1. પછી યાકૂબે પોતાના પુત્રોને પાસે બોલાવ્યા અને કહ્યું, “તમે બધા ભેગા થાઓ એટલે હું તમને તમાંરા પર ભવિષ્યમાં જે વીતશે તે તમને કહું,
|
3. “રૂબેન, તું તો માંરો જયેષ્ઠ પુત્ર છે, માંરું સાર્મથ્ય અને માંરા પુરૂષત્વનું પ્રથમ ફળ છે. તું માંનમર્યાદામાં સૌથી મોખરે અને શકિતમાં પણ મોખરે છે.
|
4. પૂર જેવાં તારા તીવ્રં આવેશને તું રોકી ન શક્યો; તેથી તું માંરા સૌથી માંનીતો પુત્ર નહિ બને, તું તારા પિતાની શૈયા પર ચઢીને તેની પત્નીઓમાંથી એક સાથે સુતો. તું જે શૈયા પર સૂતો તેને શરમજનક બનાવી છે.”
|
6. હું એમના કાવતરામાં ભાગ નહિ લઉ. એમના ગુપ્ત મેળાપોમાં સામેલ નહિ થાઉં, કારણ કે તેઓ ક્રોધને વશ થઈને માંણસોનો વધ કરે છે, અને માંત્ર મજાક કરવા પ્રાણીઓને ઇજા પહોંચાડે છે.
|
7. એમનો ક્રોધ એક શાપ છે. એ ખુબ મજબૂત છે. તેઓ જ્યારે ક્રોધમાં ગાંડાતૂર થાય છે ત્યારે ખૂબ જ નિર્દય બને છે. યાકૂબની ભૂમિમાં તેઓની પોતાની જમીન નહિ હોય. તેઓ આખા ઇસ્રાએલમાં પથરાઇ જશે.”
|
8. “યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે. તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે; તારા પિતાના પુત્રો તારી આગળ પ્રણામ કરશે.
|
9. યહૂદા યુવાન સિંહ છે, તે ખૂન કરીને આવ્યો છે, તે સિંહની જેમ થાક ખાવા બેઠો છે. એને છંછેડવા જેટલું બહાદુર કોઇ નથી?
|
10. યહૂદા પરિવારના (પુરુષ) માંણસો રાજા થશે. તેના પરિવારનો રાજદંડ જ્યાંં સુધી વાસ્તવિક રાજા ન આવે ત્યાં સુધી જશે નહિ. પછી અનેક લોકો તેનું પાલન કરશે અને તેની સેવા કરશે.
|
11. તે પોતાના ગધેડાને દ્રાક્ષના વેલા સાથે બાંધે છે, પોતાના ખોલકાને સૌથી ઉત્તમ દ્રાક્ષના વેલા સાથે બાંધે છે. વળી પોતાનાં વસ્રો દ્રાક્ષારસમાં ધૂએ છે, અને પોતાનો પોષાક દ્રાક્ષના રકતમાં ધૂએ છે.
|
15. અને તેણે એક આરામ સ્થાન જોયું તો તે સારું હતું. તેને આરામ મીઠો અને પ્રદેશ ખુશનુમાં લાગ્યો. તેથી તેણે બોજો ઉઠાવવા માંટે ખાંધ નમાંવી, અને વેઠ કરનારો ગુલામ બન્યો.”
|
17. દાન માંર્ગ પાસેનો સર્પ છે, તે એક સર્પ જેવો છે જે ઘોડાના પગને ડંખ માંરે છે, ને સવાર જોરથી પછાડ ખાઈને જમીન પર પડે છે.
|
20. “આશેર પાસે શ્રેષ્ઠ જમીન હશે કે, જેમાં પુષ્કળ પ્રમાંણમાં સારા અનાજની ઊપજ થતી હોય અને તે રાજાને લાયક શ્રેષ્ઠ અનાજ ઉત્પન કરશે.”
|
25. તેને ઇસ્રાએલના ખડક, તમાંરા પૂર્વજોના દેવ, તરફથી શકિત મળી હતી. અને તમે સર્વસમર્થ દેવથી આશીર્વાદિત થશો. તે તમને ઉપર આકાશ અને ખૂબ નીચેથી આશીર્વાદ આપે. એ તમને છાતી અને ગર્ભમાંથી આશીર્વાદો આપે.
|
26. તારા પિતાને મળેલા આશીર્વાદો, તારા પિતૃઓને મળેલા આશીર્વાદો કરતાં મોટા છે, સદાકાળ ટકી રહેનારા પર્વતોની અત્યંત દૂરની સીમાં સુધી વધ્યા છે; તારા ભાઈઓએ તારા માંટે કાંઇ મૂક્યું નથી પરંતુ હવે હું પર્વત જેટલા ઉંચા આશીર્વાદોનો ઢગલો તારા પર કરીશ.”
|
27. “બિન્યામીન તો ફાડી ખાનાર વરુ છે. સવારે તે શિકાર ખાય છે અને સંધ્યાકાળે એ શિકાર વહેંચે છે.”યાકૂબનું અવસાન
|
28. એ બધાં ઇસ્રાએલના બાર કુળ છે; તેમના વડવાએ તેમને જે કહીને આશીર્વાદ આપ્યા તે આ છે; તેણે પ્રત્યેકને પોતપોતાની યોગ્યતા પ્રમાંણે તેઓને આશીર્વાદ આપ્યા.
|
29. યાકૂબે પોતાના પુત્રોને આજ્ઞા કરી કે, “હવે હું માંરા પિતૃઓને ભેગા થવાની અણી પર છું. મને માંરા પિતૃઓ ભેગો એફ્રોન હિત્તીના ખેતરમાં આવેલી ગુફામાં દફનાવજો.
|
30. એ ગુફા કનાન દેશમાં માંમરેની સામે માંખ્પેલાહના ખેતરમાં છે. ઇબ્રાહીમે તે એફ્રોન હિત્તી પાસેથી કબ્રસ્તાન તરીકે વાપરવા ખરીદી હતી.
|
31. જ ઇબ્રાહીમ અને તેની પત્ની સારાને દફનાવેલાં છે. ત્યાં જ ઇસહાક અને તેની પત્ની રિબકાને પણ દફનાવ્યાં છે. અને ત્યાં જ મેં પણ લેઆહને દફનાવેલ છે.
|
33. યાકૂબે પોતાના પુત્રોને સૂચના આપ્યા પછી પોતાના પગ પથારીમાં લઈ સૂઈ ગયો અને પ્રાણ છોડયો, અને તે પોતાના પૂર્વજોની સાથે ભળી ગયો.
|