પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

Deuteronomy Chapter 11

1 “તમાંરે તમાંરા દેવ યહોવા પર વિશ્વાસ રાખવો. અને તેમના આદેશ, કાયદા, નિયમો અને આજ્ઞાઓનું સદા પાલન કરવું. 2 સાંભળો, આ હું તમાંરા સંતાનો વિષે વાત નથી કરતો, હું તમાંરી વાત કરું છું. તમે યહોવાની મહાનતા, તેનું સાર્મથ્ય, તેની શકિત અને તેણે તમાંરા માંટે કરેલી અદભૂત વસ્તુઓ તમે જોઇ છે. તેથી આજે તમાંરે યહોવા તમાંરા દેવ દ્વારા અપાયેલ પાઠ ભણાવવો જ પડશે. 3 મિસરના રાજા ફારુન તથા તેના દેશ વિરુદ્ધ તેમણે જે અદભુત પરાક્રમો કર્યા હતા એ તમાંરાં સંતાનોએ જોયાં નથી. 4 અને મિસરનું લશ્કર તેના ઘોડા અને રથો તમાંરો પીછો કરતાં હતાં, ત્યારે રાતા સમુદ્રના પાણી તેમના પર ફરી વળે એ રીતે તેમણે તેમનો કેવી રીતે સદંતર વિનાશ કર્યો હતો તે તમે કયાં નથી જાણતા? 5 અત્યારે તમે આ સ્થળે આવી પહોંચ્યા છો, તે પહેલા વષોર્ પર્યંત રણ પ્રદેશમાં ભટકયા ત્યારે દેવે સતત તમાંરી સંભાળ રાખી હતી તે તેઓએ જોયું નથી. 6 અને રૂબેનના વંશજોમાંથી, અલીઆબના પુત્રો, દાથાન અને અબીરામને દેવે શું કર્યું તે તમે જાણો છો. બધા ઇસ્રાએલીઓના દેખતા પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને તેઓને, તેઓના કુટુંબોને, તેઓના તંબુઓને અને તેમની સાથેના નોકરચાકર તથા તેમના સૌ પ્રાણીઓને ગળી ગઈ હતી. 7 આ બધું તમાંરાં સંતાનોએ જોયું કે અનુભવ્યું નથી, પણ તમે તો યહોવાનાં અદભૂત પરાક્રમો નજરોનજર નિહાળ્યાં છે. 8 “તેથી હવે, હું આજે તમને જે કંઈ જણાવું છું તે સર્વનું તમાંરે પાલન કરવું, જેથી તમે લોકો સામે પાર જે દેશમાં જઈ રહ્યા છો તેમાં પ્રવેશ કરવાનું અને તેને કબજે કરવાનું તમને બળ પ્રાપ્ત થાય. 9 અને યહોવાએ દૂધ અને મધની જયાં રેલછેલ હોય એવી જે ભૂમિ તમાંરા પિતૃઓને અને તેમનાં સંતાનોને આપવાનું વચન આપ્યું હતું, તેમાં તમે સુખી દીર્ધાયુ પામો. 10 તમે જે ભૂમિનો કબજો લેવા જઈ રહ્યા છો તે મિસરની ભૂમિ જેવી નથી, જયાંથી તમે આવો છો, અને જયાં બી વાવ્યા પછી તમાંરે શાકભાજીની વાડીની જેમ પાણી પાવું પડતું હતું. 11 પરંતુ આ દેશ તો પર્વતો અને ખીણોનો દેશ છે. ત્યાં પુષ્કળ વરસાદ પડે છે. 12 એ એવો દેશ છે, જેની સારસંભાળ તમાંરા દેવ યહોવા લે છે. અને વર્ષના આરંભથી તે અંત સુધી તેમની નજર સતત તેના પર રહે છે. 13 “‘આજે હું તમને જે આજ્ઞાઓ જણાવું છું તેનું જો તમે કાળજીપૂર્વક પાલન કરશો. અને તમાંરા દેવ યહોવા પર પ્રીતિ રાખી તમાંરા મન અને આત્માંથી તેની સેવા કરશો તો, 14 તે તમાંરા ખેતરો માંટે ઋતુ અનુસાર આવશ્યક વરસાદ મોકલશે. આગોતરો અને પાછોતરો બંને પ્રકારનો, જેથી તમને ધાન્ય અને દ્રાક્ષારસ માંટેની દ્રાક્ષો તથા જૈતતેલ પેદા કરશે. 15 તમાંરાં ઢોરઢાંખર માંટે તે લીલાંછમ ગૌચરો આપશે. તમાંરી પાસે પુષ્કળ ખોરાક હશે અને તમને ધરાઈને જોઈએ તેટલું ખાવા મળશે.’ 16 “પણ જોજો, સાવધ રહેજો, તમાંરું હૃદય ભોળવાઈ જઈને આડે રસ્તે ચઢીને બીજા દેવોની સેવામાં લાગી ન જાય. 17 નહિ તો તમાંરા પર યહોવાનો કોપ ઊતરશે અને તે આકાશમાંથી વરસાદ પડતો બંધ કરી દેશે, તમાંરી જમીનમાં કાંઈ પાકશે નહિ, અને યહોવા જે ફળદ્રુપ જમીન-દેશ આપી રહ્યા છે તેમાં તમાંરું નામનિશાન થોડા સમયમાં ભૂંસાઈ જશે. 18 “તેથી માંરી આ આજ્ઞાઓ સદાય યાદ રાખો, તમાંરા હાથમાં ચિન્હની જેમ બાંધો, અથવા તેમને તમાંરા કપાળ પર તેને સ્મૃતિપત્રની જેમ પહેરો. 19 તમાંરાં સંતાનોને તે શીખવો. તેમનું રટણ કરતા રહો; ભલે તમે ઘરમાં હોય કે બહાર ચાલતા હોય, ભલે સૂતા હોય હો કે ઉઠતા હોય. 20 તમાંરાં ઘરની બારસાખ અને દરવાજા પર દેવની આજ્ઞા લખી રાખજો. 21 જેથી યહોવાએ જે દેશ આપવાનું વચન તમાંરા પિતૃઓને આપ્યું હતું તેમાં તમે અને તમાંરાં વંશજો જ્યાં સુધી આકાશ પૃથ્વી પર રહે તેટલું લાંબું જીવો. 22 “હું જે બધી આજ્ઞાઓનું પાલન કરવાનો આદેશ આપું છું તેનું જો તમે કાળજીપૂર્વક પાલન કરશો, તમાંરા યહોવા દેવ પર પ્રીતિ રાખશો અને તેમને વળગી રહેશો, અને તેમના દોરેલા માંગેર્ આગળ વધશો, 23 તો યહોવા તમાંરા કરતાં મોટી અને વધુ બળવાન પ્રજાઓને પણ એ ભૂમિ પરથી હાંકી કાઢશે. જેનો તમે કબજો કરવાના છો. 24 અને તમે જયાં જયાં પગ મૂકશો તે બધી ભૂમિ પણ તમાંરી થશે. તમાંરી સરહદ દક્ષિણમાં રણથી તે ઉત્તરમાં લબાનોન સુધી અને પૂર્વમાં ફ્રાત નદીથી તે પશ્ચિમમાં સમુદ્ર સુધી વિસ્તરશે. 25 વળી તમાંરી સામે કોઈ ટકી શકશે નહિ, તમાંરા દેવ યહોવાના વચન મુજબ તમે જયાં જયાં જશો ત્યાંના લોકોમાં તે તમાંરી બીક અને ધાક બેસાડવા તમાંરી સાથે રહેશે. 26 “ધ્યાન રાખો. આજે હું તમાંરી સમક્ષ દેવના આશીર્વાદ અને દેવના શ્રાપની પસંદગી રજૂ કરું છું. 27 આજે હું તમને યહોવા દેવની આજ્ઞાઓ આપું છું. જો તમે તેનું પાલન કરશો તો આશીર્વાદ પામશો. 28 જો તમે યહોવા, તમાંરા દેવની આજ્ઞાઓનું પાલાન નહિ કરો, અને આજે હું તમને જે માંર્ગ વિષે આજ્ઞા કરું છું તે ન અનુસરો અને બીજા લોકોના દેવોને પૂજો તો. તે તમાંરા પર શ્રાપ મોકલશે. 29 “જે સમયે તમાંરા યહોવા દેવ તમને વચન મુજબના દેશનો કબજો લેવા લઈ આવે ત્યારે તમે ગરીઝીમ પર્વત પરથી આશીર્વાદ અને એબાલ પર્વત પરથી શ્રાપ પોકારશો! 30 એ પર્વતો યર્દનની સામે પાર પશ્ચિમે કાંઠાના પ્રદેશમાં વસતા કનાનીઓની ભૂમિમાં રસ્તા ઉપર, મોરેહનાં પવિત્ર એલોન વૃક્ષો નજીક ગિલ્ગાલની પાસે આવેલા છે. 31 ટૂંકમાં જ તમે યર્દન નદી ઓળંગી જશો અને યહોવા તમાંરા દેવ તમને જે ભૂમિ આપી રહ્યા છે તે ધારણ કરશો અને ત્યાં સ્થાયી થશો. 32 માંટે હું આજે તમાંરી સમક્ષ જે બધા કાયદાઓ અને નિયમો રજૂ કરું છું તેનું કાળજીપૂર્વક પાલન કરજો.
