1. હે ઈશ્વર, મારો ન્યાય કરો, તથા અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; કપટી તથા અન્યાયી માણસથી મને છોડાવો.
|
2. કેમ કે, હે ઈશ્વર, તમે મારું સામર્થ્ય છો; તમે મને કેમ વેગળો કર્યો છે? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?
|
3. તમારું અજવાળું તથા સત્ય મોકલો કે, તેઓ મને દોરે; તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.
|
4. ત્યારે હું ઈશ્વરની વેદી પાસે, ઈશ્વર જે મારો અત્યાનંદ છે તેમની પાસે જઈશ; હે ઈશ્વર, હે મારા ઈશ્વર, હું વીણા સાથે તમારી આભારસ્તુતિ કરીશ.
|
5. હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ; કેમ કે જે મારા મુખનું તારણ તથા મારા ઈશ્વર છે, તેમનું સ્તવન હું હજી કરીશ.
|