1. સિનાઈ પર્વત પર યહોવાએ મૂસાને કહ્યું,
2. “તું ઇસ્રાએલી લોકોને આ પ્રમાંણે કહે: તમને જે દેશ હું આપવાનો છું તેમાં તમે પ્રવેશ કરો અને વસો ત્યારે તે દેશને પણ યહોવાના માંનમાં વિશ્રામ પાળવા દેવો.
3. છ વર્ષ સુધી તમાંરે તમાંરા ખેતરોમાં વાવણી કરવી, છ વરસ સુધી તમાંરે દ્રાક્ષની વાડીઓને છાંટવી, અને તમાંરી પાકની કાપણી કરવી,
4. પરંતુ સાતમે વર્ષે જમીનને યહોવાના માંનમાં સંપૂર્ણ વિશ્રામ પાળવા દેવો. એ વર્ષે ન તો ખેતરમાં કંઈ વાવવું કે ન તો દ્રાક્ષની વાડીઓ છાંટવી.
5. જમીન પર પડેલા દાણામાંથી જે કંઈ પાકે અથવા છાંટયા વગરની દ્રાક્ષની વાડીઓમાં જે દ્રાક્ષ બેસે તે તમાંરે લેવાં નહિ, એ વર્ષે જમીનને સંપૂર્ણ વિશ્રામ આપવો.
6. “એ વિશ્રામના વર્ષમાં ખેડયા વગરની જમીનમાં આપોઆપ જે કંઈ ઊપજ થશે તે તમને તેમજ તમાંરાં સ્ત્રીપુરુષ, ચાકરોને, તમે મજૂરીએ રાખેલા માંણસોને, તમાંરા ઘરમાં રહેતા વિદેશીઓને,
7. તમાંરાં ઢોરોને તથા દેશના જંગલી જાનવરોને ખાવા કામ લાગશે, તેથી જે કંઈ આપોઆપ પેદા થાય તેનો ખાવામાં ઉપયોગ કરી શકશો.
8. “તમાંરે પોતાના માંટે સાત વર્ષનાં સાત જૂથ ગણવાં, એટલે કે સાત વાર સાત વરસ, એટલે 49 વર્ષ. તે સમય દરમ્યાન ભૂમિને સાત વરસનો વિશ્રામ રહેશે
9. પછી સાતમાં મહિનાના દશમે દિવસે પ્રાયશ્ચિતને દિવસે તમાંરે આખા દેશમાં ઘેટાનું શિંગ વગડાવવું.
10. અને પચાસમાં વર્ષને પવિત્ર જાહેર કરી દેશના બધા વતનીઓ માંટે ઘોષણા કરવી. તમાંરા માંટે એ રણ શિંગડાનું જુબિલીનું વર્ષ છે. જો કોઈની મિલકત વેચાઈ ગઈ હોય તો એ વર્ષે છૂટી થઈ જાય અને મૂળ માંલિકને પાછી મળે, વળી જો કોઈ ચાકર તરીકે વેચાયો હોય તો તે છૂટો થઈ પોતાના પરિવારમાં પાછો જાય.
11. એ પચાસમું વર્ષ તમાંરા માંટે ખાસ ઉજવણીનું વર્ષ છે, એ વર્ષે તમાંરે કાંઈ વાવવું નહિ, અને આપોઆપ જે ઊગ્યું હોય તે લણવું નહિ, તેમજ છાંટયા વિનાની દ્રાક્ષની વાડીમાંથી દ્રાક્ષ ઉતારવી નહિ,
12. કારણ, તમાંરા માંટે એ રણશિંગડાનું પવિત્ર મુક્તિવર્ષ છે, અને તમાંરે તેને પવિત્ર રાખવાનું છે એટલે એ વર્ષે ખેતરોમાં આપમેળે ઊગી નીકળેલો પાક તમાંરે ખાવાના ઉપયોગમાં લેવો.
13. આ મુક્તિ વર્ષે પ્રત્યેક વ્યક્તિએ પોતાને ઘેર, પોતાના પરિવારની મિલકતવાળા મકાનમાં પાછા ફરવું, જો તેણે તે વેચી દીધું હોય, તો તે ફરીથી તેને પ્રાપ્ત થશે.
14. “એટલે તમે અરસપરસ જમીન વેંચો કે ખરીદો ત્યારે કોઈ પણ પક્ષે એક બીજાને છેતરવો નહિ.
15. જમીનની કિંમત ઉત્સવના પછીના વર્ષોની ગણતરી પર થાય છે, કેમકે માંલિક ફકત આવતા ઉત્સવ સુધીનો કાપણીનો હક્ક વેચે છે.
