પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
પુનર્નિયમ
1. “ત્યારબાદ આપણે વળીને બાશાનને માંગેર્ આગળ વધ્યા. બાશાનનો રાજા ઓગ પોતાનું આખું સૈન્ય લઈને એડેઇ મુકામે આપણી સામે યુદ્ધ કરવા ધસી આવ્યો.
2. પરંતુ યહોવાએ મને કહ્યું, ‘એનાથી તું ડરતો ના, કારણ કે, મેં તેને એની આખી સેના અને તેના પ્રદેશ સાથે તારા હાથમાં સોંપી દીધો છે. મેં જે હાલ હેશ્બોનના રહેતા આમ્મોનીઓના રાજા સીહોનના કર્યા તેવા જ હાલ તું એના કર.’
3. “આમ, આપણા દેવ યહોવાએ બાશાનના રાજા ઓગને પણ તેના સમગ્ર સૈન્ય સાથે હરાવવામાં આપણને મદદ કરી અને આપણે તે તમાંમનો સંહાર કર્યો, એકને ય જીવતો જવા દીધો નહિ,
4. તે વખતે આપણે ઓગના સર્વ એટલે કુલ સાઠ નગરોથી સંપૂર્ણ આગોર્બ પ્રદેશ એટલે કે રાજા ઓગનું બાશાન રાજ્ય કબજે કર્યુ, તેવું એક પણ નગર ન હતું જે અમે કબજે ન કર્યુ હોય.
5. આ બધાં નગરો ઊચા કોટ અને દરવાજાં સાથે ભૂંગળોવાળાં હતાં. ઉપરાંત, કોટ વગરનાં અનેક ગામો આપણે કબજે કર્યા.
6. હેશ્બોનના રાજા સીહોનની બાબતમાં પણ આપણે જે કર્યુ હતું તેમ, આખાને આખા બાશાનનાં નગરો અને તેના સ્ત્રી, પુરુષ, બાળકોનો નાશ કર્યો.
7. પરંતુ કબજે કરેલાં નગરોમાંથી પ્રાપ્ત થયેલ લૂંટ અને પશુધન આપણે માંટે રાખી લીધાં.
8. “એ વખતે આપણે યર્દન નદીની પૂર્વ બાજુએ અમોરીઓના એ બે રાજાઓનો સમગ્ર પ્રદેશ-આનોર્નની ખીણથી હેમોર્ન પર્વત સુધીનો કબજે કર્યો.
9. સિદોનીઓ હેમોર્ન પર્વતને સીર્યોનન કહે છે અને અમોરીઓ તેને સનીર કહે છે.
10. આપણે ઓગના તાબા હેઠળનાં સપાટ પ્રદેશમાંનાં તમાંમ નગરો, સમગ્ર ગિલયાદ તેમ જ છેક સાલખાહ અને એડેઇ સુધીનો બાશાનનો સમગ્ર પ્રદેશ જીતી લીધો હતો.”
11. જ્રરાક્ષસી રફાઈઓમાંથી ફકત બાશાનનો રાજા ઓગ એકલો જ બાકી રહ્યો હતો. આજે પણ આમ્મોનીઓના રાબ્બાહ નગરમાં તેનો લોખંડનો સાડાતેર હાથ લાંબો અને છ હાથ પહોળો પલંગ જોવા મળે છે.
12. “આપણે જે ભૂમિ કબજે કરી હતી, તે મેં રૂબેન અને ગાદના વંશજોને આપી: અરોએરનો આનોર્ન નદીના કાંઠા પરનો પ્રદેશ તથા ગિલયાદના પર્વતીય પ્રદેશનો અડધો ભાગ તેના નગરો સહિત.
13. અને ગિલયાદનો બાકીનો પ્રદેશ, બાશાનનો સમગ્ર પ્રદેશ, ઓગનું રાજ્ય, એટલે કે આગોર્બનો સમગ્ર પ્રદેશ મેં મનાશ્શાના અડધા વંશને આપ્યો.”જ્રબાશાનનો સમગ્ર પ્રદેશ રફાઈઓનો દેશ કહેવાય છે.
