પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

Leviticus Chapter 23

1 યહોવાએ મૂસાને કહ્યું, 2 “ઇસ્રાએલી લોકોને તું આ કહે: યહોવાના ઉત્સવો નીચે મુજબ છે, તમાંરે યહોવાના પસંદ કરેલા ઉત્સવોને ધર્મસંમેલનો તરીકે જાહેર કરવા. 3 “છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તો સંપૂર્ણ વિશ્રામનો દિવસ છે, એ તો પવિત્ર સંમેલનનો દિવસ છે, એ દિવસે કામ ન કરવું. તમે ગમે ત્યાં રહેતા હોય, તે યહોવાનો દિવસ છે, વિશ્રામવાર છે. 4 “પ્રતિવર્ષ યહોવાના જે ઉત્સવો ઉજવવાના, ધર્મસંમેલનો બોલાવવાના પવિત્ર પર્વો છે તે નીચે મુજબ છે. 5 આ પર્વની ઊજવણી પહેલા મહિનાના ચૌદમે દિવસે પરોઢે શરુ થવી જોઈએ. 6 “એ મહિનામાં પંદરમાં દિવસથી બેખમીર રોટલીનો ઉત્સવ શરુ થાય છે. સાત દિવસ સુધી તમાંરે ખમીર વગરની રોટલી ખાવી. 7 આ પર્વના પ્રથમ દિવસે ધર્મસંમેલન રાખવું અને કોઈ દૈનિક સાંસારિક કાર્ય કરવું નહિ. 8 પર્વના સાતમાં દિવસે પણ તમાંરે ફરી ધર્મસંમેલન કરવું. રોજના કામ કરવાં નહિ અને પ્રથમ દિવસ અને છેલ્લા દિવસની વચ્ચેના દિવસોએ રોજ તમાંરે યહોવા સમક્ષ અગ્નિમાં આહુતિ માંટે અર્પણ લાવવું.” 9 યહોવાએ મૂસાને કહ્યું, 10 “ઇસ્રાએલીઓને કહો, હું તમને આપું છું તે દેશમાં તમે દાખલ થાઓ અને પાક લણો ત્યારે તમાંરે પહેલા પાકનો પહેલો દાણાનો પૂળો તમાંરે સાબ્બાથના પછીના દિવસે યાજક પાસે લઈને આવવું. 11 યાજક સાબ્બાથના પછીના દિવસે પૂળો યહોવાને ઉપાસનાની જેમ ધરાવવો અને યહોવા તમાંરી ભેટ સ્વીકારશે. 12 “જે દિવસે તમે પૂળો ધરાવો તે દિવસે તમાંરે એક વર્ષનું ખોડખાંપણ વગરનું નર ઘેટું યહોવાને દહનાર્પણ તરીકે ધરાવવું. 13 તેની ઉપરાંત તમાંરે અગ્નિમાં ખાદ્યાર્પણ તરીકે તેલમાં મોયેલો 16 વાટકા ઝીણો લોટ તથા પેયાર્પણ તરીકે એક લિટર દ્રાક્ષારસ લાવવો, એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. 14 તમે આ પ્રમાંણે અર્પણો ધરાવો નહિ ત્યાં સુધી એટલે કે તે પહેલા તમાંરે નવા પાકમાંથી કાંઈ ખાવું નહિ. તાજો પોંક, નવું અનાજ, કાચું શેકેલું કે રોટલી કે લીલાં કણસલાં, આમાંનું કશું જ ખાવું નહિ. આ નિયમ તમાંરે સૌએ સમગ્ર દેશમાં વંશપરંપરાગત પાળવાનો છે. 15 “પચાસમાં દિવસનું પર્વ: “વિશ્રામવાર પછીના દિવસથી તમે જે દિવસે પૂળાની ભેટ ધરાવો તે દિવસથી પૂરા સાત અઠવાડિયા ગણવાં. 