1. મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તીથ. દાઉદનું ગીત. હે યહોવા, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ઉત્તમ છે! તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.
|
2. તમારા શત્રુઓને કારણે તમે બાળકોને તથા ધાવણાંઓને મુખે તમારું બળ પ્રગટ કર્યું છે કે, શત્રુને તથા વૈરીને તમે શાંત પાડો.
|
3. આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, અને ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું વિચાર કરું છું,
|
4. ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો?
|
8. આકાશનાં પક્ષીઓ, સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રમાં જે કંઈ ચાલે છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે.
|