પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

Genesis Chapter 50

1 જયારે ઇસ્રાએલનું અવસાન થયું, યૂસફ બહુજ દુ:ખી થયો. તે પિતાની કોટે વળગી પડયો, અને આંસુ સારવા લાગ્યો. અને ચુંબન કરવા લાગ્યો. 2 તેણે પોતાના સેવકોમાંના જે વૈદ્યો હતા, તેઓને પોતાના પિતાના મૃતદેહમાં સુંગંધી દ્રવ્યો ભરવાની આજ્ઞા કરી. એટલે તેઓએ ઇસ્રાએલના મૃતદેહમાં સુગંધીદાર દ્રવ્યો ભર્યા. 3 સુગંધી દ્રવ્યો ભરતાં 40 દિવસ લાગે છે તેથી એમાં ચાળીસ દિવસો લાગ્યા. અને તેમને માંટે મિસરીઓએ 70 દિવસ શોક પાળ્યો. 4 તેના શોકના દિવસો પૂરા થયા પછી યૂસફે ફારુનના ઘરના કુટુંબીજનોને કહ્યું, “હવે જો માંરા પર તમાંરી કૃપાદ્દૃષ્ટિ હોય, તો ફારુનના કાનમાં એમ કહો, 5 માંરા પિતાએ મને સમ ખવડાવીને કહ્યું હતું, “માંરો મરણકાળ નજીક છે, મેં માંરે માંટે કનાનમાં જે કબર ખોદાવેલી છે તેમાં મને દફનાવજો.” એટલે કૃપા કરીને મને જવા દો અને માંરા પિતાને દફનાવવાની રજા આપો. એ પછી હું પાછો આવીશ.” 6 ફારુને કહ્યું, “સારું, જા, અને તારા પિતાએ સમ ખવડાવ્યા હતા તે પ્રમાંણે જ તેમને દફનાવ.” 7 એટલે યૂસફ તેના પિતાને દફનાવવા ગયો; અને ફારુનના બધા અમલદારો તેના વડીલો, મિસર દેશના બધા આગેવાનો, 8 તેમ જ યૂસફનો આખો પરિવાર, તેના ભાઈઓ અને તેના પિતાનો પરિવાર પણ ગયો, માંત્ર તેમનાં છોકરાં, ઘેટાંબકરાં અને ઢોરો જ ગોશેનમાં રહ્યાં. 9 તેમના ઘણા મોટા સમૂહમાં રથો અને ઘોડેસવારો પણ સાથે હતા. 10 પછી યર્દન નદીને પાર આટાદની ખળી છે ત્યાં તેઓ આવ્યા. તેઓએ મોટા અને ભારે વિલાપ સાથે રૂદન કર્યુ; અને તેમણે તથા યૂસફે પોતાના પિતા માંટે સાત દિવસનો શોક પાળ્યો. 11 અને જ્યારે કનાનીઓએ આટાદના ખળીમાં પળાતો શોક જોયો ત્યારે કહેવા લાગ્યા, “મિસરીઓ ખૂબજ દુ:ખી શોકસભા કરી રહ્યાં છે.” આથી એ જગ્યાનું નામ આબેલ-મિસરાઈમ પડયું. જે યર્દનને પેલે પાર છે. 12 આમ, યાકૂબના પુત્રોએ, પિતાની આજ્ઞા અનુસાર તેમની વ્યવસ્થા કરી. 13 તેમના પુત્રો તેને કનાન દેશમાં લઇ ગયા. અને માંમરેની પૂર્વમાં આવેલા માંખ્પેલાહના ખેતરમાંથી ઇબ્રાહિમે જે ગુફા હિત્તીઓ પાસે ખરીદીને કબ્રસ્તાન તરીકેનો ઉપયોગ કરવા માંટે કબજો મેળવ્યો હતો, તે જ ગુફામાં તેને દફનાવવાની વિધિ કરી. 