3. અને હારુને એ પ્રમાણે કર્યું. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, તેમ તેણે દીપવૃક્ષની આગળ દીવા સળગાવ્યા.
|
4. અને દીપવૃક્ષનું કામ ઘડેલા સોનાનું હતું. તેની બેસણીથી તેનાં ફૂલો સુધી તે ઘડતર કામનું હતું: જે નમૂનો યહોવાએ મૂસાને બતાવ્યો હતો, તે પ્રમાણે તેણે દીપવૃક્ષ બનાવ્યું.
|
7. અને તેઓને શુદ્ધ કરવા માટે તું તેઓને આ પ્રમાણે કર:શુદ્ધિકરણનું પાણી તેઓના ઉપર છાંટ, ને તેઓ પોતાનું આખું શરીર મૂંડાવે, ને પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, ને પોતાને સ્વચ્છ કરે.
|
8. અને તેઓ એક વાછરડો તથા તેનું ખાદ્યાર્પણ, એટલે તેલે મોહેલો મેંદો લે. અને પાપાર્થાર્પણને માટે તું બીજો એક વાછરડો લે.
|
11. અને ઇઝરાયલીઓ તરફથી યહોવાની સેવા કરવાના કામમાં લેવીઓ આવે માટે હારુન યહોવાની આગળ આરત્યર્પણ તરીકે લેવીઓને અર્પણ કરે.
|
12. અને લેવીઓ પોતાના હાથ વાછરડાંઓનાં માથાં પર મૂકે. અને લેવીઓનું પ્રાયશ્ચિત્ત કરવા માટે એકને પાપાર્થાર્પણે માટે તથા બીજાને દહનીયાર્પણને માટે યહોવાની આગળ તું ચઢાવ.
|
13. અને હારુનની સામે તથા તેના દિકરાઓની સામે તું લેવીઓને ઊભા કર, ને યહોવાની આગળ આરત્યર્પણ તરીકે તું તેઓને અર્પણ કર.
|
15. અને ત્યાર પછી લેવીઓ મુલાકાતમંડપને લગતી સેવા કરવાને અંદર જાય. અને તું તેઓને શુદ્ધ કર, ને આરત્યર્પણ તરીકે તેઓને તું અર્પણ કર.
|
16. કેમ કે ઇઝરાયલીઓમાંથી તેઓ મને સંપૂર્ણ અપાયેલા છે. બધા ગર્ભસ્થાન ઉઘાડનારાઓને બદલે એટલે સર્વ ઇઝરાયલમાંથી પ્રથમ જન્મેલાંને બદલે તેઓને મેં પોતાને માટે લીધા છે.
|
17. કેમ કે ઇઝરાલી લોકોનાં સર્વ પ્રથમ જન્મેલાં માણસ તથા પશુ મારાં છે. જે દિવસે મેં મિસર દેશમાં સર્વ પ્રથમ જન્મેલાંને માર્યા, તે દિવસે મેં મારે માટે તેઓને અલગ કર્યાં.
|
19. ઇઝરાયલી લોકોમાંથી લેવીઓને મુલાકાત મંડપમાં ઇઝરાયલી લોકોની સેવા કરવાને, તથા ઇઝરાયલી લોકોને માટે પ્રાયશ્ચિત્ત કરવાને મેં હારુનના તથા તેના દિકરાઓના તાબામાં સોંપ્યા છે; કે ઇઝરાલી લોકો પવિત્રસ્થાનની પાસે આવે, ત્યારે ઇઝરાયલી લોકો મધ્યે મરકી ન થાય.
|
20. મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલની સમગ્ર પ્રજાએ લેવીઓને એ પ્રમાણે કર્યું. લેવીઓ વિષે જે સર્વ આજ્ઞા યહોવાએ મૂસાને આપી હતી તે પ્રમાણે ઇઝરાયલી લોકોએ તેઓને કર્યું.
|
21. અને લેવીઓએ પોતાને પાપથી શુદ્ધ કર્યા, ને તેઓએ પોતાનાં વસ્ત્ર ધોયાં. અને હારુને યહોવાની સમક્ષ આરત્યર્પણ તરીકે તેઓને અર્પણ કર્યા. અને હારુને તેઓને શુદ્ધ કરવાને તેઓને માટે પ્રાયશ્ચિત્ત કર્યું.
|
22. અને ત્યાર પછી લેવીઓ હારુનની નજર નીચે તથા તેના દિકરાઓની નજર નીચે તથા તેના દિકરાઓની નજર નીચે સેવઅ કરવા મુલાકાતમંડપમાં ગયા. જેમ યહોવાએ લેવીઓ વિષે મૂસાને અ આપી હતી તેમ તેઓએ તેઓને કર્યું.
|
24. “લેવીઓની ફરજ આ છે: પચ્ચીસ વર્ષના તથા તેની ઉપરના જનો અંદર જઈને મુલાકાતમંડપના કામની સેવાચાકરીમાં હાજર રહે.
|
26. પણ સંભાળ રાખવામાં તેઓ મુલાકાતમંડપમાં પોતાનાં ભાઈઓની સાથે સેવા કરે, ને સેવાચાકરી ન કરે. લેવીઓને સોંપેલી સેવા વિષે તું તેઓને એમ કર.”
|