પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર 101:1

Notes

No Verse Added

ગીતશાસ્ત્ર 101:1

1
હે યહોવા, હું તમારા માટે ગીત ગાઇશ. હું તમારી કૃપા અને ન્યાય વિષે ગાઇશ.
2
હે યહોવા, હું મારા ઘરમાં શુદ્ધ હૃદય સાથે સંભાળપૂર્વક શુદ્ધ જીવન જીવીશ. તમે મારી પાસે ક્યારે આવશો?
3
હલકી અને દુષ્ટ બાબતોનો નકાર કરવાં મને મદદ કરો; અને સર્વ પ્રકારની અપ્રામાણિક બાબતો; જેમાં મારો કોઇ લાગભાગ હોય તેને ધિક્કારવા મને મદદ કરો.
4
હું ઠગ અને અપ્રામાણિક લોકોનો અસ્વીકાર કરીશ, અને હું દરેક દુષ્ટથી પણ દૂર રહીશ.
5
હું જે કોઇ તેમનાં પડોશીઓની વિરુદ્ધમાં ખાનગીમાં બોલે છે તેમને અટકાવીશ. જેની આંખો અને હૃદય અભિમાનથી ભરેલાં છે; તેમને હું સહન કરીશ નહિ.
6
હું આખા દેશમાં ભરોસાપાત્ર લોકોની ખોજ કરીશ અને તેઓને મારા મહેલમાં રહેવા દઇશ, ફકત જેઓ સંપૂર્ણ પ્રામાણિક છે તેઓ મારી સેવા કરશે.
7
વિશ્વાસઘાતી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ, જૂઠું બોલનારા કોઇ મારી નજીક રહેશે નહિ.
8
દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું હંમેશા વિનાશ કરીશ, હું તે દુષ્ટ લોકોને યહોવાના નગરમાંથી જબરદસ્તીથી બહાર મોકલી આપીશ.
×

Alert

×

gujarati Letters Keypad References