16 સાતમાં આઠવાડિયા પછીના રવિવારે એટલે કે પચાસમાં દિવસે, તમાંરે યહોવાને નવા પાકમાંથી ખાદ્યાર્પણ કરવું: 17 તમાંરે તમાંરાં ઘરમાંથી વિશેષ ભેટ તરીકે ખમીર નાખીને બનાવેલી 16 વાટકા લોટની બે રોટલી લાવવી. એ તમાંરા પાકના પ્રથમ દાણાનું યહોવાને અર્પણ છે. 18 “રોટલી ઉપરાંત યહોવાને દહનાર્પણરૂપે તમાંરે એક વર્ષના ખોડખાંપણ વગરનાં સાત ઘેટાંના બચ્ચા, એક વાછરડું, અને બે ઘેટાં અર્પણ કરવા. આ સર્વને અનુરૂપ ખાદ્યાર્પણ અને પેયાર્પણ પણ હોવા જો ઈએ, જે અગ્નિમાં આહુતિ માંટેના અર્પણો છે. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. 19 તમાંરે એક બકરો પાપાર્થાર્પણ તરીકે, અને શાંત્યર્પણ તરીકે એક વર્ષના બે નર ઘેટાં પણ ધરાવવા. 20 “યાજકે તેમને નવા પાકના પહેલા દાણામાંથી બનાવેલી રોટલી સાથે યાજકના ભાગ તરીકે યહોવા સામે ઉપાસના સાથે ધરાવવા. એ યાજકને માંટેની યહોવાને ધરાવેલી ભેટ ગણાશે. 21 એ જ દિવસે તમાંરે ધર્મસંમેલન બોલાવવું. અને તે દિવસે કોઈ સાંસારિક કામ કરવાં નહિ, તમે ગમે ત્યાં રહેતા હોય છતાં તમાંરા વંશજોએ કાયમ માંટે આ નિયમ પાળવાનો છે. 22 “તમે જયારે પાક લણો, ત્યારે તમાંરે છેક ખેતરના શેઢા સૂધી વાઢવું નહિ. તેમજ મોડ પણ વીણી લેવા નહિ. તમાંરે તેને ગરીબો તથા વિદેશીઓ માંટે રહેવા દેવા. હું તમાંરો દેવ યહોવા છું.” 23 યહોવાએ મૂસાને કહ્યું, 24 “ઇસ્રાએલના લોકોને એમ જણાવ: સાતમાં મહિનાના પહેલા દિવસે તમાંરે સંપૂર્ણ વિશ્રામના સ્મરણના દિવસ તરીકે પાળવો. 25 એ દિવસે તમાંરે રણશિંગડા ફૂંકવા અને ધર્મસંમેલન કરવું. તમાંરે રોજનું કોઈ કામ કરવું નહિ પરંતુ યહોવાની સમક્ષ અગ્નિમાં આહુતિ આપવી.” 26 યહોવાએ મૂસાને કહ્યું, 27 “સાતમાં મહિનાનો દશમો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે પવિત્ર મેળાવડો રાખવો. ઉપવાસ કરવો અને યહોવા સમક્ષ અગ્નિમાં આહુતિ આપવી. 28 એ દિવસે તમાંરે કોઈ કામ કરવું નહિ, કારણ કે તે પ્રાયશ્ચિતનો દિવસ છે. તે દિવસે યાજકો તમાંરા દેવ યહોવા સમક્ષ તમને શુદ્ધ કરવાની વિધિ કરે છે. 29 “એટલે તે દિવસે જો કોઈ પશ્ચાતાપમાં અને પાપ માંટે દિલગીરી વ્યક્ત કરી ઉપવાસ નહિ કરે તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો. 