઉપર રહેતો, ને રાતે તેમાં અગ્નિ રહેતો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38

BG:

Opacity:

Color:


Size:


Font: