પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલ અને યેશૂઆની સાથે જે યાજકો આવ્યાં તેઓનાં નામની યાદી: સરાયા, યમિર્યા, એઝરા,
2. અમાર્યા, માલ્લૂખ, હાટ્ટૂશ,
3. શખાન્યા, રહૂમ, મરેમોથ,
4. ઇદ્દો, ગિન્નથોઇ, અબિયા,
5. મીયામીન, માઆદ્યા, બિલ્ગાહ,
6. શમાયા, યોયારીબ, યદાયા,
7. સાલ્લૂ, આમોક, હિલ્કિયા અને યદાયા. યેશૂઆના સમયમાં આ લોકો યાજકોના અને તેના સંબંધીઓના આગેવાનો હતા.
8. વળી તેઓની સાથે આવેલા લેવીઓ આ હતા: યેશૂઆ, બિન્નૂઇ, કાદ્મીએલ, શેરેબ્યા, યહૂદા, માત્તાન્યા માત્તાન્યાએ પોતાના સગાંવહાંલાની સાથે આભાર સ્તુતિનું ગીતનું માર્ગદર્શન આપ્યું.
9. સેવા દરમ્યાન લેવીઓના સગાંવહાંલા બાકબુક્યા અને ઉન્નો વારાફરતી પહેરો ભરવા ઉભા રહ્યાં હતાં.
10. યેશૂઆ યોયાકીમનો પિતા હતો. યોયાકીમ એલ્યાશીબનો પિતા હતો. એલ્યાશીબ યોયાદાનો પિતા હતો;
11. યોયાદા યોનાથાનનો પિતા હતો; યોનાથાન યાદૂઆનો પિતા હતો.
12. યોયાકીમ મુખ્ય યાજકના હાથ નીચે જે યાજકો સેવા કરતા હતા તેઓના આગેવાનોના નામ નીચે પ્રમાણે છે:સારાયા ગોત્રનો આગેવાન મરાયા; યમિર્યા ગોત્રનો આગેવાન હનાન્યા.
13. એઝરા ગોત્રનો આગેવાન મશુલ્લામ, અમાર્યા ગોત્રનો આગેવાન યહોહાનાન.
14. મેલીકુ ગોત્રનો આગેવાન યોનાથાન; શબાન્યા ગોત્રનો આગેવાન યોસેફ.
15. હારીમ ગોત્રનો આગેવાન આદના; મરાયોથ ગોત્રનો આગેવાન હેલ્કાય.
16. ઇદ્દો ગોત્રનો આગેવાન ઝખાર્યા; ગિન્નથોન ગોત્રનો આગેવાન મશુલ્લામ.
17. અબિયા ગોત્રનો આગેવાન ઝિખ્રી; મિન્યામીન તથા મોઆદ્યા ગોત્રનો આગેવાન પિલ્ટાય.
18. બિલ્ગાહ ગોત્રનો આગેવાન શામ્મૂઆ; શમાયા ગોત્રનો આગેવાન યહોનાથાન.
19. યોયારીબ ગોત્રનો આગેવાન માત્તાનાય; યદાયા ગોત્રનો આગેવાન ઉઝઝી.
20. સાલ્લાય ગોત્રનો આગેવાન કાલ્લાય; આમોક ગોત્રનો આગેવાન એબેર.
21. હિલ્કિયા ગોત્રનો આગેવાન હશાબ્યા; યદાયા ગોત્રનો આગેવાન નથાનએલ.
22. લેવીઓ માટે એલ્યાશીબ, યોયાદા, યોહાનાન અને યાદૂઆના સમયમાં કુટુંબોના આગેવાનોની સંપૂર્ણ યાદી તૈયાર થઇ હતી, એવી એક યાદી યાજકોને માટે ઇરાનના રાજા દાર્યાવેશના શાસન દરમ્યાન પણ તૈયાર કરી હતી.
23. લેવીય કુટુંબોના આગેવાનોના નામ એલ્યાશીબના પુત્ર યોહાનાનના સમય સુધી જ ઇતિહાસના પુસ્તકમાં નોંધ કરવામાં આવી હતી.
24. લેવીઓના મુખ્ય આગેવાનો આ પ્રમાણે હતા, હશાબ્યા, શેરેબ્યા તથા કાદ્મીએલનો પુત્ર યેશૂઆ, તથા તેઓના સગાંવહાંલા. આ સમૂહો સામસામે ઊભા રહીને ગાતા, વારાફરતી પોતપોતાના સમયે ઇશ્વર ભકત દાઉદની આજ્ઞા પ્રમાણે, સ્તુતિના ગીત ગાતા હતા.
25. માત્તાન્યા, બાકબુક્યા, ઓબાદ્યા, મશુલ્લામ, ટાલ્મોન અને આક્કૂબ, તેઓ ભંડારોના દરવાજાની ચોકી કરતાં દ્વારપાળો હતા.
26. તેઓ યોસાદાકના પુત્ર યેશૂઆના પુત્ર યોયાકીમના સમયમાં તેમજ પ્રશાશક નહેમ્યાના સમયમાં તથા એઝરા યાજક જે લહિયો હતો તેના સમયમાં હતા.
27. યરૂશાલેમની દીવાલની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગ્યાઓમાંથી શોધી કાઢયા અને તેમને, દેવની આભારસ્તુતિનાં ગાયનો ગાવા, તથા ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ યરૂશાલેમમાં લાવે, તેઓએ પ્રતિષ્ઠા વિધિ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવી.
28. ગવૈયાઓના પુત્ર યરૂશાલેમની આસપાસના મેદાનમાંથી તથા નટોફાથીઓનાં ગામોમાંથી એકઠા થયા;
29. વળી તેઓ બેથ ગિલ્ગાલથી તથા ગેબાના અને આઝમાવેથનાઁ પ્રદેશમાંથી પણ એકઠા થયા; કારણકે ગવૈયાઓએ પોતાને માટે યરૂશાલેમની આસપાસ ગામો બાંધ્યા હતાં.
30. યાજકોએ તથા લેવીઓએ પોતાની જાતને પવિત્ર કરી અને પછી લોકોને, દરવાજાઓને તથા દીવાલોને પણ પવિત્ર કર્યા.
31. ત્યાર પછી મેં યહૂદાના આગેવાનોને બે મોટા સમૂહ બનાવી દેવનો આભાર માનવા ભેગા કર્યા. તેઓ ચાલતા ચાલતા આભાર સ્તુતિના ગીત ગાતા હતા અને એક સમુહ દીવાલની ધારેધારે ચાલીને “કચરાના દરવાજા” પાસે ગયા.
32. હોશાયા તેઓની પાછળ ચાલતો હતો અને યહૂદાના અડધા આગેવાનો તેની પાછળ ચાલતા હતા.
33. તેમાં અઝાર્યા, એઝરા, મશુલ્લામ,
34. યહૂદા, બિન્યામીન, શમાયા અને યમિર્યાનો સમાવેશ થતો હતો.
35. તથા યાજકોના સમૂહમાંના કેટલાક રણશિંગડા લઇને ચાલ્યા; ઝખાર્યા પણ તેમાંનો એક હતો, (ઝખાર્યા યોનાથાનનો પુત્ર હતો, યોનાથાન શમાયાનો પુત્ર, જે માતાન્યાનો પુત્ર હતો તે મીખાયાનો પુત્ર હતો, મીખાયા ઝાક્કૂરનો પુત્ર હતો, અને ઝાક્કૂર આસાફનો પુત્ર હતો.)
36. અને તેના સગાંવહાંલા દરમ્યાન, શમાયા તથા અઝારએલ, મિલલાય, ગિલલાય, માઆય, નથાનએલ, યહૂદા તથા હનાની, તેઓ ઇશ્વર ભકત દાઉદના વાજિંત્રો લઇને ચાલ્યા. અને લહિયો એઝરા તેઓની આગળ ચાલતો હતો;
37. તેઓ ‘ઝરાના દરવાજા’ પાસે આવ્યા. ત્યાંથી તેઓ સીધા આગળ ચાલીને દાઉદના શહેરના પગથિયાં પર ચઢયા જ્યાં દીવાલ દાઉદના મહેલની પર થઇને જાય છે અને પછી પૂર્વ તરફ ‘પાણીના દરવાજા’ તરફ વળી જાય છે.
38. આભારસ્તુતિ કરનારાઓની બીજી ટોળી તેઓની ડાબી બાજુ તરફ ગઇ. હું બાકીના અડધા લોકો સાથે દીવાલ પર તેની પાછળ ગયો અને ભઠ્ઠીના મિનારાને વટાવીને પહોળી દીવાલ સુધી ગયો,
39. અને ત્યાંથી એફ્રાઇમ દરવાજાના પર, ‘જૂનો દરવાજો,’ મચ્છી દરવાજો, હનાનએલનો બૂરજ અને હામ્મેઆહ બૂરજ વટાવીને ઘેટાં-દરવાજા સુધી ગયા. ચોકીદારના દરવાજા આગળ આવીને અમે અટક્યા.
40. પછી બંને આભાર સ્તુતિના ગાયક વૃંદના સમૂહો દેવના મંદિરમાં ઉભા રહ્યાં. હું તથા મારી સાથે અડધા અધિકારીઓ પણ મંદિરમાં ઊભા રહ્યા;
41. પછી આ યાજકો તેમની જગ્યાએ ઉભા રહ્યાં. એલ્યાકીમ, માઅસેયા, મિન્યામીન, મીખાયા, એલ્યોએનાય, ઝખાર્યા, હનાન્યા, એ યાજકો રણશિંગડા લઇને ઊભા રહ્યા;
42. અને યાજકો માઅસેયા, શમાયા, એલઆઝાર, ઉઝિઝ, યહોહાનાન, માલ્કિયા, એલામ અને એઝેર અને ગવૈયાઓએ તેમના નેતા યિઝાહ્યાની સાથે ગાતા હતાં.
43. તે દિવસે તેમણે પુષ્કળ બલીઓ અપીર્ તથા આનંદોત્સવ કર્યો; કારણ કે દેવે તેઓને આનંદથી અને સુખથી ભરપૂર કર્યા હતા; વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો; તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરૂશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો.
44. તે દિવસે અર્પણો, દશાંશો, અને પ્રથમ ફળોના અર્પણો નિયમો પ્રમાણે એકત્ર કરીને તેને ભંડારોમાં મૂકવા માટે માણસોની નિમણૂંક કરવામાં આવી. આ અર્પણો યાજકો તથા લેવીઓને આપવામાં આવતા હતા. યહૂદાના લોકો, યાજકો તથા લેવીઓની સેવાથી ખૂબ જ પ્રસન્ન હતા.
45. તેઓએ, ગવૈયાઓએ તથા દ્વારપાળોએ પોતાના દેવની સેવા કરી, તથા દાઉદ તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે લોકોને પવિત્ર કર્યા.
46. કારણ કે પ્રાચીનકાળમાં દાઉદના અને આસાફના સમયમાં ગાયકોનો એક આગેવાન થતો હતો. વળી દેવના સ્તવનનાઁ તથા આભારસ્તુતિના ગીતો પણ હતાઁ.
47. ઝરુબ્બાબેલનાઁ તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇસ્રાએલીઓએ ગવૈયાઓને તથા દ્વારપાળોને દરરોજ તેમનો હિસ્સો આપ્યો; જે લેવીઓને માટે હતું તે તેઓએ એક બાજુ મુકી દીધું, અને લેવીઓએ જે હારુનના વંશજો માટે હતું તે એક બાજુ મૂક્યું.