30 જે કોઈ આ દિવસે કોઈ પણ કામ કરશે તો હું (યહોવા) તેના લોકોમાંથી તેનો નાશ કરીશ. 31 ઇસ્રાએલની પ્રજાએ આ કાનૂન વંશપરંપરા પાળવાનો છે. 32 કારણ, આ તો પવિત્ર વિશ્રામનો સાબ્બાથ છે, માંટે તમે ઉપવાસ કરો અને દુઃખી થાઓ. પશ્ચાતાપના આ સમય દરમ્યાન નવમાં દિવસની સાંજથી પછીના દિવસની સાંજ સુધી તમાંરે વિશ્રામ પાળવાનો છે.” 33 યહોવાએ મૂસાને કહ્યું, 34 “ઇસ્રાએલના લોકોને એમ કહે કે, આ સાતમાં મહિનાના પંદરમાં દિવસથી યહોવાનો માંડવાપર્વ શરૂ થાય છે અને તે સાત દિવસ ચાલે છે. 35 પ્રથમ દિવસે તમાંરે ધર્મસંમેલન ભરવું. તમાંરે એ દિવસે કોઈ કાર્ય કરવું નહિ. 36 પર્વના સાતે દિવસ તમાંરે યહોવા સમક્ષ હોમયજ્ઞો અર્પણ કરવા. આઠમાં દિવસે ફરીથી પવિત્ર મેળાવડો કરવો અને ફરીથી હોમયજ્ઞો અર્પણ કરવા. આ પછી પર્વની ઊજવણી પૂરી થાય, આ દિવસે પણ તમાંરે કોઈ પણ સાંસારિક કામ કરવાં નહિ. 37 “આ બધા યહોવાના વાર્ષિક પર્વો નિયમિત ઉજવવાના છે. આ પ્રસંગો પર પવિત્ર મેળાવડા યોજવા, એ દિવસો દરમ્યાન નક્કી કરેલા નિયમ મુજબ દહનાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ યહોવાને અર્પણ કરવા. 38 આ પર્વોત્સવો પ્રતિસપ્તાહ આવતા વિશ્રામવાર ઉપરાંતના છે અને બધી આહુતિઓ, અર્પણો બાધાઓ, અને સ્વેચ્છાએ ખાસ ભેટો તરીકે ધરાવેલ અર્પણો ઉપરાંતના છે. 39 “તેમ છતાં સાતમાં માંસના પંદરમાં દિવસે જમીનની ઉપજનો સંગ્રહ કરી રહ્યાં બાદ તમાંરે યહોવાને પ્રસન્ન કરવા માંટે સાત દિવસ સુધી આ પર્વ ઊજવવું. પહેલો દિવસ અને આઠમો દિવસ સંપૂર્ણ વિશ્રામ પાળવાનો છે. 40 પ્રથમ દિવસે તમાંરે તાડનાં પાંદડાં અને ખાસફળો અને સુદંર વૃક્ષોની ડાળીઓ ભેગી કરવી અને સાત દિવસ સુધી તમાંરા દેવ યહોવા સમક્ષ આનંદોત્સવ ઊજવવો. 41 તમાંરે પ્રતિવર્ષ યહોવાના માંનમાં સાત દિવસ આ ઉત્સવ ઊજવવો. તમાંરા વંશજોએ કાયમ આ કાનૂન પાળવાનો છે. સાતમાં મહિનામાં તમાંરે આ ઉત્સવ ઊજવવાનો છે. 42 એ સાત દિવસો દરમ્યાન ઇસ્રાએલના તમાંમ વતનીઓએ સાત દિવસ મંડપોમાં રહેવું. 43 જેથી તમાંરા વંશજોને યાદ રહે કે હું તમને ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને માંડવાઓમાં વસાવ્યા હતા. હું યહોવા તમાંરો દેવ છું.” 44 મૂસાએ યહોવાના માંનમાં પાળવાના ઉત્સવોને લગતા નિયમો ઇસ્રાએલના તમાંમ લોકોને જણાવ્યા.
1 યહોવાએ મૂસાને કહ્યું, .::. 2 “ઇસ્રાએલી લોકોને તું આ કહે: યહોવાના ઉત્સવો નીચે મુજબ છે, તમાંરે યહોવાના પસંદ કરેલા ઉત્સવોને ધર્મસંમેલનો તરીકે જાહેર કરવા. .::. 3 “છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તો સંપૂર્ણ વિશ્રામનો દિવસ છે, એ તો પવિત્ર સંમેલનનો દિવસ છે, એ દિવસે કામ ન કરવું. તમે ગમે ત્યાં રહેતા હોય, તે યહોવાનો દિવસ છે, વિશ્રામવાર છે. .::. 4 “પ્રતિવર્ષ યહોવાના જે ઉત્સવો ઉજવવાના, ધર્મસંમેલનો બોલાવવાના પવિત્ર પર્વો છે તે નીચે મુજબ છે. .::. 5 આ પર્વની ઊજવણી પહેલા મહિનાના ચૌદમે દિવસે પરોઢે શરુ થવી જોઈએ. .::. 6 “એ મહિનામાં પંદરમાં દિવસથી બેખમીર રોટલીનો ઉત્સવ શરુ થાય છે. સાત દિવસ સુધી તમાંરે ખમીર વગરની રોટલી ખાવી. .::. 7 આ પર્વના પ્રથમ દિવસે ધર્મસંમેલન રાખવું અને કોઈ દૈનિક સાંસારિક કાર્ય કરવું નહિ. .::. 8 પર્વના સાતમાં દિવસે પણ તમાંરે ફરી ધર્મસંમેલન કરવું. રોજના કામ કરવાં નહિ અને પ્રથમ દિવસ અને છેલ્લા દિવસની વચ્ચેના દિવસોએ રોજ તમાંરે યહોવા સમક્ષ અગ્નિમાં આહુતિ માંટે અર્પણ લાવવું.” .::. 9 યહોવાએ મૂસાને કહ્યું, .::. 10 “ઇસ્રાએલીઓને કહો, હું તમને આપું છું તે દેશમાં તમે દાખલ થાઓ અને પાક લણો ત્યારે તમાંરે પહેલા પાકનો પહેલો દાણાનો પૂળો તમાંરે સાબ્બાથના પછીના દિવસે યાજક પાસે લઈને આવવું. .::. 11 યાજક સાબ્બાથના પછીના દિવસે પૂળો યહોવાને ઉપાસનાની જેમ ધરાવવો અને યહોવા તમાંરી ભેટ સ્વીકારશે. .::. 12 “જે દિવસે તમે પૂળો ધરાવો તે દિવસે તમાંરે એક વર્ષનું ખોડખાંપણ વગરનું નર ઘેટું યહોવાને દહનાર્પણ તરીકે ધરાવવું. .::. 13 તેની ઉપરાંત તમાંરે અગ્નિમાં ખાદ્યાર્પણ તરીકે તેલમાં મોયેલો 16 વાટકા ઝીણો લોટ તથા પેયાર્પણ તરીકે એક લિટર દ્રાક્ષારસ લાવવો, એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. .::. 14 તમે આ પ્રમાંણે અર્પણો ધરાવો નહિ ત્યાં સુધી એટલે કે તે પહેલા તમાંરે નવા પાકમાંથી કાંઈ ખાવું નહિ. તાજો પોંક, નવું અનાજ, કાચું શેકેલું કે રોટલી કે લીલાં કણસલાં, આમાંનું કશું જ ખાવું નહિ. આ નિયમ તમાંરે સૌએ સમગ્ર દેશમાં વંશપરંપરાગત પાળવાનો છે. .::. 15 “પચાસમાં દિવસનું પર્વ: “વિશ્રામવાર પછીના દિવસથી તમે જે દિવસે પૂળાની ભેટ ધરાવો તે દિવસથી પૂરા સાત અઠવાડિયા ગણવાં. .::. 16 સાતમાં આઠવાડિયા પછીના રવિવારે એટલે કે પચાસમાં દિવસે, તમાંરે યહોવાને નવા પાકમાંથી ખાદ્યાર્પણ કરવું: .::. 17 તમાંરે તમાંરાં ઘરમાંથી વિશેષ ભેટ તરીકે ખમીર નાખીને બનાવેલી 16 વાટકા લોટની બે રોટલી લાવવી. એ તમાંરા પાકના પ્રથમ દાણાનું યહોવાને અર્પણ છે. .::. 18 “રોટલી ઉપરાંત યહોવાને દહનાર્પણરૂપે તમાંરે એક વર્ષના ખોડખાંપણ વગરનાં સાત ઘેટાંના બચ્ચા, એક વાછરડું, અને બે ઘેટાં અર્પણ કરવા. આ સર્વને અનુરૂપ ખાદ્યાર્પણ અને પેયાર્પણ પણ હોવા જો ઈએ, જે અગ્નિમાં આહુતિ માંટેના અર્પણો છે. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. .::. 19 તમાંરે એક બકરો પાપાર્થાર્પણ તરીકે, અને શાંત્યર્પણ તરીકે એક વર્ષના બે નર ઘેટાં પણ ધરાવવા. .::. 20 “યાજકે તેમને નવા પાકના પહેલા દાણામાંથી બનાવેલી રોટલી સાથે યાજકના ભાગ તરીકે યહોવા સામે ઉપાસના સાથે ધરાવવા. એ યાજકને માંટેની યહોવાને ધરાવેલી ભેટ ગણાશે. .::. 21 એ જ દિવસે તમાંરે ધર્મસંમેલન બોલાવવું. અને તે દિવસે કોઈ સાંસારિક કામ કરવાં નહિ, તમે ગમે ત્યાં રહેતા હોય છતાં તમાંરા વંશજોએ કાયમ માંટે આ નિયમ પાળવાનો છે. .::. 22 “તમે જયારે પાક લણો, ત્યારે તમાંરે છેક ખેતરના શેઢા સૂધી વાઢવું નહિ. તેમજ મોડ પણ વીણી લેવા નહિ. તમાંરે તેને ગરીબો તથા વિદેશીઓ માંટે રહેવા દેવા. હું તમાંરો દેવ યહોવા છું.” .::. 23 યહોવાએ મૂસાને કહ્યું, .::. 24 “ઇસ્રાએલના લોકોને એમ જણાવ: સાતમાં મહિનાના પહેલા દિવસે તમાંરે સંપૂર્ણ વિશ્રામના સ્મરણના દિવસ તરીકે પાળવો. .::. 25 એ દિવસે તમાંરે રણશિંગડા ફૂંકવા અને ધર્મસંમેલન કરવું. તમાંરે રોજનું કોઈ કામ કરવું નહિ પરંતુ યહોવાની સમક્ષ અગ્નિમાં આહુતિ આપવી.” .::. 26 યહોવાએ મૂસાને કહ્યું, .::. 27 “સાતમાં મહિનાનો દશમો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે પવિત્ર મેળાવડો રાખવો. ઉપવાસ કરવો અને યહોવા સમક્ષ અગ્નિમાં આહુતિ આપવી. .::. 28 એ દિવસે તમાંરે કોઈ કામ કરવું નહિ, કારણ કે તે પ્રાયશ્ચિતનો દિવસ છે. તે દિવસે યાજકો તમાંરા દેવ યહોવા સમક્ષ તમને શુદ્ધ કરવાની વિધિ કરે છે. .::. 29 “એટલે તે દિવસે જો કોઈ પશ્ચાતાપમાં અને પાપ માંટે દિલગીરી વ્યક્ત કરી ઉપવાસ નહિ કરે તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો. .::. 30 જે કોઈ આ દિવસે કોઈ પણ કામ કરશે તો હું (યહોવા) તેના લોકોમાંથી તેનો નાશ કરીશ. .::. 31 ઇસ્રાએલની પ્રજાએ આ કાનૂન વંશપરંપરા પાળવાનો છે. .::. 32 કારણ, આ તો પવિત્ર વિશ્રામનો સાબ્બાથ છે, માંટે તમે ઉપવાસ કરો અને દુઃખી થાઓ. પશ્ચાતાપના આ સમય દરમ્યાન નવમાં દિવસની સાંજથી પછીના દિવસની સાંજ સુધી તમાંરે વિશ્રામ પાળવાનો છે.” .::. 33 યહોવાએ મૂસાને કહ્યું, .::. 34 “ઇસ્રાએલના લોકોને એમ કહે કે, આ સાતમાં મહિનાના પંદરમાં દિવસથી યહોવાનો માંડવાપર્વ શરૂ થાય છે અને તે સાત દિવસ ચાલે છે. .::. 35 પ્રથમ દિવસે તમાંરે ધર્મસંમેલન ભરવું. તમાંરે એ દિવસે કોઈ કાર્ય કરવું નહિ. .::. 