પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. દાઉદનું [ગીત]. યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે; હું કોનાથી બીઉં? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનું ભય લાગે?
2. જ્યારે કુકર્મીઓ, એટલે મારા વેરીઓ તથા શત્રુઓ, મને ઠાર કરવાને ચઢી આવ્યા, ત્યારે તેઓ ઠેસ ખાઈને પડી ગયા.
3. જો કે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે, તોપણ હું મનમાં ડરીશ નહિ. જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, તો પણ હું [ઈશ્વર પર] ભરોસો રાખીશ.
4. યહોવા પાસે મેં એક વરદાન માગ્યું છે, કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, જેથી તેમના સૌંદર્યનું અવલોકન કર્યા કરું, અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.
5. કેમ કે સંકટને સમયે તે પોતાના માંડવામાં મને ગુપ્ત રાખશે; પોતાના મંડપને આશ્રયે તે મને સંતાડશે; તે મને ખડક ઉપર ચઢાવશે.
6. હવે મારી આસપાસના‍ શત્રુઓ ઉપર મારું માથું ઊંચું કરવામાં આવશે. અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અપર્ણ ચઢાવીશ; હું ગાઈશ, હા, હું યહોવાનાં સ્તોત્ર ગાઈશ.
7. હે યહોવા, હું મારી વાણીથી વિનંતી કરું છું ત્યારે તે સાંભળો; વળી મારા પર દયા કરીને મને ઉત્તર આપો.
8. “મારું મુખ શોધ” [એમ તમે મને કહ્યું, ત્યારે] મારા હ્રદયે તમને કહ્યું કે, હે યહોવા, હું તમારું મુખ શોધીશ.
9. મારાથી તમારું મુખ ન ફેરવો. કોપ કરીને તમારા સેવકને કાઢી ન મૂકો. તમે મારા સહાય [કારી] થયા છો; હે મારા તારણના ઈશ્વર, મને દૂર ન કરો, અને મને તજી ન દો.
10. મારા પિતાએ તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવા મને સંભાળશે.
11. હે યહોવા, તમારો માર્ગ મને શીખવો; અને મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગમાં દોરી જાઓ.
12. મને મારા વેરીઓની ઇચ્છાને સ્વાધીન ન કરો, કેમ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા મારી વિરુદ્ધ ઊઠયા છે.
13. આ જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ ન કર્યો હોત તો [હું નિર્ગત થઈ જાત].
14. યહોવાની રાહ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાની રાહ જો.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 27 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 27:30
1. દાઉદનું ગીત. યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે; હું કોનાથી બીઉં? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનું ભય લાગે?
2. જ્યારે કુકર્મીઓ, એટલે મારા વેરીઓ તથા શત્રુઓ, મને ઠાર કરવાને ચઢી આવ્યા, ત્યારે તેઓ ઠેસ ખાઈને પડી ગયા.
3. જો કે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે, તોપણ હું મનમાં ડરીશ નહિ. જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઊઠે, તો પણ હું ઈશ્વર પર ભરોસો રાખીશ.
4. યહોવા પાસે મેં એક વરદાન માગ્યું છે, કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, જેથી તેમના સૌંદર્યનું અવલોકન કર્યા કરું, અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.
5. કેમ કે સંકટને સમયે તે પોતાના માંડવામાં મને ગુપ્ત રાખશે; પોતાના મંડપને આશ્રયે તે મને સંતાડશે; તે મને ખડક ઉપર ચઢાવશે.
6. હવે મારી આસપાસના‍ શત્રુઓ ઉપર મારું માથું ઊંચું કરવામાં આવશે. અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અપર્ણ ચઢાવીશ; હું ગાઈશ, હા, હું યહોવાનાં સ્તોત્ર ગાઈશ.
7. હે યહોવા, હું મારી વાણીથી વિનંતી કરું છું ત્યારે તે સાંભળો; વળી મારા પર દયા કરીને મને ઉત્તર આપો.
8. “મારું મુખ શોધ” એમ તમે મને કહ્યું, ત્યારે મારા હ્રદયે તમને કહ્યું કે, હે યહોવા, હું તમારું મુખ શોધીશ.
9. મારાથી તમારું મુખ ફેરવો. કોપ કરીને તમારા સેવકને કાઢી મૂકો. તમે મારા સહાય કારી થયા છો; હે મારા તારણના ઈશ્વર, મને દૂર કરો, અને મને તજી દો.
10. મારા પિતાએ તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવા મને સંભાળશે.
11. હે યહોવા, તમારો માર્ગ મને શીખવો; અને મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગમાં દોરી જાઓ.
12. મને મારા વેરીઓની ઇચ્છાને સ્વાધીન કરો, કેમ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા મારી વિરુદ્ધ ઊઠયા છે.
13. જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ કર્યો હોત તો હું નિર્ગત થઈ જાત.
14. યહોવાની રાહ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાની રાહ જો.
Total 150 Chapters, Current Chapter 27 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References