પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયાને માટે; શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત. હે યહોવા, બચાવ કરો; ‍ કેમ કે ધાર્મિક માણસો ખૂટે છે; જનસમાજમાંથી વિશ્વાસુ માણસો ઘટતા જાય છે.
2. દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે, ઢોંગી હ્રદયવાળા મુખેથી ખુશામત કરે છે.
3. યહોવા સર્વ ખુશામત કરનારા હોઠોનો તથા વડાઈ કરનારી જીભોનો નાશ કરશે.
4. તેઓએ એવું કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું, અમારા હોઠ અમારા પોતાના છે, અમારો ધણી કોણ છે?”
5. યહોવા કહે છે, “ગરીબોને લૂંટયાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે હું હવે ઊઠીશ; અને જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”
6. યહોવાના શબ્દો શુદ્ધ છે. જમીન પરની ભઠ્ઠીમાં પરખેલું રૂપું, જે સાત વાર નિર્મળ કરેલું હોય તેના જેવા [તેઓ નિર્મળ છે].
7. હે યહોવા, તમે તેઓને સંભાળશો, આ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો.
8. જ્યારે મનુષ્યમાં લુચ્ચાઓને માન મળે છે, ત્યારે દુષ્ટો ચારે તરફ મોજ મારે છે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 12 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 12:79
1. મુખ્ય ગવૈયાને માટે; શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત. હે યહોવા, બચાવ કરો; કેમ કે ધાર્મિક માણસો ખૂટે છે; જનસમાજમાંથી વિશ્વાસુ માણસો ઘટતા જાય છે.
2. દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે, ઢોંગી હ્રદયવાળા મુખેથી ખુશામત કરે છે.
3. યહોવા સર્વ ખુશામત કરનારા હોઠોનો તથા વડાઈ કરનારી જીભોનો નાશ કરશે.
4. તેઓએ એવું કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું, અમારા હોઠ અમારા પોતાના છે, અમારો ધણી કોણ છે?”
5. યહોવા કહે છે, “ગરીબોને લૂંટયાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે હું હવે ઊઠીશ; અને જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”
6. યહોવાના શબ્દો શુદ્ધ છે. જમીન પરની ભઠ્ઠીમાં પરખેલું રૂપું, જે સાત વાર નિર્મળ કરેલું હોય તેના જેવા તેઓ નિર્મળ છે.
7. હે યહોવા, તમે તેઓને સંભાળશો, પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો.
8. જ્યારે મનુષ્યમાં લુચ્ચાઓને માન મળે છે, ત્યારે દુષ્ટો ચારે તરફ મોજ મારે છે.
Total 150 Chapters, Current Chapter 12 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References