પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

Genesis Chapter 43

1 દેશમાં ભયંકર કારમો દુકાળ હતો. ખાવા માંટેનું કોઈ અનાજ ત્યાં ઊગતું ન હતું. 2 એટલે તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા તે બધું જ ખાવામાં વપરાઈ ગયું એટલે તેમના પિતાએ તેમને કહ્યું, “તમે પાછા જાઓ અને આપણા માંટે થોડું અનાજ ખરીદી લાવો.” 3 પણ યહૂદાએ કહ્યું, “તે પ્રદેશના શાસનકર્તાએ અમને સખત ચેતવણી આપીને કહ્યું છે કે, ‘તમાંરો ભાઈ સાથે હશે તો જ તમે મને મળી શકશો.’ 4 જો તમે અમાંરા ભાઈને અમાંરી સાથે મોકલો તો અમે અનાજ ખરીદવા માંટે જવા તૈયાર છીએ; 5 પણ જો તમે તેને નહિ મોકલો તો અમે નહિ જઈએ; કારણ કે પેલા માંણસે અમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “તમાંરો ભાઈ સાથે હશે તો જ તમે મને મળવા પામશો.” 6 એટલે ઇસ્રાએલે કહ્યું, “તમાંરો બીજો ભાઈ છે એવું એને જણાવીને તમે મને શા માંટે મુસીબતમાં મૂકયો?” 7 તેમણે જવાબ આપ્યો, “પેલા માંણસે આપણા વિષે તેમજ આપણા પરિવાર વિષે પૂછપરછ કરી કે ‘શું, તમાંરા પિતા હજી જીવે છે? તમાંરે બીજા ભાઈ છે?” એટલે અમાંરે કહેવું પડયું, અમને ખબર ન હતી કે, તે એમ કહેશે કે, તમાંરા ભાઈને અહીં લઈ આવો.” 8 પછી યહૂદાએ પોતાના પિતા ઇસ્રાએલને કહ્યું, “એ છોકરાને અમાંરી સાથે મોકલો એટલે અમે ઝટ ચાલી નીકળીએ. જેથી તમે, અમે અને આપણાં બાળકો જીવતાં રહીએ અને મુત્યુના મુખમાંથી ઉગરીએ. 9 એની જવાબદારી માંરા માંથે. હું એનો જામીન થાઉં છું. જો એને પાછો લાવીને તમાંરી આગળ રજૂ ન કરું તો તેનો દોષ સદા માંરા પર રહો. 10 ખરું જોતાં, આપણે જો આટલું મોડું ના કર્યુ હોત તો, અત્યારે તો અમે બે વાર જઈ આવ્યા હોત.” 11 ત્યારે તેમના પિતા ઇસ્રાએલે તેમને કહ્યું, “જો એ સિવાય કોઈ રસ્તો ના હોય તો પછી આમ કરો: બિન્યામીનને તમાંરી સાથે લઈ જાઓ. આપણા દેશની કેટલીક ઉત્તમ વસ્તુઓ તમાંરા સરસામાંનમાં પેલા માંણસ માંટે ભેટરૂપે આપવા લઈ જાઓ, થોડું ગૂગળ, થોડું મધ, થોડા તેજાના, તથા બોળ, પિસ્તંા તથા બદામ; 12 તથા તમાંરી સાથે બમણું નાણું લઈ જજો; વળી તમાંરી ગુણોમાં જે નાણું પાછું આવ્યું હતું તે પાછું આપી દેજો; કદાચ કંઈ ભૂલ થઈ હોય; 13 ઊઠો, અને તમાંરા ભાઈને લઈને તે માંણસ પાસે જાઓ; 14 અને સર્વસમર્થ દેવ કરે, ને તે માંણસ તમાંરા પર કૃપાળુ થાય, જેથી તે તમાંરી સાથે તમાંરા બીજા ભાઈને તથા બિન્યામીનને પાછા મોકલે. નહિ તો હું ફરી પાછો માંરો પુત્ર ગુમાંવ્યાનો શોક કરીશ.” 15 પછી તે માંણસોએ તેમની સાથે ભેટો, પહેલી વખત કરતાં બમણું નાણું અને બિન્યામીનને લઈને તેઓ ઊપડયા. અને મિસરમાં પહોંચતા તેઓ યૂસફની આગળ આવીને ઊભા રહ્યાં. 16 પછી યૂસફે તેમની સાથે બિન્યામીનને જોયો તેથી તેણે પોતાના ઘરના કારભારીને કહ્યું, “આ માંણસોને ઘેર લઈજા, કોઈ જાનવરને કાપીને ભોજન તૈયાર કર. કારણ કે આ માંણસો માંરી સાથે જમનાર છે.” 17 પછી યૂસફે જેમ કહ્યું તેમ પેલા માંણસે કર્યું; એટલે પેલો માંણસ યૂસફને ઘેર તે માંણસોને લઈ ગયો. 