પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

Deuteronomy Chapter 1

1 જયારે સર્વ ઇસ્રાએલી પ્રજા યર્દન નદીને પૂવેર્ આવેલા મોઆબના રણ પ્રદેશમાં હતી, મૂસાએ તે લોકોને જે વચનો કહ્યાં હતાં તે આ પ્રમાંણે છે, તે વખતે તેઓ યર્દનકાંઠામાં સૂફની સામે હતા. તેમની એક તરફ પારાનનું રણ આવેલું હતું અને બીજી તરફ તોફેલ, લાબાન, હસેરોથ અને દીઝાહાબ આવેલાં હતાં. 2 હોરેબ પર્વતથી સેઇર પર્વતે કાદેશ-બાનેર્આ દ્વારા યાત્રાને અગિયાર દિવસ થતા. 3 ઇસ્રાએલી લોકોએ મિસર છોડયા પછી ચાળીસમાં વષેના અગિયારમાં મહિનાના પ્રથમ દિવસે મૂસાએ, યહોવાની આજ્ઞા મુજબ આ વચનો તે લોકોને કહી સંભળાવ્યાં. 4 યહોવાએ હેેશ્બોનમાં અમોરીઓના રાજા સીહોનને અને એડેઇ પાસે આશ્તારોથમાં બાશાનના રાજા ઓગને હરાવ્યા હતા ત્યાર પછીનું આ હતું. 5 મૂસાએ લોકોને સંબોધ્યા અને દેવે ઇસ્રાએલ માંટે બનાવેલા નિયમો તેમને સમજાવ્યાં. તે સમયે ઇસાએલના લોકો મોઆબના દેશમાં યર્દન નદીની પૂર્વ દિશા પર હતાં. 6 “જયારે આપણે હોરેબમાં હતા ત્યારે આપણા દેવ યહોવાએ આપણને આમ કહ્યું હતું કે, ‘તમે આ પર્વત આગળ ઘણું લાંબુ રહ્યાં. 7 હવે આ જગ્યા છોડો, આગળ વધો અને અમોરીઓનો પર્વતીય પ્રદેશ, યર્દનની ખીણ, મધ્યનો પર્વતીય દેશ, દક્ષિણનો રણ પ્રદેશ, ભૂમધ્ય સમુદ્ર કિનારો, કનાન અને લબાનોનની જમીનો, છેક મહાનદી ફ્રાંત સુધી કબજે કરો. 8 જુઓ, એ સમગ્ર પ્રદેશ હું તમને સોંપી દઉ છું; તમાંરા પૂર્વજો ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને તથા તેમના વંશજોને યહોવાએ જે દેશ આપવાનું વચન આપ્યું હતું, તે પ્રદેશમાં તમે જાઓ અને તેનો કબજો મેળવો.’ 9 “તે વખતે મેં તમને લોકોને જણાવ્યું હતું કે ‘હવે હું એકલો તમાંરા બધાનો બોજો ઉપાડી શકું તેમ નથી. 10 કારણ કે યહોવાએ તમાંરો વંશવેલો ઘણો વધાર્યો છે, આજે તમે આકાશના તારાઓ જેટલા થઈ ગયા છો. 11 તમાંરા પૂર્વજોના દેવ યહોવાએ તમાંરી સંખ્યા 1,000 ગણી વધારી છે. તે તમને તેના વચન પ્રમાંણે આશીર્વાદ આપે. 12 પણ હું એકલો તમાંરા સૌના ઝઘડા અને પ્રશ્ર્નોનું નિરાકરણ કેવી રીતે કરી શકું? 13 ‘માંટે તમે પ્રત્યેક કુળસમૂહમાંથી શાણા, સમજુ અને અનુભવી માંણસોને પસંદ કરો અને હું તેમને તમાંરા આગેવાન તરીકે નિયુકત કરીશ.’ 14 “અને તમે સૌ સંમત થયા હતા અને કહ્યું કે ‘તમાંરો અભિપ્રાય સારો છે અમે તે કરીશું.’ 15 “તેથી પ્રત્યેક કુળમાંથી હોશિયાર અને અનુભવી માંણસોને મેં પસંદ કર્યા અને તેઓને તમાંરા આગેવાનો અને અમલદારો તરીકે નિમ્યા; કેટલાકને 1,000ના, કેટલાકને100ના, કેટલાકને 50ના તો કેટલાકને 10ના આગેવાનો બનાવ્યા. અને મેં બીજાને પ્રત્યેક કુળસમૂહના અમલદારો નીમ્યાં. 16 “મેં તમાંરા અધિકારીઓને તે વખતે આ પ્રમાંણે આજ્ઞા કરેલી: ‘તમાંરા જાતિભાઈઓ વચ્ચે જે ઝઘડા થાય તે તમાંરે સાંભળવા, કોઈને પોતાના જાતિભાઈઓ સાથે કે તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓ સાથે ઝઘડો હોય તો તેનો નિષ્પક્ષ રહીને નાનામોટા સૌનો ઉચિત ન્યાય કરવો. 17 ન્યાય કરતી વખતે તમાંરા ઉપર કોઇનો પ્રભાવ ન પડવા દેવો. નાનામોટા સૌની સાથે સમાંન વ્યવહાર કરવો. જે ચુકાદો તમે આપો છો તે દેવનો ચુકાદો છે, તેથી કોઇનાથી ડરવું નહિ. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમાંરે માંરી પાસે લાવવો, હું તેનો નિકાલ કરીશ.’ 18 તે જ વખતે મેં તેઓને તેમને કરવાની બધી બાબતો વિષે સૂચાનાઓ આપી હતી. 19 “ત્યારબાદ આપણે દેવ યહોવાની આજ્ઞાને અનુસરીને હોરેબ પર્વત છોડીને પેલા વિશાળ અને ભયંકર રણપ્રદેશમાં થઈને અમોરીઓના પર્વતીય પ્રદેશ તરફ જવા નીકળી પડયા, અને કાદેશ-બાનેર્આ પહોંચ્યા. 20 ત્યારે મેં તમને કહ્યું હતું: ‘હવે તમે અમોરીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા છો, જે આપણા દેવ યહોવાએ આપણને આપવાનું વચન આપ્યું હતું. 21 જુઓ, તમાંરા દેવ યહોવાએ તમને આ પ્રદેશ સોંપી દીધો છે. તમાંરા પિતૃઓના દેવ યહોવાની આજ્ઞાને અનુસરો, જાઓ અને એનો કબજો લઈ લો, ડરશો નહિ કે નાહિંમત પણ થશો નહિ.’ 22 “પરંતુ તમે બધાએ માંરી પાસે આવીને મને જણાવ્યું કે, ‘આપણે પહેલાં દેશની તપાસ કરવા જાસૂસો મોકલીએ, તેઓ આવીને આપણને કહેશે કે આપણે ક્યા માંગેર્ જવું અને ત્યાંનાં નગરો કેવાં છે?’ 23 “મને આ સૂચના ઠીક લાગી, તેથી મેં પ્રત્યેક વંશમાંથી એક એમ બાર વંશમાંથી બાર માંણસો પસંદ કર્યા. 24 તે બધા પર્વતીય દેશમાં એશ્કોલના કોતર સુધી ગયા અને જમીનને જોઇ, 25 ત્યાંથી તેમણે કેટલાંક ફળ ભેગાં કર્યા અને ત્યાંથી તેઓ પાછા આવ્યા અને જણાવ્યું કે, ‘આપણા દેવ યહોવાએ આપણને જે પ્રદેશ આપ્યો છે તે સમૃદ્ધ છે.’ 26 “પણ તમે લોકોએ તે પ્રદેશમાં જવાની ના પાડી અને યહોવાની આજ્ઞાનો અનાદર કર્યો. 27 તમે લોકોએ તમાંરા તંબુમાં બબડાટ શરૂ કર્યો કે, ‘યહોવા આપણને ધિક્કારે છે, તેથી જ તેમણે આપણને મિસરમાંથી બહાર લાવીને અમોરીઓના હાથમાં સોંપી દીધાં જેથી તેઓ આપણા સૌનો વિનાશ કરે. 28 આપણે કયાં જઈ રહ્યા છીએ? આપણા જ જાતિભાઈઓએ એમ કહી આપણામાં ખૂબ ભય ઉત્પન કર્યો છે કે, “ત્યાંના લોકો આપણા કરતાં કદમાં મોટાં અને શકિતશાળી છે, તેમનાં નગરો મોટાં છે અને તેના કોટ આકાશે અડે તેવા ઊચા છે અને અમે ત્યાં કદાવરો પણ જોયાં!”‘ 29 “ત્યારે મેં તમને કહ્યું, ‘તમે ગભરાશો નહિ, એમનાથી ડરશો નહિ. 30 તમાંરા દેવ યહોવા તમાંરી આગળ જશે, અને તમેે મિસરમાં હતા ત્યારે તમાંરા માંટે જેમ પરાક્રમી કૃત્યો કર્યા તેમ તમાંરા માંટે લડશે. 31 રણપ્રદેશની યાત્રા દરમ્યાન તમે જોયું છે કે કોઈ પિતા પોતાના બાળકને ઉપાડી લે તેમ યહોવા તમને અહીં સુધી સતત તમાંરી સંભાળ રાખીને લાવ્યા છે.’ 32 “છતાં માંરા કહેવાનો કોઈ પ્રભાવ તમાંરા પર પડયો નહિ, તમે તમાંરા દેવ યહોવા ઉપર વિશ્વાસ ન કર્યો. 33 યહોવા આખા રસ્તે તમાંરા મુકામ માંટે જગ્યા શોધવા તમાંરી આગળ ચાલતા હતા. રાત્રે અગ્નિસ્તંભ દ્વારા અને દિવસે મેઘસ્તંભ દ્વારા તે આગળ રહી તમને માંર્ગ બતાવતા હતા. 34 “યહોવા તમાંરો બડબડાટ સાંભળીને ખૂબ કોપાયમાંન થયા અને તેમણે પ્રતિજ્ઞા કરી કે, 35 ‘તમાંરા પિતૃઓને મેં જે સમૃદ્વ પ્રદેશ આપવાનું વચન આપ્યું હતું તે આ લોકોમાંના કોઈને-આ દુષ્ટ પેઢીમાંના કોઈને, જોવા ન દેવો. 36 ફકત યફૂન્નેહના પુત્ર કાલેબને તે પ્રદેશ જોવા મળશે. તે જે ભૂમિમાંથી ફરી આવ્યો છે તે હું તેને અને તેના વંશજોને આપીશ, કારણ, તે મને પૂરેપૂરો વિશ્વાસુ રહ્યો છે.’ 37 “વળી તમાંરા કારણે યહોવાએ માંરા ઉપર રોષે ભરાઈને કહ્યું, ‘તું પણ એ પ્રદેશમાં પ્રવેશ કરી શકશે નહિ. 38 પણ તારો સેવક યહોશુઆ જે નૂનનો પુત્ર છે તે લોકોને દોરી જશે, તેને હિંમત આપજે, કારણ કે એ જ ઇસ્રાએલને એ પ્રદેશનો કબજો અપાવનાર છે.’ 39 “પણ તે તમાંરા બાળકો છે જે ત્યાં જશે તે બાળકો કે જેના વિષે તમે કહેલું કે, ‘તેઓ રણમાં મૃત્યુ પામશે અને તે દિવસોમાં જેઓને સારા અને દુષ્ટ વચ્ચેના અંતરની ખબર ન હતી. હું જમીન તે બાળકોને આપી દઇશ અને તેઓ તેને કબજે કરશે. 40 હવે તમાંરે સૌએ તો પાછા ફરીને રાતા સમુદ્રનાં રસ્તે પાછા રણમાં જ જવાનું છે.’ 41 “ત્યારે તમે કબૂલ થયા અને મને એવો જવાબ આપ્યો હતો કે, ‘અમે યહોવાનો ગુનો કરીને પાપ કર્યું છે, હવે અમે અમાંરા દેવ યહોવાની આજ્ઞા મુજબ જઈશું અને તે પ્રદેશ કબજે કરવા યુદ્ધ કરીશું.’“પછી તેઓ બધાએ હથિયાર ધારણ કર્યા અને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કરવા અધીરા થઇ નીકળી પડ્યા. 42 પરંતુ યહોવાએ મને કહ્યું, ‘તું એ લોકોને જણાવી કે, તેઓ યુદ્ધ કરવા જાય નહિ, હું તેઓની સાથે નથી, તેઓ તેમના શત્રુઓ સામે હાર પામશે.’ 43 “મેં તે બધાને એ મુજબ કહ્યું, પણ તે લોકોએ સાંભળ્યું નહિ, અને તેઓએ ફરીથી યહોવાની આજ્ઞાનો અનાદર કર્યો અને આવેશમાં પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કર્યો. 44 પરંતુ ત્યાં પર્વતોમાં વસતા અમોરીઓ તમાંરો સામનો કરવા બહાર નીકળી આવ્યા અને મધમાંખીઓ જેમ તમાંરો પીછો પકડી સેઇરમાં આવેલા હોર્માંહ આગળ તમાંરી સેનાને ભયંકર નુકસાન પહોચાડ્યું અને હાર આપી. 45 એટલે તમે પાછા આવ્યા અને યહોવા સમક્ષ આક્રંદ કરવા લાગ્યા, છતાં પણ યહોવાએ તમાંરો પોકાર સાંભળ્યો નહિ, 46 આથી તમાંરે કાદેશમાં લાંબા સમય સુધી રોકાવું પડ્યું.
1 જયારે સર્વ ઇસ્રાએલી પ્રજા યર્દન નદીને પૂવેર્ આવેલા મોઆબના રણ પ્રદેશમાં હતી, મૂસાએ તે લોકોને જે વચનો કહ્યાં હતાં તે આ પ્રમાંણે છે, તે વખતે તેઓ યર્દનકાંઠામાં સૂફની સામે હતા. તેમની એક તરફ પારાનનું રણ આવેલું હતું અને બીજી તરફ તોફેલ, લાબાન, હસેરોથ અને દીઝાહાબ આવેલાં હતાં. .::. 2 હોરેબ પર્વતથી સેઇર પર્વતે કાદેશ-બાનેર્આ દ્વારા યાત્રાને અગિયાર દિવસ થતા. .::. 3 ઇસ્રાએલી લોકોએ મિસર છોડયા પછી ચાળીસમાં વષેના અગિયારમાં મહિનાના પ્રથમ દિવસે મૂસાએ, યહોવાની આજ્ઞા મુજબ આ વચનો તે લોકોને કહી સંભળાવ્યાં. .::. 4 યહોવાએ હેેશ્બોનમાં અમોરીઓના રાજા સીહોનને અને એડેઇ પાસે આશ્તારોથમાં બાશાનના રાજા ઓગને હરાવ્યા હતા ત્યાર પછીનું આ હતું. .::. 5 મૂસાએ લોકોને સંબોધ્યા અને દેવે ઇસ્રાએલ માંટે બનાવેલા નિયમો તેમને સમજાવ્યાં. તે સમયે ઇસાએલના લોકો મોઆબના દેશમાં યર્દન નદીની પૂર્વ દિશા પર હતાં. .::. 6 “જયારે આપણે હોરેબમાં હતા ત્યારે આપણા દેવ યહોવાએ આપણને આમ કહ્યું હતું કે, ‘તમે આ પર્વત આગળ ઘણું લાંબુ રહ્યાં. .::. 7 હવે આ જગ્યા છોડો, આગળ વધો અને અમોરીઓનો પર્વતીય પ્રદેશ, યર્દનની ખીણ, મધ્યનો પર્વતીય દેશ, દક્ષિણનો રણ પ્રદેશ, ભૂમધ્ય સમુદ્ર કિનારો, કનાન અને લબાનોનની જમીનો, છેક મહાનદી ફ્રાંત સુધી કબજે કરો. .::. 8 જુઓ, એ સમગ્ર પ્રદેશ હું તમને સોંપી દઉ છું; તમાંરા પૂર્વજો ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને તથા તેમના વંશજોને યહોવાએ જે દેશ આપવાનું વચન આપ્યું હતું, તે પ્રદેશમાં તમે જાઓ અને તેનો કબજો મેળવો.’ .::. 9 “તે વખતે મેં તમને લોકોને જણાવ્યું હતું કે ‘હવે હું એકલો તમાંરા બધાનો બોજો ઉપાડી શકું તેમ નથી. .::. 10 કારણ કે યહોવાએ તમાંરો વંશવેલો ઘણો વધાર્યો છે, આજે તમે આકાશના તારાઓ જેટલા થઈ ગયા છો. .::. 11 તમાંરા પૂર્વજોના દેવ યહોવાએ તમાંરી સંખ્યા 1,000 ગણી વધારી છે. તે તમને તેના વચન પ્રમાંણે આશીર્વાદ આપે. .::. 12 પણ હું એકલો તમાંરા સૌના ઝઘડા અને પ્રશ્ર્નોનું નિરાકરણ કેવી રીતે કરી શકું? .::. 13 ‘માંટે તમે પ્રત્યેક કુળસમૂહમાંથી શાણા, સમજુ અને અનુભવી માંણસોને પસંદ કરો અને હું તેમને તમાંરા આગેવાન તરીકે નિયુકત કરીશ.’ .::. 14 “અને તમે સૌ સંમત થયા હતા અને કહ્યું કે ‘તમાંરો અભિપ્રાય સારો છે અમે તે કરીશું.’ .::. 15 “તેથી પ્રત્યેક કુળમાંથી હોશિયાર અને અનુભવી માંણસોને મેં પસંદ કર્યા અને તેઓને તમાંરા આગેવાનો અને અમલદારો તરીકે નિમ્યા; કેટલાકને 1,000ના, કેટલાકને100ના, કેટલાકને 50ના તો કેટલાકને 10ના આગેવાનો બનાવ્યા. અને મેં બીજાને પ્રત્યેક કુળસમૂહના અમલદારો નીમ્યાં. .::. 16 “મેં તમાંરા અધિકારીઓને તે વખતે આ પ્રમાંણે આજ્ઞા કરેલી: ‘તમાંરા જાતિભાઈઓ વચ્ચે જે ઝઘડા થાય તે તમાંરે સાંભળવા, કોઈને પોતાના જાતિભાઈઓ સાથે કે તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓ સાથે ઝઘડો હોય તો તેનો નિષ્પક્ષ રહીને નાનામોટા સૌનો ઉચિત ન્યાય કરવો. .::. 17 ન્યાય કરતી વખતે તમાંરા ઉપર કોઇનો પ્રભાવ ન પડવા દેવો. નાનામોટા સૌની સાથે સમાંન વ્યવહાર કરવો. જે ચુકાદો તમે આપો છો તે દેવનો ચુકાદો છે, તેથી કોઇનાથી ડરવું નહિ. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમાંરે માંરી પાસે લાવવો, હું તેનો નિકાલ કરીશ.’ .::. 18 તે જ વખતે મેં તેઓને તેમને કરવાની બધી બાબતો વિષે સૂચાનાઓ આપી હતી. .::. 19 “ત્યારબાદ આપણે દેવ યહોવાની આજ્ઞાને અનુસરીને હોરેબ પર્વત છોડીને પેલા વિશાળ અને ભયંકર રણપ્રદેશમાં થઈને અમોરીઓના પર્વતીય પ્રદેશ તરફ જવા નીકળી પડયા, અને કાદેશ-બાનેર્આ પહોંચ્યા. .::. 20 ત્યારે મેં તમને કહ્યું હતું: ‘હવે તમે અમોરીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા છો, જે આપણા દેવ યહોવાએ આપણને આપવાનું વચન આપ્યું હતું. .::. 21 જુઓ, તમાંરા દેવ યહોવાએ તમને આ પ્રદેશ સોંપી દીધો છે. તમાંરા પિતૃઓના દેવ યહોવાની આજ્ઞાને અનુસરો, જાઓ અને એનો કબજો લઈ લો, ડરશો નહિ કે નાહિંમત પણ થશો નહિ.’ .::. 22 “પરંતુ તમે બધાએ માંરી પાસે આવીને મને જણાવ્યું કે, ‘આપણે પહેલાં દેશની તપાસ કરવા જાસૂસો મોકલીએ, તેઓ આવીને આપણને કહેશે કે આપણે ક્યા માંગેર્ જવું અને ત્યાંનાં નગરો કેવાં છે?’ .::. 23 “મને આ સૂચના ઠીક લાગી, તેથી મેં પ્રત્યેક વંશમાંથી એક એમ બાર વંશમાંથી બાર માંણસો પસંદ કર્યા. .::. 24 તે બધા પર્વતીય દેશમાં એશ્કોલના કોતર સુધી ગયા અને જમીનને જોઇ, .::. 25 ત્યાંથી તેમણે કેટલાંક ફળ ભેગાં કર્યા અને ત્યાંથી તેઓ પાછા આવ્યા અને જણાવ્યું કે, ‘આપણા દેવ યહોવાએ આપણને જે પ્રદેશ આપ્યો છે તે સમૃદ્ધ છે.’ .::. 26 “પણ તમે લોકોએ તે પ્રદેશમાં જવાની ના પાડી અને યહોવાની આજ્ઞાનો અનાદર કર્યો. .::. 