1. યહોવાની સ્તુતિ કરો. યહોવાની આગળ નવું ગીત ગાઓ, વળી સંતોની સભામાં તેમની સ્તુતિ કરો. 2. ઇઝરાયલ પોતાના કર્તાથી આનંદ પામે; સિયોનપુત્રો પોતાના રાજાને લીધે હરખાઓ. 3. તેઓ તેમના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ડફ તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ. 4. કેમ કે યહોવા પોતાના લોકથી રીઝે છે; તે નમ્ર [જનો] ને તારણથી સુશોભિત કરશે. 5. સંતો ગૌરવથી હરખાઓ; પોતાની પથારીઓ પર તેઓ મોટેથી ગાઓ. 6. તેઓના ગળામાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ, અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો; કે 7. તેઓ વિદેશીઓને બદલો વાળે, અને લોકોને શિક્ષા પહોંચાડે; 8. તેઓના રાજાઓને સાંકળોથી, તથા તેઓના હાકેમોને લોઢાની બેડીઓથી બાંધે; 9. અને લખેલો ચુકાદો તેમના પર બજાવે; એ મન તેના સર્વ સંતોને છે યહોવાની સ્તુતિ કરો.