પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. યહોવાએ મૂસાને કહ્યું,
2. “હારુનના વંશના યાજકોને કહે કે,
3. કોઈ યાજકે પોતાનાં માંતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ અથવા ઘરમાં રહેતી કુંવારી સગી બહેન જેવાં લોહીની સગાઈ સિવાયના બીજાં સગાંના મૃત્યુ વખતે શબ પાસે જઈને કે અડીને અભડાવું નહિ.
4. કારણ, યાજક તેના લોકોનો આગેવાન છે તેથી તેણે જે લોકો તેના નજીકના સગા નથી, તેઓના મૃતદેહને અડીને પોતાની જાતને અશુદ્ધ કરવી નહિ.
5. “યાજકોએ શોક પાળવા માંટે પોતાના માંથાના વાળ મૂંડાવવા નહિ, તેમજ દાઢીની કિનાર પણ મૂંડાવવી નહિ અને પોતાના શરીર પર કોઈ ઘા પણ પાડવો નહિ.
6. તેઓ માંરા છે તેથી પવિત્ર રહેવા બંધાયેલા છે, તેમણે માંરા નામને કલંક લગાડવું નહિ, કારણ તેઓ યહોવાના હોમયજ્ઞો એટલે પોતાના અર્પણ મને ધરાવનાર છે, તેથી તેમણે પવિત્રતા જાળવવી જોઈએ.
7. “તેમણે વારાંગનાને અથવા કૌમાંર્ય ગુમાંવેલી કે છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણવું નહિ, કારણ યાજક તો દેવને સમર્પિત થયેલ હોય છે.
8. તમાંરે યાજકને પવિત્ર ગણવો જોઈએ, કારણ કે મને અર્પણ ધરાવનાર તે છે. તમાંરે તેને પવિત્ર ગણવો જોઈએ, કારણ હું યહોવા પવિત્ર છું અને તમને પવિત્ર બનાવું છું.
9. “જો કોઈ યાજકની પુત્રી વારાંગના થઈ જાય તો તે પોતાના પિતાને કલંકિત કરે છે, તેથી તેને બાળી મૂકવી.
10. “તેલથી અભિષેક થયેલા અને યાજકનાં વસ્ત્રો પરિધાન કરી દીક્ષિત થયેલા વડા યાજકે શોક પાળવા પોતાના વાળ છૂટા મૂકવા નહિ તથા પોતાનાં વસ્ત્રો ફાડવા નહિ.
11. જે જગ્યાએ માંણસનું શબ પડયું હોય ત્યાં તેણે જવું નહિ, અશુદ્ધ થવું નહિ, પછી ભલે તે શબ પોતાના પિતા કે માંતાનું હોય.
12. તેલથી અભિષિક્ત થઈને તે મને સમર્પિત થયેલ છે, એટલે તે ફરજ પર હાજર હોય ત્યારે પવિત્રસ્થાનની બહાર જાય નહિ તેમજ ત્યાં જવા માંટે માંરા મુલાકાતમંડપને છોડી તેણે તેને ભ્રષ્ટ કરવાનો નથી, કારણ હું યહોવા છું.
13. “જેનું કૌમાંર્ય કાયમ હોય તેવી સ્ત્રી સાથે જ તેને લગ્ન કરવા.
14. તેણે કોઈ વિધવાને, કે વારાંગનાને, કે છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણવું નહિ, પણ પોતાના લોકમાંની જ કોઈ કુમાંરિકા સાથે જ પરણવું.
15. નહિ તો તેનાં સંતાનો વગળવંશી થઈ જશે, તેમનું અડધું લોહી યાજકનું અને અડધું લોહી સામાંન્ય હોય તેમ બનવું જોઈએ નહિ. હું યહોવા છું. મેં મહા યાજકને પવિત્ર બનાવેલો છે.”
16. યહોવાએ મૂસાને કહ્યું,
17. “તું હારુનને કહે કે, તારા શારીરિક ખોડખાંપણવાળા કોઈ પણ વંશજે મને અર્પણ ધરાવવું નહિ.
18. શારીરિક ખોડખાંપણવાળા કોઈ પણ માંણસે પછી તે આંધળો હોય, કે લૂલો હોય, કોઈ અંગ અતિશય મોટું હોય કે નાનું હોય,
19. અથવા ઠૂંઠો હોય કે લંગડો હોય,
20. ખૂંધો હોય કે વામણો હોય, કે નેત્રનો રોગ કે ચામડીનો રોગ થયેલો હોય, કે વ્યંઢળ હોય અર્પણ ધરાવવું નહિ.
21. “હારુનના શારીરિક ખોડખાંપણવાળા કોઈ પણ વંશજે મને આહુતિ ધરાવવી નહિ, જો તેનામાં કોઈ ખોડ હોય તો તેણે માંરું અર્પણ ધરાવવું નહિ.
22. તેમ છતાં દેવ સમક્ષ ધરાવેલ અર્પણ પવિત્ર તેમજ પરમપવિત્ર અર્પણોમાંથી યાજકોનો જે ભાગ છે તેમાંથી તે જમી શકે.
23. પરંતુ તેણે પડદાની નજીક કે પડદાની પાછળ અગ્નિની વેદીની નજીક જવું નહિ કારણ તેનામાં શારીરિક ખોડ છે, અને તેણે માંરી પવિત્ર જગ્યાઓને ભ્રષ્ટ કરવાની નથી; કારણ મેં યહોવાએ તેને પવિત્ર કરેલી છે.”
24. મૂસાએ હારુનને અને તેના પુત્રોને અને સૌ ઇસ્રાએલીઓને આ પ્રમાંણે જણાવ્યું.

