ગીતશાસ્ત્ર 144 : 1 (GUV)
દાઉદનું ગીત. યહોવા મારા ખડક છે, તેમને ધન્ય હો; તે મારા હાથને યુદ્ધ કરતાં, અને મારી આંગળીઓને લડતાં શીખવે છે.
ગીતશાસ્ત્ર 144 : 2 (GUV)
તે મારા કૃપાનિધિ છે, તે મારો કિલ્લો છે; મારો ગઢ તથા મારા બચાવનાર છે; તે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તે જ છે; તે મારા લોકોને મારે તાબે કરે છે.
ગીતશાસ્ત્ર 144 : 3 (GUV)
હે યહોવા, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની ઓળખાણ રાખો? માણસ [કોણ માત્ર] છે કે તમે તેને ધ્યાનમાં રાખો?
ગીતશાસ્ત્ર 144 : 4 (GUV)
માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો નમી જતી છાયાના જેવા છે.
ગીતશાસ્ત્ર 144 : 5 (GUV)
હે યહોવા, તમારાં આકાશોને નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે.
ગીતશાસ્ત્ર 144 : 6 (GUV)
વીજળી ચમકાવીને તેઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડીને તેઓનો નાશ કરો;
ગીતશાસ્ત્ર 144 : 7 (GUV)
ઉપરથી તમારા હાથ લંબાવો; મારો છુટકારો કરો; ઊંડા પાણીમાંથી, પારકાઓના હાથમાંથી, મને બચાવો.
ગીતશાસ્ત્ર 144 : 8 (GUV)
તેઓનું મોઢું મિથ્યા ભાષણ કરે છે, તેઓનો જમણો હાથ તો જૂઠાઈનો જમણો હાથ છે.
ગીતશાસ્ત્ર 144 : 9 (GUV)
હે ઈશ્વર, તમારે માટે નવું ગીત ગાઈશ; દશ તારવાળી સારંગી સાથે હું તમારાં સ્તોત્ર ગાઈશ.
ગીતશાસ્ત્ર 144 : 10 (GUV)
તે રાજાઓને તારણ આપનાર છે; તે પોતાના સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવનાર છે.
ગીતશાસ્ત્ર 144 : 11 (GUV)
મારો છૂટકો કરો, અને મને પારકાઓના હાથમાંથી બચાવો; તેઓનું મોઢું મિથ્યા ભાષણ કરે છે, અને તેઓનો જમણો હાથ તો જૂઠાઈનો જમણો હાથ છે.
ગીતશાસ્ત્ર 144 : 12 (GUV)
અમારા દીકરા પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અમારી દીકરીઓ રાજમહેલના જેવી શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ;
ગીતશાસ્ત્ર 144 : 13 (GUV)
અમારી વખારો વિવિધ સામગ્રી પૂરી પાડે એવી ભરપૂર થાઓ; અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો ને દશ હજારો બચ્ચાં જણનારાં થાઓ;
ગીતશાસ્ત્ર 144 : 14 (GUV)
અમારા બળદો ભાર ઊંચકવામાં જબરા થાઓ; ગાબડું પાડનાર કોઈ પણ ન થાઓ; અને નાસી છૂટનાર કોઈ ન હો. અમારી શેરીઓમાં કંઈ બૂમ ન પડો.
ગીતશાસ્ત્ર 144 : 15 (GUV)
જે લોકો આવા હોય છે તેઓ સુખી હોય છે; જેઓના ઈશ્વર યહોવા છે તેઓને ધન્ય છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

BG:

Opacity:

Color:


Size:


Font: