1. મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવા, ક્યાં સુધી તમે મને વીસરી જશો? શું સદાકાળ સુધી? તમે ક્યાં સુધી મારાથી વિમુખ રહેશો?
|
2. આખો દિવસ મારા હ્રદયમાં શોકાતુર થઈને ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ? ક્યાં સુધી મારા શત્રુ મારા પર ચઢી વાગશે?
|
3. હે યહોવા, મારા ઈશ્વર, ધ્યાન દઈને મને ઉત્તર આપો. મારી આંખો પર પ્રકાશ પાડો, રખેને હું મરણની ઊંઘમાં પડું.
|