14. મનાશ્શાના વંશજ યાઈરે ગશૂરીઓ અને માંઅખાથીઓની સરહદ સુધીનો સમગ્ર આગોર્બનો એટલે કે બાશાનનો પ્રદેશ કબજે કર્યો, અને પોતાના નામ ઉપરથી ત્યાંનાં ગામડાઓનું નામ ‘યાઈરના ગામડાઓ’ પાડયું. આજે પણ તે પ્રદેશ એ નામથી જ ઓળખાય છે.”
15. “મે માંખીરના વંશજોને ગિલયાદ આપ્યું હતું.
16. અને રૂબેનના અને ગાદના વંશજોને મેં ગિલયાદથી માંડીને આનોર્નના કોતર સુધીનો પ્રદેશ આપ્યો હતો. કોતરનો મધ્ય ભાગ તે તેની દક્ષિણ સરહદ હતી અને આમ્મોનીઓની સરહદે આવેલી યાબ્બોક નદીએ એની ઉત્તર સરહદ હતી.
17. પશ્ચિમમાં તેમની જમીન યર્દન નદી સુધી વિસ્તરેલી હતી. ઉત્તરમાં કિન્નેરેથના સરોવરથી દક્ષિણમાં અરાબાનાહ સમુદ્ર સુધી એટલે કે ખારા સમુદ્ર સુધી, અને પૂર્વમાં પિસ્ગાહ પર્વતની તળેટીના ઢાળ સુધી તે પ્રદેશ વિસ્તરેલો હતો, જમીન ખેચાયેલી હતી.
18. “એ વખતે મેં રૂબેન અને ગાદના કુળસમૂહોને અને મનાશ્શાના અર્ધકુળને આજ્ઞા કરી હતી કે; ‘તમાંરા દેવ યહોવાએ આ ભૂમિ તમાંરા કબજામાં સોંપી છે. દેવે તમને તમાંરો ભાગ આપ્યો છે. તમાંરા બધા યોદ્ધાઓએ હથિયાર ધારણ કરીને ઇસ્રાએલના બીજા કુળસમૂહોને દોરવીને યર્દન નદીને પેલે પારના પ્રદેશ તરફ આગળ વધવું જે પ્રદેશ દેવે તેમને આપવાનું વચન આપ્યું હતું.
19. મેં તેઓને એ પણ કહ્યું હતું કે, “મેં તમને જે નગરો આપ્યા છે તેમાં તમાંરી સ્ત્રીઓ અને બાળકો તથા પશુઓ પાછળ જ રહે. મને ખબર છે તમાંરી પાસે ઘણા ઢોર છે અને સ્ત્રીઓ તેની સંભાળ રાખે.
20. યર્દનને પેલે પાર તમાંરા દેવ યહોવાએ તેમને આપેલી ભૂમિનો કબજો તેઓ પ્રાપ્ત કરે અને જેમ તેમને પણ યહોવા સ્થાયી થવા દે ત્યાં સુધી તમાંરે એમને સાથ આપવાનો છે. ત્યાર પછી તમાંરે મેં તમને આપેલી ભૂમિમાં પાછા ફરવાનું છે.’
21. “ત્યારબાદ મેં યહોશુઆને એવો આદેશ આપ્યો કે, ‘યહોવાએ આ બે રાજાઓના જે હાલ કર્યા તે, તેં તારી સગી આંખે જોયા છે, અને તું જે પ્રદેશમાં જાય છે ત્યાંના રાજાઓના પણ એવા જ હાલ કરશે.
22. ત્યાં રહેતી પ્રજાઓથી તું જરાય ગભરાઈશ નહિ, કારણ કે તમાંરા દેવ યહોવા તમાંરા પક્ષે લડશે.’
