1. હે સ્ત્રીઓમાં સર્વોત્તમ સુંદરી, તારો પ્રીતમ કઈ તરફ ગયો છે? તારો પ્રીતમ કઈ તરફ વળ્યો છે? અમને કહે કે અમે તારી સાથે તેને શોધીએ.
|
4. હે મારી પ્રિયતમા, તું તિર્સા જેવી સુંદર, યરુશાલેમ જેવી ખૂબસૂરત, અને ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયંકર છે!
|
5. તારાં નેત્ર મારી તરફથી ફેરવી લે, કેમ કે તેઓએ મારો પરાજય કર્યો છે. ગિલ્યાદની ઢોળાવે ઊતરતાં બકરાંના ટોળા જેવા તારા કેશ છે.
|
6. ધોવાઈને બહાર નીકળેલી ઘેટીઓના ટોળા જેવા તારા દાંત છે કે, જેઓમાંની દરેક બબ્બે બચ્ચાં જણે છે, અને તેઓમાંની એકે વાંઝ નથી.
|
9. પણ મારી હોલી, મારી સર્વાંગ સુંદરી, તો એક જ છે! તે પોતાની માની એકનીએક છે; તે પોતાની જનેતાની માનીતી છે. પુત્રીઓએ તેને જોઈને કહ્યું, ‘તને ધન્ય છે!’ હા, રાણીઓએ તથા ઉપપત્નીઓએ તેને જોઈને તેની પ્રશંસા કરી.
|
10. પ્રભાતના જેવી પ્રકાશિત કાંતિવાળી, ચંદ્ર જેવી સુંદર, સૂર્ય જેવી ડાઘ વગર ઝળહળતી, ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયંકર, એ કોણ છે?
|
11. ખીણના હરિયાળા છોડ જોવા, દ્રાક્ષાવેલાને કળીઓ ફૂટે છે કે કેમ તથા દાડમડીઓ મહોરી છે કે કેમ, તે જોવાને હું સોપારીના બાગમાં ગયો.
|
13. પાછી આવ, પાછી આવ, હે શૂલ્લામી; પાછી આવ, પાછી આવ કે, અમે તને નીરખીએ. માહનાઈમનો નાચ જુઓ તેમ તમે શૂલ્લામીને કેમ જુઓ છો?
|