18 પેલા માંણસોને યૂસફને ઘેર લઈ જવામાં આવ્યા એથી તેઓ ગભરાયા અને કહેવા લાગ્યા, “પહેલી વાર આપણી ગુણોમાં નાણું મૂકેલું હતું તેને લીધે તે આપણને અંદર લઈ આવ્યા છે. હવે એ લોકો આપણા પર તૂટી પડશે અને આપણને જબરજસ્તીથી ગુલામ બનાવશે. તથા આપણા ગધેડાં પણ લઈ લેશે.” 19 આથી તેઓ યૂસફના ઘરના બારણા આગળ આવ્યા અને યૂસફના કારભારી પાસે જઈને તેને કહ્યું, 20 “અરે, માંરા સાહેબ! ખરેખર અમે પહેલી વાર આવ્યા ત્યારે અનાજ વેચાતુ લેવા માંટે જ આવ્યા હતા. 21 પણ જયારે અમે મુકામ પર પહોંચીને અમે અમાંરી ગૂણો ઉઘાડી, તો તેના મોઢા આગળ જ અમાંરા દરેકના પૂરેપૂરા પૈસા મૂકેલા હતા. 22 પણ અમે તે પૈસા પાછા લાવ્યા છીએ; વળી અનાજ ખરીદવા માંટે અમે અમાંરી સાથે બીજા પૈસા પણ લાવ્યા છીએ; અને એ પૈસા અમાંરી ગૂણોમાં કોણે મૂકયા, એ અમે નથી જાણતા.” 23 કારભારીએ કહ્યું, “શાંતિ રાખો, ગભરાશો નહિ, તમાંરા તથા તમાંરા પિતાના દેવે તમાંરી ગૂણોમાં એ નાણું મૂકયું હતું. મને તો અનાજનાં નાણાં મળી ગયાં હતા.”પછી તેઓ શિમયોનને બહાર કાઢીને તેમની આગળ લઈ આવ્યા. 24 અને પેલા માંણસે યૂસફના ઘરમાં તે માંણસોને લાવીને તેમને પાણી આપ્યું, પછી તેઓએ પગ ધોયાં; અને તેમનાં ગધેડાંને ચારો નાખ્યો. 25 બપોર સુધીમાં યૂસફના આવતા પહેલાં તેઓએ ભેટો તૈયાર કરી; અને યૂસફ જમવા આવે તેની રાહ જોવા લાગ્યા, કારણ કે ત્યાં તેઓએ જમવાનું છે એમ તેમને ખબર હતી. 26 પછી જયારે યૂસફ ઘેર આવ્યો ત્યારે તેઓના હાથમાં જે ભેટ હતી તે તેઓ તેની પાસે ઘરમાં લાવ્યા; અને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. 27 અને પછી તેમણે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “તમાંરા વૃદ્વ પિતા, જેને વિષે તમે મને વાત કરી હતી તે કુશળ છે ને? તેઓ હજી જીવે છે?” 28 અને તેઓએ ઉત્તર આપ્યો, હાજી, આપના સેવક અમાંરા પિતા કુશળ છે અને હજી જીવે છે.” અને તેઓએ ઝૂકીને દંડવત્ પ્રણામ કર્યા. 29 યૂસફે પોતાની આંખો ઊંચી કરીને પોતાના ભાઈ બિન્યામીનને, જે એની સગી માંનો પુત્ર હતો તેને જોઈને કહ્યું, “તમે જેના વિષે કહ્યું હતું તે જ આ તમાંરો સૌથી નાનો ભાઈ છે? માંરા પુત્ર! દેવ તારા પર કૃપા કરો.” 30 યૂસફ ઝડપથી બહાર ચાલ્યો ગયો; કારણ કે પોતાના ભાઈને જોઈને તેનું હૈયું ભરાઈ આવ્યું, તે રડી પડવાની તૈયારીમાં હતો. તેથી પોતાની ઓરડીમાં જઈને તે ત્યાં રડવા લાગ્યો. 31 પછી મોઢું ધોઈને બહાર આવીને પોતાની જાત પર કાબુ રાખીને તે બોલ્યો, “ભાણાં પીરસો.” 32 પછી સેવકોએ યૂસફ માંટે મેજ પાથર્યુ. ત્યારબાદ ભાઇઓ માંટે બીજુ મેજ પાથર્યુ અને તેની સાથે જમતા મિસરીઓ માંટે બીજુ એક મેજ પાથર્યુ કારણ, મિસરીઓ હિબ્રૂઓ સાથે જમવા બેસતા નથી; કારણ કે મિસરીઓની એવી માંન્યતા હતી કે, હિબ્રૂઓ સાથે જમવાનું તેમના માંટે અનુચિત છે. 33 યૂસફના ભાઇઓ યૂસફની સામે મોટેથી નાના સુધી ક્રમ પ્રમાંણે બેઠા; અને તેઓ આ બધાથી આશ્ચર્ય પામ્યા. 34 તેઓ એકબીજા સામે જોવા લાગ્યા. યૂસફે પોતાના ભાણામાંથી વાનગીઓ લઈને તેઓની આગળ પિરસાવી પણ પ્રત્યેકના ભાણા કરતાં બિન્યામીનનું ભાણું પાંચગણું હતું; તેઓએ તેની સાથે ખાધુંપીધુંને મોજમાં આવી ગયા.
1 દેશમાં ભયંકર કારમો દુકાળ હતો. ખાવા માંટેનું કોઈ અનાજ ત્યાં ઊગતું ન હતું. .::. 2 એટલે તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા તે બધું જ ખાવામાં વપરાઈ ગયું એટલે તેમના પિતાએ તેમને કહ્યું, “તમે પાછા જાઓ અને આપણા માંટે થોડું અનાજ ખરીદી લાવો.” .::. 3 પણ યહૂદાએ કહ્યું, “તે પ્રદેશના શાસનકર્તાએ અમને સખત ચેતવણી આપીને કહ્યું છે કે, ‘તમાંરો ભાઈ સાથે હશે તો જ તમે મને મળી શકશો.’ .::. 4 જો તમે અમાંરા ભાઈને અમાંરી સાથે મોકલો તો અમે અનાજ ખરીદવા માંટે જવા તૈયાર છીએ; .::. 5 પણ જો તમે તેને નહિ મોકલો તો અમે નહિ જઈએ; કારણ કે પેલા માંણસે અમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “તમાંરો ભાઈ સાથે હશે તો જ તમે મને મળવા પામશો.” .::. 6 એટલે ઇસ્રાએલે કહ્યું, “તમાંરો બીજો ભાઈ છે એવું એને જણાવીને તમે મને શા માંટે મુસીબતમાં મૂકયો?” .::. 7 તેમણે જવાબ આપ્યો, “પેલા માંણસે આપણા વિષે તેમજ આપણા પરિવાર વિષે પૂછપરછ કરી કે ‘શું, તમાંરા પિતા હજી જીવે છે? તમાંરે બીજા ભાઈ છે?” એટલે અમાંરે કહેવું પડયું, અમને ખબર ન હતી કે, તે એમ કહેશે કે, તમાંરા ભાઈને અહીં લઈ આવો.” .::. 8 પછી યહૂદાએ પોતાના પિતા ઇસ્રાએલને કહ્યું, “એ છોકરાને અમાંરી સાથે મોકલો એટલે અમે ઝટ ચાલી નીકળીએ. જેથી તમે, અમે અને આપણાં બાળકો જીવતાં રહીએ અને મુત્યુના મુખમાંથી ઉગરીએ. .::. 9 એની જવાબદારી માંરા માંથે. હું એનો જામીન થાઉં છું. જો એને પાછો લાવીને તમાંરી આગળ રજૂ ન કરું તો તેનો દોષ સદા માંરા પર રહો. .::. 10 ખરું જોતાં, આપણે જો આટલું મોડું ના કર્યુ હોત તો, અત્યારે તો અમે બે વાર જઈ આવ્યા હોત.” .::. 11 ત્યારે તેમના પિતા ઇસ્રાએલે તેમને કહ્યું, “જો એ સિવાય કોઈ રસ્તો ના હોય તો પછી આમ કરો: બિન્યામીનને તમાંરી સાથે લઈ જાઓ. આપણા દેશની કેટલીક ઉત્તમ વસ્તુઓ તમાંરા સરસામાંનમાં પેલા માંણસ માંટે ભેટરૂપે આપવા લઈ જાઓ, થોડું ગૂગળ, થોડું મધ, થોડા તેજાના, તથા બોળ, પિસ્તંા તથા બદામ; .::. 12 તથા તમાંરી સાથે બમણું નાણું લઈ જજો; વળી તમાંરી ગુણોમાં જે નાણું પાછું આવ્યું હતું તે પાછું આપી દેજો; કદાચ કંઈ ભૂલ થઈ હોય; .::. 13 ઊઠો, અને તમાંરા ભાઈને લઈને તે માંણસ પાસે જાઓ; .::. 14 અને સર્વસમર્થ દેવ કરે, ને તે માંણસ તમાંરા પર કૃપાળુ થાય, જેથી તે તમાંરી સાથે તમાંરા બીજા ભાઈને તથા બિન્યામીનને પાછા મોકલે. નહિ તો હું ફરી પાછો માંરો પુત્ર ગુમાંવ્યાનો શોક કરીશ.” .::. 15 પછી તે માંણસોએ તેમની સાથે ભેટો, પહેલી વખત કરતાં બમણું નાણું અને બિન્યામીનને લઈને તેઓ ઊપડયા. અને મિસરમાં પહોંચતા તેઓ યૂસફની આગળ આવીને ઊભા રહ્યાં. .::. 