પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
નિર્ગમન
1. વળી ઇઝરાયલીઓમાંથી તું તારા ભાઈ હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજકપદ બજાવવાને માટે તારી પાસે બોલાવ, એટલે હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજકપદ બજાવવાને માટે તારી પાસે બોલાવ, એટલે હારુનને તથા તેના દીકરાઓ નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઇથામારને બોલાવ.
2. અને તારા ભાઈ હારુનને માટે ગૌરવ તથા શોભાને અર્થે તું પવિત્ર વસ્‍ત્રો બનાવ.
3. અને જે બુદ્ધિવંતો છે, એટલે જેઓને મેં બુદ્ધિના આત્માથી ભરપૂર કર્યા છે, તે બધાને તું કહે કે હારુનની પ્રતિષ્ઠા કરવા માટે તેનાં વસ્‍ત્રો તેઓ બનાવે, એ માટે કે તે મારી આગળ યાજકપદ બજાવે.
4. અને તેઓએ જે વસ્‍ત્ર બનાવવાં તે આ:ઉરપત્ર તથા એફોદ તથા જામો તથા ચોકડાંવાળો ડગલો, પાઘડી તથા કમરબંધ. આવાં પવિત્ર વસ્‍ત્રો તેઓ તારા ભાઈ હારુનને માટે તથા તેના દીકરાઓને માટે બનાવે, એ માટે કે તે મારી આગળ યાજકપદ બજાવે.
5. અને [તેને માટે] તેઓ સોનું તથા નીલ તથા જાબુડાં તથા કિરમજી રંગનું તથા ઝીણા શણનું લૂગડું લે.
6. અને તેઓ સોના તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાતેલા શણનો તથા નિપુણ વણકરની કારીગરીનો એફોદ બનાવે.
7. બન્‍ને છેડે જોડેલી બે સ્કંધપટી તેને હોય, એ માટે કે તે જોડાય.
8. અને એફોદને બાંધવાને માટે તેની ઉપરનો કારીગરીથી વણેલો પટો એવી જ બનાવટનો હોય, ને તે એની સાથે સળંગ જોડેલો હોય. તે સોનાનો તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના તથા ઝીણા કાંતેલા શણનો બને.
9. અને બે ગોમેદ પાષાણો લઈને તું તેમના પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતર;
10. એક પાષાણ પર તેઓમાંના છનાં નામ, તેમના જન્મકાળ પ્રમાણે અનુક્રમે કોતરવામાં આવે.
11. પાષાણ કોતરનારના કામથી, મુદ્રાની કોતરણી પ્રમાણે, તું બન્‍ને પાષાણ પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતર; તું તેમને સોનાનાં ચોકઠાંમાં બેસાડ.
12. ઇઝરાયલી લોકોને માટે સ્મરણાર્થે પાષાણો થવા માટે તું એફોદની સ્કંધપટીઓ ઉપર તે બન્‍ને પાષાણો જડ; અને હારુન તેના બન્‍ને ખભા પર તેઓનાં નામ યહોવાની આગળ સ્મરણાર્થે રાખે.
13. અને તું સોનાનાં ચોકઠાં બનાવ.
14. વળી ચોખ્ખા સોનાની, દોરાના આકારની, ગૂંથેલા કામની બે સાંકળીઓ બનાવ; અને તે ગૂંથેલી સાંકળીઓ તું ચોકઠાંને લગાડ.
15. અને તું નિપુણ વણકરની કારીગરીનું ન્યાયકરણનું ઉરપત્ર બનાવ; તું તેને એફોદની બનાવટ પ્રમાણે બનાવ. સોનાનું તથા નીલ તથા જાબુડાં તથા કિરમજી રંગનું તથા ઝીણા કાંતેલા શણનું તું તે બનાવ.
16. તે સમચોરસ તથા બેવડું હોય તે એક વેંત લાંબું તથા એક વેંત પહોળું હોય,
17. અને તેમાં તું પાષાણની ચાર હાર જડ:માણેક, પોખરાજ તથા લાલની હાર, તે પહેલી હાર થાય;
18. અને બીજી હાર લીલમ, નીલમ, તથા હીરાની;
19. અને ત્રીજી હાર શનિ, અકીક તથા યાકૂતની;
20. અને ચોથી હાર, પીરોજ તથા ગોમેદ તથા યાસપિસની; એમને સોનાના જડાવમાં જડાવવા.
21. અને ઇઝરાયલના પુત્રોનાં નામ પ્રમાણે, એટલે તેઓનાં નામની સંખ્યા પ્રમાણે, પાષાણો બાર હોય. તેઓ બાર કુળને માટે થાય, એટલે પ્રત્યેક પર મુદ્રા કોતરવાની રીત પ્રમાણે અમુક કુળનું નામ કોતરેલું હોય.
22. અને ઉરપત્ર પર તું ગૂથેલા કામની દોરીના આકારની સાંકળીઓ ચોખ્ખા સોનાની બનાવ.
23. અને તું ઉરપત્ર પર સોનાની બે કડીઓ બનાવીને તેમને ઉરપત્રના બે છેડા પર લગાડ;
24. અને ઉરપત્રના છેડાઓ પરની કડીઓમાં તું તે બે ગૂંથેલી સોનાની સાંકળીઓ નાખ.
25. અને બે ગૂંથેલી સાંકળીઓના બીજા બે છેડા તું બે ચોકઠાંને લગાડ, ને તેઓને એફોદની સ્‍કંધપટીઓ ઉપર તેના આગલા ભાગમાં બેસાડ.
26. અને તું સોનાની બે કડીઓ બનાવીને ઉરપત્રના બે છેડાએ એફોદ ભણીની અંદરની કોર પર લગાડ.
27. અને સોનાની બે કડીઓ બનાવીને એફોદની બે સ્‍કંધપટીઓના નીચલા ભાગમાં, તેની આગળની બાજુએ જોડવાની જગા પાસે, એફોદની કારીગરીથી વણેલા પટાની ઉપર, તું તેઓને લગાડ.
28. અને ઉરપત્રની કડીઓથી તેઓ તેને એફોદની કડીઓ સાથે નીલ રંગની દોરી વડે બાંધે, એ માટે કે ઉરપત્ર એફોદના કારીગરીથી વણેલા પટા પર રહે, અને એફોદ પરથી છોડી લેવામાં ન આવે.
29. અને હારુન પવિત્રસ્થાનમાં પ્રવેશ કરે, ત્યારે તે પોતાની છાતી પર ન્યાયકરણના ઉરપત્રમાં ઇઝરાયલપુત્રોનાં નામ યહોવાની આગળ સતત સ્મરણાર્થે રાખે.
30. અને ન્યાયકરણના ઉરપત્રમાં તું ઉરીમ તથા તુમ્‍મીમ નાંખ; અને હારુન યહોવાની હજૂરમાં જાય, ત્યારે તેઓ તેની છાતી પર રહે. અને હારુન યહોવાની આગળ ઇઝરાયલી લોકોનો ન્યાય પોતાની છાતી પર સદા રાખે.
31. અને એફોદનો જામો આખો નીલ રંગનો બનાવ.
32. અને માથાને માટે તેની વચમાં ચીરો રહે; અને જાણે કવચનો ચીરો હોય; તેમ તે ચીરાની આસપાસ ગૂંથેલા કામની કોર હોય, એ માટે કે તે ફાટે નહિ.
33. અને તેના ઘેર પર, એટલે ઘેરને ફરતાં તું નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના દાડમો, ને તેઓની વચમાં ફરતી સોનાની ઘૂઘરીઓ બનાવ.
34. એક સોનાની ઘૂઘરી ને એક દાડમ, એક સોનાની ઘૂઘરી ને એક દાડમ, એ પ્રમાણે જામાના ઘેરને ફરતું હોય.
35. અને સેવા કરતી વખતે હારુન તે પહેરે; અને તે યહોવાની આગળ પવિત્રસ્થાનમાં જાય ને ત્યાંથી બહાર આવે, ત્યારે તેનો અવાજ પવિત્રસ્થાનમાં જાય ને ત્યાંથી બહાર આવે, ત્યારે તેનો અવાજ સંભળાય, એ માટે કે તે મરે નહિ.
36. અને તું ચોખ્ખા સોનાનું પત્ર બનાવ, ને તેના પર મુદ્રાની કોતરણી પ્રમાણે આ શબ્દો કોતર કે, યહોવાને માટે પવિત્ર.
37. અને તું તેને નીલ રંગની ફીત પર લગાડીને પાઘડી પર એટલે પાઘડીની આગળ રાખ.
38. અને તે હારુનના કપાળ પર રહે, ને ઇઝરાયલી લોકો તેઓનાં સર્વ પવિત્ર દાન આપવામાં જે પવિત્ર વસ્તુઓ પૂજ્ય કરે, તેઓનો અપરાધ હારુનને માથે આવે; અને તે પત્ર તેના કપાળ પર સદા રહે, એ માટે કે તેઓ યહોવાની આગળ માન્ય થાય.
39. અને તું ચોકડીવાળો અંગરખો ઝીણા શણનો વણ, ને તું ઝીણા શણની પાધડી તથા બુટ્ટાદાર કમરબંધ બનાવ.
40. વળી હારુનના દીકરાઓને માટે તું અંગરખાઓકમરબંધો બનાવ, ને ગૌરવ તથા શોભાને અર્થે તું તેઓને માટે ફાળિયાં બનાવ.
41. અને તું તે તારા ભાઈ હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને પહેરાવ. અને તું તેઓનો અભિષેક કર, ને તેઓને પ્રતિષ્ડિત તથા પવિત્ર કર, એ માટે કે તેઓ મારી આગળ યાજકપદ બજાવે.
42. અને તેઓની નગ્નતા ઢાંકવાને તું તેઓને માટે શણના જાંઘિયા બનાવ; તેઓ કમરથી તે જાંઘ સુધી પહોંચે.
43. અને હારુન તથા તેના દીકરાઓ જ્યારે મુલાકાતમંડપમાં જાય, અથવા પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે જ્યારે વેદીની પાસે આવે, ત્યારે તેઓ તે પહેરીને જાય; રખેને તેઓને માથે દોષ આવે ને તેઓ માર્યા જાય. તે તેને માટે તથા તેના પછીના તેના સંતાનને માટે સદાનો વિધિ થાય.

Notes

No Verse Added

Total 40 Chapters, Current Chapter 28 of Total Chapters 40
નિર્ગમન 28
1. વળી ઇઝરાયલીઓમાંથી તું તારા ભાઈ હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજકપદ બજાવવાને માટે તારી પાસે બોલાવ, એટલે હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજકપદ બજાવવાને માટે તારી પાસે બોલાવ, એટલે હારુનને તથા તેના દીકરાઓ નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઇથામારને બોલાવ.
2. અને તારા ભાઈ હારુનને માટે ગૌરવ તથા શોભાને અર્થે તું પવિત્ર વસ્‍ત્રો બનાવ.
3. અને જે બુદ્ધિવંતો છે, એટલે જેઓને મેં બુદ્ધિના આત્માથી ભરપૂર કર્યા છે, તે બધાને તું કહે કે હારુનની પ્રતિષ્ઠા કરવા માટે તેનાં વસ્‍ત્રો તેઓ બનાવે, માટે કે તે મારી આગળ યાજકપદ બજાવે.
4. અને તેઓએ જે વસ્‍ત્ર બનાવવાં તે આ:ઉરપત્ર તથા એફોદ તથા જામો તથા ચોકડાંવાળો ડગલો, પાઘડી તથા કમરબંધ. આવાં પવિત્ર વસ્‍ત્રો તેઓ તારા ભાઈ હારુનને માટે તથા તેના દીકરાઓને માટે બનાવે, માટે કે તે મારી આગળ યાજકપદ બજાવે.
5. અને તેને માટે તેઓ સોનું તથા નીલ તથા જાબુડાં તથા કિરમજી રંગનું તથા ઝીણા શણનું લૂગડું લે.
6. અને તેઓ સોના તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાતેલા શણનો તથા નિપુણ વણકરની કારીગરીનો એફોદ બનાવે.
7. બન્‍ને છેડે જોડેલી બે સ્કંધપટી તેને હોય, માટે કે તે જોડાય.
8. અને એફોદને બાંધવાને માટે તેની ઉપરનો કારીગરીથી વણેલો પટો એવી બનાવટનો હોય, ને તે એની સાથે સળંગ જોડેલો હોય. તે સોનાનો તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના તથા ઝીણા કાંતેલા શણનો બને.
