પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
લેવીય

રેકોર્ડ

લેવીય પ્રકરણ 5

1 “ગુન્હા વિષે જાણનાર વ્યક્તિને ન્યાયાલયમાં સાક્ષી પૂરવા બોલાવવામાં આવે અને તે પોતે જ જોયેલું કે જાણેલું હોય તે ન જણાવે તો તે પાપમાં પડે અને તેની સજા તેણે ભોગવવી પડે. 2 “જો કોઈ માંણસ અજાણતાં કોઈ પણ અશુદ્ધ વસ્તુ, જેવી કે ખોરાક માંટે ના કરી હોય એવા જંતુના મૃત શરીરને અથવા જંગલી કે પાળેલા પ્રાણીના મૃત શરીરને સ્પર્શ તો તે દોષિત ગણાય. 3 “જો કોઈ માંણસ અજાણતાં માંણસનો કોઈ પણ જાતની મલિનતાનો સ્પર્શ કરે અને જેવી તેના વિષે તેને જાણ થાય કે તરત જ તે દોષપાત્ર ગણાય. 4 જો કોઈ માંણસ ઉતાવળમાં સમ ખાય અને તેને પાળવાનું ભૂલી જાય અને મોડેથી તેની જાણ થાય, તો તે દોષિત ગણાય; 5 આમાંની કોઈ પણ બાબતમાં, જો કોઈ વ્યક્તિ દોષિત હોય તો તેણે પોતાનો દોષ કબૂલ કરવો, 6 અને પોતાના પાપના પ્રાયશ્ચિતરૂપે યહોવા સમક્ષ માંદા હલવાન કે બકરી લાવે, અને યાજકે તેનો પ્રાયશ્ચિતવિધિ કરવો. 7 “પરંતુ જો તે ગરીબ હોય અને માંદા હલવાન કે બકરી ચઢાવી ન શકે, તો તેણે યહોવાને બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં ચઢાવવાં, એક પાપાર્થાર્પણ તરીકે અને એક દહનાર્પણ તરીકે, 8 તેણે એ લાવીને યાજકને આપવાં, યાજકે પહેલાં પાપાર્થાર્પણ ચઢાવવું, તેણે તેની ડોક મરડી પંખીને માંરી નાખવું, અને તેનું માંથું તેની ડોકથી જુદુ કરી નાખવું, પણ તેને પંખીના બે ભાગ ન કરવા. 9 પછી તેનું થોડું લોહી વેદીની બાજુ પર છાંટવું. અને બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દેવું એ પાપાર્થાર્પણ છે. 10 ત્યારબાદ બીજું પક્ષી તેણે વિધિપૂર્વક દહનાર્પણ તરીકે હોમી દેવું. આ રીતે તેનું અર્પણ થાય છે. આ રીતે યાજક તે વ્યક્તિને પાપમાંથી શુદ્ધ કરે છે અને તેને માંફ કરવામાં આવશે. 11 “જો કોઈ માંણસ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચઢાવી શકે તેમ ના હોય, તો તેણે પાપાર્થાર્પણ તરીકે આઠ વાટકા લોટ ચઢાવવો. અને તેણે તેમાં તેલ કે લોબાન ન મૂકવાં, કારણ, તે પાપાર્થાર્પણ છે, 12 તેણે એ લાવીને યાજકને સોંપવા અને તેણે પ્રતીક તરીકે તેમાંથી મૂઠી ભરીને લોટ લઈ વેદી પર યહોવાને ચઢાવેલાં અન્નના અર્પણ ભેગો હોમી દેવો. એ પ્રાયશ્ચિત માંટેનું અર્પણ છે. 13 યાજકે આ રીતે તેના પાપનું પ્રાયશ્ચિત કરવા માંટેની વિધિ કરવી, એટલે તે માંણસને માંફ કરવામાં આવશે, બાકીનો લોટ ખાદ્યાર્પણની જેમ યાજકનો થશે.” 14 યહોવાએ મૂસાને કહ્યું, 15 “જો કોઈ વ્યક્તિ અજાણતાં પવિત્રવસ્તુઓ સાથે કઈ ખોટુ કરીને પાપ કરે; તો તેણે દોષાર્થપણ માંટે ખોડખાંપણ વગરનો એક ઘેટો લાવવો. તેણે પોતાનું પાપ શુદ્ધ કરવા ઘેટાને યહોવા સમક્ષ લાવવો. તમાંરે અધીકૃત માંપ વાપરી ઘેટાની કિંમત આંકવી. 