27 તમે લોકોએ તમાંરા તંબુમાં બબડાટ શરૂ કર્યો કે, ‘યહોવા આપણને ધિક્કારે છે, તેથી જ તેમણે આપણને મિસરમાંથી બહાર લાવીને અમોરીઓના હાથમાં સોંપી દીધાં જેથી તેઓ આપણા સૌનો વિનાશ કરે. .::. 28 આપણે કયાં જઈ રહ્યા છીએ? આપણા જ જાતિભાઈઓએ એમ કહી આપણામાં ખૂબ ભય ઉત્પન કર્યો છે કે, “ત્યાંના લોકો આપણા કરતાં કદમાં મોટાં અને શકિતશાળી છે, તેમનાં નગરો મોટાં છે અને તેના કોટ આકાશે અડે તેવા ઊચા છે અને અમે ત્યાં કદાવરો પણ જોયાં!”‘ .::. 29 “ત્યારે મેં તમને કહ્યું, ‘તમે ગભરાશો નહિ, એમનાથી ડરશો નહિ. .::. 30 તમાંરા દેવ યહોવા તમાંરી આગળ જશે, અને તમેે મિસરમાં હતા ત્યારે તમાંરા માંટે જેમ પરાક્રમી કૃત્યો કર્યા તેમ તમાંરા માંટે લડશે. .::. 31 રણપ્રદેશની યાત્રા દરમ્યાન તમે જોયું છે કે કોઈ પિતા પોતાના બાળકને ઉપાડી લે તેમ યહોવા તમને અહીં સુધી સતત તમાંરી સંભાળ રાખીને લાવ્યા છે.’ .::. 32 “છતાં માંરા કહેવાનો કોઈ પ્રભાવ તમાંરા પર પડયો નહિ, તમે તમાંરા દેવ યહોવા ઉપર વિશ્વાસ ન કર્યો. .::. 33 યહોવા આખા રસ્તે તમાંરા મુકામ માંટે જગ્યા શોધવા તમાંરી આગળ ચાલતા હતા. રાત્રે અગ્નિસ્તંભ દ્વારા અને દિવસે મેઘસ્તંભ દ્વારા તે આગળ રહી તમને માંર્ગ બતાવતા હતા. .::. 34 “યહોવા તમાંરો બડબડાટ સાંભળીને ખૂબ કોપાયમાંન થયા અને તેમણે પ્રતિજ્ઞા કરી કે, .::. 35 ‘તમાંરા પિતૃઓને મેં જે સમૃદ્વ પ્રદેશ આપવાનું વચન આપ્યું હતું તે આ લોકોમાંના કોઈને-આ દુષ્ટ પેઢીમાંના કોઈને, જોવા ન દેવો. .::. 36 ફકત યફૂન્નેહના પુત્ર કાલેબને તે પ્રદેશ જોવા મળશે. તે જે ભૂમિમાંથી ફરી આવ્યો છે તે હું તેને અને તેના વંશજોને આપીશ, કારણ, તે મને પૂરેપૂરો વિશ્વાસુ રહ્યો છે.’ .::. 37 “વળી તમાંરા કારણે યહોવાએ માંરા ઉપર રોષે ભરાઈને કહ્યું, ‘તું પણ એ પ્રદેશમાં પ્રવેશ કરી શકશે નહિ. .::. 38 પણ તારો સેવક યહોશુઆ જે નૂનનો પુત્ર છે તે લોકોને દોરી જશે, તેને હિંમત આપજે, કારણ કે એ જ ઇસ્રાએલને એ પ્રદેશનો કબજો અપાવનાર છે.’ .::. 39 “પણ તે તમાંરા બાળકો છે જે ત્યાં જશે તે બાળકો કે જેના વિષે તમે કહેલું કે, ‘તેઓ રણમાં મૃત્યુ પામશે અને તે દિવસોમાં જેઓને સારા અને દુષ્ટ વચ્ચેના અંતરની ખબર ન હતી. હું જમીન તે બાળકોને આપી દઇશ અને તેઓ તેને કબજે કરશે. .::. 40 હવે તમાંરે સૌએ તો પાછા ફરીને રાતા સમુદ્રનાં રસ્તે પાછા રણમાં જ જવાનું છે.’ .::. 