પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
નિર્ગમન
1. વળી તું દશ પડદાનો મંડપ બનાવ. ઝીણા કાંતેલા શણના, ને નીલ જાબુંડા તથા કિરમજી રંગના, નિપુણ વણકરની કારીગરીના કરૂબોવાળા પડદા બનાવ.
2. દરેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો, ને ચાર હાથ પહોળો હોય. સર્વ પડદા એક માપના હોય.
3. પાંચ પડદા એકબીજા સાથે જોડાય અને બીજા પાંચ પડદા એકબીજા સાથે જોડાય.
4. અને પહેલા સમૂહનો જે છેલ્‍લો પડદો તેની કોરે તું નીલવર્ણા નાકાં બનાવ; અને બીજા સમૂહના છેલ્‍લા પડદાની કોરે તું એમ જ કર.
5. એક પડદામાં તું પચાસ નાકાં બનાવ, ને બીજા સમૂહના પડદાની કોરે પચાસ નાકાં બનાવ; નાકાં એકબીજાની સામસામે આવે.
6. અને સોનાના પચાસ ચાપડા બનાવીને તું તેઓ વડે પડદાને એકબીજા સાથે જોડી દે; એટલે આખો મંડપ બનશે.
7. અને મંડપ ઉપર તંબુ કરવાને માટે તું બકરાંના વાળના પડદા બનાવ; એવા તું અગિયાર પડદા બનાવ.
8. દરેક પડદો ત્રીસ હાથ લાંબો, ને ચાર હાથ પહોળો હોય; અગિયારે પડદા એક માપના હોય.
9. અને તું પાંચ પડદાને એકબીજા સાથે જોડી દે, ને છ પડદાને એકબીજા સાથે જોડી દે, ને તંબુને મોખરે તું છઠ્ઠો પડદો બેવડો વાળ.
10. અને સમૂહનો જે છલ્‍લો પડદો તેની કોરે પચાસ નાકાં, ને બીજા સમૂહના પડદાની કોરે પચાસ નાકાં, ને બીજા સમૂહના પડદાની કોરે પચાસ નાકાં, એમ તું બનાવ.
11. અને પિત્તળના પચાસ ચાપડા બનાવીને તું તેમને તે નાકામાં નાંખ, ને તેમને જોડી દઈને આખો તંબુ બનાવ.
12. અને તંબુના પડદાનો જે બાકી રહેલો લટકતો ભાગ, એટલે જે અર્ધો પડદો બાકી રહે છે તે મંડપની પાછળ લટકતો રહે.
13. અને તંબુના પડદાની લંબાઇમાંથી જે એક બાજુએ હાથભર ને બીજી બાજુએ હાથભર વધે છે, તે આચ્છાદન કરવાને માટે મંડપની બાજુ ઉપર, એટલે આ બાજુએ તથા પેલી બાજુએ લટકતું રહે.
14. અને ઘેટાંનાં લાલ રંગેલા ચામડાનું તંબુને માટે તું આચ્છાદન કર, ને તે ઉપર તું સીલ [માછલી] નાં ચામડાંનું આચ્છાદન બનાવ.
15. અને મંડપને માટે તું બાવળનાં ઊંભાં પાટિયાં બનાવ.
16. દરેક પાટિયું દશ હાથ લાંબું ને દોઢ હાથ પહોળું હોય.
17. દરેક સાલ હોય. મંડપના સર્વ પાટિયાંને માટે તું એ પ્રમાણે બનાવ.
18. અને તું મંડપને માટે પાટિયાં બનાવ, દક્ષિણ તરફ દક્ષિણ બાજુને માટે વીસ પાટિયાં.
19. અને તે વીસ પાટિયા નીચે તું રૂપાની ચાળીસ કૂંભી બનાવ; એક પાટિયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ, અને બીજા પાટિયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ, એ પ્રમાણે.
20. વળી મંડપની બીજી બાજુને માટે, એટલે ઉત્તર તરફ, વીસ પાટિયાં;
21. અને તેઓની રૂપાની ચાળીસ કૂંભીઓ; એક પાટિયા નીચે બે કૂંભીઓ, એ પ્રમાણે.
22. અને પશ્ચિમ તરફ મંડપના પાછલા ભાગને માટે તું છ પાટિયા બનાવ.
23. અને મંડપના પાછલા ભાગના બે ખૂણા માટે તું બે પાટિયાં બનાવ.
24. અને તેઓ નીચે બેવડાં હોય, ને તેમ જ તેઓ ટોચ સુધી એક કડા સુધી સળંગ હોય; એ પ્રમાણે તે બન્‍નેનું થાય; તેઓ બે ખૂણાને માટે થાય.
25. અને આઠ પાટિયા ને તેમની રૂપાની સોળ કૂંભીઓ બનાવવી. એક પાટિયાં નીચે બે કૂંભીઓ એ પ્રમાણે.
26. વળી તું બાવળની ભૂંગળો બનાવ; મંડપની એક બાજુનાં પાટિયાંને માટે પાંચ,
27. ને મંડળીની બીજી બાજુનાં પાટિયાંને માટે પાંચ ભૂગળો, ને મંડપના પશ્ચિમ તરફના પાછલા ભાગનાં પાટિયાંને માટે પાંચ ભૂગળો.
28. અને વચલી ભૂંગળ પાટિયાંની વચ્ચોવચ એક છેડાથી તે બીજા છેડા સુધી આવી રહે.
29. અને તું પાટિયાંને સોનાથી મઢ, ને ભૂંગળોને રહેવા માટે તું તેમને માટે સોનાનાં કડાં બનાવ; અને ભૂંગળોને તું સોનાથી મઢ.
30. અને પર્વત પર મંડપનો જે નમૂનો તને દેખાડવામાં આવ્યો છે. તે પ્રમાણે તું મંડપ ઊભો કર.
31. વળી તું નીલ તથા જાબુંડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ. તેને નિપુણ વણકરની કારીગરીના કરુબોવાળો બનાવવો.
32. અને તું તેને સોનાથી મઢેલા બાવળના ચાર થાંભલા પર લટકાવ, તેઓના આંકડા સોનાના, ને તેઓની કૂંભીઓ રૂપાની હોય.
33. અને તું ચાપડા નીચે પડદો લટકાવ, ને કરારકોશને ત્યાં એટલે પડદાની અંદરની બાજુએ લાવ; અને પડદો તમારે માટે પવિત્રસ્થાનથી પરમપવિત્રસ્થાણે જુદું કરે.
34. અને પરમપવિત્રસ્થાનમાં તું કરારકોશ પર દયાસન મૂક.
35. અને તું પડદાની બહારની બાજુએ મેજ, ને મંડપની દક્ષિણ બાજુએ મેજની સામે દીપવૃક્ષ રાખ; અને ઉત્તર બાજુએ તું મેજ મૂક.
36. અને મંડપના બારણાને માટે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો બુટ્ટાદાર પડદો તું બનાવ.
37. અને પડદાને માટે બાવળના પાંચ થાંભલા બનાવીને તું તેમને સોનાથી મઢ, તેઓના આંકડા સોનાના હોય; અને તેઓને માટે તું પિત્તળની ઢાળેલી પાંચ કૂંભી બનાવ.

Notes

No Verse Added

Total 40 Chapters, Current Chapter 26 of Total Chapters 40
નિર્ગમન 26
1. વળી તું દશ પડદાનો મંડપ બનાવ. ઝીણા કાંતેલા શણના, ને નીલ જાબુંડા તથા કિરમજી રંગના, નિપુણ વણકરની કારીગરીના કરૂબોવાળા પડદા બનાવ.
2. દરેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો, ને ચાર હાથ પહોળો હોય. સર્વ પડદા એક માપના હોય.
3. પાંચ પડદા એકબીજા સાથે જોડાય અને બીજા પાંચ પડદા એકબીજા સાથે જોડાય.
4. અને પહેલા સમૂહનો જે છેલ્‍લો પડદો તેની કોરે તું નીલવર્ણા નાકાં બનાવ; અને બીજા સમૂહના છેલ્‍લા પડદાની કોરે તું એમ કર.
5. એક પડદામાં તું પચાસ નાકાં બનાવ, ને બીજા સમૂહના પડદાની કોરે પચાસ નાકાં બનાવ; નાકાં એકબીજાની સામસામે આવે.
6. અને સોનાના પચાસ ચાપડા બનાવીને તું તેઓ વડે પડદાને એકબીજા સાથે જોડી દે; એટલે આખો મંડપ બનશે.
7. અને મંડપ ઉપર તંબુ કરવાને માટે તું બકરાંના વાળના પડદા બનાવ; એવા તું અગિયાર પડદા બનાવ.
8. દરેક પડદો ત્રીસ હાથ લાંબો, ને ચાર હાથ પહોળો હોય; અગિયારે પડદા એક માપના હોય.
9. અને તું પાંચ પડદાને એકબીજા સાથે જોડી દે, ને પડદાને એકબીજા સાથે જોડી દે, ને તંબુને મોખરે તું છઠ્ઠો પડદો બેવડો વાળ.
10. અને સમૂહનો જે છલ્‍લો પડદો તેની કોરે પચાસ નાકાં, ને બીજા સમૂહના પડદાની કોરે પચાસ નાકાં, ને બીજા સમૂહના પડદાની કોરે પચાસ નાકાં, એમ તું બનાવ.
11. અને પિત્તળના પચાસ ચાપડા બનાવીને તું તેમને તે નાકામાં નાંખ, ને તેમને જોડી દઈને આખો તંબુ બનાવ.
12. અને તંબુના પડદાનો જે બાકી રહેલો લટકતો ભાગ, એટલે જે અર્ધો પડદો બાકી રહે છે તે મંડપની પાછળ લટકતો રહે.
13. અને તંબુના પડદાની લંબાઇમાંથી જે એક બાજુએ હાથભર ને બીજી બાજુએ હાથભર વધે છે, તે આચ્છાદન કરવાને માટે મંડપની બાજુ ઉપર, એટલે બાજુએ તથા પેલી બાજુએ લટકતું રહે.
14. અને ઘેટાંનાં લાલ રંગેલા ચામડાનું તંબુને માટે તું આચ્છાદન કર, ને તે ઉપર તું સીલ માછલી નાં ચામડાંનું આચ્છાદન બનાવ.
15. અને મંડપને માટે તું બાવળનાં ઊંભાં પાટિયાં બનાવ.
16. દરેક પાટિયું દશ હાથ લાંબું ને દોઢ હાથ પહોળું હોય.
17. દરેક સાલ હોય. મંડપના સર્વ પાટિયાંને માટે તું પ્રમાણે બનાવ.
18. અને તું મંડપને માટે પાટિયાં બનાવ, દક્ષિણ તરફ દક્ષિણ બાજુને માટે વીસ પાટિયાં.
19. અને તે વીસ પાટિયા નીચે તું રૂપાની ચાળીસ કૂંભી બનાવ; એક પાટિયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ, અને બીજા પાટિયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ, પ્રમાણે.
20. વળી મંડપની બીજી બાજુને માટે, એટલે ઉત્તર તરફ, વીસ પાટિયાં;
21. અને તેઓની રૂપાની ચાળીસ કૂંભીઓ; એક પાટિયા નીચે બે કૂંભીઓ, પ્રમાણે.
22. અને પશ્ચિમ તરફ મંડપના પાછલા ભાગને માટે તું પાટિયા બનાવ.
23. અને મંડપના પાછલા ભાગના બે ખૂણા માટે તું બે પાટિયાં બનાવ.
24. અને તેઓ નીચે બેવડાં હોય, ને તેમ તેઓ ટોચ સુધી એક કડા સુધી સળંગ હોય; પ્રમાણે તે બન્‍નેનું થાય; તેઓ બે ખૂણાને માટે થાય.
25. અને આઠ પાટિયા ને તેમની રૂપાની સોળ કૂંભીઓ બનાવવી. એક પાટિયાં નીચે બે કૂંભીઓ પ્રમાણે.
26. વળી તું બાવળની ભૂંગળો બનાવ; મંડપની એક બાજુનાં પાટિયાંને માટે પાંચ,
27. ને મંડળીની બીજી બાજુનાં પાટિયાંને માટે પાંચ ભૂગળો, ને મંડપના પશ્ચિમ તરફના પાછલા ભાગનાં પાટિયાંને માટે પાંચ ભૂગળો.
28. અને વચલી ભૂંગળ પાટિયાંની વચ્ચોવચ એક છેડાથી તે બીજા છેડા સુધી આવી રહે.
29. અને તું પાટિયાંને સોનાથી મઢ, ને ભૂંગળોને રહેવા માટે તું તેમને માટે સોનાનાં કડાં બનાવ; અને ભૂંગળોને તું સોનાથી મઢ.
30. અને પર્વત પર મંડપનો જે નમૂનો તને દેખાડવામાં આવ્યો છે. તે પ્રમાણે તું મંડપ ઊભો કર.
31. વળી તું નીલ તથા જાબુંડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ. તેને નિપુણ વણકરની કારીગરીના કરુબોવાળો બનાવવો.
32. અને તું તેને સોનાથી મઢેલા બાવળના ચાર થાંભલા પર લટકાવ, તેઓના આંકડા સોનાના, ને તેઓની કૂંભીઓ રૂપાની હોય.
33. અને તું ચાપડા નીચે પડદો લટકાવ, ને કરારકોશને ત્યાં એટલે પડદાની અંદરની બાજુએ લાવ; અને પડદો તમારે માટે પવિત્રસ્થાનથી પરમપવિત્રસ્થાણે જુદું કરે.
34. અને પરમપવિત્રસ્થાનમાં તું કરારકોશ પર દયાસન મૂક.
35. અને તું પડદાની બહારની બાજુએ મેજ, ને મંડપની દક્ષિણ બાજુએ મેજની સામે દીપવૃક્ષ રાખ; અને ઉત્તર બાજુએ તું મેજ મૂક.
36. અને મંડપના બારણાને માટે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો બુટ્ટાદાર પડદો તું બનાવ.
37. અને પડદાને માટે બાવળના પાંચ થાંભલા બનાવીને તું તેમને સોનાથી મઢ, તેઓના આંકડા સોનાના હોય; અને તેઓને માટે તું પિત્તળની ઢાળેલી પાંચ કૂંભી બનાવ.
Total 40 Chapters, Current Chapter 26 of Total Chapters 40
×

Alert

×

gujarati Letters Keypad References