Notes

No Verse Added

Total 13 Chapters, Selected Chapter 12 / 13
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
Nehemiah 12:46
1 શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલ અને યેશૂઆની સાથે જે યાજકો આવ્યાં તેઓનાં નામની યાદી: સરાયા, યમિર્યા, એઝરા, 2 અમાર્યા, માલ્લૂખ, હાટ્ટૂશ, 3 શખાન્યા, રહૂમ, મરેમોથ, 4 ઇદ્દો, ગિન્નથોઇ, અબિયા, 5 મીયામીન, માઆદ્યા, બિલ્ગાહ, 6 શમાયા, યોયારીબ, યદાયા, 7 સાલ્લૂ, આમોક, હિલ્કિયા અને યદાયા. યેશૂઆના સમયમાં આ લોકો યાજકોના અને તેના સંબંધીઓના આગેવાનો હતા. 8 વળી તેઓની સાથે આવેલા લેવીઓ આ હતા: યેશૂઆ, બિન્નૂઇ, કાદ્મીએલ, શેરેબ્યા, યહૂદા, માત્તાન્યા માત્તાન્યાએ પોતાના સગાંવહાંલાની સાથે આભાર સ્તુતિનું ગીતનું માર્ગદર્શન આપ્યું. 9 સેવા દરમ્યાન લેવીઓના સગાંવહાંલા બાકબુક્યા અને ઉન્નો વારાફરતી પહેરો ભરવા ઉભા રહ્યાં હતાં. 10 યેશૂઆ યોયાકીમનો પિતા હતો. યોયાકીમ એલ્યાશીબનો પિતા હતો. એલ્યાશીબ યોયાદાનો પિતા હતો; 11 યોયાદા યોનાથાનનો પિતા હતો; યોનાથાન યાદૂઆનો પિતા હતો. 12 યોયાકીમ મુખ્ય યાજકના હાથ નીચે જે યાજકો સેવા કરતા હતા તેઓના આગેવાનોના નામ નીચે પ્રમાણે છે:સારાયા ગોત્રનો આગેવાન મરાયા; યમિર્યા ગોત્રનો આગેવાન હનાન્યા. 13 એઝરા ગોત્રનો આગેવાન મશુલ્લામ, અમાર્યા ગોત્રનો આગેવાન યહોહાનાન. 14 મેલીકુ ગોત્રનો આગેવાન યોનાથાન; શબાન્યા ગોત્રનો આગેવાન યોસેફ. 15 હારીમ ગોત્રનો આગેવાન આદના; મરાયોથ ગોત્રનો આગેવાન હેલ્કાય. 16 ઇદ્દો ગોત્રનો આગેવાન ઝખાર્યા; ગિન્નથોન ગોત્રનો આગેવાન મશુલ્લામ. 17 અબિયા ગોત્રનો આગેવાન ઝિખ્રી; મિન્યામીન તથા મોઆદ્યા ગોત્રનો આગેવાન પિલ્ટાય. 18 બિલ્ગાહ ગોત્રનો આગેવાન શામ્મૂઆ; શમાયા ગોત્રનો આગેવાન યહોનાથાન. 19 યોયારીબ ગોત્રનો આગેવાન માત્તાનાય; યદાયા ગોત્રનો આગેવાન ઉઝઝી. 20 સાલ્લાય ગોત્રનો આગેવાન કાલ્લાય; આમોક ગોત્રનો આગેવાન એબેર. 21 હિલ્કિયા ગોત્રનો આગેવાન હશાબ્યા; યદાયા ગોત્રનો આગેવાન નથાનએલ. 22 લેવીઓ માટે એલ્યાશીબ, યોયાદા, યોહાનાન અને યાદૂઆના સમયમાં કુટુંબોના આગેવાનોની સંપૂર્ણ યાદી તૈયાર થઇ હતી, એવી એક યાદી યાજકોને માટે ઇરાનના રાજા દાર્યાવેશના શાસન દરમ્યાન પણ તૈયાર કરી હતી. 23 લેવીય કુટુંબોના આગેવાનોના નામ એલ્યાશીબના પુત્ર યોહાનાનના સમય સુધી જ ઇતિહાસના પુસ્તકમાં નોંધ કરવામાં આવી હતી. 