2. “ઇઝરાયલી લોકોમાંનો પ્રત્યેક પુરુષ પોતાના પિતાના ઘરના નિશાન સાથે પોતાની ધજાની પાસે છાવણી કરે. મુલાકાતમંડપની સામે ચારે બાજુએ તેઓ છાવણી કરે.
|
3. અને પૂર્વની બાજુએ, સૂર્યોદય તરફ યહૂદાની છાવણીની ધજાવાળાં પોતાનાં સૈન્યો પ્રમાણે છાવણી કરે. અને આમિનાદાબનો દિકરો નાહશોન તે યહૂદાના પુત્રોનો અધિપતિ થાય.
|
5. અને તેની પાસે ઇસ્સાખારનું કુળ છાવણી કરે. અને સુઆરનો દિકરો નથાનિયેલ તે ઇસ્સાખારના પુત્રોનો અધિપતિ થાય.
|
9. યહૂદાની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો પ્રમાણે, એક લાખ છયાસી હજાર ને ચારસો હતા. તેઓ પ્રથમ ચાલી નીકળે.
|
10. રુબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે દક્ષિણની બાજુએ રહે. અને શદેઉરનો દિકરો અલીસૂર તે રુબેનના પુત્રોનો અધિપતિ થાય.
|
12. અને તેની પાસે શિમયોનનું કુળ છાવણી કરે. અને સુરિશાદાઈનો દિકરો શલુમિયેલ તે શિમયોનના પુત્રોનો અધિપતિ થાય.
|
16. રુબેનની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો પ્રમાણે, એક લાખ એકાવન હજાર ચારસો ને પચાસ હતા. અને તેઓ બીજા અનુક્રમે ચાલી નીકળે.
|
17. પછી છાવણીઓની વચમાંની લેવીઓની છાવણી સાથે મુલાકાતમંડપ નીકળે. જેમ તેઓ છાવણીમાં રહે છે તેમ તેઓ પોતપોતાની જગાએ પોતાની ધજા પાસે રહીને ચાલી નીકળે.
|
18. એફ્રાઈમની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે પશ્ચિમ બાજુએ રહે. અને આમિહુદનો દિકરો એલિશામા તે એફ્રાઈમના પુત્રોનો અધિપતિ થાય.
|
20. અને તેની પાસે મનાશ્શાનું કુળ રહે. અને પદાહસૂરનો દિકરો ગમાલ્યેલ તે મનાશ્શાના પુત્રોનો અધિપતિ થાય.
|
24. એફ્રાઈમની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો પ્રમાણે, એક લાખ આઠ હજાર ને એકસો હતા. અને તેઓ ત્રીજા અનુક્રમે ચાલી નીકળે.
|
25. દાનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે ઉત્તર બાજુએ રહે. અને આમિશાદાઈનો દિકરો અહિયેઝેર તે દાનના પુત્રોનો અધિપતિ થાય.
|
31. દાનની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ એક લાખ સત્તાવન હજાર ને છસો હતા. તેઓ પોતાનિ ધજાઓ સહિત સૌથી પાછળ ચાલી નીકળે.
|
32. ઇઝરાયલી પ્રજા જેઓની ગણતરી તેઓના પિતાઓનાં ઘર પ્રમાણે થઈ, તેઓ એ છે. છાવણીઓમાં જે સર્વની પોતપોતાનાં સૈન્યો પ્રમાણે ગણતરી થઈ તેઓ છ લાખ ત્રણ હજાર પાંચસો ને પચાસ હતા.
|
34. અને જે સર્વ આજ્ઞાઓ યહોવાએ મૂસાને આપી હતી તે પ્રમાણે ઇઝરાયલી લોકોએ કર્યું. તે જ પ્રમાણે તેઓએ પોતપોતાની ધજાઓની પાસે છાવણી કરી, ને તે જ પ્રમાણે તેઓ પ્રત્યેક પોતપોતાનાં કુટુંબ સાથે પોતપોતાના પિતાઓનાં ઘર પ્રમાણે ચાલી નીકળ્યા.
|