પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
2 રાજઓ
1. આહાબના મરણ પછી મોઆબે ઇઝરાયલની વિરુદ્ધ બળવો કર્યો.
2. અહાઝ્યા સમરુનમાં પોતાના માળ પરની ઓરડીની જાળીમાંથી પડી જવાથી માંદો પડ્યો હતો. અને તેણે સંદેશિયાઓને એમ કહીને મોકલ્યા, “તમે જઈને આ માંદગીમાંથી હું સાજો થઈશ કે નહિ તે વિષે એક્રોનના દેવ બાલઝબૂલને પૂછો.”
3. પણ યહોવાના દૂતે તિશ્બી એલિયાને કહ્યું, “ઊઠ, સમરુનના રાજાના સંદેશિયાઓને મળવા માટે જા, ને તેમને કહે કે, શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તમે એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા જાઓ છો?
4. માટે હવે યહોવા એમ કહે છે, ’જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠીશ નહિ, પણ નક્કી મરણ પામશે.’” પછી એલિયા ચાલ્યો ગયો.
5. સંદેશિયા [આહાઝ્યા] ની પાસે પાછા આવ્યા. અહાઝ્યાએ તેઓને પૂછ્યું, “તમે પાછા કેમ આવ્યા?”
6. તેઓએ તેને કહ્યું, એક માણસ અમને મળવા અમારી સામે આવ્યો, તેણે અમને કહ્યું કે, જાઓ, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે જઈને તેને કહો કે, યહોવા એમ કહે છે કે, ‘શુ ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તું એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠશે નહિ, પણ નક્કી મરણ પામશે.’”
7. તેણે તેઓને પૂછયું, “જે માણસ તમને મળવા સામે આવ્યો, ને જેણે તમને એ વચન કહ્યાં તે કેવા પ્રકારનો માણસ હતો?”
8. તેઓએ તેને ઉત્તર આપ્યો, “તે કેશી પુરુષ હતો, ને તેની કમરે ચામડાનો કમરબંધ બાંધેલો હતો.” ત્યારે તેણે કહ્યું, “તે તો તિશ્બી એલિયા છે.”
9. પછી [રાજાએ] પચાસના જમાદારને તેના પચાસ [સિપાઇઓ] સાથે એલિયાની પાસે મોકલ્યો. તે એની પાસે ગયો. અને જુઓ, તે પહાડના શિખર પર બેઠેલો હતો. જમાદારે એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત, રાજાએ કહ્યું, ‘તું નીચે ઊતર.’”
10. એલિયાએ તે પચાસ [સિપાઈઓ] ના જમાદારને ઉત્તર આપ્યો, “જો હું ઈશ્વરભક્ત હોઉ, તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તને તથા તારા પચાસ [સિપાઈઓ] ને ભસ્મ કરી નાખો.” એટલે આકાશમાંથી અગ્નિએ ઊતરીને જમાદારને તથા તેના પચાસ [સિપાઇઓને] ભસ્મ કર્યા.
11. અહાઝ્યાએ ફરીથી બીજા પચાસ [સિપાઈઓ] ના જમાદારને તેના પચાસ [સિપાઈઓ] સાથે એલિયાની પાસે મોકલ્યો.જમાદારે એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત, રાજાએ એમ કહાવ્યું છે, ’ઝટપટ નીચે ઊતર.’”
12. એલિયાએ તેઓને ઉત્તર આપ્યો, “જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી અગ્નિ ઉતરીને તને તથા તારા પચાસ [સિપાઈઓ] ને ભસ્મ કરી નાખો.” અને ઈશ્વરના અગ્નિએ આકાશમાંથી ઊતરીને તેને તથા તેના પચાસ [સિપાઈઓ] ને ભસ્મ કર્યા.
13. ફરીથી અહાઝ્યાએ ત્રીજા પચાસ [સિપાઈઓ] ના જમાદારને તેના પચાસ [સિપાઈઓ] સાથે મોકલ્યો. એ ત્રીજો પચાસ [સિપાઈઓ] નો જમાદાર ઉપર ચઢ્યો, ને જઈને એલિયા આગળ ઘૂંટણે પડીને તેના કાલાવાલા કરીને તેને કહ્યું, “હે ઈશ્વરભક્ત, કૃપા કરીને મારો જીવ તથા તમારા આ પચાસ દાસોના જીવ તમારી ર્દષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ.
14. જુઓ, અગ્નિએ આકાશમાંથી ઊતરીને પહેલા પચાસ પચાસના બે જમાદારોને તેઓના પચાસ પચાસ [સિપાઈઓ] સહિત ભસ્મ કર્યાં છે; પણ હવે મારો જીવ તમારી ર્દષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ.”
15. અને યહોવાના દૂતે એલિયાને કહ્યું, “એની સાથે નીચે ઊતર; એનાથી બીતો નહિ.” અને એલિયા ઊઠીને એની સાથે નીચે ઊતરીને રાજા પાસે ગયો.
16. એલિયાએ રાજાને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘શું ઈશ્વરવાણી મારફતે સલાહ પૂછવા માટે ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તેં એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા સંદેશિયા મોકલ્યા છે? તે માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠીશ નહિ, પણ નક્કી મરણ પામશે.’”
17. એમ યહોવાનું જે વચન એલિયા બોલ્યો હતો, તે પ્રમાણે રાજા મરણ પામ્યો. અને તેની જગાએ યહૂદિયાના રાજા યહોશાફાટના દીકરા યહોરામનએ બીજે વર્ષે યહોરામ રાજ કરવા લાગ્યો.કેમ કે તેને દીકરો ન હતો.
18. હવે અહાઝ્યાએ કરેલાં બાકીનાં કૃત્યો ઇઝરાયલના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

Notes

No Verse Added

Total 25 Chapters, Current Chapter 1 of Total Chapters 25
2 રાજઓ 1
1. આહાબના મરણ પછી મોઆબે ઇઝરાયલની વિરુદ્ધ બળવો કર્યો.
2. અહાઝ્યા સમરુનમાં પોતાના માળ પરની ઓરડીની જાળીમાંથી પડી જવાથી માંદો પડ્યો હતો. અને તેણે સંદેશિયાઓને એમ કહીને મોકલ્યા, “તમે જઈને માંદગીમાંથી હું સાજો થઈશ કે નહિ તે વિષે એક્રોનના દેવ બાલઝબૂલને પૂછો.”
3. પણ યહોવાના દૂતે તિશ્બી એલિયાને કહ્યું, “ઊઠ, સમરુનના રાજાના સંદેશિયાઓને મળવા માટે જા, ને તેમને કહે કે, શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તમે એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા જાઓ છો?
4. માટે હવે યહોવા એમ કહે છે, ’જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠીશ નહિ, પણ નક્કી મરણ પામશે.’” પછી એલિયા ચાલ્યો ગયો.
5. સંદેશિયા આહાઝ્યા ની પાસે પાછા આવ્યા. અહાઝ્યાએ તેઓને પૂછ્યું, “તમે પાછા કેમ આવ્યા?”
6. તેઓએ તેને કહ્યું, એક માણસ અમને મળવા અમારી સામે આવ્યો, તેણે અમને કહ્યું કે, જાઓ, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે જઈને તેને કહો કે, યહોવા એમ કહે છે કે, ‘શુ ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તું એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠશે નહિ, પણ નક્કી મરણ પામશે.’”
7. તેણે તેઓને પૂછયું, “જે માણસ તમને મળવા સામે આવ્યો, ને જેણે તમને વચન કહ્યાં તે કેવા પ્રકારનો માણસ હતો?”
8. તેઓએ તેને ઉત્તર આપ્યો, “તે કેશી પુરુષ હતો, ને તેની કમરે ચામડાનો કમરબંધ બાંધેલો હતો.” ત્યારે તેણે કહ્યું, “તે તો તિશ્બી એલિયા છે.”
9. પછી રાજાએ પચાસના જમાદારને તેના પચાસ સિપાઇઓ સાથે એલિયાની પાસે મોકલ્યો. તે એની પાસે ગયો. અને જુઓ, તે પહાડના શિખર પર બેઠેલો હતો. જમાદારે એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત, રાજાએ કહ્યું, ‘તું નીચે ઊતર.’”
10. એલિયાએ તે પચાસ સિપાઈઓ ના જમાદારને ઉત્તર આપ્યો, “જો હું ઈશ્વરભક્ત હોઉ, તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તને તથા તારા પચાસ સિપાઈઓ ને ભસ્મ કરી નાખો.” એટલે આકાશમાંથી અગ્નિએ ઊતરીને જમાદારને તથા તેના પચાસ સિપાઇઓને ભસ્મ કર્યા.
11. અહાઝ્યાએ ફરીથી બીજા પચાસ સિપાઈઓ ના જમાદારને તેના પચાસ સિપાઈઓ સાથે એલિયાની પાસે મોકલ્યો.જમાદારે એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત, રાજાએ એમ કહાવ્યું છે, ’ઝટપટ નીચે ઊતર.’”
12. એલિયાએ તેઓને ઉત્તર આપ્યો, “જો હું ઈશ્વરભક્ત હોઉં, તો આકાશમાંથી અગ્નિ ઉતરીને તને તથા તારા પચાસ સિપાઈઓ ને ભસ્મ કરી નાખો.” અને ઈશ્વરના અગ્નિએ આકાશમાંથી ઊતરીને તેને તથા તેના પચાસ સિપાઈઓ ને ભસ્મ કર્યા.
13. ફરીથી અહાઝ્યાએ ત્રીજા પચાસ સિપાઈઓ ના જમાદારને તેના પચાસ સિપાઈઓ સાથે મોકલ્યો. ત્રીજો પચાસ સિપાઈઓ નો જમાદાર ઉપર ચઢ્યો, ને જઈને એલિયા આગળ ઘૂંટણે પડીને તેના કાલાવાલા કરીને તેને કહ્યું, “હે ઈશ્વરભક્ત, કૃપા કરીને મારો જીવ તથા તમારા પચાસ દાસોના જીવ તમારી ર્દષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ.
14. જુઓ, અગ્નિએ આકાશમાંથી ઊતરીને પહેલા પચાસ પચાસના બે જમાદારોને તેઓના પચાસ પચાસ સિપાઈઓ સહિત ભસ્મ કર્યાં છે; પણ હવે મારો જીવ તમારી ર્દષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ.”
15. અને યહોવાના દૂતે એલિયાને કહ્યું, “એની સાથે નીચે ઊતર; એનાથી બીતો નહિ.” અને એલિયા ઊઠીને એની સાથે નીચે ઊતરીને રાજા પાસે ગયો.
16. એલિયાએ રાજાને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘શું ઈશ્વરવાણી મારફતે સલાહ પૂછવા માટે ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તેં એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા સંદેશિયા મોકલ્યા છે? તે માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠીશ નહિ, પણ નક્કી મરણ પામશે.’”
17. એમ યહોવાનું જે વચન એલિયા બોલ્યો હતો, તે પ્રમાણે રાજા મરણ પામ્યો. અને તેની જગાએ યહૂદિયાના રાજા યહોશાફાટના દીકરા યહોરામનએ બીજે વર્ષે યહોરામ રાજ કરવા લાગ્યો.કેમ કે તેને દીકરો હતો.
18. હવે અહાઝ્યાએ કરેલાં બાકીનાં કૃત્યો ઇઝરાયલના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
Total 25 Chapters, Current Chapter 1 of Total Chapters 25
×

Alert

×

gujarati Letters Keypad References