પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર 137:1

Notes

No Verse Added

ગીતશાસ્ત્ર 137:1

1
અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા; સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા.
2
એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી; અને નેતરના વૃક્ષની ડાળીઓ પર ટાંગી દીધી.
3
અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું; જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે, ફકત તેમને ખુશ કરવા સિયોનનાં ગીતોમાંનું કોઇ એક ગીત ગાઓ.
4
વિદેશી ભૂમિ પર આપણે યહોવાના ગીતો કેવી રીતે ગાઇ શકીએ?
5
હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ, “મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.”
6
જો હું યરૂશાલેમનું સ્મરણ કરું, અને મારા ઉત્તમ આનંદ કરતાં પણ તેને શ્રેષ્ઠ માનું તો મારી જીભ મારા તાળવાને ચોટી જાય અને હું ફરી કદી ગાઇ શકું નહિ.
7
હે યહોવા, બાબિલના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યુ તે દિવસે અદોમીઓએ જે કહ્યું તે તમે ભૂલી જતાં; તેઓએ કહ્યું હતું, “તેને જમીનદોસ્ત કરી નાખો.”
8
હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે રીતે તારો નાશ કરવામાં આવશે જે માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ.
9
હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે; તે ધન્ય કહેવાશે.
×

Alert

×

gujarati Letters Keypad References