Notes

No Verse Added

Total 27 Chapters, Selected Chapter 21 / 27
Leviticus 21:11
1 યહોવાએ મૂસાને કહ્યું, 2 “હારુનના વંશના યાજકોને કહે કે, 3 કોઈ યાજકે પોતાનાં માંતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ અથવા ઘરમાં રહેતી કુંવારી સગી બહેન જેવાં લોહીની સગાઈ સિવાયના બીજાં સગાંના મૃત્યુ વખતે શબ પાસે જઈને કે અડીને અભડાવું નહિ. 4 કારણ, યાજક તેના લોકોનો આગેવાન છે તેથી તેણે જે લોકો તેના નજીકના સગા નથી, તેઓના મૃતદેહને અડીને પોતાની જાતને અશુદ્ધ કરવી નહિ. 5 “યાજકોએ શોક પાળવા માંટે પોતાના માંથાના વાળ મૂંડાવવા નહિ, તેમજ દાઢીની કિનાર પણ મૂંડાવવી નહિ અને પોતાના શરીર પર કોઈ ઘા પણ પાડવો નહિ. 6 તેઓ માંરા છે તેથી પવિત્ર રહેવા બંધાયેલા છે, તેમણે માંરા નામને કલંક લગાડવું નહિ, કારણ તેઓ યહોવાના હોમયજ્ઞો એટલે પોતાના અર્પણ મને ધરાવનાર છે, તેથી તેમણે પવિત્રતા જાળવવી જોઈએ. 7 “તેમણે વારાંગનાને અથવા કૌમાંર્ય ગુમાંવેલી કે છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણવું નહિ, કારણ યાજક તો દેવને સમર્પિત થયેલ હોય છે. 8 તમાંરે યાજકને પવિત્ર ગણવો જોઈએ, કારણ કે મને અર્પણ ધરાવનાર તે છે. તમાંરે તેને પવિત્ર ગણવો જોઈએ, કારણ હું યહોવા પવિત્ર છું અને તમને પવિત્ર બનાવું છું. 9 “જો કોઈ યાજકની પુત્રી વારાંગના થઈ જાય તો તે પોતાના પિતાને કલંકિત કરે છે, તેથી તેને બાળી મૂકવી. 10 “તેલથી અભિષેક થયેલા અને યાજકનાં વસ્ત્રો પરિધાન કરી દીક્ષિત થયેલા વડા યાજકે શોક પાળવા પોતાના વાળ છૂટા મૂકવા નહિ તથા પોતાનાં વસ્ત્રો ફાડવા નહિ. 11 જે જગ્યાએ માંણસનું શબ પડયું હોય ત્યાં તેણે જવું નહિ, અશુદ્ધ થવું નહિ, પછી ભલે તે શબ પોતાના પિતા કે માંતાનું હોય. 12 તેલથી અભિષિક્ત થઈને તે મને સમર્પિત થયેલ છે, એટલે તે ફરજ પર હાજર હોય ત્યારે પવિત્રસ્થાનની બહાર જાય નહિ તેમજ ત્યાં જવા માંટે માંરા મુલાકાતમંડપને છોડી તેણે તેને ભ્રષ્ટ કરવાનો નથી, કારણ હું યહોવા છું. 13 “જેનું કૌમાંર્ય કાયમ હોય તેવી સ્ત્રી સાથે જ તેને લગ્ન કરવા. 14 તેણે કોઈ વિધવાને, કે વારાંગનાને, કે છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણવું નહિ, પણ પોતાના લોકમાંની જ કોઈ કુમાંરિકા સાથે જ પરણવું. 15 નહિ તો તેનાં સંતાનો વગળવંશી થઈ જશે, તેમનું અડધું લોહી યાજકનું અને અડધું લોહી સામાંન્ય હોય તેમ બનવું જોઈએ નહિ. હું યહોવા છું. મેં મહા યાજકને પવિત્ર બનાવેલો છે.” 16 યહોવાએ મૂસાને કહ્યું, 17 “તું હારુનને કહે કે, તારા શારીરિક ખોડખાંપણવાળા કોઈ પણ વંશજે મને અર્પણ ધરાવવું નહિ. 18 શારીરિક ખોડખાંપણવાળા કોઈ પણ માંણસે પછી તે આંધળો હોય, કે લૂલો હોય, કોઈ અંગ અતિશય મોટું હોય કે નાનું હોય, 19 અથવા ઠૂંઠો હોય કે લંગડો હોય, 20 ખૂંધો હોય કે વામણો હોય, કે નેત્રનો રોગ કે ચામડીનો રોગ થયેલો હોય, કે વ્યંઢળ હોય અર્પણ ધરાવવું નહિ. 21 “હારુનના શારીરિક ખોડખાંપણવાળા કોઈ પણ વંશજે મને આહુતિ ધરાવવી નહિ, જો તેનામાં કોઈ ખોડ હોય તો તેણે માંરું અર્પણ ધરાવવું નહિ. 22 તેમ છતાં દેવ સમક્ષ ધરાવેલ અર્પણ પવિત્ર તેમજ પરમપવિત્ર અર્પણોમાંથી યાજકોનો જે ભાગ છે તેમાંથી તે જમી શકે. 23 પરંતુ તેણે પડદાની નજીક કે પડદાની પાછળ અગ્નિની વેદીની નજીક જવું નહિ કારણ તેનામાં શારીરિક ખોડ છે, અને તેણે માંરી પવિત્ર જગ્યાઓને ભ્રષ્ટ કરવાની નથી; કારણ મેં યહોવાએ તેને પવિત્ર કરેલી છે.” 24 મૂસાએ હારુનને અને તેના પુત્રોને અને સૌ ઇસ્રાએલીઓને આ પ્રમાંણે જણાવ્યું.
Total 27 Chapters, Selected Chapter 21 / 27
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References