પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
યશાયા
1. અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની જેમ ખીલશે.
2. તે પુષ્કળ ખીલશે, વળી આનંદ તથા હર્ષનાદ કરીને તે હરખાશે; તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; તેઓ યહોવાનું ગૌરવ, આપણા ઈશ્વરનો વૈભવ જોશે.
3. ઢીલા હાથોને દઢ કરો, અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો.
4. જેઓ સ્વભાવે ઉતાવળા છે, તેઓને કહો, દઢ થાઓ, બીશો નહિ; જુઓ, તમારા ઈશ્વર! વૈર લેવાશે, ઈશ્વર તેમને યોગ્ય બદલો આપશે; તે પોતે આવીને તમને તારશે.
5. ત્યારે આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે, ને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે.
6. લંગડો હરણની જેમ કૂદશે, જે મૂંગાની જીભ ગાયન કરશે; કારણ કે અરણ્યમાં પાણી, અને વનમાં નાળાં ફૂટી નીકળશે.
7. મૃગજળ તે તલાવડી, ને તરસી ભૂમિ તે પાણીના ઝરા થઈ જશે; શિયાળોના રહેઠાણમાં [તેમને સૂવાને સ્થાને], ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે.
8. ત્યાં રાજમાર્ગ થશે, અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેમાં થઈને [કોઈ પણ] અશુદ્ધ જશે નહિ. તે માર્ગ પ્રભુના લોકોને માટે થશે; અને મૂર્ખો પણ [તેમાં] ભૂલા પડશે નહિ.
9. ત્યાં સિંહ દેખાશે નહિ, ને કોઈ પણ હિંસક પ્રાણી ત્યાં આવી ચઢશે નહિ, ત્યાં તેઓ જોવામાં આવશે નહિ; પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે.
10. યહોવાના છોડાયેલા પાછા આવીને હર્ષનાદ કરતા કરતા સિયોન પહોંચશે; અને તેઓને માથે હમેશા આનંદ રહેશે; તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને તેમના શોક તથા નિશ્વાસ જતા રહેશે.

Notes

No Verse Added

Total 66 Chapters, Current Chapter 35 of Total Chapters 66
યશાયા 35
1. અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની જેમ ખીલશે.
2. તે પુષ્કળ ખીલશે, વળી આનંદ તથા હર્ષનાદ કરીને તે હરખાશે; તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; તેઓ યહોવાનું ગૌરવ, આપણા ઈશ્વરનો વૈભવ જોશે.
3. ઢીલા હાથોને દઢ કરો, અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો.
4. જેઓ સ્વભાવે ઉતાવળા છે, તેઓને કહો, દઢ થાઓ, બીશો નહિ; જુઓ, તમારા ઈશ્વર! વૈર લેવાશે, ઈશ્વર તેમને યોગ્ય બદલો આપશે; તે પોતે આવીને તમને તારશે.
5. ત્યારે આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે, ને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે.
6. લંગડો હરણની જેમ કૂદશે, જે મૂંગાની જીભ ગાયન કરશે; કારણ કે અરણ્યમાં પાણી, અને વનમાં નાળાં ફૂટી નીકળશે.
7. મૃગજળ તે તલાવડી, ને તરસી ભૂમિ તે પાણીના ઝરા થઈ જશે; શિયાળોના રહેઠાણમાં તેમને સૂવાને સ્થાને, ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે.
8. ત્યાં રાજમાર્ગ થશે, અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેમાં થઈને કોઈ પણ અશુદ્ધ જશે નહિ. તે માર્ગ પ્રભુના લોકોને માટે થશે; અને મૂર્ખો પણ તેમાં ભૂલા પડશે નહિ.
9. ત્યાં સિંહ દેખાશે નહિ, ને કોઈ પણ હિંસક પ્રાણી ત્યાં આવી ચઢશે નહિ, ત્યાં તેઓ જોવામાં આવશે નહિ; પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે.
10. યહોવાના છોડાયેલા પાછા આવીને હર્ષનાદ કરતા કરતા સિયોન પહોંચશે; અને તેઓને માથે હમેશા આનંદ રહેશે; તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને તેમના શોક તથા નિશ્વાસ જતા રહેશે.
Total 66 Chapters, Current Chapter 35 of Total Chapters 66
×

Alert

×

gujarati Letters Keypad References