પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. પછી યહોવાએ યહોશુઆને કહ્યું,
2. ઇસ્રાએલના લોકોને તું કહે કે, “યહોવાએ મૂસા માંરફતે તમને જે કહ્યું હતું તે મુજબ સલામતીના નગરો સ્થાપિત કરવાનાં છે.
3. અને જો ત્યાં કોઈ માંણસે અકસ્માંતથી કે અજાણતાં કોઈનું ખૂન કર્યું હોય તો આનગરો તેમના માંટે ખૂનીના સગાઓથી છુપાવા માંટેનું આશ્રય સ્થાન બની રહેશે, જેથી જેઓ ખૂનીને માંરી નાખવા માંગતા હોય, તેનાથી રક્ષણ પામી શકે.
4. “જ્યારે આવો માંણસ આ શહેરમાંથી કોઈ એકમાં આશરો લે, તે તેણે નગર દ્વાર પાસે ઉભા રહેવું અને શું બન્યું તે આગેવાનોને કહેવું અને તેઓ તેને શહેરમાં રહેવા પરવાનગી આપશે અને તેને જગ્યા આપશે.
5. જો બદલો લેવા માંગનાર વ્યક્તિ પણ તેનો પીછો તે શહેર તરફ કરે, તો શહેરના લોકોએ ખૂનીને તેના હાથમાં ન સોંપવો. કારણકે એણે ઈરાદા વગર પેલા માંણસનું ખૂન કર્યુ એને તેની સાથે વેર નહોતું.
6. હત્યાનો ન્યાય સમુદાયની સમક્ષ સંભળવવામાં આવશે અને જ્યાં સુધી તેઓ ઠરાવ પસાર કરે, તે વ્યક્તિએ શહેરમાં રહેવું. વડા યાજકના અવસાન પછી તે માંણસ પોતાના તે નગરમાં પાછો ફરી શકે છે, જયાંથી તે ભાગી આવ્યો હતો.”
7. આથી તેઓએ આ શહેરોને “સુરક્ષિતનગરો” તરીકે જુદા પાડ્યા: નફતાલીના ડુંગરાળ દેશ ગાલીલમાં આવેલું કેદેશ એફ્રાઈમના ડુંગરાળ દેશમાં આવેલું શેખેમ, અને યહૂદાના ડુંગરાળ દેશમાં આવેલું કિર્યાથ-આર્બા (એટલે કે હેબ્રોન).
8. યર્દનની બીજી બાજુએ, યરીખોની પૂર્વે રણમાં રૂબેનના પ્રદેશમાં આવેલુ બેશેર શહેર તેમણે પસંદ કર્યુ, બીજુ શહેર હતું ગાદની ભૂમિમાં આવેલુ ગિલયાદમાં આવેલું રામોથ, અને મનાશ્શાની ભૂમિ બાશાનમાં આવેલું ગોલાન શહેર.
9. બધા ઇસ્રાએલીઓ અને તેમની સાથે વિદેશીઓને આ સુરક્ષા માંટે નક્કી કરવામાં આવેલ નગરોમાં આશ્રય લેવાની રજા આપવામાં આવી હતી. કોઈ પણ માંણસે ભૂલમાં કોઈનું ખૂન કર્યુ હોય તો તે વ્યક્તિ આશ્રય લઈ શકે. પછી ખૂની સુરક્ષિત હશે, તેનું ખૂન બદલો લેનાર વ્યક્તિ દ્વારા નહિ થાય. પછી સમુદાય સમક્ષ તેનો ન્યાય થશે.

Notes

No Verse Added

Total 24 Chapters, Selected Chapter 20 / 24
Joshua 20:28
1 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, 2 ઇસ્રાએલના લોકોને તું કહે કે, “યહોવાએ મૂસા માંરફતે તમને જે કહ્યું હતું તે મુજબ સલામતીના નગરો સ્થાપિત કરવાનાં છે. 3 અને જો ત્યાં કોઈ માંણસે અકસ્માંતથી કે અજાણતાં કોઈનું ખૂન કર્યું હોય તો આનગરો તેમના માંટે ખૂનીના સગાઓથી છુપાવા માંટેનું આશ્રય સ્થાન બની રહેશે, જેથી જેઓ ખૂનીને માંરી નાખવા માંગતા હોય, તેનાથી રક્ષણ પામી શકે. 4 “જ્યારે આવો માંણસ આ શહેરમાંથી કોઈ એકમાં આશરો લે, તે તેણે નગર દ્વાર પાસે ઉભા રહેવું અને શું બન્યું તે આગેવાનોને કહેવું અને તેઓ તેને શહેરમાં રહેવા પરવાનગી આપશે અને તેને જગ્યા આપશે. 5 જો બદલો લેવા માંગનાર વ્યક્તિ પણ તેનો પીછો તે શહેર તરફ કરે, તો શહેરના લોકોએ ખૂનીને તેના હાથમાં ન સોંપવો. કારણકે એણે ઈરાદા વગર પેલા માંણસનું ખૂન કર્યુ એને તેની સાથે વેર નહોતું. 6 હત્યાનો ન્યાય સમુદાયની સમક્ષ સંભળવવામાં આવશે અને જ્યાં સુધી તેઓ ઠરાવ પસાર કરે, તે વ્યક્તિએ શહેરમાં રહેવું. વડા યાજકના અવસાન પછી તે માંણસ પોતાના તે નગરમાં પાછો ફરી શકે છે, જયાંથી તે ભાગી આવ્યો હતો.” 7 આથી તેઓએ આ શહેરોને “સુરક્ષિતનગરો” તરીકે જુદા પાડ્યા: નફતાલીના ડુંગરાળ દેશ ગાલીલમાં આવેલું કેદેશ એફ્રાઈમના ડુંગરાળ દેશમાં આવેલું શેખેમ, અને યહૂદાના ડુંગરાળ દેશમાં આવેલું કિર્યાથ-આર્બા (એટલે કે હેબ્રોન). 8 યર્દનની બીજી બાજુએ, યરીખોની પૂર્વે રણમાં રૂબેનના પ્રદેશમાં આવેલુ બેશેર શહેર તેમણે પસંદ કર્યુ, બીજુ શહેર હતું ગાદની ભૂમિમાં આવેલુ ગિલયાદમાં આવેલું રામોથ, અને મનાશ્શાની ભૂમિ બાશાનમાં આવેલું ગોલાન શહેર. 9 બધા ઇસ્રાએલીઓ અને તેમની સાથે વિદેશીઓને આ સુરક્ષા માંટે નક્કી કરવામાં આવેલ નગરોમાં આશ્રય લેવાની રજા આપવામાં આવી હતી. કોઈ પણ માંણસે ભૂલમાં કોઈનું ખૂન કર્યુ હોય તો તે વ્યક્તિ આશ્રય લઈ શકે. પછી ખૂની સુરક્ષિત હશે, તેનું ખૂન બદલો લેનાર વ્યક્તિ દ્વારા નહિ થાય. પછી સમુદાય સમક્ષ તેનો ન્યાય થશે.
Total 24 Chapters, Selected Chapter 20 / 24
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References