1. દાઉદનું ગીત. યહોવા મારા ખડક છે, તેમને ધન્ય હો; તે મારા હાથને યુદ્ધ કરતાં, અને મારી આંગળીઓને લડતાં શીખવે છે.
|
2. તે મારા કૃપાનિધિ છે, તે મારો કિલ્લો છે; મારો ગઢ તથા મારા બચાવનાર છે; તે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તે જ છે; તે મારા લોકોને મારે તાબે કરે છે.
|
3. હે યહોવા, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની ઓળખાણ રાખો? માણસ કોણ માત્ર છે કે તમે તેને ધ્યાનમાં રાખો?
|
11. મારો છૂટકો કરો, અને મને પારકાઓના હાથમાંથી બચાવો; તેઓનું મોઢું મિથ્યા ભાષણ કરે છે, અને તેઓનો જમણો હાથ તો જૂઠાઈનો જમણો હાથ છે.
|
12. અમારા દીકરા પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અમારી દીકરીઓ રાજમહેલના જેવી શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ;
|
13. અમારી વખારો વિવિધ સામગ્રી પૂરી પાડે એવી ભરપૂર થાઓ; અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો ને દશ હજારો બચ્ચાં જણનારાં થાઓ;
|
14. અમારા બળદો ભાર ઊંચકવામાં જબરા થાઓ; ગાબડું પાડનાર કોઈ પણ ન થાઓ; અને નાસી છૂટનાર કોઈ ન હો. અમારી શેરીઓમાં કંઈ બૂમ ન પડો.
|