16 અને જે પવિત્ર વસ્તુને ખોટું થયું છે તેની કિંમત તે ભરપાઈ કરે, તેણે જેના સમ લીધા હોય તે લાવવું. અને તેમાં પાંચમો ભાગ ઉમેરીને તે પૈસા યાજકને આપવા. ત્યારબાદ યાજક તેને દોષાર્થાપણના ઘેટાંથી તેને શુદ્ધ કરશે અને તેને માંફ કરવામાં આવશે. 17 “જો કોઈ વ્યક્તિ અજાણતાં યહોવાએ આપેલા કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કરી પાપ કરે; તો તે દોષિત ઠરે અને તેના પાપની જવાબદારી તેને માંથે. 18 આ દોષાર્થાર્પણ ને માંટે ખોડખાંપણ વગરનો ઘેટો હોય, અને તેને લાવીને યાજકને આપવો, અને તે તેની કિંમત મંદિરના ધોરણે ઠરાવવી. યાજકે તેણે અજાણતાં કરેલા પાપનો પ્રાયશ્ચિતવિધિ કરવો એટલે તેને માંફ કરવામાં આવશે. 19 આ દોષાથાર્પણ માંટેનું અર્પણ છે, કારણ, તેણે યહોવાનો ગુનો કર્યો છે, અને તે યહોવા સમક્ષ દોષિત છે.”
1. “ગુન્હા વિષે જાણનાર વ્યક્તિને ન્યાયાલયમાં સાક્ષી પૂરવા બોલાવવામાં આવે અને તે પોતે જ જોયેલું કે જાણેલું હોય તે ન જણાવે તો તે પાપમાં પડે અને તેની સજા તેણે ભોગવવી પડે. 2. “જો કોઈ માંણસ અજાણતાં કોઈ પણ અશુદ્ધ વસ્તુ, જેવી કે ખોરાક માંટે ના કરી હોય એવા જંતુના મૃત શરીરને અથવા જંગલી કે પાળેલા પ્રાણીના મૃત શરીરને સ્પર્શ તો તે દોષિત ગણાય. 3. “જો કોઈ માંણસ અજાણતાં માંણસનો કોઈ પણ જાતની મલિનતાનો સ્પર્શ કરે અને જેવી તેના વિષે તેને જાણ થાય કે તરત જ તે દોષપાત્ર ગણાય. 4. જો કોઈ માંણસ ઉતાવળમાં સમ ખાય અને તેને પાળવાનું ભૂલી જાય અને મોડેથી તેની જાણ થાય, તો તે દોષિત ગણાય; 5. આમાંની કોઈ પણ બાબતમાં, જો કોઈ વ્યક્તિ દોષિત હોય તો તેણે પોતાનો દોષ કબૂલ કરવો, 6. અને પોતાના પાપના પ્રાયશ્ચિતરૂપે યહોવા સમક્ષ માંદા હલવાન કે બકરી લાવે, અને યાજકે તેનો પ્રાયશ્ચિતવિધિ કરવો. 7. “પરંતુ જો તે ગરીબ હોય અને માંદા હલવાન કે બકરી ચઢાવી ન શકે, તો તેણે યહોવાને બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં ચઢાવવાં, એક પાપાર્થાર્પણ તરીકે અને એક દહનાર્પણ તરીકે, 8. તેણે એ લાવીને યાજકને આપવાં, યાજકે પહેલાં પાપાર્થાર્પણ ચઢાવવું, તેણે તેની ડોક મરડી પંખીને માંરી નાખવું, અને તેનું માંથું તેની ડોકથી જુદુ કરી નાખવું, પણ તેને પંખીના બે ભાગ ન કરવા. 9. પછી તેનું થોડું લોહી વેદીની બાજુ પર છાંટવું. અને બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દેવું એ પાપાર્થાર્પણ છે. 10. ત્યારબાદ બીજું પક્ષી તેણે વિધિપૂર્વક દહનાર્પણ તરીકે હોમી દેવું. આ રીતે તેનું અર્પણ થાય છે. આ રીતે યાજક તે વ્યક્તિને પાપમાંથી શુદ્ધ કરે છે અને તેને માંફ કરવામાં આવશે. 