પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર

Notes

No Verse Added

ગીતશાસ્ત્ર પ્રકરણ 37

1. દાઉદનું [ગીત]. ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ, અને અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહિ. 2. કેમ કે તેઓ તો જલદી ઘાસની જેમ કપાઈ જશે, અને લીલી વનસ્પતિની માફક ચીમળાઈ જશે. 3. યહોવા પર ભરોસો રાખ, અને ભલું કર; દેશમાં રહે, અને વિશ્વાસુપણાની પાછળ લાગ, 4. જેથી તું યહોવામાં આનંદ કરીશ; અને તે તારા હ્રદયની ઇચ્છાઓ પૂરી પાડશે. 5. તારા માર્ગો યહોવાને સોંપ; તેમના પર ભરોસો રાખ, અને તે તને ફળીભૂત કરશે. 6. તે તારા ન્યાયીપણાને અજવાળાની જેમ, અને તારા ન્યાયને બપોરની જેમ તેજસ્વી કરશે. 7. યહોવાની આગળ શાંત થા, અને તેમની રાહ જો; જે પોતાના માર્ગે આબાદ થાય છે, અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ. 8. રોષને છોડ ને કોપનો ત્યાગ કર; તું ખીજવાઈશ નહિ, તેથી દુષ્કર્મ જ [નીપજે છે]. 9. કેમ કે દુષ્કર્મીઓનો સંહાર થશે; પણ યહોવા પર ભરોસો રાખનારાઓ દેશનું વતન પામશે. 10. કેમ કે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન જડશે નહિ. 11. નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે. 12. દુષ્ટો ન્યાયીની વિરુદ્ધ કુયુક્તિ રચે છે, અને તેની સામે પોતાના દાંત પીસે છે. 13. પ્રભુ જુએ છે કે તેનો કાળ પાસે આવ્યો છે, તેથી તે તેની હાંસી કરશે. 14. નગ્ન તથા દરિદ્રીને પાડી નાખવાને તથા યથાર્થીને મારી નાખવાને માટે, દુષ્ટોએ તરવાર તાણી છે, અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે. 15. તેઓની તરવાર તેમના પોતાના હ્રદયને વાગશે, અને તેમનાં ધનુષ્ય ભાંગી નાખવામાં આવશે. 16. ન્યાયીની પાસે જે કંઈ થોડું છે, તે ઘણા દુષ્ટોની પુષ્કળ દોલત કરતાં શ્રેષ્ઠ છે. 17. કેમ કે દુષ્ટોના ભુજ ભાંગી નાખવામાં આવશે; પણ યહોવા ન્યાયીઓને નિભાવશે. 18. યહોવા યથાર્થીઓ [ની જિંદગી] ના સર્વ પ્રસંગો જાણે છે; અને તેઓનો વારસો સર્વકાળ ટકશે. 19. તેઓને દુર્દશામાં પણ કંઈ શરમાવાનું નથી; દુકાળને સમયે તેઓ તૃપ્ત રહેશે. 20. પણ દુષ્ટો નાશ પામશે, અને યહોવાના શત્રુઓ બળતણનો ધુમાડો થઈ જાય છે તેમ ક્ષય પામશે. 21. દુષ્ટ ઉછીનું લે છે, અને પાછું આપતો નથી; પણ ન્યાયી કરુણાથી વર્તે છે અને [દાન] આપે છે. 22. જેને [ઈશ્વર] આશીર્વાદ આપે છે તે દેશનો વારસો પામશે. અને જેને તે શાપ આપે છે તેનો ઉચ્છેદ થશે. 23. જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે, ત્યારે તે તેનાં પગલાં સ્થિર કરે છે. 24. જો કે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ; કેમ કે યહોવા તેનો હાથ પકડીને નિભાવશે. 25. હું જુવાન હતો, અને હવે ઘરડો થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં જોયાં નથી. 26. આખો દિવસ તે કરુણાથી વર્તે છે, અને ઉછીનું આપે છે. તેનાં સંતાન આશીર્વાદ પામેલાં હોય છે 27. ભૂંડાથી દૂર થા, અને ભલું કર; અને [દેશમાં] સદાકાળ રહે. 28. કેમ કે યહોવા ન્યાયને ચાહે છે, તે પોતાના ભક્તોને તજી દતા નથી. તે તેઓનું સદા રક્ષણ કરે છે; પણ દુષ્ટોનાં સંતાનનો ઉચ્છેદ થશે. 29. ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે. 30. ન્યાયી પોતાને મુખે ડહાપણની વાત કરે છે, અને તેની જીભે તે ન્યાય બોલે છે. 31. તેના હ્રદયમાં પોતાના ઈશ્વરનો નિયમ છે. તેનાં પગલાં લપસી જશે નહિ. 32. દુષ્ટ ન્યાયીને તાકી રહે છે, અને તેને મારી નાખવાને લાગ શોધે છે. 33. યહોવા તેને તેના હાથમાં પડવા દેશે નહિ, તેનો ન્યાય થશે ત્યારે તે તેને દોષિત ઠરાવશે નહિ, 34. યહોવાની રાહ જો, તેમને માર્ગે ચાલ, અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે; દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે. 35. અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ મોટા સામર્થ્યમાં મેં દુષ્ટને ફેલાતો જોયો. 36. ફરીથી હું ત્યાં થઈને ગયો, પણ તે ત્યાં નહોતો; મેં તેને શોધ્યો, પરંતુ તેનો પત્તો લાગ્યો નહિ. 37. નિર્દોષ માણસનો વિચાર કર, અને યથાર્થીને જો; કેમ કે શાંતિપ્રિય માણસને બદલો મળશે. 38. પણ અપરાધીઓ સમૂળગા નાશ પામશે; પરિણામે દુષ્ટોનો ઉચ્છેદ થશે. 39. પણ યહોવા ન્યાયીઓનું તારણ કરે છે; સંકટને સમયે તે તેઓનો કિલ્લો છે. 40. યહોવા તેમને મદદ કરે છે, અને તેમને છોડાવે છે; તે તેઓને દુષ્ટોથી છોડાવે છે, અને તેમને તારે છે, કારણ કે તેઓએ તેમનો આશરો લીધો છે.
1. દાઉદનું [ગીત]. ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ, અને અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહિ. .::. 2. કેમ કે તેઓ તો જલદી ઘાસની જેમ કપાઈ જશે, અને લીલી વનસ્પતિની માફક ચીમળાઈ જશે. .::. 3. યહોવા પર ભરોસો રાખ, અને ભલું કર; દેશમાં રહે, અને વિશ્વાસુપણાની પાછળ લાગ, .::. 4. જેથી તું યહોવામાં આનંદ કરીશ; અને તે તારા હ્રદયની ઇચ્છાઓ પૂરી પાડશે. .::. 5. તારા માર્ગો યહોવાને સોંપ; તેમના પર ભરોસો રાખ, અને તે તને ફળીભૂત કરશે. .::. 6. તે તારા ન્યાયીપણાને અજવાળાની જેમ, અને તારા ન્યાયને બપોરની જેમ તેજસ્વી કરશે. .::. 7. યહોવાની આગળ શાંત થા, અને તેમની રાહ જો; જે પોતાના માર્ગે આબાદ થાય છે, અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ. .::. 8. રોષને છોડ ને કોપનો ત્યાગ કર; તું ખીજવાઈશ નહિ, તેથી દુષ્કર્મ જ [નીપજે છે]. .::. 9. કેમ કે દુષ્કર્મીઓનો સંહાર થશે; પણ યહોવા પર ભરોસો રાખનારાઓ દેશનું વતન પામશે. .::. 10. કેમ કે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન જડશે નહિ. .::. 11. નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે. .::. 12. દુષ્ટો ન્યાયીની વિરુદ્ધ કુયુક્તિ રચે છે, અને તેની સામે પોતાના દાંત પીસે છે. .::. 13. પ્રભુ જુએ છે કે તેનો કાળ પાસે આવ્યો છે, તેથી તે તેની હાંસી કરશે. .::. 14. નગ્ન તથા દરિદ્રીને પાડી નાખવાને તથા યથાર્થીને મારી નાખવાને માટે, દુષ્ટોએ તરવાર તાણી છે, અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે. .::. 15. તેઓની તરવાર તેમના પોતાના હ્રદયને વાગશે, અને તેમનાં ધનુષ્ય ભાંગી નાખવામાં આવશે. .::. 16. ન્યાયીની પાસે જે કંઈ થોડું છે, તે ઘણા દુષ્ટોની પુષ્કળ દોલત કરતાં શ્રેષ્ઠ છે. .::. 17. કેમ કે દુષ્ટોના ભુજ ભાંગી નાખવામાં આવશે; પણ યહોવા ન્યાયીઓને નિભાવશે. .::. 18. યહોવા યથાર્થીઓ [ની જિંદગી] ના સર્વ પ્રસંગો જાણે છે; અને તેઓનો વારસો સર્વકાળ ટકશે. .::. 19. તેઓને દુર્દશામાં પણ કંઈ શરમાવાનું નથી; દુકાળને સમયે તેઓ તૃપ્ત રહેશે. .::. 