41 “ત્યારે તમે કબૂલ થયા અને મને એવો જવાબ આપ્યો હતો કે, ‘અમે યહોવાનો ગુનો કરીને પાપ કર્યું છે, હવે અમે અમાંરા દેવ યહોવાની આજ્ઞા મુજબ જઈશું અને તે પ્રદેશ કબજે કરવા યુદ્ધ કરીશું.’“પછી તેઓ બધાએ હથિયાર ધારણ કર્યા અને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કરવા અધીરા થઇ નીકળી પડ્યા. .::. 42 પરંતુ યહોવાએ મને કહ્યું, ‘તું એ લોકોને જણાવી કે, તેઓ યુદ્ધ કરવા જાય નહિ, હું તેઓની સાથે નથી, તેઓ તેમના શત્રુઓ સામે હાર પામશે.’ .::. 43 “મેં તે બધાને એ મુજબ કહ્યું, પણ તે લોકોએ સાંભળ્યું નહિ, અને તેઓએ ફરીથી યહોવાની આજ્ઞાનો અનાદર કર્યો અને આવેશમાં પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કર્યો. .::. 44 પરંતુ ત્યાં પર્વતોમાં વસતા અમોરીઓ તમાંરો સામનો કરવા બહાર નીકળી આવ્યા અને મધમાંખીઓ જેમ તમાંરો પીછો પકડી સેઇરમાં આવેલા હોર્માંહ આગળ તમાંરી સેનાને ભયંકર નુકસાન પહોચાડ્યું અને હાર આપી. .::. 45 એટલે તમે પાછા આવ્યા અને યહોવા સમક્ષ આક્રંદ કરવા લાગ્યા, છતાં પણ યહોવાએ તમાંરો પોકાર સાંભળ્યો નહિ, .::. 46 આથી તમાંરે કાદેશમાં લાંબા સમય સુધી રોકાવું પડ્યું.
  • Deuteronomy Chapter 1  
  • Deuteronomy Chapter 2  
  • Deuteronomy Chapter 3  
  • Deuteronomy Chapter 4  
  • Deuteronomy Chapter 5  
  • Deuteronomy Chapter 6  
  • Deuteronomy Chapter 7  
  • Deuteronomy Chapter 8  
  • Deuteronomy Chapter 9  
  • Deuteronomy Chapter 10  
  • Deuteronomy Chapter 11  
  • Deuteronomy Chapter 12  
  • Deuteronomy Chapter 13  
  • Deuteronomy Chapter 14  
  • Deuteronomy Chapter 15  
  • Deuteronomy Chapter 16  
  • Deuteronomy Chapter 17  
  • Deuteronomy Chapter 18  
  • Deuteronomy Chapter 19  
  • Deuteronomy Chapter 20  
  • Deuteronomy Chapter 21  
  • Deuteronomy Chapter 22  
  • Deuteronomy Chapter 23  
  • Deuteronomy Chapter 24  
  • Deuteronomy Chapter 25  
  • Deuteronomy Chapter 26  
  • Deuteronomy Chapter 27  
  • Deuteronomy Chapter 28  
  • Deuteronomy Chapter 29  
  • Deuteronomy Chapter 30  
  • Deuteronomy Chapter 31  
  • Deuteronomy Chapter 32  
  • Deuteronomy Chapter 33  
  • Deuteronomy Chapter 34  
×

Alert

×

Gujarati Letters Keypad References