2. અરોએરનાં નગર તજાએલાં છે; તેઓ ઘેટાંનાં ટોળાંને માટે થશે, ત્યાં તેઓ બેસશે, અને કોઈ તેમને બિવડાવશે નહિ.
|
3. એફ્રાઈમમાંથી કિલ્લો ને દમસ્કસમાંથી રાજ્ય જતાં રહેશે; અને અરામના શેષ ની ગતિ ઇઝરાયલીઓના ગૌરવ જેવી થશે, સૈન્યોના ઈશ્વર યહોવાનું વચન એવું છે.
|
5. કાપણી કરનાર ઊગેલા સાંઠાને એકત્ર કરી હાથથી કણસલાં ભાંગે છે, તે પ્રમાણે થશે; રફાઈમના નીચાણ ના પ્રદેશ માં કોઈ કણસલાં વીણી લે છે તે પ્રમાણે થશે.
|
6. પણ ઝુડાયેલા જૈતવૃક્ષ પ્રમાણે તેમાં કંઈ કંઈ વીણવાનું બાકી રહેશે; ટોચની ડાળીને છેડે બેત્રણ ફળ, ફળઝાડની ડાળીઓ પર ચારપાંચ ફળ રહી જશે; ઇઝરાયલના ઈશ્વર યહોવાનું વચન એવું છે.
|
8. પોતાના હાથથી બનાવેલી વેદીઓ તરફ તે જોશે નહિ, પોતાની આંગળીઓએ જે બવાવ્યું તેને, એટલે અશેરીમ મૂર્તિઓને તથા સૂર્યમૂર્તિઓને તે નિહાળશે નહિ.
|
9. તે દિવસે તેનાં મોરચાબંધ નગરો વનમાંની તથા પર્વતના શિખર પરની જે જગાઓ તેઓએ ઇઝરાયલીઓની બીકથી તજી દીધી હતી તેઓના જેવાં થશે; તે ઉજજડ થઈ જશે.
|
10. કેમ કે તું પોતાના તારણના ઈશ્વરને વીસરી ગયો છે, ને પોતાના ગઢના ખડકનું સ્મરણ નથી કર્યું; તે માટે તું આડોનીશ દેવ ના રોપ રોપે છે, ને તેમાં વિદેશી કલમ મેળવે છે.
|
11. તું રોપે છે તે જ દિવસે તું તેની વાડ કરે છે, ને સવારમાં તારાં બીજ ખીલી નીકળે એવું કરે છે; પણ શોક તથા અતિશય દુ:ખને દિવસે તેના પાકનો લોપ થઈ જશે.
|
12. અરે, ઘણાં લોકોનો સમુદાય! સમુદ્રની ગર્જનાની જેમ તેઓ ગર્જે છે; વળી લોકોનો ઘોંઘાટ! તેઓ દરિયાનાં મોજાંના ઘોંઘાટની માફક ઘુઘવાટો કરે છે.
|
13. લોકો દરિયાનાં મોજાંના ઘોંઘાટની જેમ ઘુઘવાટો કરશે. તે તેઓને ધમકાવશે, ને તેઓ દૂર નાસી જશે. વાયુની સામે પર્વત પર ફોતરાંની જેમ, ને વંટોળિયાની આગળ ઊડતી ધૂળની જેમ તેઓને નસાડવામાં આવશે.
|
14. સંધ્યાસમયે, જુઓ ભય; અને સવાર તથાં પહેલાં તેઓ નષ્ટ થશે. અમારા લૂંટનારાની, ને અમારી સંપત્તિનું હરણ કરનારાની દશા આ છે.
|