પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. દાઉદનું ગીત કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; હે યહોવા, હું તમારી જ સ્તુતિ કરીશ.
2. હું સીધા માર્ગનું ધ્યાન રાખીશ; તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંત:કરણથી મારા ઘરમાં વર્તીશ.
3. હું કંઈ અધમ વસ્તુ મારી દષ્ટિમાં રાખીશ નહિ; પાછા હઠનારાના કામથી હું કંટાળું છું; [તેમની કંઈ અસર] મને થશે નહિ.
4. આડું હ્રદય મારાથી વેગળું થશે; હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહિ.
5. જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેને હું કાપી નાખીશ; જેની દષ્ટિ અભિમાની અને જેનું હ્રદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ.
6. દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર [રહેમ] નજર રાખીશ; સીધા માર્ગમાં ચાલનાર મારી સેવા કરશે.
7. કપટ કરનાર મારા ઘરમાં રહી શકશે નહિ; જૂઠું બોલનાર મારી દષ્ટિ આગળ ટકશે નહિ.
8. સર્વ ભૂંડું કરનારાઓને યહોવાના નગરમાંથી કાપી નાખવાને હું દેશમાંના સર્વ દુષ્ટોનો દરરોજ નાશ કરીશ.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 101 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 101:47
1. દાઉદનું ગીત કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ.
2. હું સીધા માર્ગનું ધ્યાન રાખીશ; તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંત:કરણથી મારા ઘરમાં વર્તીશ.
3. હું કંઈ અધમ વસ્તુ મારી દષ્ટિમાં રાખીશ નહિ; પાછા હઠનારાના કામથી હું કંટાળું છું; તેમની કંઈ અસર મને થશે નહિ.
4. આડું હ્રદય મારાથી વેગળું થશે; હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહિ.
5. જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેને હું કાપી નાખીશ; જેની દષ્ટિ અભિમાની અને જેનું હ્રદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ.
6. દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર રહેમ નજર રાખીશ; સીધા માર્ગમાં ચાલનાર મારી સેવા કરશે.
7. કપટ કરનાર મારા ઘરમાં રહી શકશે નહિ; જૂઠું બોલનાર મારી દષ્ટિ આગળ ટકશે નહિ.
8. સર્વ ભૂંડું કરનારાઓને યહોવાના નગરમાંથી કાપી નાખવાને હું દેશમાંના સર્વ દુષ્ટોનો દરરોજ નાશ કરીશ.
Total 150 Chapters, Current Chapter 101 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References