11. “જો કોઈ માંણસ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચઢાવી શકે તેમ ના હોય, તો તેણે પાપાર્થાર્પણ તરીકે આઠ વાટકા લોટ ચઢાવવો. અને તેણે તેમાં તેલ કે લોબાન ન મૂકવાં, કારણ, તે પાપાર્થાર્પણ છે, 12. તેણે એ લાવીને યાજકને સોંપવા અને તેણે પ્રતીક તરીકે તેમાંથી મૂઠી ભરીને લોટ લઈ વેદી પર યહોવાને ચઢાવેલાં અન્નના અર્પણ ભેગો હોમી દેવો. એ પ્રાયશ્ચિત માંટેનું અર્પણ છે. 13. યાજકે આ રીતે તેના પાપનું પ્રાયશ્ચિત કરવા માંટેની વિધિ કરવી, એટલે તે માંણસને માંફ કરવામાં આવશે, બાકીનો લોટ ખાદ્યાર્પણની જેમ યાજકનો થશે.” 14. યહોવાએ મૂસાને કહ્યું, 15. “જો કોઈ વ્યક્તિ અજાણતાં પવિત્રવસ્તુઓ સાથે કઈ ખોટુ કરીને પાપ કરે; તો તેણે દોષાર્થપણ માંટે ખોડખાંપણ વગરનો એક ઘેટો લાવવો. તેણે પોતાનું પાપ શુદ્ધ કરવા ઘેટાને યહોવા સમક્ષ લાવવો. તમાંરે અધીકૃત માંપ વાપરી ઘેટાની કિંમત આંકવી. 16. અને જે પવિત્ર વસ્તુને ખોટું થયું છે તેની કિંમત તે ભરપાઈ કરે, તેણે જેના સમ લીધા હોય તે લાવવું. અને તેમાં પાંચમો ભાગ ઉમેરીને તે પૈસા યાજકને આપવા. ત્યારબાદ યાજક તેને દોષાર્થાપણના ઘેટાંથી તેને શુદ્ધ કરશે અને તેને માંફ કરવામાં આવશે. 17. “જો કોઈ વ્યક્તિ અજાણતાં યહોવાએ આપેલા કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કરી પાપ કરે; તો તે દોષિત ઠરે અને તેના પાપની જવાબદારી તેને માંથે. 18. આ દોષાર્થાર્પણ ને માંટે ખોડખાંપણ વગરનો ઘેટો હોય, અને તેને લાવીને યાજકને આપવો, અને તે તેની કિંમત મંદિરના ધોરણે ઠરાવવી. યાજકે તેણે અજાણતાં કરેલા પાપનો પ્રાયશ્ચિતવિધિ કરવો એટલે તેને માંફ કરવામાં આવશે. 19. આ દોષાથાર્પણ માંટેનું અર્પણ છે, કારણ, તેણે યહોવાનો ગુનો કર્યો છે, અને તે યહોવા સમક્ષ દોષિત છે.”
  • લેવીય પ્રકરણ 1  
  • લેવીય પ્રકરણ 2  
  • લેવીય પ્રકરણ 3  
  • લેવીય પ્રકરણ 4  
  • લેવીય પ્રકરણ 5  
  • લેવીય પ્રકરણ 6  
  • લેવીય પ્રકરણ 7  
  • લેવીય પ્રકરણ 8  
  • લેવીય પ્રકરણ 9  
  • લેવીય પ્રકરણ 10  
  • લેવીય પ્રકરણ 11  
  • લેવીય પ્રકરણ 12  
  • લેવીય પ્રકરણ 13  
  • લેવીય પ્રકરણ 14  
  • લેવીય પ્રકરણ 15  
  • લેવીય પ્રકરણ 16  
  • લેવીય પ્રકરણ 17  
  • લેવીય પ્રકરણ 18  
  • લેવીય પ્રકરણ 19  
  • લેવીય પ્રકરણ 20  
  • લેવીય પ્રકરણ 21  
  • લેવીય પ્રકરણ 22  
  • લેવીય પ્રકરણ 23  
  • લેવીય પ્રકરણ 24  
  • લેવીય પ્રકરણ 25  
  • લેવીય પ્રકરણ 26  
  • લેવીય પ્રકરણ 27  
×

Alert

×

Gujarati Letters Keypad References