20. પણ દુષ્ટો નાશ પામશે, અને યહોવાના શત્રુઓ બળતણનો ધુમાડો થઈ જાય છે તેમ ક્ષય પામશે. .::. 21. દુષ્ટ ઉછીનું લે છે, અને પાછું આપતો નથી; પણ ન્યાયી કરુણાથી વર્તે છે અને [દાન] આપે છે. .::. 22. જેને [ઈશ્વર] આશીર્વાદ આપે છે તે દેશનો વારસો પામશે. અને જેને તે શાપ આપે છે તેનો ઉચ્છેદ થશે. .::. 23. જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે, ત્યારે તે તેનાં પગલાં સ્થિર કરે છે. .::. 24. જો કે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ; કેમ કે યહોવા તેનો હાથ પકડીને નિભાવશે. .::. 25. હું જુવાન હતો, અને હવે ઘરડો થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં જોયાં નથી. .::. 26. આખો દિવસ તે કરુણાથી વર્તે છે, અને ઉછીનું આપે છે. તેનાં સંતાન આશીર્વાદ પામેલાં હોય છે .::. 27. ભૂંડાથી દૂર થા, અને ભલું કર; અને [દેશમાં] સદાકાળ રહે. .::. 28. કેમ કે યહોવા ન્યાયને ચાહે છે, તે પોતાના ભક્તોને તજી દતા નથી. તે તેઓનું સદા રક્ષણ કરે છે; પણ દુષ્ટોનાં સંતાનનો ઉચ્છેદ થશે. .::. 29. ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે. .::. 30. ન્યાયી પોતાને મુખે ડહાપણની વાત કરે છે, અને તેની જીભે તે ન્યાય બોલે છે. .::. 31. તેના હ્રદયમાં પોતાના ઈશ્વરનો નિયમ છે. તેનાં પગલાં લપસી જશે નહિ. .::. 32. દુષ્ટ ન્યાયીને તાકી રહે છે, અને તેને મારી નાખવાને લાગ શોધે છે. .::. 33. યહોવા તેને તેના હાથમાં પડવા દેશે નહિ, તેનો ન્યાય થશે ત્યારે તે તેને દોષિત ઠરાવશે નહિ, .::. 34. યહોવાની રાહ જો, તેમને માર્ગે ચાલ, અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે; દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે. .::. 35. અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ મોટા સામર્થ્યમાં મેં દુષ્ટને ફેલાતો જોયો. .::. 36. ફરીથી હું ત્યાં થઈને ગયો, પણ તે ત્યાં નહોતો; મેં તેને શોધ્યો, પરંતુ તેનો પત્તો લાગ્યો નહિ. .::. 37. નિર્દોષ માણસનો વિચાર કર, અને યથાર્થીને જો; કેમ કે શાંતિપ્રિય માણસને બદલો મળશે. .::. 38. પણ અપરાધીઓ સમૂળગા નાશ પામશે; પરિણામે દુષ્ટોનો ઉચ્છેદ થશે. .::. 39. પણ યહોવા ન્યાયીઓનું તારણ કરે છે; સંકટને સમયે તે તેઓનો કિલ્લો છે. .::. 40. યહોવા તેમને મદદ કરે છે, અને તેમને છોડાવે છે; તે તેઓને દુષ્ટોથી છોડાવે છે, અને તેમને તારે છે, કારણ કે તેઓએ તેમનો આશરો લીધો છે. .::.
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 1  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 2  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 3  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 4  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 5  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 6  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 7  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 8  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 9  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 10  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 11  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 12  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 13  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 14  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 15  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 16  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 17  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 18  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 19  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 20  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 21  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 22  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 23  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 24  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 25  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 26  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 27  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 28  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 29  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 30  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 31  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 32  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 33  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 34  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 35  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 36  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 37  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 38  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 39  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 40  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 41  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 42  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 43  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 44  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 45  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 46  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 47  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 48  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 49  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 50  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 51  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 52  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 53  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 54  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 55  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 56  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 57  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 58  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 59  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 60  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 61  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 62  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 63  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 64  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 65  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 66  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 67  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 68  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 69  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 70  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 71  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 72  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 73  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 74  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 75  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 76  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 77  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 78  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 79  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 80  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 81  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 82  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 83  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 84  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 85  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 86  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 87  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 88  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 89  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 90  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 91  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 92  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 93  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 94  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 95  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 96  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 97  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 98  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 99  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 100  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 101  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 102  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 103  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 104  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 105  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 106  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 107  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 108  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 109  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 110  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 111  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 112  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 113  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 114  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 115  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 116  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 117  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 118  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 119  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 120  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 121  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 122  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 123  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 124  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 125  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 126  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 127  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 128  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 129  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 130  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 131  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 132  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 133  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 134  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 135  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 136  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 137  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 138  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 139  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 140  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 141  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 142  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 143  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 144  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 145  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 146  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 147  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 148  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 149  
  • ગીતશાસ્ત્ર પ્રકરણ 150  
×

Alert

×

gujarati Letters Keypad References