14 પોતાના પિતાને દફનાવ્યા પછી યૂસફે પોતાના ભાઈઓ અને જે કોઈ તેની સાથે તેના પિતાને દફનાવવા ગયા હતા તે સર્વને લઈને મિસર પાછા ફરવા માંટે પ્રયાણ કર્યુ. 15 પોતાના પિતાના મૃત્યુ પછી યૂસફના ભાઈઓને થયું કે, કદાચ યૂસફ અમાંરા પર દ્વેષ કરશે, અને આપણે એના ઉપર જે જે અપકાર્ય કર્યા છે તે બધાનો પૂરો બદલો લે તો? 16 એટલે તેઓએ યૂસફને સંદેશો મોકલ્યો કે,“તમાંરા પિતાએ મૃત્યુ પામતાં પહેલાં આજ્ઞા કરી હતી: 17 તમે યૂસફને આ પ્રમાંણે કહેજો, ‘તારા ભાઈઓએ તારી સાથે ભૂંડો વ્યવહાર કરીને અપરાધ કર્યો હતો, હવે તું તેઓના અપરાધના પાપને માંફ કરજે, એટલું હું માંગું છું.’ તેથી અમે તમને અરજ કરીએ છીએ કે, તમાંરા પિતાના દેવના આ સેવકોનો અપરાધ માંફ કરો.”યૂસફને આ સંદેશો જેવો પહોંચાડવામાં આવ્યો તેવો જ તે રડી પડયો. 18 એટલે તેના ભાઈઓ પોતે તેની આગળ આવ્યા અને ચરણોમાં પડીને કહેવા લાગ્યા, “જુઓ, અમે તમાંરા ગુલામ છીએ.” 19 પણ યૂસફે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, હું કંઇ થોડો જ દેવ છું? 20 તમે માંરી સાથે દુષ્ટતા કરવા ચાહી પણ દેવની યોજના સારું કરવાની હતી, કે, જેથી ઘણા લોકોના જીવન બચી જાય, અને આજે એમજ થયું છે. 21 તેથી હવે જરા પણ ડરવાની જરૂર નથી. હું તમાંરું તથા તમાંરા પરિવારનાં બાળકોનું ભરણપોષણ કરતો રહીશ.” આમ તેણે તેઓને દિલાસો આપીને હૃદયસ્પશીર્ શબ્દોથી શાંત પાડ્યા. 22 , યૂસફ તેના પિતાના પરિવાર સાથે મિસરમાં રહ્યો. તે 110 વર્ષ જીવ્યો. 23 અને તેણે એફ્રાઈમની ત્રીજી પેઢીનાં સંતાનો જોયાં, મનાશ્શાના પુત્ર માંખીરનાં દીકરાઓ પણ યૂસફના ખોળામાં ઊછર્યાં. 24 યૂસફે તેના ભાઈઓને કહ્યું, “હું તો મરવા પડયો છું; પણ દેવ જરુર તારી સંભાળ લેશે, દોરશે, જેના વિષે તેણે ઇબ્રાહિમ, ઇસહાક, તથા યાકૂબની આગળ શપથ લીધાં હતા, તે દેશમાં તમને તે આ દેશમાંથી લઇ જશે.” 25 પછી યૂસફે ઇસ્રાએલના પુત્રોને સમ ખવડાવીને કહ્યું, “દેવ તમને સહાય કરશે ત્યારે તમે માંરાં હાડકાં અહીંથી લઇ જજો.” 26 આમ યૂસફ 110 વર્ષનો થઈને મૃત્યુ પામ્યો, અને તેના દેહને મિસરમાં સુગંધી દ્રવ્યો ભરીને એક શબ પેટીમાં મૂકવામાં આવ્યો. 
1 જયારે ઇસ્રાએલનું અવસાન થયું, યૂસફ બહુજ દુ:ખી થયો. તે પિતાની કોટે વળગી પડયો, અને આંસુ સારવા લાગ્યો. અને ચુંબન કરવા લાગ્યો. .::. 2 તેણે પોતાના સેવકોમાંના જે વૈદ્યો હતા, તેઓને પોતાના પિતાના મૃતદેહમાં સુંગંધી દ્રવ્યો ભરવાની આજ્ઞા કરી. એટલે તેઓએ ઇસ્રાએલના મૃતદેહમાં સુગંધીદાર દ્રવ્યો ભર્યા. .::. 3 સુગંધી દ્રવ્યો ભરતાં 40 દિવસ લાગે છે તેથી એમાં ચાળીસ દિવસો લાગ્યા. અને તેમને માંટે મિસરીઓએ 70 દિવસ શોક પાળ્યો. .::. 4 તેના શોકના દિવસો પૂરા થયા પછી યૂસફે ફારુનના ઘરના કુટુંબીજનોને કહ્યું, “હવે જો માંરા પર તમાંરી કૃપાદ્દૃષ્ટિ હોય, તો ફારુનના કાનમાં એમ કહો, .::. 5 માંરા પિતાએ મને સમ ખવડાવીને કહ્યું હતું, “માંરો મરણકાળ નજીક છે, મેં માંરે માંટે કનાનમાં જે કબર ખોદાવેલી છે તેમાં મને દફનાવજો.” એટલે કૃપા કરીને મને જવા દો અને માંરા પિતાને દફનાવવાની રજા આપો. એ પછી હું પાછો આવીશ.” .::. 6 ફારુને કહ્યું, “સારું, જા, અને તારા પિતાએ સમ ખવડાવ્યા હતા તે પ્રમાંણે જ તેમને દફનાવ.” .::. 7 એટલે યૂસફ તેના પિતાને દફનાવવા ગયો; અને ફારુનના બધા અમલદારો તેના વડીલો, મિસર દેશના બધા આગેવાનો, .::. 8 તેમ જ યૂસફનો આખો પરિવાર, તેના ભાઈઓ અને તેના પિતાનો પરિવાર પણ ગયો, માંત્ર તેમનાં છોકરાં, ઘેટાંબકરાં અને ઢોરો જ ગોશેનમાં રહ્યાં. .::. 9 તેમના ઘણા મોટા સમૂહમાં રથો અને ઘોડેસવારો પણ સાથે હતા. .::. 10 પછી યર્દન નદીને પાર આટાદની ખળી છે ત્યાં તેઓ આવ્યા. તેઓએ મોટા અને ભારે વિલાપ સાથે રૂદન કર્યુ; અને તેમણે તથા યૂસફે પોતાના પિતા માંટે સાત દિવસનો શોક પાળ્યો. .::. 11 અને જ્યારે કનાનીઓએ આટાદના ખળીમાં પળાતો શોક જોયો ત્યારે કહેવા લાગ્યા, “મિસરીઓ ખૂબજ દુ:ખી શોકસભા કરી રહ્યાં છે.” આથી એ જગ્યાનું નામ આબેલ-મિસરાઈમ પડયું. જે યર્દનને પેલે પાર છે. .::. 12 આમ, યાકૂબના પુત્રોએ, પિતાની આજ્ઞા અનુસાર તેમની વ્યવસ્થા કરી. .::. 13 તેમના પુત્રો તેને કનાન દેશમાં લઇ ગયા. અને માંમરેની પૂર્વમાં આવેલા માંખ્પેલાહના ખેતરમાંથી ઇબ્રાહિમે જે ગુફા હિત્તીઓ પાસે ખરીદીને કબ્રસ્તાન તરીકેનો ઉપયોગ કરવા માંટે કબજો મેળવ્યો હતો, તે જ ગુફામાં તેને દફનાવવાની વિધિ કરી. .::. 14 પોતાના પિતાને દફનાવ્યા પછી યૂસફે પોતાના ભાઈઓ અને જે કોઈ તેની સાથે તેના પિતાને દફનાવવા ગયા હતા તે સર્વને લઈને મિસર પાછા ફરવા માંટે પ્રયાણ કર્યુ. .::. 15 પોતાના પિતાના મૃત્યુ પછી યૂસફના ભાઈઓને થયું કે, કદાચ યૂસફ અમાંરા પર દ્વેષ કરશે, અને આપણે એના ઉપર જે જે અપકાર્ય કર્યા છે તે બધાનો પૂરો બદલો લે તો? .::. 16 એટલે તેઓએ યૂસફને સંદેશો મોકલ્યો કે,“તમાંરા પિતાએ મૃત્યુ પામતાં પહેલાં આજ્ઞા કરી હતી: .::. 17 તમે યૂસફને આ પ્રમાંણે કહેજો, ‘તારા ભાઈઓએ તારી સાથે ભૂંડો વ્યવહાર કરીને અપરાધ કર્યો હતો, હવે તું તેઓના અપરાધના પાપને માંફ કરજે, એટલું હું માંગું છું.’ તેથી અમે તમને અરજ કરીએ છીએ કે, તમાંરા પિતાના દેવના આ સેવકોનો અપરાધ માંફ કરો.”