24 લેવીઓના મુખ્ય આગેવાનો આ પ્રમાણે હતા, હશાબ્યા, શેરેબ્યા તથા કાદ્મીએલનો પુત્ર યેશૂઆ, તથા તેઓના સગાંવહાંલા. આ સમૂહો સામસામે ઊભા રહીને ગાતા, વારાફરતી પોતપોતાના સમયે ઇશ્વર ભકત દાઉદની આજ્ઞા પ્રમાણે, સ્તુતિના ગીત ગાતા હતા. 25 માત્તાન્યા, બાકબુક્યા, ઓબાદ્યા, મશુલ્લામ, ટાલ્મોન અને આક્કૂબ, તેઓ ભંડારોના દરવાજાની ચોકી કરતાં દ્વારપાળો હતા. 26 તેઓ યોસાદાકના પુત્ર યેશૂઆના પુત્ર યોયાકીમના સમયમાં તેમજ પ્રશાશક નહેમ્યાના સમયમાં તથા એઝરા યાજક જે લહિયો હતો તેના સમયમાં હતા. 27 યરૂશાલેમની દીવાલની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગ્યાઓમાંથી શોધી કાઢયા અને તેમને, દેવની આભારસ્તુતિનાં ગાયનો ગાવા, તથા ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ યરૂશાલેમમાં લાવે, તેઓએ પ્રતિષ્ઠા વિધિ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવી. 28 ગવૈયાઓના પુત્ર યરૂશાલેમની આસપાસના મેદાનમાંથી તથા નટોફાથીઓનાં ગામોમાંથી એકઠા થયા; 29 વળી તેઓ બેથ ગિલ્ગાલથી તથા ગેબાના અને આઝમાવેથનાઁ પ્રદેશમાંથી પણ એકઠા થયા; કારણકે ગવૈયાઓએ પોતાને માટે યરૂશાલેમની આસપાસ ગામો બાંધ્યા હતાં. 30 યાજકોએ તથા લેવીઓએ પોતાની જાતને પવિત્ર કરી અને પછી લોકોને, દરવાજાઓને તથા દીવાલોને પણ પવિત્ર કર્યા. 31 ત્યાર પછી મેં યહૂદાના આગેવાનોને બે મોટા સમૂહ બનાવી દેવનો આભાર માનવા ભેગા કર્યા. તેઓ ચાલતા ચાલતા આભાર સ્તુતિના ગીત ગાતા હતા અને એક સમુહ દીવાલની ધારેધારે ચાલીને “કચરાના દરવાજા” પાસે ગયા. 32 હોશાયા તેઓની પાછળ ચાલતો હતો અને યહૂદાના અડધા આગેવાનો તેની પાછળ ચાલતા હતા. 33 તેમાં અઝાર્યા, એઝરા, મશુલ્લામ, 34 યહૂદા, બિન્યામીન, શમાયા અને યમિર્યાનો સમાવેશ થતો હતો. 35 તથા યાજકોના સમૂહમાંના કેટલાક રણશિંગડા લઇને ચાલ્યા; ઝખાર્યા પણ તેમાંનો એક હતો, (ઝખાર્યા યોનાથાનનો પુત્ર હતો, યોનાથાન શમાયાનો પુત્ર, જે માતાન્યાનો પુત્ર હતો તે મીખાયાનો પુત્ર હતો, મીખાયા ઝાક્કૂરનો પુત્ર હતો, અને ઝાક્કૂર આસાફનો પુત્ર હતો.) 36 અને તેના સગાંવહાંલા દરમ્યાન, શમાયા તથા અઝારએલ, મિલલાય, ગિલલાય, માઆય, નથાનએલ, યહૂદા તથા હનાની, તેઓ ઇશ્વર ભકત દાઉદના વાજિંત્રો લઇને ચાલ્યા. અને લહિયો એઝરા તેઓની આગળ ચાલતો હતો; 37 તેઓ ‘ઝરાના દરવાજા’ પાસે આવ્યા. ત્યાંથી તેઓ સીધા આગળ ચાલીને દાઉદના શહેરના પગથિયાં પર ચઢયા જ્યાં દીવાલ દાઉદના મહેલની પર થઇને જાય છે અને પછી પૂર્વ તરફ ‘પાણીના દરવાજા’ તરફ વળી જાય છે. 