16 પછી યૂસફે તેમની સાથે બિન્યામીનને જોયો તેથી તેણે પોતાના ઘરના કારભારીને કહ્યું, “આ માંણસોને ઘેર લઈજા, કોઈ જાનવરને કાપીને ભોજન તૈયાર કર. કારણ કે આ માંણસો માંરી સાથે જમનાર છે.” .::. 17 પછી યૂસફે જેમ કહ્યું તેમ પેલા માંણસે કર્યું; એટલે પેલો માંણસ યૂસફને ઘેર તે માંણસોને લઈ ગયો. .::. 18 પેલા માંણસોને યૂસફને ઘેર લઈ જવામાં આવ્યા એથી તેઓ ગભરાયા અને કહેવા લાગ્યા, “પહેલી વાર આપણી ગુણોમાં નાણું મૂકેલું હતું તેને લીધે તે આપણને અંદર લઈ આવ્યા છે. હવે એ લોકો આપણા પર તૂટી પડશે અને આપણને જબરજસ્તીથી ગુલામ બનાવશે. તથા આપણા ગધેડાં પણ લઈ લેશે.” .::. 19 આથી તેઓ યૂસફના ઘરના બારણા આગળ આવ્યા અને યૂસફના કારભારી પાસે જઈને તેને કહ્યું, .::. 20 “અરે, માંરા સાહેબ! ખરેખર અમે પહેલી વાર આવ્યા ત્યારે અનાજ વેચાતુ લેવા માંટે જ આવ્યા હતા. .::. 21 પણ જયારે અમે મુકામ પર પહોંચીને અમે અમાંરી ગૂણો ઉઘાડી, તો તેના મોઢા આગળ જ અમાંરા દરેકના પૂરેપૂરા પૈસા મૂકેલા હતા. .::. 22 પણ અમે તે પૈસા પાછા લાવ્યા છીએ; વળી અનાજ ખરીદવા માંટે અમે અમાંરી સાથે બીજા પૈસા પણ લાવ્યા છીએ; અને એ પૈસા અમાંરી ગૂણોમાં કોણે મૂકયા, એ અમે નથી જાણતા.” .::. 23 કારભારીએ કહ્યું, “શાંતિ રાખો, ગભરાશો નહિ, તમાંરા તથા તમાંરા પિતાના દેવે તમાંરી ગૂણોમાં એ નાણું મૂકયું હતું. મને તો અનાજનાં નાણાં મળી ગયાં હતા.”પછી તેઓ શિમયોનને બહાર કાઢીને તેમની આગળ લઈ આવ્યા. .::. 24 અને પેલા માંણસે યૂસફના ઘરમાં તે માંણસોને લાવીને તેમને પાણી આપ્યું, પછી તેઓએ પગ ધોયાં; અને તેમનાં ગધેડાંને ચારો નાખ્યો. .::. 25 બપોર સુધીમાં યૂસફના આવતા પહેલાં તેઓએ ભેટો તૈયાર કરી; અને યૂસફ જમવા આવે તેની રાહ જોવા લાગ્યા, કારણ કે ત્યાં તેઓએ જમવાનું છે એમ તેમને ખબર હતી. .::. 26 પછી જયારે યૂસફ ઘેર આવ્યો ત્યારે તેઓના હાથમાં જે ભેટ હતી તે તેઓ તેની પાસે ઘરમાં લાવ્યા; અને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. .::. 27 અને પછી તેમણે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “તમાંરા વૃદ્વ પિતા, જેને વિષે તમે મને વાત કરી હતી તે કુશળ છે ને? તેઓ હજી જીવે છે?” .::. 28 અને તેઓએ ઉત્તર આપ્યો, હાજી, આપના સેવક અમાંરા પિતા કુશળ છે અને હજી જીવે છે.” અને તેઓએ ઝૂકીને દંડવત્ પ્રણામ કર્યા. .::. 29 યૂસફે પોતાની આંખો ઊંચી કરીને પોતાના ભાઈ બિન્યામીનને, જે એની સગી માંનો પુત્ર હતો તેને જોઈને કહ્યું, “તમે જેના વિષે કહ્યું હતું તે જ આ તમાંરો સૌથી નાનો ભાઈ છે? માંરા પુત્ર! દેવ તારા પર કૃપા કરો.” .::. 30 યૂસફ ઝડપથી બહાર ચાલ્યો ગયો; કારણ કે પોતાના ભાઈને જોઈને તેનું હૈયું ભરાઈ આવ્યું, તે રડી પડવાની તૈયારીમાં હતો. તેથી પોતાની ઓરડીમાં જઈને તે ત્યાં રડવા લાગ્યો. .::. 31 પછી મોઢું ધોઈને બહાર આવીને પોતાની જાત પર કાબુ રાખીને તે બોલ્યો, “ભાણાં પીરસો.” .::. 32 પછી સેવકોએ યૂસફ માંટે મેજ પાથર્યુ. ત્યારબાદ ભાઇઓ માંટે બીજુ મેજ પાથર્યુ અને તેની સાથે જમતા મિસરીઓ માંટે બીજુ એક મેજ પાથર્યુ કારણ, મિસરીઓ હિબ્રૂઓ સાથે જમવા બેસતા નથી; કારણ કે મિસરીઓની એવી માંન્યતા હતી કે, હિબ્રૂઓ સાથે જમવાનું તેમના માંટે અનુચિત છે. .::. 33 યૂસફના ભાઇઓ યૂસફની સામે મોટેથી નાના સુધી ક્રમ પ્રમાંણે બેઠા; અને તેઓ આ બધાથી આશ્ચર્ય પામ્યા. .::. 34 તેઓ એકબીજા સામે જોવા લાગ્યા. યૂસફે પોતાના ભાણામાંથી વાનગીઓ લઈને તેઓની આગળ પિરસાવી પણ પ્રત્યેકના ભાણા કરતાં બિન્યામીનનું ભાણું પાંચગણું હતું; તેઓએ તેની સાથે ખાધુંપીધુંને મોજમાં આવી ગયા.
  • Genesis Chapter 1  
  • Genesis Chapter 2  
  • Genesis Chapter 3  
  • Genesis Chapter 4  
  • Genesis Chapter 5  
  • Genesis Chapter 6  
  • Genesis Chapter 7  
  • Genesis Chapter 8  
  • Genesis Chapter 9  
  • Genesis Chapter 10  
  • Genesis Chapter 11  
  • Genesis Chapter 12  
  • Genesis Chapter 13  
  • Genesis Chapter 14  
  • Genesis Chapter 15  
  • Genesis Chapter 16  
  • Genesis Chapter 17  
  • Genesis Chapter 18  
  • Genesis Chapter 19  
  • Genesis Chapter 20  
  • Genesis Chapter 21  
  • Genesis Chapter 22  
  • Genesis Chapter 23  
  • Genesis Chapter 24  
  • Genesis Chapter 25  
  • Genesis Chapter 26  
  • Genesis Chapter 27  
  • Genesis Chapter 28  
  • Genesis Chapter 29  
  • Genesis Chapter 30  
  • Genesis Chapter 31  
  • Genesis Chapter 32  
  • Genesis Chapter 33  
  • Genesis Chapter 34  
  • Genesis Chapter 35  
  • Genesis Chapter 36  
  • Genesis Chapter 37  
  • Genesis Chapter 38  
  • Genesis Chapter 39  
  • Genesis Chapter 40  
  • Genesis Chapter 41  
  • Genesis Chapter 42  
  • Genesis Chapter 43  
  • Genesis Chapter 44  
  • Genesis Chapter 45  
  • Genesis Chapter 46  
  • Genesis Chapter 47  
  • Genesis Chapter 48  
  • Genesis Chapter 49  
  • Genesis Chapter 50  
×

Alert

×

Gujarati Letters Keypad References