1. તૂર વિષે ઈશ્વરવાણી:હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તે પાયમાલ થયું છે, અને પ્રવેશ કરવાની ગોદી નથી; કિત્તીમ દેશથી આવતાં તેઓને એવી ખબર મળે છે.
|
2. હે બેટવાસીઓ, છાના રહો! સમુદ્ર પર પર્યટન કરનારા સિદોનના વેપારીઓએ તેમને સમૃદ્ધ કર્યા; તમે છાના રહો.
|
4. હે સિદોન, તું લજિજત થા, કેમ કે સમુદ્ર, એટલે સમુદ્રના કિલ્લાએ, આ પ્રમાણે કહ્યું છે, “હું પ્રસવવેદના પામી નથી, મેં જન્મ આપ્યો નથી, જુવાનોને ઉછેર્યા નથી, ને કન્યાઓને મોટી કરી નથી.”
|
7. જેની પ્રાચીનતા પુરાતન છે, ને જેના પગ પ્રવાસ કરવા મટે તેને દૂર લઈ જતા તે શું આ તમારી આનંદી નગરી છે?
|
8. અન્યોને મુગટ પહેરાવનાર તૂર, જેના વેપારીઓ સરદારો છે, જેના સોદાગરો પૃથ્વીના માનવંતા છે, તેની વિરુદ્ધ આ કોણે ઠરાવ્યું છે?
|
9. સર્વ વૈભવના ગર્વને કલંકિત કરવા, ને પૃથ્વીના સર્વ માનવંતોને હલકા પાડવા માટે સૈન્યોના ઈશ્વર યહોવાએ એવું ઠરાવ્યું છે.
|
11. પ્રભુએ પોતાનો હાથ સમુદ્ર પર લાંબો કર્યો છે, તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે; યહોવાએ કનાન વિષે આજ્ઞા આપી છે કે, તેના કિલ્લાઓનો નાશ કરવો.
|
12. તેમણે કહ્યું, “જેના પર બલાત્કાર થયો છે એવી સિદોનની કુંવારી દીકરી, તું હવે પછી આનંદ કરીશ નહિ; ઊઠ, કિત્તીમ સુધી પેલે પાર જા; હા, ત્યાં પણ તને વિશ્રામ મળશે નહિ.”
|
13. જુઓ, ખાલદીઓનો દેશ; તે પ્રજા નહોતી; આશૂરે તેને અરણ્યવાસીઓને માટે વસાવ્યો; તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા, તેણે તે ને ઉજજડ કરી નાખ્યો.
|
15. તે દિવસે એક રાજાની કારકિર્દી સુધી, એટલે સિત્તેર વર્ષ સુધી, તૂર વિસારે પડી જશે; તે સિત્તેર વર્ષ પૂરાં થયા પછી તૂરને વેશ્યાના ગાયન પ્રમાને થશે.
|
17. સિત્તેર વર્ષ પૂરાં થયા પછી યહોવા તૂરની મુલાકાત લેશે, તે પોતાનો પગાર મેળવવા પાછી આવશે, ને પૃથ્વીના પૃષ્ઠ પરનાં દુનિયાનાં સર્વ રાજ્યોની સાથે વેશ્યાનો ધંધો ચલાવશે.
|
18. પણ તેની કમાઈ તથા તેનો પગાર યહોવાને અર્પણ થશે; તે ખજાનામાં ભરાશે નહિ, ને રાખી મુકાશે નહિ; કેમ કે તેની કમાઈ યહોવાની હજૂરમાં રહેનારાને માટે થશે કે, તેઓ ધરાઈને ખાય, ને ઉત્તમ વસ્ત્ર પહેરે.
|