23. “તે સમયે મેં દેવને આગ્રહપૂર્વક અરજ કરી;
24. ‘હે યહોવા દેવ, તમે અમાંરી મધ્યે તમાંરી મહાનતા તથા સાર્મથ્ય પ્રગટ કરો છો તેનું પરિણામ જોવાની માંરી ઇચ્છા છે; આકાશમાં કે પૃથ્વી પર એવો કોઈ દેવ નથી જે તમે અમાંરા માંટે કરેલાં કાર્યોની સરસાઇ કરી શકે.
25. હે યહોવા, મને કૃપા કરીને યર્દન નદી ઓળંગીને સામે કિનારે આવેલી સમૃદ્વ ભૂમિ, પેલો રમણીય પર્વતીય પ્રદેશ તથા લબાનોનમાં જવા દો.’
26. “પરંતુ તમાંરા કારણે યહોવા માંરા પર રોષે ભરાયા હતા અને માંરી અરજ સાંભળી નહોતી; તેમણે મને કહ્યું, ‘બસ, હવે એ વિષે ફરી વાત કરીશ નહિ.
27. પરંતુ પિસ્ગાહ પર્વતની ટોચે જઈને પશ્ચિમમાં, ઉત્તરમાં, દક્ષિણમાં અને પૂર્વમાં નજર કર, ધ્યાનપૂર્વક જોજે, કારણ કે, તું આ યર્દન નદી ઓળંગીને સામે પાર જવાનો નથી.
28. તું તારું સ્થાન લેવા માંટે યહોશુઆને આદેશ આપજે, તેને હિંમત આપજે, બળ આપજે, કારણ કે, પર્વતની ટોચ પરથી તું જે દેશ જોશે તેને જીતવા માંટે, લોકોને માંટે તે પેલે પાર આગળ લઈ જશે.’
29. “એ પ્રમાંણે આપણે બેથ-પેઓરની સામેની ખીણમાં મુકામ કર્યો.”
Total 34 પ્રકરણો, Selected પ્રકરણ 3 / 34
1 “ત્યારબાદ આપણે વળીને બાશાનને માંગેર્ આગળ વધ્યા. બાશાનનો રાજા ઓગ પોતાનું આખું સૈન્ય લઈને એડેઇ મુકામે આપણી સામે યુદ્ધ કરવા ધસી આવ્યો. 2 પરંતુ યહોવાએ મને કહ્યું, ‘એનાથી તું ડરતો ના, કારણ કે, મેં તેને એની આખી સેના અને તેના પ્રદેશ સાથે તારા હાથમાં સોંપી દીધો છે. મેં જે હાલ હેશ્બોનના રહેતા આમ્મોનીઓના રાજા સીહોનના કર્યા તેવા જ હાલ તું એના કર.’ 3 “આમ, આપણા દેવ યહોવાએ બાશાનના રાજા ઓગને પણ તેના સમગ્ર સૈન્ય સાથે હરાવવામાં આપણને મદદ કરી અને આપણે તે તમાંમનો સંહાર કર્યો, એકને ય જીવતો જવા દીધો નહિ, 4 તે વખતે આપણે ઓગના સર્વ એટલે કુલ સાઠ નગરોથી સંપૂર્ણ આગોર્બ પ્રદેશ એટલે કે રાજા ઓગનું બાશાન રાજ્ય કબજે કર્યુ, તેવું એક પણ નગર ન હતું જે અમે કબજે ન કર્યુ હોય. 5 આ બધાં નગરો ઊચા કોટ અને દરવાજાં સાથે ભૂંગળોવાળાં હતાં. ઉપરાંત, કોટ વગરનાં અનેક ગામો આપણે કબજે કર્યા. 6 હેશ્બોનના રાજા સીહોનની બાબતમાં પણ આપણે જે કર્યુ હતું તેમ, આખાને આખા બાશાનનાં નગરો અને તેના સ્ત્રી, પુરુષ, બાળકોનો નાશ કર્યો. 7 પરંતુ કબજે કરેલાં નગરોમાંથી પ્રાપ્ત થયેલ લૂંટ અને પશુધન આપણે માંટે રાખી લીધાં. 8 “એ વખતે આપણે યર્દન નદીની પૂર્વ બાજુએ અમોરીઓના એ બે રાજાઓનો સમગ્ર પ્રદેશ-આનોર્નની ખીણથી હેમોર્ન પર્વત સુધીનો કબજે કર્યો. 9 સિદોનીઓ હેમોર્ન પર્વતને સીર્યોનન કહે છે અને અમોરીઓ તેને સનીર કહે છે. 10 આપણે ઓગના તાબા હેઠળનાં સપાટ પ્રદેશમાંનાં તમાંમ નગરો, સમગ્ર ગિલયાદ તેમ જ છેક સાલખાહ અને એડેઇ સુધીનો બાશાનનો સમગ્ર પ્રદેશ જીતી લીધો હતો.” 11 જ્રરાક્ષસી રફાઈઓમાંથી ફકત બાશાનનો રાજા ઓગ એકલો જ બાકી રહ્યો હતો. આજે પણ આમ્મોનીઓના રાબ્બાહ નગરમાં તેનો લોખંડનો સાડાતેર હાથ લાંબો અને છ હાથ પહોળો પલંગ જોવા મળે છે. 12 “આપણે જે ભૂમિ કબજે કરી હતી, તે મેં રૂબેન અને ગાદના વંશજોને આપી: અરોએરનો આનોર્ન નદીના કાંઠા પરનો પ્રદેશ તથા ગિલયાદના પર્વતીય પ્રદેશનો અડધો ભાગ તેના નગરો સહિત.
13 અને ગિલયાદનો બાકીનો પ્રદેશ, બાશાનનો સમગ્ર પ્રદેશ, ઓગનું રાજ્ય, એટલે કે આગોર્બનો સમગ્ર પ્રદેશ મેં મનાશ્શાના અડધા વંશને આપ્યો.”જ્રબાશાનનો સમગ્ર પ્રદેશ રફાઈઓનો દેશ કહેવાય છે.
14 મનાશ્શાના વંશજ યાઈરે ગશૂરીઓ અને માંઅખાથીઓની સરહદ સુધીનો સમગ્ર આગોર્બનો એટલે કે બાશાનનો પ્રદેશ કબજે કર્યો, અને પોતાના નામ ઉપરથી ત્યાંનાં ગામડાઓનું નામ ‘યાઈરના ગામડાઓ’ પાડયું. આજે પણ તે પ્રદેશ એ નામથી જ ઓળખાય છે.” 15 “મે માંખીરના વંશજોને ગિલયાદ આપ્યું હતું. 16 અને રૂબેનના અને ગાદના વંશજોને મેં ગિલયાદથી માંડીને આનોર્નના કોતર સુધીનો પ્રદેશ આપ્યો હતો. કોતરનો મધ્ય ભાગ તે તેની દક્ષિણ સરહદ હતી અને આમ્મોનીઓની સરહદે આવેલી યાબ્બોક નદીએ એની ઉત્તર સરહદ હતી. 17 પશ્ચિમમાં તેમની જમીન યર્દન નદી સુધી વિસ્તરેલી હતી. ઉત્તરમાં કિન્નેરેથના સરોવરથી દક્ષિણમાં અરાબાનાહ સમુદ્ર સુધી એટલે કે ખારા સમુદ્ર સુધી, અને પૂર્વમાં પિસ્ગાહ પર્વતની તળેટીના ઢાળ સુધી તે પ્રદેશ વિસ્તરેલો હતો, જમીન ખેચાયેલી હતી. 18 “એ વખતે મેં રૂબેન અને ગાદના કુળસમૂહોને અને મનાશ્શાના અર્ધકુળને આજ્ઞા કરી હતી કે; ‘તમાંરા દેવ યહોવાએ આ ભૂમિ તમાંરા કબજામાં સોંપી છે. દેવે તમને તમાંરો ભાગ આપ્યો છે. તમાંરા બધા યોદ્ધાઓએ હથિયાર ધારણ કરીને ઇસ્રાએલના બીજા કુળસમૂહોને દોરવીને યર્દન નદીને પેલે પારના પ્રદેશ તરફ આગળ વધવું જે પ્રદેશ દેવે તેમને આપવાનું વચન આપ્યું હતું. 19 મેં તેઓને એ પણ કહ્યું હતું કે, “મેં તમને જે નગરો આપ્યા છે તેમાં તમાંરી સ્ત્રીઓ અને બાળકો તથા પશુઓ પાછળ જ રહે. મને ખબર છે તમાંરી પાસે ઘણા ઢોર છે અને સ્ત્રીઓ તેની સંભાળ રાખે. 20 યર્દનને પેલે પાર તમાંરા દેવ યહોવાએ તેમને આપેલી ભૂમિનો કબજો તેઓ પ્રાપ્ત કરે અને જેમ તેમને પણ યહોવા સ્થાયી થવા દે ત્યાં સુધી તમાંરે એમને સાથ આપવાનો છે. ત્યાર પછી તમાંરે મેં તમને આપેલી ભૂમિમાં પાછા ફરવાનું છે.’ 21 “ત્યારબાદ મેં યહોશુઆને એવો આદેશ આપ્યો કે, ‘યહોવાએ આ બે રાજાઓના જે હાલ કર્યા તે, તેં તારી સગી આંખે જોયા છે, અને તું જે પ્રદેશમાં જાય છે ત્યાંના રાજાઓના પણ એવા જ હાલ કરશે. 22 ત્યાં રહેતી પ્રજાઓથી તું જરાય ગભરાઈશ નહિ, કારણ કે તમાંરા દેવ યહોવા તમાંરા પક્ષે લડશે.’ 23 “તે સમયે મેં દેવને આગ્રહપૂર્વક અરજ કરી; 24 ‘હે યહોવા દેવ, તમે અમાંરી મધ્યે તમાંરી મહાનતા તથા સાર્મથ્ય પ્રગટ કરો છો તેનું પરિણામ જોવાની માંરી ઇચ્છા છે; આકાશમાં કે પૃથ્વી પર એવો કોઈ દેવ નથી જે તમે અમાંરા માંટે કરેલાં કાર્યોની સરસાઇ કરી શકે. 25 હે યહોવા, મને કૃપા કરીને યર્દન નદી ઓળંગીને સામે કિનારે આવેલી સમૃદ્વ ભૂમિ, પેલો રમણીય પર્વતીય પ્રદેશ તથા લબાનોનમાં જવા દો.’ 26 “પરંતુ તમાંરા કારણે યહોવા માંરા પર રોષે ભરાયા હતા અને માંરી અરજ સાંભળી નહોતી; તેમણે મને કહ્યું, ‘બસ, હવે એ વિષે ફરી વાત કરીશ નહિ. 27 પરંતુ પિસ્ગાહ પર્વતની ટોચે જઈને પશ્ચિમમાં, ઉત્તરમાં, દક્ષિણમાં અને પૂર્વમાં નજર કર, ધ્યાનપૂર્વક જોજે, કારણ કે, તું આ યર્દન નદી ઓળંગીને સામે પાર જવાનો નથી. 28 તું તારું સ્થાન લેવા માંટે યહોશુઆને આદેશ આપજે, તેને હિંમત આપજે, બળ આપજે, કારણ કે, પર્વતની ટોચ પરથી તું જે દેશ જોશે તેને જીતવા માંટે, લોકોને માંટે તે પેલે પાર આગળ લઈ જશે.’ 29 “એ પ્રમાંણે આપણે બેથ-પેઓરની સામેની ખીણમાં મુકામ કર્યો.”
Total 34 પ્રકરણો, Selected પ્રકરણ 3 / 34
×

Alert

×

Gujarati Letters Keypad References