1 “તમાંરે તમાંરા દેવ યહોવા પર વિશ્વાસ રાખવો. અને તેમના આદેશ, કાયદા, નિયમો અને આજ્ઞાઓનું સદા પાલન કરવું. .::. 2 સાંભળો, આ હું તમાંરા સંતાનો વિષે વાત નથી કરતો, હું તમાંરી વાત કરું છું. તમે યહોવાની મહાનતા, તેનું સાર્મથ્ય, તેની શકિત અને તેણે તમાંરા માંટે કરેલી અદભૂત વસ્તુઓ તમે જોઇ છે. તેથી આજે તમાંરે યહોવા તમાંરા દેવ દ્વારા અપાયેલ પાઠ ભણાવવો જ પડશે. .::. 3 મિસરના રાજા ફારુન તથા તેના દેશ વિરુદ્ધ તેમણે જે અદભુત પરાક્રમો કર્યા હતા એ તમાંરાં સંતાનોએ જોયાં નથી. .::. 4 અને મિસરનું લશ્કર તેના ઘોડા અને રથો તમાંરો પીછો કરતાં હતાં, ત્યારે રાતા સમુદ્રના પાણી તેમના પર ફરી વળે એ રીતે તેમણે તેમનો કેવી રીતે સદંતર વિનાશ કર્યો હતો તે તમે કયાં નથી જાણતા? .::. 5 અત્યારે તમે આ સ્થળે આવી પહોંચ્યા છો, તે પહેલા વષોર્ પર્યંત રણ પ્રદેશમાં ભટકયા ત્યારે દેવે સતત તમાંરી સંભાળ રાખી હતી તે તેઓએ જોયું નથી. .::. 6 અને રૂબેનના વંશજોમાંથી, અલીઆબના પુત્રો, દાથાન અને અબીરામને દેવે શું કર્યું તે તમે જાણો છો. બધા ઇસ્રાએલીઓના દેખતા પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને તેઓને, તેઓના કુટુંબોને, તેઓના તંબુઓને અને તેમની સાથેના નોકરચાકર તથા તેમના સૌ પ્રાણીઓને ગળી ગઈ હતી. .::. 7 આ બધું તમાંરાં સંતાનોએ જોયું કે અનુભવ્યું નથી, પણ તમે તો યહોવાનાં અદભૂત પરાક્રમો નજરોનજર નિહાળ્યાં છે. .::. 8 “તેથી હવે, હું આજે તમને જે કંઈ જણાવું છું તે સર્વનું તમાંરે પાલન કરવું, જેથી તમે લોકો સામે પાર જે દેશમાં જઈ રહ્યા છો તેમાં પ્રવેશ કરવાનું અને તેને કબજે કરવાનું તમને બળ પ્રાપ્ત થાય. .::. 9 અને યહોવાએ દૂધ અને મધની જયાં રેલછેલ હોય એવી જે ભૂમિ તમાંરા પિતૃઓને અને તેમનાં સંતાનોને આપવાનું વચન આપ્યું હતું, તેમાં તમે સુખી દીર્ધાયુ પામો. .::. 10 તમે જે ભૂમિનો કબજો લેવા જઈ રહ્યા છો તે મિસરની ભૂમિ જેવી નથી, જયાંથી તમે આવો છો, અને જયાં બી વાવ્યા પછી તમાંરે શાકભાજીની વાડીની જેમ પાણી પાવું પડતું હતું. .::. 11 પરંતુ આ દેશ તો પર્વતો અને ખીણોનો દેશ છે. ત્યાં પુષ્કળ વરસાદ પડે છે. .::. 12 એ એવો દેશ છે, જેની સારસંભાળ તમાંરા દેવ યહોવા લે છે. અને વર્ષના આરંભથી તે અંત સુધી તેમની નજર સતત તેના પર રહે છે. .::. 13 “‘આજે હું તમને જે આજ્ઞાઓ જણાવું છું તેનું જો તમે કાળજીપૂર્વક પાલન કરશો. અને તમાંરા દેવ યહોવા પર પ્રીતિ રાખી તમાંરા મન અને આત્માંથી તેની સેવા કરશો તો, .::. 14 તે તમાંરા ખેતરો માંટે ઋતુ અનુસાર આવશ્યક વરસાદ મોકલશે. આગોતરો અને પાછોતરો બંને પ્રકારનો, જેથી તમને ધાન્ય અને દ્રાક્ષારસ માંટેની દ્રાક્ષો તથા જૈતતેલ પેદા કરશે. .::. 15 તમાંરાં ઢોરઢાંખર માંટે તે લીલાંછમ ગૌચરો આપશે. તમાંરી પાસે પુષ્કળ ખોરાક હશે અને તમને ધરાઈને જોઈએ તેટલું ખાવા મળશે.’ .::. 16 “પણ જોજો, સાવધ રહેજો, તમાંરું હૃદય ભોળવાઈ જઈને આડે રસ્તે ચઢીને બીજા દેવોની સેવામાં લાગી ન જાય. .::. 17 નહિ તો તમાંરા પર યહોવાનો કોપ ઊતરશે અને તે આકાશમાંથી વરસાદ પડતો બંધ કરી દેશે, તમાંરી જમીનમાં કાંઈ પાકશે નહિ, અને યહોવા જે ફળદ્રુપ જમીન-દેશ આપી રહ્યા છે તેમાં તમાંરું નામનિશાન થોડા સમયમાં ભૂંસાઈ જશે. .::. 18 “તેથી માંરી આ આજ્ઞાઓ સદાય યાદ રાખો, તમાંરા હાથમાં ચિન્હની જેમ બાંધો, અથવા તેમને તમાંરા કપાળ પર તેને સ્મૃતિપત્રની જેમ પહેરો. .::. 19 તમાંરાં સંતાનોને તે શીખવો. તેમનું રટણ કરતા રહો; ભલે તમે ઘરમાં હોય કે બહાર ચાલતા હોય, ભલે સૂતા હોય હો કે ઉઠતા હોય. .::. 20 તમાંરાં ઘરની બારસાખ અને દરવાજા પર દેવની આજ્ઞા લખી રાખજો. .::. 21 જેથી યહોવાએ જે દેશ આપવાનું વચન તમાંરા પિતૃઓને આપ્યું હતું તેમાં તમે અને તમાંરાં વંશજો જ્યાં સુધી આકાશ પૃથ્વી પર રહે તેટલું લાંબું જીવો. .::. 22 “હું જે બધી આજ્ઞાઓનું પાલન કરવાનો આદેશ આપું છું તેનું જો તમે કાળજીપૂર્વક પાલન કરશો, તમાંરા યહોવા દેવ પર પ્રીતિ રાખશો અને તેમને વળગી રહેશો, અને તેમના દોરેલા માંગેર્ આગળ વધશો, .::. 23 તો યહોવા તમાંરા કરતાં મોટી અને વધુ બળવાન પ્રજાઓને પણ એ ભૂમિ પરથી હાંકી કાઢશે. જેનો તમે કબજો કરવાના છો. .::. 24 અને તમે જયાં જયાં પગ મૂકશો તે બધી ભૂમિ પણ તમાંરી થશે. તમાંરી સરહદ દક્ષિણમાં રણથી તે ઉત્તરમાં લબાનોન સુધી અને પૂર્વમાં ફ્રાત નદીથી તે પશ્ચિમમાં સમુદ્ર સુધી વિસ્તરશે. .::. 25 વળી તમાંરી સામે કોઈ ટકી શકશે નહિ, તમાંરા દેવ યહોવાના વચન મુજબ તમે જયાં જયાં જશો ત્યાંના લોકોમાં તે તમાંરી બીક અને ધાક બેસાડવા તમાંરી સાથે રહેશે. .::. 