36 પર્વના સાતે દિવસ તમાંરે યહોવા સમક્ષ હોમયજ્ઞો અર્પણ કરવા. આઠમાં દિવસે ફરીથી પવિત્ર મેળાવડો કરવો અને ફરીથી હોમયજ્ઞો અર્પણ કરવા. આ પછી પર્વની ઊજવણી પૂરી થાય, આ દિવસે પણ તમાંરે કોઈ પણ સાંસારિક કામ કરવાં નહિ. .::. 37 “આ બધા યહોવાના વાર્ષિક પર્વો નિયમિત ઉજવવાના છે. આ પ્રસંગો પર પવિત્ર મેળાવડા યોજવા, એ દિવસો દરમ્યાન નક્કી કરેલા નિયમ મુજબ દહનાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ યહોવાને અર્પણ કરવા. .::. 38 આ પર્વોત્સવો પ્રતિસપ્તાહ આવતા વિશ્રામવાર ઉપરાંતના છે અને બધી આહુતિઓ, અર્પણો બાધાઓ, અને સ્વેચ્છાએ ખાસ ભેટો તરીકે ધરાવેલ અર્પણો ઉપરાંતના છે. .::. 39 “તેમ છતાં સાતમાં માંસના પંદરમાં દિવસે જમીનની ઉપજનો સંગ્રહ કરી રહ્યાં બાદ તમાંરે યહોવાને પ્રસન્ન કરવા માંટે સાત દિવસ સુધી આ પર્વ ઊજવવું. પહેલો દિવસ અને આઠમો દિવસ સંપૂર્ણ વિશ્રામ પાળવાનો છે. .::. 40 પ્રથમ દિવસે તમાંરે તાડનાં પાંદડાં અને ખાસફળો અને સુદંર વૃક્ષોની ડાળીઓ ભેગી કરવી અને સાત દિવસ સુધી તમાંરા દેવ યહોવા સમક્ષ આનંદોત્સવ ઊજવવો. .::. 41 તમાંરે પ્રતિવર્ષ યહોવાના માંનમાં સાત દિવસ આ ઉત્સવ ઊજવવો. તમાંરા વંશજોએ કાયમ આ કાનૂન પાળવાનો છે. સાતમાં મહિનામાં તમાંરે આ ઉત્સવ ઊજવવાનો છે. .::. 42 એ સાત દિવસો દરમ્યાન ઇસ્રાએલના તમાંમ વતનીઓએ સાત દિવસ મંડપોમાં રહેવું. .::. 43 જેથી તમાંરા વંશજોને યાદ રહે કે હું તમને ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને માંડવાઓમાં વસાવ્યા હતા. હું યહોવા તમાંરો દેવ છું.” .::. 44 મૂસાએ યહોવાના માંનમાં પાળવાના ઉત્સવોને લગતા નિયમો ઇસ્રાએલના તમાંમ લોકોને જણાવ્યા.
  • Leviticus Chapter 1  
  • Leviticus Chapter 2  
  • Leviticus Chapter 3  
  • Leviticus Chapter 4  
  • Leviticus Chapter 5  
  • Leviticus Chapter 6  
  • Leviticus Chapter 7  
  • Leviticus Chapter 8  
  • Leviticus Chapter 9  
  • Leviticus Chapter 10  
  • Leviticus Chapter 11  
  • Leviticus Chapter 12  
  • Leviticus Chapter 13  
  • Leviticus Chapter 14  
  • Leviticus Chapter 15  
  • Leviticus Chapter 16  
  • Leviticus Chapter 17  
  • Leviticus Chapter 18  
  • Leviticus Chapter 19  
  • Leviticus Chapter 20  
  • Leviticus Chapter 21  
  • Leviticus Chapter 22  
  • Leviticus Chapter 23  
  • Leviticus Chapter 24  
  • Leviticus Chapter 25  
  • Leviticus Chapter 26  
  • Leviticus Chapter 27  
×

Alert

×

Gujarati Letters Keypad References