પવિત્ર બાઇબલ

ઇન્ડિયન રિવિઝડ વેરસીઓંન (ISV)
ઊત્પત્તિ

ઊત્પત્તિ પ્રકરણ 23

1 સારાના આયુષ્યનાં વર્ષો એકસો સત્તાવીસ હતાં. 2 તે કનાન દેશના હેબ્રોનમાં આવેલા કિર્યાથ-આર્બામાં મરણ પામી. ઇબ્રાહિમે સારાને માટે શોક પાળ્યો અને રુદન કર્યું. 3 પછી ઇબ્રાહિમે સારાના મૃતદેહ પાસે ઊભા રહીને હેથના દીકરાઓને કહ્યું, 4 “હું તમારી મધ્યે વિદેશી છું. કૃપા કરી મને મારી મૃત પત્નીને દફનાવવા માટે તમારા લોકોમાં જગ્યા આપો.” 5 હેથના દીકરાઓએ ઇબ્રાહિમને ઉત્તર આપ્યો, 6 “મારા માલિક, અમારું સાંભળ. અમારી મધ્યે તો તું ઈશ્વરના રાજકુમાર જેવો છે. જે જગ્યા તને પસંદ પડે ત્યાં અમારી કોઈપણ કબરમાં તારી મૃત પત્નીને દફનાવ. તેને દફનાવવાને માટે અમારામાંથી કોઈપણ પોતાની કબર આપવાની ના નહિ પાડે.” 7 ઇબ્રાહિમે ઊઠીને તે દેશના લોકોને, એટલે હેથના દીકરાઓને પ્રણામ કર્યા. 8 તેણે તેઓની સાથે વાતચીત કરીને કહ્યું, “હું અહીં મારી મૃત પત્નીને દફનાવું, એવી જો તમારી સંમતિ હોય, તો મારું સાંભળો. મારે માટે સોહારના દીકરા એફ્રોનને વિનંતી કરો. 9 તેને પૂછો કે માખ્પેલાની ગુફા જે તેની પોતાની માલિકીની છે અને જે તેના ખેતરની સરહદ પર છે, તે પૂરતી કિંમતે તમારી મધ્યે કબરને માટે મને સુપ્રત કરે.” 10 હવે એફ્રોન હેથના દીકરાઓ સાથે જ બેઠેલો હતો. અને પોતાના નગરના દરવાજામાં પેસનારા હેથના સર્વ દીકરાઓના સાંભળતાં એફ્રોન હિત્તીએ ઇબ્રાહિમને ઉત્તર આપ્યો, 11 “એવું નહિ, મારા માલિક. મારું સાંભળ. હું ખેતર અને તેમાં ગુફા છે તે પણ તને હું આપું છું. મારા લોકોના દીકરાઓના દેખતાં તે હું તને તારી મૃત પત્નીને દફનાવવા માટે આપું છું.” 12 પછી દેશના લોકોની આગળ ઇબ્રાહિમે પ્રણામ કર્યા. 13 તેણે તે દેશના લોકોના સાંભળતાં એફ્રોનને કહ્યું, “પણ જો તારી મરજી હોય તો કૃપા કરી મારું સંભાળ. હું ખેતરને માટે કિંમત ચૂકવીશ. મારી પાસેથી રૂપિયા લે. ત્યાં હું મારી મૃત પત્નીને દફનાવીશ.” 14 એફ્રોને ઇબ્રાહિમને ઉત્તર આપ્યો, 15 “કૃપા કરી, મારા માલિક, મારું સાંભળ. ચારસો શેકેલ ચાંદીના સિક્કાની જમીન, તે મારી અને તારી વચ્ચે શા લેખામાં છે? જા તારી મૃત પત્નીને ત્યાં દફનાવ.” 16 ઇબ્રાહિમે એફ્રોનનું સાંભળ્યું અને તેણે હેથના દીકરાઓના સંભાળતાં કહ્યું હતું એટલા પ્રમાણમાં ચારસો શેકેલ ચાંદીના સિક્કા (અંદાજે સાતસો એંસી રૂપિયા) એફ્રોનને ચૂકવ્યા. 17 તેથી માખ્પેલામાં મામરેની આગળ એફ્રોનનું જે ખેતર, જે ગુફા તથા ખેતરની ચારે બાજુની સરહદની અંદર જે સર્વ વૃક્ષો તે, 18 તેના નગરના દરવાજામાં સર્વ જનારાંની આગળ હેથના દીકરાઓની હાજરીમાં ઇબ્રાહિમને વતનને માટે સોંપવામાં આવ્યાં. 19 તે પછી, ઇબ્રાહિમે કનાન દેશનું મામરે જે હેબ્રોન છે, તેની આગળ, માખ્પેલાના ખેતરની ગુફામાં પોતાની મૃત પત્ની સારાને દફનાવી. 20 હેથના દીકરાઓએ ઇબ્રાહિમને કબ્રસ્તાનને માટે, તે ખેતરનો તથા તેમાંની ગુફાનો કબજો આપ્યો.
1. સારાના આયુષ્યનાં વર્ષો એકસો સત્તાવીસ હતાં. 2. તે કનાન દેશના હેબ્રોનમાં આવેલા કિર્યાથ-આર્બામાં મરણ પામી. ઇબ્રાહિમે સારાને માટે શોક પાળ્યો અને રુદન કર્યું. 3. પછી ઇબ્રાહિમે સારાના મૃતદેહ પાસે ઊભા રહીને હેથના દીકરાઓને કહ્યું, 4. “હું તમારી મધ્યે વિદેશી છું. કૃપા કરી મને મારી મૃત પત્નીને દફનાવવા માટે તમારા લોકોમાં જગ્યા આપો.” 5. હેથના દીકરાઓએ ઇબ્રાહિમને ઉત્તર આપ્યો, 6. “મારા માલિક, અમારું સાંભળ. અમારી મધ્યે તો તું ઈશ્વરના રાજકુમાર જેવો છે. જે જગ્યા તને પસંદ પડે ત્યાં અમારી કોઈપણ કબરમાં તારી મૃત પત્નીને દફનાવ. તેને દફનાવવાને માટે અમારામાંથી કોઈપણ પોતાની કબર આપવાની ના નહિ પાડે.” 7. ઇબ્રાહિમે ઊઠીને તે દેશના લોકોને, એટલે હેથના દીકરાઓને પ્રણામ કર્યા. 8. તેણે તેઓની સાથે વાતચીત કરીને કહ્યું, “હું અહીં મારી મૃત પત્નીને દફનાવું, એવી જો તમારી સંમતિ હોય, તો મારું સાંભળો. મારે માટે સોહારના દીકરા એફ્રોનને વિનંતી કરો. 9. તેને પૂછો કે માખ્પેલાની ગુફા જે તેની પોતાની માલિકીની છે અને જે તેના ખેતરની સરહદ પર છે, તે પૂરતી કિંમતે તમારી મધ્યે કબરને માટે મને સુપ્રત કરે.” 10. હવે એફ્રોન હેથના દીકરાઓ સાથે જ બેઠેલો હતો. અને પોતાના નગરના દરવાજામાં પેસનારા હેથના સર્વ દીકરાઓના સાંભળતાં એફ્રોન હિત્તીએ ઇબ્રાહિમને ઉત્તર આપ્યો, 11. “એવું નહિ, મારા માલિક. મારું સાંભળ. હું ખેતર અને તેમાં ગુફા છે તે પણ તને હું આપું છું. મારા લોકોના દીકરાઓના દેખતાં તે હું તને તારી મૃત પત્નીને દફનાવવા માટે આપું છું.” 12. પછી દેશના લોકોની આગળ ઇબ્રાહિમે પ્રણામ કર્યા. 13. તેણે તે દેશના લોકોના સાંભળતાં એફ્રોનને કહ્યું, “પણ જો તારી મરજી હોય તો કૃપા કરી મારું સંભાળ. હું ખેતરને માટે કિંમત ચૂકવીશ. મારી પાસેથી રૂપિયા લે. ત્યાં હું મારી મૃત પત્નીને દફનાવીશ.” 14. એફ્રોને ઇબ્રાહિમને ઉત્તર આપ્યો, 15. “કૃપા કરી, મારા માલિક, મારું સાંભળ. ચારસો શેકેલ ચાંદીના સિક્કાની જમીન, તે મારી અને તારી વચ્ચે શા લેખામાં છે? જા તારી મૃત પત્નીને ત્યાં દફનાવ.” 16. ઇબ્રાહિમે એફ્રોનનું સાંભળ્યું અને તેણે હેથના દીકરાઓના સંભાળતાં કહ્યું હતું એટલા પ્રમાણમાં ચારસો શેકેલ ચાંદીના સિક્કા (અંદાજે સાતસો એંસી રૂપિયા) એફ્રોનને ચૂકવ્યા. 17. તેથી માખ્પેલામાં મામરેની આગળ એફ્રોનનું જે ખેતર, જે ગુફા તથા ખેતરની ચારે બાજુની સરહદની અંદર જે સર્વ વૃક્ષો તે, 18. તેના નગરના દરવાજામાં સર્વ જનારાંની આગળ હેથના દીકરાઓની હાજરીમાં ઇબ્રાહિમને વતનને માટે સોંપવામાં આવ્યાં. 19. તે પછી, ઇબ્રાહિમે કનાન દેશનું મામરે જે હેબ્રોન છે, તેની આગળ, માખ્પેલાના ખેતરની ગુફામાં પોતાની મૃત પત્ની સારાને દફનાવી. 20. હેથના દીકરાઓએ ઇબ્રાહિમને કબ્રસ્તાનને માટે, તે ખેતરનો તથા તેમાંની ગુફાનો કબજો આપ્યો.
  • ઊત્પત્તિ પ્રકરણ 1  
  • ઊત્પત્તિ પ્રકરણ 2  
  • ઊત્પત્તિ પ્રકરણ 3  
  • ઊત્પત્તિ પ્રકરણ 4  
  • ઊત્પત્તિ પ્રકરણ 5  
  • ઊત્પત્તિ પ્રકરણ 6  
  • ઊત્પત્તિ પ્રકરણ 7  
  • ઊત્પત્તિ પ્રકરણ 8  
  • ઊત્પત્તિ પ્રકરણ 9  
  • ઊત્પત્તિ પ્રકરણ 10  
  • ઊત્પત્તિ પ્રકરણ 11  
  • ઊત્પત્તિ પ્રકરણ 12  
  • ઊત્પત્તિ પ્રકરણ 13  
  • ઊત્પત્તિ પ્રકરણ 14  
  • ઊત્પત્તિ પ્રકરણ 15  
  • ઊત્પત્તિ પ્રકરણ 16  
  • ઊત્પત્તિ પ્રકરણ 17  
  • ઊત્પત્તિ પ્રકરણ 18  
  • ઊત્પત્તિ પ્રકરણ 19  
  • ઊત્પત્તિ પ્રકરણ 20  
  • ઊત્પત્તિ પ્રકરણ 21  
  • ઊત્પત્તિ પ્રકરણ 22  
  • ઊત્પત્તિ પ્રકરણ 23  
  • ઊત્પત્તિ પ્રકરણ 24  
  • ઊત્પત્તિ પ્રકરણ 25  
  • ઊત્પત્તિ પ્રકરણ 26  
  • ઊત્પત્તિ પ્રકરણ 27  
  • ઊત્પત્તિ પ્રકરણ 28  
  • ઊત્પત્તિ પ્રકરણ 29  
  • ઊત્પત્તિ પ્રકરણ 30  
  • ઊત્પત્તિ પ્રકરણ 31  
  • ઊત્પત્તિ પ્રકરણ 32  
  • ઊત્પત્તિ પ્રકરણ 33  
  • ઊત્પત્તિ પ્રકરણ 34  
  • ઊત્પત્તિ પ્રકરણ 35  
  • ઊત્પત્તિ પ્રકરણ 36  
  • ઊત્પત્તિ પ્રકરણ 37  
  • ઊત્પત્તિ પ્રકરણ 38  
  • ઊત્પત્તિ પ્રકરણ 39  
  • ઊત્પત્તિ પ્રકરણ 40  
  • ઊત્પત્તિ પ્રકરણ 41  
  • ઊત્પત્તિ પ્રકરણ 42  
  • ઊત્પત્તિ પ્રકરણ 43  
  • ઊત્પત્તિ પ્રકરણ 44  
  • ઊત્પત્તિ પ્રકરણ 45  
  • ઊત્પત્તિ પ્રકરણ 46  
  • ઊત્પત્તિ પ્રકરણ 47  
  • ઊત્પત્તિ પ્રકરણ 48  
  • ઊત્પત્તિ પ્રકરણ 49  
  • ઊત્પત્તિ પ્રકરણ 50  
×

Alert

×

Gujarati Letters Keypad References