ગણના 2 : 1 (GUV)
અને યહોવાએ મૂસાને તથા હારુન ને કહ્યું,
ગણના 2 : 2 (GUV)
“ઇઝરાયલી લોકોમાંનો પ્રત્યેક પુરુષ પોતાના પિતાના ઘરના નિશાન સાથે પોતાની ધજાની પાસે છાવણી કરે. મુલાકાતમંડપની સામે ચારે બાજુએ તેઓ છાવણી કરે.
ગણના 2 : 3 (GUV)
અને પૂર્વની બાજુએ, સૂર્યોદય તરફ યહૂદાની છાવણીની ધજાવાળાં પોતાનાં સૈન્યો પ્રમાણે છાવણી કરે. અને આમિનાદાબનો દિકરો નાહશોન તે યહૂદાના પુત્રોનો અધિપતિ થાય.
ગણના 2 : 4 (GUV)
અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચુંમોતેર હજાર ને છસો હતા.
ગણના 2 : 5 (GUV)
અને તેની પાસે ઇસ્સાખારનું કુળ છાવણી કરે. અને સુઆરનો દિકરો નથાનિયેલ તે ઇસ્સાખારના પુત્રોનો અધિપતિ થાય.
ગણના 2 : 6 (GUV)
અને તેનું સૈન્ય એટલે તેમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચોપન હજાર ને ચારસો હતા.
ગણના 2 : 7 (GUV)
પછી ઝબુલોનનું કુળ; અને હેલોનનો દિકરો અલિયાબ તે ઝબુલોનના પુત્રોનો અધિપતિ થાય.
ગણના 2 : 8 (GUV)
અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ સત્તાવન હજાર ને ચારસો હતા.
ગણના 2 : 9 (GUV)
યહૂદાની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો પ્રમાણે, એક લાખ છયાસી હજાર ને ચારસો હતા. તેઓ પ્રથમ ચાલી નીકળે.
ગણના 2 : 10 (GUV)
રુબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે દક્ષિણની બાજુએ રહે. અને શદેઉરનો દિકરો અલીસૂર તે રુબેનના પુત્રોનો અધિપતિ થાય.
ગણના 2 : 11 (GUV)
અને તેનું સૈન્ય એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ છેંતાળીસ હજારને પાંચસો હતા.
ગણના 2 : 12 (GUV)
અને તેની પાસે શિમયોનનું કુળ છાવણી કરે. અને સુરિશાદાઈનો દિકરો શલુમિયેલ તે શિમયોનના પુત્રોનો અધિપતિ થાય.
ગણના 2 : 13 (GUV)
અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ઓગણસાઠ હજાર ને ત્રણસો હતા.
ગણના 2 : 14 (GUV)
અને ગાદનું કુળ; અને દુએલનો દિકરો એલિયાસાફ તે ગાદના પુત્રોનો અધિપતિ થાય.
ગણના 2 : 15 (GUV)
અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ પિસ્તાળીસ હજાર છસો ને પચાસ હતા.
ગણના 2 : 16 (GUV)
રુબેનની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો પ્રમાણે, એક લાખ એકાવન હજાર ચારસો ને પચાસ હતા. અને તેઓ બીજા [અનુક્રમે] ચાલી નીકળે.
ગણના 2 : 17 (GUV)
પછી છાવણીઓની વચમાંની લેવીઓની છાવણી સાથે મુલાકાતમંડપ નીકળે. જેમ તેઓ છાવણીમાં રહે છે તેમ તેઓ પોતપોતાની જગાએ પોતાની ધજા પાસે રહીને ચાલી નીકળે.
ગણના 2 : 18 (GUV)
એફ્રાઈમની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે પશ્ચિમ બાજુએ રહે. અને આમિહુદનો દિકરો એલિશામા તે એફ્રાઈમના પુત્રોનો અધિપતિ થાય.
ગણના 2 : 19 (GUV)
અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચાળીસ હજાર ને પાંચસો હતા.
ગણના 2 : 20 (GUV)
અને તેની પાસે મનાશ્‍શાનું કુળ રહે. અને પદાહસૂરનો દિકરો ગમાલ્યેલ તે મનાશ્શાના પુત્રોનો અધિપતિ થાય.
ગણના 2 : 21 (GUV)
અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ બત્રીસ હજાર ને બસો હતા.
ગણના 2 : 22 (GUV)
પછી બિન્યામીનનું કુળ. અને ગિદિયોનીનો દિકરો અબિદાન તે બિન્યામીનના પુત્રોનો અધિપતિ થાય.
ગણના 2 : 23 (GUV)
અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ પાંત્રીસ હજાર ને ચારસો હતા.
ગણના 2 : 24 (GUV)
એફ્રાઈમની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો પ્રમાણે, એક લાખ આઠ હજાર ને એકસો હતા. અને તેઓ ત્રીજા [અનુક્રમે] ચાલી નીકળે.
ગણના 2 : 25 (GUV)
દાનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે ઉત્તર બાજુએ રહે. અને આમિશાદાઈનો દિકરો અહિયેઝેર તે દાનના પુત્રોનો અધિપતિ થાય.
ગણના 2 : 26 (GUV)
અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ બાસઠ હજાર ને સાતસો હતા.
ગણના 2 : 27 (GUV)
અને તેની પાસે આશેરના કુળના છાવણી કરે. અને ઓક્રાનનો દિકરો પાગિયેલ તે આશેરના પુત્રોનો અધિપતિ થાય.
ગણના 2 : 28 (GUV)
અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ એકતાળીસ હજાર ને પાંચસો હતા.
ગણના 2 : 29 (GUV)
પછી નફતાલીનું કુળ, અને એનાનનો દિકરો અહીરા તે નફતાલીના પુત્રોનો અધિપતિ થાય.
ગણના 2 : 30 (GUV)
અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ત્રેપન હજાર ને ચારસો હતા.
ગણના 2 : 31 (GUV)
દાનની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ એક લાખ સત્તાવન હજાર ને છસો હતા. તેઓ પોતાનિ ધજાઓ સહિત સૌથી પાછળ ચાલી નીકળે.
ગણના 2 : 32 (GUV)
ઇઝરાયલી પ્રજા જેઓની ગણતરી તેઓના પિતાઓનાં ઘર પ્રમાણે થઈ, તેઓ એ છે. છાવણીઓમાં જે સર્વની પોતપોતાનાં સૈન્યો પ્રમાણે ગણતરી થઈ તેઓ છ લાખ ત્રણ હજાર પાંચસો ને પચાસ હતા.
ગણના 2 : 33 (GUV)
પણ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઇઝરાયલીઓમાં લેવીઓની ગણતરી કરવામાં આવી નહોતી.
ગણના 2 : 34 (GUV)
અને જે સર્વ આજ્ઞાઓ યહોવાએ મૂસાને આપી હતી તે પ્રમાણે ઇઝરાયલી લોકોએ કર્યું. તે જ પ્રમાણે તેઓએ પોતપોતાની ધજાઓની પાસે છાવણી કરી, ને તે જ પ્રમાણે તેઓ પ્રત્યેક પોતપોતાનાં કુટુંબ સાથે પોતપોતાના પિતાઓનાં ઘર પ્રમાણે ચાલી નીકળ્યા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: