1. અફસોસ છે તેને! તું લૂંટે છે પણ પોતે લૂંટાયો નહિ; તું ઠગાઈ કરે છે, પણ તેઓએ તારી સાથે ઠગાઈ કરી નહિ! તું લૂંટી રહીશ ત્યારે તું લૂંટાશે; અને તું ઠગાઈ કરવી બંધ કરીશ, ત્યારે તેઓ તારી સાથે ઠગાઈ કરશે.
|
2. હે યહોવા, અમારા પર કૃપા કરો, અમે તમારી વાટ જોયા કરી છે; દર સવાર તમે તેમનો ભુજ, અને દુ:ખના સમયે અમારા પણ તારક થાઓ.
|
4. અને જેમ માણસો કાતરા એકઠા કરે છે, તેમ તમારી લૂંટ એકઠી કરવામાં આવશે; તીડો ધસી આવે છે તે પ્રમાણે તેઓ તે પર ધસી આવશે.
|
5. યહોવા મોટા મનાયા છે; કેમ કે તે ઉચ્ચસ્થાને રહે છે; તેમણે ઇનસાફથી તથા ધાર્મિકપણાથી સિયોનને ભરપૂર કર્યું છે.
|
6. વળી તારા વખતમાં સ્થિરતા થશે; સુબુદ્ધિ, જ્ઞાન તથા ઉદ્ધારનો ભંડાર થશે; યહોવાનું ભય તે જ તેનો ખજાનો છે.
|
8. માર્ગો ઉજજડ થયા છે. વટેમાર્ગુ બંધ થયા છે; તેણે કરાર તોડયો છે, તેણે નગરોને ધિકકાર્યાં છે, તે માણસને ગણકારતો નથી.
|
9. દેશ વિલાપ કરે છે, ને નિર્ગત થાય છે; લબાનોન લજિજત થઈને ચીમળાઈ જાય છે! શારોન ઉજજડ રાજ જેવો થયો છે; બાશાન તથા કાર્મેલ પોતાનાં પાતરાં ખેરવી નાખે છે.
|
14. સિયોનમાં પાપીઓ ભયભીત થયા છે; અધર્મિઓને ધ્રૂજારી ચઢી છે. “આપણામાંનો કોણ બાળી નાખનાર અગ્નિ સાથે વાસો કરશે? આપણામાંનો કોણ સદા બળતી આગ સાથે વાસો કરશે?
|
15. જે ન્યાયને માર્ગે ચાલે છે ને સત્ય બોલે છે, જે જુલમની કમાઈને ધિકકારે છે, જે લાંચને હાથમાં ન પકડતાં તરછોડી નાખે છે, જે ખૂન વિષે સાંભળવું ન પડે માટે પોતાના કાન બંધ કરી દે છે, અને જે ભૂંડું ન જોવા માટે પોતાની આંખ મીંચી દે છે તે જ વાસો કરશે.
|
16. ઉચ્ચસ્થાનમાં તે જ રહેશે; ખડકોના કિલ્લા તેનો આશ્રય થશે; તેની રોટલી તેને આપવામાં આવશે; તેને પાણી ખચીત મળશે.
|
18. તારા હ્રદયમાં વિતી ગયેલા ભય વિષે વિચાર જ આવશે; “ ખંડણી ગણી લેનાર ક્યાં છે? તોળનાર ક્યાં છે? બુરજોની ગણના કરનાર ક્યાં છે?
|
20. સિયોન જે આપણાં પર્વોનું નગર છે તેને જો; તારી આંખો યરુશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જે તંબુ ઉખેડવામાં આવશે નહિ, જેની મેખો સર્વકાળ માટે કઢાશે નહિ, ને જેની સર્વ દોરીઓ તૂટશે નહિ, તેવા તંબુ જેવું જોશે.
|
21. ત્યાં તો યહોવા જે મહિમાવાન છે તે આપણી સાથે હશે, તે પહોળી નદીઓ તથા નાળાંને સ્થાને થશે; શત્રુની હલેસાંવાળી નાવ તેમાં જનાર નથી, ને શોભાયમાન વહાણ તેની પાર જનાર નથી.
|
23. શત્રુના વહાણનાં દોરડાં ઢીલાં પડી ગયાં છે; તેઓ કૂવાથંભ બરાબર સજજડ રાખી શકયા નહિ, તેઓ સઢ પ્રસારી શક્યા નહિ; ત્યારે લૂંટફાટમાં લૂંટ પુષ્કળ વહેંચાઈ; જે લંગડા હતા તેઓને પણ લૂંટ મળી.
|