26 “ધ્યાન રાખો. આજે હું તમાંરી સમક્ષ દેવના આશીર્વાદ અને દેવના શ્રાપની પસંદગી રજૂ કરું છું. .::. 27 આજે હું તમને યહોવા દેવની આજ્ઞાઓ આપું છું. જો તમે તેનું પાલન કરશો તો આશીર્વાદ પામશો. .::. 28 જો તમે યહોવા, તમાંરા દેવની આજ્ઞાઓનું પાલાન નહિ કરો, અને આજે હું તમને જે માંર્ગ વિષે આજ્ઞા કરું છું તે ન અનુસરો અને બીજા લોકોના દેવોને પૂજો તો. તે તમાંરા પર શ્રાપ મોકલશે. .::. 29 “જે સમયે તમાંરા યહોવા દેવ તમને વચન મુજબના દેશનો કબજો લેવા લઈ આવે ત્યારે તમે ગરીઝીમ પર્વત પરથી આશીર્વાદ અને એબાલ પર્વત પરથી શ્રાપ પોકારશો! .::. 30 એ પર્વતો યર્દનની સામે પાર પશ્ચિમે કાંઠાના પ્રદેશમાં વસતા કનાનીઓની ભૂમિમાં રસ્તા ઉપર, મોરેહનાં પવિત્ર એલોન વૃક્ષો નજીક ગિલ્ગાલની પાસે આવેલા છે. .::. 31 ટૂંકમાં જ તમે યર્દન નદી ઓળંગી જશો અને યહોવા તમાંરા દેવ તમને જે ભૂમિ આપી રહ્યા છે તે ધારણ કરશો અને ત્યાં સ્થાયી થશો. .::. 32 માંટે હું આજે તમાંરી સમક્ષ જે બધા કાયદાઓ અને નિયમો રજૂ કરું છું તેનું કાળજીપૂર્વક પાલન કરજો.
  • Deuteronomy Chapter 1  
  • Deuteronomy Chapter 2  
  • Deuteronomy Chapter 3  
  • Deuteronomy Chapter 4  
  • Deuteronomy Chapter 5  
  • Deuteronomy Chapter 6  
  • Deuteronomy Chapter 7  
  • Deuteronomy Chapter 8  
  • Deuteronomy Chapter 9  
  • Deuteronomy Chapter 10  
  • Deuteronomy Chapter 11  
  • Deuteronomy Chapter 12  
  • Deuteronomy Chapter 13  
  • Deuteronomy Chapter 14  
  • Deuteronomy Chapter 15  
  • Deuteronomy Chapter 16  
  • Deuteronomy Chapter 17  
  • Deuteronomy Chapter 18  
  • Deuteronomy Chapter 19  
  • Deuteronomy Chapter 20  
  • Deuteronomy Chapter 21  
  • Deuteronomy Chapter 22  
  • Deuteronomy Chapter 23  
  • Deuteronomy Chapter 24  
  • Deuteronomy Chapter 25  
  • Deuteronomy Chapter 26  
  • Deuteronomy Chapter 27  
  • Deuteronomy Chapter 28  
  • Deuteronomy Chapter 29  
  • Deuteronomy Chapter 30  
  • Deuteronomy Chapter 31  
  • Deuteronomy Chapter 32  
  • Deuteronomy Chapter 33  
  • Deuteronomy Chapter 34  
×

Alert

×

Gujarati Letters Keypad References