ગણના 8 : 1 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું, “હારુનને એમ કહે કે,
ગણના 8 : 2 (GUV)
જ્યારે તું દીવા સળગાવે ત્યારે સાત દીવા દીપવૃક્ષની આગળ પ્રકાશ પાડે.”
ગણના 8 : 3 (GUV)
અને હારુને એ પ્રમાણે કર્યું. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, તેમ તેણે દીપવૃક્ષની આગળ દીવા સળગાવ્યા.
ગણના 8 : 4 (GUV)
અને દીપવૃક્ષનું કામ ઘડેલા સોનાનું હતું. તેની બેસણીથી તેનાં ફૂલો સુધી તે ઘડતર કામનું હતું: જે નમૂનો યહોવાએ મૂસાને બતાવ્યો હતો, તે પ્રમાણે તેણે દીપવૃક્ષ બનાવ્યું.
ગણના 8 : 5 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું,
ગણના 8 : 6 (GUV)
“ઇઝરાયલી લોકોમાંથી લેવીઓને લઈને તેઓને શદ્ધ કર.
ગણના 8 : 7 (GUV)
અને તેઓને શુદ્ધ કરવા માટે તું તેઓને આ પ્રમાણે કર:શુદ્ધિકરણનું પાણી તેઓના ઉપર છાંટ, ને તેઓ પોતાનું આખું શરીર મૂંડાવે, ને પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પોતાને સ્વચ્છ કરે.
ગણના 8 : 8 (GUV)
અને તેઓ એક વાછરડો તથા તેનું ખાદ્યાર્પણ, એટલે તેલે મોહેલો મેંદો લે. અને પાપાર્થાર્પણને માટે તું બીજો એક વાછરડો લે.
ગણના 8 : 9 (GUV)
અને મુલાકાતમંડપની સામે તું લેવીઓને રજૂ કર. અને ઇઝરાયલીઓની સમગ્ર પ્રજાને તું એકઠી કર.
ગણના 8 : 10 (GUV)
અને યહોવાની સમક્ષ તું લેવીઓને રજૂ કર. અને લેવીઓ પર ઇઝરાયલીઓ પોતાના હાથ મૂકે.
ગણના 8 : 11 (GUV)
અને ઇઝરાયલીઓ તરફથી યહોવાની સેવા કરવાના કામમાં લેવીઓ આવે માટે હારુન યહોવાની આગળ આરત્યર્પણ તરીકે લેવીઓને અર્પણ કરે.
ગણના 8 : 12 (GUV)
અને લેવીઓ પોતાના હાથ વાછરડાંઓનાં માથાં પર મૂકે. અને લેવીઓનું પ્રાયશ્ચિત્ત કરવા માટે એકને પાપાર્થાર્પણે માટે તથા બીજાને દહનીયાર્પણને માટે યહોવાની આગળ તું ચઢાવ.
ગણના 8 : 13 (GUV)
અને હારુનની સામે તથા તેના દિકરાઓની સામે તું લેવીઓને ઊભા કર, ને યહોવાની આગળ આરત્યર્પણ તરીકે તું તેઓને અર્પણ કર.
ગણના 8 : 14 (GUV)
એમ તું ઇઝરાયલી પ્રજામાંથી લેવીઓને આગળ કર; અને લેવીઓ મારા થાય.
ગણના 8 : 15 (GUV)
અને ત્યાર પછી લેવીઓ મુલાકાતમંડપને લગતી સેવા કરવાને અંદર જાય. અને તું તેઓને શુદ્ધ કર, ને આરત્યર્પણ તરીકે તેઓને તું અર્પણ કર.
ગણના 8 : 16 (GUV)
કેમ કે ઇઝરાયલીઓમાંથી તેઓ મને સંપૂર્ણ અપાયેલા છે. બધા ગર્ભસ્થાન ઉઘાડનારાઓને બદલે એટલે સર્વ ઇઝરાયલમાંથી પ્રથમ જન્મેલાંને બદલે તેઓને મેં પોતાને માટે લીધા છે.
ગણના 8 : 17 (GUV)
કેમ કે ઇઝરાલી લોકોનાં સર્વ પ્રથમ જન્મેલાં માણસ તથા પશુ મારાં છે. જે દિવસે મેં મિસર દેશમાં સર્વ પ્રથમ જન્મેલાંને માર્યા, તે દિવસે મેં મારે માટે તેઓને અલગ કર્યાં.
ગણના 8 : 18 (GUV)
અને ઇઝરાયલી લોકોનાં સર્વ પ્રથમ જન્મેલાંને બદલે મેં લેવીઓને લીધા છે.
ગણના 8 : 19 (GUV)
ઇઝરાયલી લોકોમાંથી લેવીઓને મુલાકાત મંડપમાં ઇઝરાયલી લોકોની સેવા કરવાને, તથા ઇઝરાયલી લોકોને માટે પ્રાયશ્ચિત્ત કરવાને મેં હારુનના તથા તેના દિકરાઓના તાબામાં સોંપ્યા છે; કે ઇઝરાલી લોકો પવિત્રસ્થાનની પાસે આવે, ત્યારે ઇઝરાયલી લોકો મધ્યે મરકી ન થાય.
ગણના 8 : 20 (GUV)
મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલની સમગ્ર પ્રજાએ લેવીઓને એ પ્રમાણે કર્યું. લેવીઓ વિષે જે સર્વ આજ્ઞા યહોવાએ મૂસાને આપી હતી તે પ્રમાણે ઇઝરાયલી લોકોએ તેઓને કર્યું.
ગણના 8 : 21 (GUV)
અને લેવીઓએ પોતાને પાપથી શુદ્ધ કર્યા, ને તેઓએ પોતાનાં વસ્‍ત્ર ધોયાં. અને હારુને યહોવાની સમક્ષ આરત્યર્પણ તરીકે તેઓને અર્પણ કર્યા. અને હારુને તેઓને શુદ્ધ કરવાને તેઓને માટે પ્રાયશ્ચિત્ત કર્યું.
ગણના 8 : 22 (GUV)
અને ત્યાર પછી લેવીઓ હારુનની નજર નીચે તથા તેના દિકરાઓની નજર નીચે તથા તેના દિકરાઓની નજર નીચે સેવઅ કરવા મુલાકાતમંડપમાં ગયા. જેમ યહોવાએ લેવીઓ વિષે મૂસાને અ આપી હતી તેમ તેઓએ તેઓને કર્યું.
ગણના 8 : 23 (GUV)
અને યહોવાએ મૂસાને કહ્યું,
ગણના 8 : 24 (GUV)
“લેવીઓની ફરજ આ છે: પચ્ચીસ વર્ષના તથા તેની ઉપરના જનો અંદર જઈને મુલાકાતમંડપના કામની સેવાચાકરીમાં હાજર રહે.
ગણના 8 : 25 (GUV)
અને પચાસ વર્ષની ઉમરથી તેઓ તે કામમાં હાજર રહેવાનું બંધ કરે, ને ત્યાર પછી સેવાચાકરી ન કરે.
ગણના 8 : 26 (GUV)
પણ સંભાળ રાખવામાં તેઓ મુલાકાતમંડપમાં પોતાનાં ભાઈઓની સાથે સેવા કરે, ને સેવાચાકરી ન કરે. લેવીઓને સોંપેલી સેવા વિષે તું તેઓને એમ કર.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

BG:

Opacity:

Color:


Size:


Font: