પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
સભાશિક્ષક
1. તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણા દિવસો પછી તે તને [પાછું] મળશે.
2. સાતને, હા, વળી આઠને પણ કંઈક હિસ્સો આપ; કેમ કે પૃથ્વી પર શી આપત્તિ આવશે, તે તું જાણતો નથી.
3. જો વાદળાં વરસાદથી ભરેલાં હોય, તો તેઓ પૃથ્વી પર ઠલવાઈ જાય છે; જો કોઈ ઝાડ દક્ષિણ તરફ કકે ઉત્તર તરફ પડે, તો તે જ્યાં પડે ત્યાં જ રહેશે.
4. જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ; અને જે માણસ વાદળ જોતો રહે છે તે કાપણી કરશે નહિ.
5. વાયુની ગતિ શી છે, તથા ગર્ભવતીના ઉદરમાં હાડકાં કેવી રીતે [વધે છે] તે જેમ તું નથી જાણતો, તેમ જ ઈશ્વર જે કંઈ કાર્ય કરે છે તે બધું તું જાણતો નથી.
6. સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ; કેમ કે આ સફળ થશે કે, તે સફળ થશે તે તું જાણતો નથી.
7. ખરેખર અજવાળું રમણીય છે, ને સૂર્ય જોવો એ આંખને ખુશકારક લાગે છે.
8. જો માણસ ઘણાં વર્ષ જીવે, તો તે બધાં [વર્ષો] માં તેણે આનંદ કરવો; પણ તેણે અંધકારના દિવસ યાદ રાખવા, કેમ કે તેઓ ઘણા હશે. જે બધું બને છે તે વ્યર્થતા જ છે.
9. હે જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર; અને તારી જુવાનીના દિવસોમાં તારું હ્રદય તને ખુશ રાખે. તારા હ્રદયના માર્ગોમાં તથા તારી આંખોની દષ્ટિ પ્રમાણે તું ચાલ; પણ તારે નકકી જાણવું કે, આ બધી બાબતો વિષે ઈશ્વર તારો ન્યાય કરશે.
10. માટે તારા અંત:કરણમાંથી ખેદ દૂર કર, ને તારું શરીર ભૂંડાઈથી દૂર રાખ; કેમ કે યુવાવસ્થા તથા ભરજુવાની વ્યર્થતા છે.

Notes

No Verse Added

Total 12 Chapters, Current Chapter 11 of Total Chapters 12
1 2 3 4 5 6 7 8 9 10 11 12
સભાશિક્ષક 11:8
1. તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણા દિવસો પછી તે તને પાછું મળશે.
2. સાતને, હા, વળી આઠને પણ કંઈક હિસ્સો આપ; કેમ કે પૃથ્વી પર શી આપત્તિ આવશે, તે તું જાણતો નથી.
3. જો વાદળાં વરસાદથી ભરેલાં હોય, તો તેઓ પૃથ્વી પર ઠલવાઈ જાય છે; જો કોઈ ઝાડ દક્ષિણ તરફ કકે ઉત્તર તરફ પડે, તો તે જ્યાં પડે ત્યાં રહેશે.
4. જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ; અને જે માણસ વાદળ જોતો રહે છે તે કાપણી કરશે નહિ.
5. વાયુની ગતિ શી છે, તથા ગર્ભવતીના ઉદરમાં હાડકાં કેવી રીતે વધે છે તે જેમ તું નથી જાણતો, તેમ ઈશ્વર જે કંઈ કાર્ય કરે છે તે બધું તું જાણતો નથી.
6. સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી રાખ; કેમ કે સફળ થશે કે, તે સફળ થશે તે તું જાણતો નથી.
7. ખરેખર અજવાળું રમણીય છે, ને સૂર્ય જોવો આંખને ખુશકારક લાગે છે.
8. જો માણસ ઘણાં વર્ષ જીવે, તો તે બધાં વર્ષો માં તેણે આનંદ કરવો; પણ તેણે અંધકારના દિવસ યાદ રાખવા, કેમ કે તેઓ ઘણા હશે. જે બધું બને છે તે વ્યર્થતા છે.
9. હે જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર; અને તારી જુવાનીના દિવસોમાં તારું હ્રદય તને ખુશ રાખે. તારા હ્રદયના માર્ગોમાં તથા તારી આંખોની દષ્ટિ પ્રમાણે તું ચાલ; પણ તારે નકકી જાણવું કે, બધી બાબતો વિષે ઈશ્વર તારો ન્યાય કરશે.
10. માટે તારા અંત:કરણમાંથી ખેદ દૂર કર, ને તારું શરીર ભૂંડાઈથી દૂર રાખ; કેમ કે યુવાવસ્થા તથા ભરજુવાની વ્યર્થતા છે.
Total 12 Chapters, Current Chapter 11 of Total Chapters 12
1 2 3 4 5 6 7 8 9 10 11 12
×

Alert

×

gujarati Letters Keypad References