યૂસફને આ સંદેશો જેવો પહોંચાડવામાં આવ્યો તેવો જ તે રડી પડયો. .::. 18 એટલે તેના ભાઈઓ પોતે તેની આગળ આવ્યા અને ચરણોમાં પડીને કહેવા લાગ્યા, “જુઓ, અમે તમાંરા ગુલામ છીએ.” .::. 19 પણ યૂસફે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, હું કંઇ થોડો જ દેવ છું? .::. 20 તમે માંરી સાથે દુષ્ટતા કરવા ચાહી પણ દેવની યોજના સારું કરવાની હતી, કે, જેથી ઘણા લોકોના જીવન બચી જાય, અને આજે એમજ થયું છે. .::. 21 તેથી હવે જરા પણ ડરવાની જરૂર નથી. હું તમાંરું તથા તમાંરા પરિવારનાં બાળકોનું ભરણપોષણ કરતો રહીશ.” આમ તેણે તેઓને દિલાસો આપીને હૃદયસ્પશીર્ શબ્દોથી શાંત પાડ્યા. .::. 22 , યૂસફ તેના પિતાના પરિવાર સાથે મિસરમાં રહ્યો. તે 110 વર્ષ જીવ્યો. .::. 23 અને તેણે એફ્રાઈમની ત્રીજી પેઢીનાં સંતાનો જોયાં, મનાશ્શાના પુત્ર માંખીરનાં દીકરાઓ પણ યૂસફના ખોળામાં ઊછર્યાં. .::. 24 યૂસફે તેના ભાઈઓને કહ્યું, “હું તો મરવા પડયો છું; પણ દેવ જરુર તારી સંભાળ લેશે, દોરશે, જેના વિષે તેણે ઇબ્રાહિમ, ઇસહાક, તથા યાકૂબની આગળ શપથ લીધાં હતા, તે દેશમાં તમને તે આ દેશમાંથી લઇ જશે.” .::. 25 પછી યૂસફે ઇસ્રાએલના પુત્રોને સમ ખવડાવીને કહ્યું, “દેવ તમને સહાય કરશે ત્યારે તમે માંરાં હાડકાં અહીંથી લઇ જજો.” .::. 26 આમ યૂસફ 110 વર્ષનો થઈને મૃત્યુ પામ્યો, અને તેના દેહને મિસરમાં સુગંધી દ્રવ્યો ભરીને એક શબ પેટીમાં મૂકવામાં આવ્યો. 
  • Genesis Chapter 1  
  • Genesis Chapter 2  
  • Genesis Chapter 3  
  • Genesis Chapter 4  
  • Genesis Chapter 5  
  • Genesis Chapter 6  
  • Genesis Chapter 7  
  • Genesis Chapter 8  
  • Genesis Chapter 9  
  • Genesis Chapter 10  
  • Genesis Chapter 11  
  • Genesis Chapter 12  
  • Genesis Chapter 13  
  • Genesis Chapter 14  
  • Genesis Chapter 15  
  • Genesis Chapter 16  
  • Genesis Chapter 17  
  • Genesis Chapter 18  
  • Genesis Chapter 19  
  • Genesis Chapter 20  
  • Genesis Chapter 21  
  • Genesis Chapter 22  
  • Genesis Chapter 23  
  • Genesis Chapter 24  
  • Genesis Chapter 25  
  • Genesis Chapter 26  
  • Genesis Chapter 27  
  • Genesis Chapter 28  
  • Genesis Chapter 29  
  • Genesis Chapter 30  
  • Genesis Chapter 31  
  • Genesis Chapter 32  
  • Genesis Chapter 33  
  • Genesis Chapter 34  
  • Genesis Chapter 35  
  • Genesis Chapter 36  
  • Genesis Chapter 37  
  • Genesis Chapter 38  
  • Genesis Chapter 39  
  • Genesis Chapter 40  
  • Genesis Chapter 41  
  • Genesis Chapter 42  
  • Genesis Chapter 43  
  • Genesis Chapter 44  
  • Genesis Chapter 45  
  • Genesis Chapter 46  
  • Genesis Chapter 47  
  • Genesis Chapter 48  
  • Genesis Chapter 49  
  • Genesis Chapter 50  
×

Alert

×

Gujarati Letters Keypad References