38 આભારસ્તુતિ કરનારાઓની બીજી ટોળી તેઓની ડાબી બાજુ તરફ ગઇ. હું બાકીના અડધા લોકો સાથે દીવાલ પર તેની પાછળ ગયો અને ભઠ્ઠીના મિનારાને વટાવીને પહોળી દીવાલ સુધી ગયો, 39 અને ત્યાંથી એફ્રાઇમ દરવાજાના પર, ‘જૂનો દરવાજો,’ મચ્છી દરવાજો, હનાનએલનો બૂરજ અને હામ્મેઆહ બૂરજ વટાવીને ઘેટાં-દરવાજા સુધી ગયા. ચોકીદારના દરવાજા આગળ આવીને અમે અટક્યા. 40 પછી બંને આભાર સ્તુતિના ગાયક વૃંદના સમૂહો દેવના મંદિરમાં ઉભા રહ્યાં. હું તથા મારી સાથે અડધા અધિકારીઓ પણ મંદિરમાં ઊભા રહ્યા; 41 પછી આ યાજકો તેમની જગ્યાએ ઉભા રહ્યાં. એલ્યાકીમ, માઅસેયા, મિન્યામીન, મીખાયા, એલ્યોએનાય, ઝખાર્યા, હનાન્યા, એ યાજકો રણશિંગડા લઇને ઊભા રહ્યા; 42 અને યાજકો માઅસેયા, શમાયા, એલઆઝાર, ઉઝિઝ, યહોહાનાન, માલ્કિયા, એલામ અને એઝેર અને ગવૈયાઓએ તેમના નેતા યિઝાહ્યાની સાથે ગાતા હતાં. 43 તે દિવસે તેમણે પુષ્કળ બલીઓ અપીર્ તથા આનંદોત્સવ કર્યો; કારણ કે દેવે તેઓને આનંદથી અને સુખથી ભરપૂર કર્યા હતા; વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો; તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરૂશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો. 44 તે દિવસે અર્પણો, દશાંશો, અને પ્રથમ ફળોના અર્પણો નિયમો પ્રમાણે એકત્ર કરીને તેને ભંડારોમાં મૂકવા માટે માણસોની નિમણૂંક કરવામાં આવી. આ અર્પણો યાજકો તથા લેવીઓને આપવામાં આવતા હતા. યહૂદાના લોકો, યાજકો તથા લેવીઓની સેવાથી ખૂબ જ પ્રસન્ન હતા. 45 તેઓએ, ગવૈયાઓએ તથા દ્વારપાળોએ પોતાના દેવની સેવા કરી, તથા દાઉદ તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે લોકોને પવિત્ર કર્યા. 46 કારણ કે પ્રાચીનકાળમાં દાઉદના અને આસાફના સમયમાં ગાયકોનો એક આગેવાન થતો હતો. વળી દેવના સ્તવનનાઁ તથા આભારસ્તુતિના ગીતો પણ હતાઁ. 47 ઝરુબ્બાબેલનાઁ તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇસ્રાએલીઓએ ગવૈયાઓને તથા દ્વારપાળોને દરરોજ તેમનો હિસ્સો આપ્યો; જે લેવીઓને માટે હતું તે તેઓએ એક બાજુ મુકી દીધું, અને લેવીઓએ જે હારુનના વંશજો માટે હતું તે એક બાજુ મૂક્યું.
Total 13 Chapters, Selected Chapter 12 / 13
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References