9. અને બે ગોમેદ પાષાણો લઈને તું તેમના પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતર;
10. એક પાષાણ પર તેઓમાંના છનાં નામ, તેમના જન્મકાળ પ્રમાણે અનુક્રમે કોતરવામાં આવે.
11. પાષાણ કોતરનારના કામથી, મુદ્રાની કોતરણી પ્રમાણે, તું બન્‍ને પાષાણ પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતર; તું તેમને સોનાનાં ચોકઠાંમાં બેસાડ.
12. ઇઝરાયલી લોકોને માટે સ્મરણાર્થે પાષાણો થવા માટે તું એફોદની સ્કંધપટીઓ ઉપર તે બન્‍ને પાષાણો જડ; અને હારુન તેના બન્‍ને ખભા પર તેઓનાં નામ યહોવાની આગળ સ્મરણાર્થે રાખે.
13. અને તું સોનાનાં ચોકઠાં બનાવ.
14. વળી ચોખ્ખા સોનાની, દોરાના આકારની, ગૂંથેલા કામની બે સાંકળીઓ બનાવ; અને તે ગૂંથેલી સાંકળીઓ તું ચોકઠાંને લગાડ.
15. અને તું નિપુણ વણકરની કારીગરીનું ન્યાયકરણનું ઉરપત્ર બનાવ; તું તેને એફોદની બનાવટ પ્રમાણે બનાવ. સોનાનું તથા નીલ તથા જાબુડાં તથા કિરમજી રંગનું તથા ઝીણા કાંતેલા શણનું તું તે બનાવ.
16. તે સમચોરસ તથા બેવડું હોય તે એક વેંત લાંબું તથા એક વેંત પહોળું હોય,
17. અને તેમાં તું પાષાણની ચાર હાર જડ:માણેક, પોખરાજ તથા લાલની હાર, તે પહેલી હાર થાય;
18. અને બીજી હાર લીલમ, નીલમ, તથા હીરાની;
19. અને ત્રીજી હાર શનિ, અકીક તથા યાકૂતની;
20. અને ચોથી હાર, પીરોજ તથા ગોમેદ તથા યાસપિસની; એમને સોનાના જડાવમાં જડાવવા.
21. અને ઇઝરાયલના પુત્રોનાં નામ પ્રમાણે, એટલે તેઓનાં નામની સંખ્યા પ્રમાણે, પાષાણો બાર હોય. તેઓ બાર કુળને માટે થાય, એટલે પ્રત્યેક પર મુદ્રા કોતરવાની રીત પ્રમાણે અમુક કુળનું નામ કોતરેલું હોય.
22. અને ઉરપત્ર પર તું ગૂથેલા કામની દોરીના આકારની સાંકળીઓ ચોખ્ખા સોનાની બનાવ.
23. અને તું ઉરપત્ર પર સોનાની બે કડીઓ બનાવીને તેમને ઉરપત્રના બે છેડા પર લગાડ;
24. અને ઉરપત્રના છેડાઓ પરની કડીઓમાં તું તે બે ગૂંથેલી સોનાની સાંકળીઓ નાખ.
25. અને બે ગૂંથેલી સાંકળીઓના બીજા બે છેડા તું બે ચોકઠાંને લગાડ, ને તેઓને એફોદની સ્‍કંધપટીઓ ઉપર તેના આગલા ભાગમાં બેસાડ.
26. અને તું સોનાની બે કડીઓ બનાવીને ઉરપત્રના બે છેડાએ એફોદ ભણીની અંદરની કોર પર લગાડ.
27. અને સોનાની બે કડીઓ બનાવીને એફોદની બે સ્‍કંધપટીઓના નીચલા ભાગમાં, તેની આગળની બાજુએ જોડવાની જગા પાસે, એફોદની કારીગરીથી વણેલા પટાની ઉપર, તું તેઓને લગાડ.
28. અને ઉરપત્રની કડીઓથી તેઓ તેને એફોદની કડીઓ સાથે નીલ રંગની દોરી વડે બાંધે, માટે કે ઉરપત્ર એફોદના કારીગરીથી વણેલા પટા પર રહે, અને એફોદ પરથી છોડી લેવામાં આવે.
