પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
યશાયા
1. જ્યાં સુધી સિયોનનું ન્યાયીપણું [પ્રભાતના] તેજ સમું પ્રદીપ્ત નહિ થાય, અને યરુશાલેમનું તારણ સળગતી મશાલની જેમ પ્રદીપ્ત નહિ થાય, ત્યાં સુધી હું છાનો રહીશ નહિ, અને હું વિશ્રામ લઈશ નહિ.
2. વિદેશીઓ તારા ન્યાયીપણાને તથા સર્વ રાજાઓ તારા ગૌરવને જોશે; અને યહોવાનું મોં જે નામ ઠરાવી આપશે તે નવું નામ તને આપવામાં આવશે.
3. તું યહોવાના હાથમાં શોભાયમાન તાજ, ને તારા ઈશ્વરની હથેલીમાં રાજમુગટ થઈશ.
4. તું ફરીથી ‘તજેલી’ કહેવાશે નહિ; તેમ તારો દેશ ફરીથી ‘ઉજ્જડ’ કહેવાશે નહિ; કેમ કે તું ‘હેફસીબા’ (મારો આનંદ) કહેવાઈશ, ને તારો દેશ ‘બેઉલાહ’ (વિવાહિત) કહેવાશે; કેમ કે યહોવા તારા પર પ્રસન્ન છે, ને તારા દેશનાં લગ્ન થશે.
5. જેમ જુવાન કુંવારીને પરણે છે, તેમ તારા દીકરા તને પરણશે; અને જેમ વર કન્યાથી હરખાય છે, તેમ તારો ઈશ્વર તારાથી હરખાશે.
6. હે યરુશાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે. તેઓ આખો દિવસ તથા આખી રાત કદી શાંત રહેશે નહિ. યહોવાને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહિ.
7. તે યરુશાલેમને સ્થાપે, ને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે, ત્યાં સુધી પ્રભુને વિશ્રામ આપવો નહિ.
8. યહોવાએ પોતાના જમણા હાથના, તથા પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે કે, “હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહિ; અને જે દ્રાક્ષારસને માટે તેં મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહિ;
9. પણ તેને ભેગું કરનારાઓ તે ખાશે, ને યહોવાની સ્તુતિ કરશે; અને એનો સંગ્રહ કરનારા મારા પવિત્રસ્થાનનાં આંગણાંમાં એ પીશે.
10. દરવાજાઓમાં થઈને, દરવાજાઓમાં થઈને જાઓ; લોકોને માટે માર્ગ તૈયાર કરો; બાંધો, સડક બાંધો; પથ્થરો વીણી કાઢો; લોકોને માટે ધ્વજા ઊંચી કરો.
11. જુઓ, યહોવાએ પૃથ્વીના છેડા સુધી આ પ્રગટ કર્યું છે. તમે સિયોનની દીકરીને કહો, “જો તારું તારણ આવે છે; જો, તેનું ઇનામ તેની સાથે છે, ને તેનું પ્રતિફળ તેની આગળ છે.
12. તેઓ તેમને ‘પવિત્ર લોકો’, ‘યહોવાના ઉદ્ધાર પામેલા લોકો’, કહેશે; અને તું ‘શોધી કાઢેલી, ’ ‘અણતજેલી નગરી’ કહેવાઈશ.”

Notes

No Verse Added

Total 66 Chapters, Current Chapter 62 of Total Chapters 66
યશાયા 62
1. જ્યાં સુધી સિયોનનું ન્યાયીપણું પ્રભાતના તેજ સમું પ્રદીપ્ત નહિ થાય, અને યરુશાલેમનું તારણ સળગતી મશાલની જેમ પ્રદીપ્ત નહિ થાય, ત્યાં સુધી હું છાનો રહીશ નહિ, અને હું વિશ્રામ લઈશ નહિ.
2. વિદેશીઓ તારા ન્યાયીપણાને તથા સર્વ રાજાઓ તારા ગૌરવને જોશે; અને યહોવાનું મોં જે નામ ઠરાવી આપશે તે નવું નામ તને આપવામાં આવશે.
3. તું યહોવાના હાથમાં શોભાયમાન તાજ, ને તારા ઈશ્વરની હથેલીમાં રાજમુગટ થઈશ.
4. તું ફરીથી ‘તજેલી’ કહેવાશે નહિ; તેમ તારો દેશ ફરીથી ‘ઉજ્જડ’ કહેવાશે નહિ; કેમ કે તું ‘હેફસીબા’ (મારો આનંદ) કહેવાઈશ, ને તારો દેશ ‘બેઉલાહ’ (વિવાહિત) કહેવાશે; કેમ કે યહોવા તારા પર પ્રસન્ન છે, ને તારા દેશનાં લગ્ન થશે.
5. જેમ જુવાન કુંવારીને પરણે છે, તેમ તારા દીકરા તને પરણશે; અને જેમ વર કન્યાથી હરખાય છે, તેમ તારો ઈશ્વર તારાથી હરખાશે.
6. હે યરુશાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે. તેઓ આખો દિવસ તથા આખી રાત કદી શાંત રહેશે નહિ. યહોવાને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહિ.
7. તે યરુશાલેમને સ્થાપે, ને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે, ત્યાં સુધી પ્રભુને વિશ્રામ આપવો નહિ.
8. યહોવાએ પોતાના જમણા હાથના, તથા પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે કે, “હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહિ; અને જે દ્રાક્ષારસને માટે તેં મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહિ;
9. પણ તેને ભેગું કરનારાઓ તે ખાશે, ને યહોવાની સ્તુતિ કરશે; અને એનો સંગ્રહ કરનારા મારા પવિત્રસ્થાનનાં આંગણાંમાં પીશે.
10. દરવાજાઓમાં થઈને, દરવાજાઓમાં થઈને જાઓ; લોકોને માટે માર્ગ તૈયાર કરો; બાંધો, સડક બાંધો; પથ્થરો વીણી કાઢો; લોકોને માટે ધ્વજા ઊંચી કરો.
11. જુઓ, યહોવાએ પૃથ્વીના છેડા સુધી પ્રગટ કર્યું છે. તમે સિયોનની દીકરીને કહો, “જો તારું તારણ આવે છે; જો, તેનું ઇનામ તેની સાથે છે, ને તેનું પ્રતિફળ તેની આગળ છે.
12. તેઓ તેમને ‘પવિત્ર લોકો’, ‘યહોવાના ઉદ્ધાર પામેલા લોકો’, કહેશે; અને તું ‘શોધી કાઢેલી, ‘અણતજેલી નગરી’ કહેવાઈશ.”
Total 66 Chapters, Current Chapter 62 of Total Chapters 66
×

Alert

×

gujarati Letters Keypad References