29. અને હારુન પવિત્રસ્થાનમાં પ્રવેશ કરે, ત્યારે તે પોતાની છાતી પર ન્યાયકરણના ઉરપત્રમાં ઇઝરાયલપુત્રોનાં નામ યહોવાની આગળ સતત સ્મરણાર્થે રાખે.
30. અને ન્યાયકરણના ઉરપત્રમાં તું ઉરીમ તથા તુમ્‍મીમ નાંખ; અને હારુન યહોવાની હજૂરમાં જાય, ત્યારે તેઓ તેની છાતી પર રહે. અને હારુન યહોવાની આગળ ઇઝરાયલી લોકોનો ન્યાય પોતાની છાતી પર સદા રાખે.
31. અને એફોદનો જામો આખો નીલ રંગનો બનાવ.
32. અને માથાને માટે તેની વચમાં ચીરો રહે; અને જાણે કવચનો ચીરો હોય; તેમ તે ચીરાની આસપાસ ગૂંથેલા કામની કોર હોય, માટે કે તે ફાટે નહિ.
33. અને તેના ઘેર પર, એટલે ઘેરને ફરતાં તું નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના દાડમો, ને તેઓની વચમાં ફરતી સોનાની ઘૂઘરીઓ બનાવ.
34. એક સોનાની ઘૂઘરી ને એક દાડમ, એક સોનાની ઘૂઘરી ને એક દાડમ, પ્રમાણે જામાના ઘેરને ફરતું હોય.
35. અને સેવા કરતી વખતે હારુન તે પહેરે; અને તે યહોવાની આગળ પવિત્રસ્થાનમાં જાય ને ત્યાંથી બહાર આવે, ત્યારે તેનો અવાજ પવિત્રસ્થાનમાં જાય ને ત્યાંથી બહાર આવે, ત્યારે તેનો અવાજ સંભળાય, માટે કે તે મરે નહિ.
36. અને તું ચોખ્ખા સોનાનું પત્ર બનાવ, ને તેના પર મુદ્રાની કોતરણી પ્રમાણે શબ્દો કોતર કે, યહોવાને માટે પવિત્ર.
37. અને તું તેને નીલ રંગની ફીત પર લગાડીને પાઘડી પર એટલે પાઘડીની આગળ રાખ.
38. અને તે હારુનના કપાળ પર રહે, ને ઇઝરાયલી લોકો તેઓનાં સર્વ પવિત્ર દાન આપવામાં જે પવિત્ર વસ્તુઓ પૂજ્ય કરે, તેઓનો અપરાધ હારુનને માથે આવે; અને તે પત્ર તેના કપાળ પર સદા રહે, માટે કે તેઓ યહોવાની આગળ માન્ય થાય.
39. અને તું ચોકડીવાળો અંગરખો ઝીણા શણનો વણ, ને તું ઝીણા શણની પાધડી તથા બુટ્ટાદાર કમરબંધ બનાવ.
40. વળી હારુનના દીકરાઓને માટે તું અંગરખાઓકમરબંધો બનાવ, ને ગૌરવ તથા શોભાને અર્થે તું તેઓને માટે ફાળિયાં બનાવ.
41. અને તું તે તારા ભાઈ હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને પહેરાવ. અને તું તેઓનો અભિષેક કર, ને તેઓને પ્રતિષ્ડિત તથા પવિત્ર કર, માટે કે તેઓ મારી આગળ યાજકપદ બજાવે.
42. અને તેઓની નગ્નતા ઢાંકવાને તું તેઓને માટે શણના જાંઘિયા બનાવ; તેઓ કમરથી તે જાંઘ સુધી પહોંચે.
43. અને હારુન તથા તેના દીકરાઓ જ્યારે મુલાકાતમંડપમાં જાય, અથવા પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે જ્યારે વેદીની પાસે આવે, ત્યારે તેઓ તે પહેરીને જાય; રખેને તેઓને માથે દોષ આવે ને તેઓ માર્યા જાય. તે તેને માટે તથા તેના પછીના તેના સંતાનને માટે સદાનો વિધિ થાય.
Total 40 Chapters, Current Chapter 28 of Total Chapters 40
×

Alert

×

gujarati Letters Keypad References