16. જો વર્ષો વધારે બાકી હોય તો કિંમત વધારે ઠરાવવી અને વર્ષ ઓછા બાકી હોય તો કિમત ઓછી ઠરાવવી, કારણ જે વેચાય છે તે અમુક પાક કુલ મળશે તે છે, અને નહિ કે જમીન.
17. આથી તમાંરે એકબીજાને છેતરવા નહિ, દેવથી ડરીને ચાલવું. હું તમાંરો દેવ યહોવા છું.
18. ‘માંરા કાનૂનો અને માંરા નિયમોનું પાલન કરશો અને તેનો અમલ કરશો તો તમે દેશમાં સુરક્ષિત રહી શકશો;
19. જો તમે નિયમોને આધીન થશો તો ભૂમિ મબલખ પાક આપશે તેથી તમે સુરક્ષિત રહેશો અને તૃપ્ત થશો.
20. “તમે કહેશો કે, ‘જો અમે દાણા ન વાવીએ અથવા લણીએ તો સાતમાં વર્ષે અમને કંઈ ખાવા નહિ રહે.’
21. તેનો ઉત્તર આ છે, છઠ્ઠા વર્ષે હું તમને ત્રણ વર્ષ ચાલે તેટલા મબલખ પાકથી આશીર્વાદિત કરીશ.
22. તમે આઠમે વરસે વાવશો ત્યારે પણ તમે આગળના વર્ષના પાકમાંથી ખાતા હશો, નવમે વર્ષે તમે નવો પાક ઘરમાં લાવશો ત્યાં સુધી તમે છઠ્ઠા વર્ષના પાકમાંથી તમે ખાશો.
23. “યાદ રાખો, જમીન માંરી છે, તેથી જમીનનું કાયમી વેચાણ થઈ શકે નહિ, તમે માંત્ર વિદેશીઓ અને યાત્રીઓ તરીકે માંરી જમીન પર રહો છો.
24. વેચાણ ખરીદમાં એક શરત એવી હોવી જ જોઈએ કે જમીનને વેચનાર ગમે ત્યારે પાછી મેળવી શકે.
25. કોઈ વાર કોઈ માંણસ ગરીબ થઈ જાય અને તેની જમીનને થોડો ભાગ વેચે, તો તેનો સૌથી નજીકનો સગો તે જમીનને પાછી લઈ શકે.
26. પરંતુ જો તેને છોડાવનાર કોઈ નજીકનો સગો ના હોય અને તે પોતે ફરી ખરીદવાની સ્થિતિમાં આવ્યો હોય,
27. તો તેણે વેચાણ પછી વીતેલાં વર્ષો હિસાબમાં ગણી, બીજા મુક્તિવર્ષને જેટલાં વર્ષ બાકી હોય તે પ્રમાંણે ખરીદનારને કિંમત ચૂકવવી, અને તેણે એની મિલકત પાછી આપવી.
28. અસલ માંલિક જમીનને ન છોડાવી શકે તો તે જમીન જુબિલીના વર્ષ સુધી ખરીદનાર પાસે રહે; પણ જુબિલી વર્ષમાં તે જમીન અસલ માંલિકને પાછી આપી દેવી.
29. “જો કોઈ માંણસ નગરમાંનું તેનું મકાન વેચે, તો વેચાણ પછી પૂરા એક વર્ષ સૂધી તેને ફરીથી ખરીદી લેવાનો હક્ક રહે.
30. એક પૂરા વર્ષ દરમ્યાન તે પાછું ખરીદી લેવામાં ના આવે તો તે મકાનની કાયમની માંલિકી નવા માંલિકની અને તેના વંશજોની થાય.
31. જુબિલી વર્ષમાં પણ તે મૂળ માંલિકને પાછું ન મળે, કોટ વગરનાં ગામડાંમાંનાં મકાનો જમીન જેવાં ગણાય, તે પાછાં ખરીદી લેવાના હક્ક કાયમ રહે, અને જુબિલી વર્ષમાં તો તે મકાન મૂળ માંલિકને પાછું મળે જ.
32. “તેમાં એક અપવાદ છે: લેવીના મકાનો કોટવાળાં નગરોમાં હોય તો પણ ગમે ત્યારે છોડાવી શકાય;
33. જો કોઈ લેવી એવા શહેરમાં આવેલું પોતાનું મકાન પાછું ન ખરીદી લે, તો તે જુબિલીના વર્ષમાં તેને પાછું મળી જાય; કારણ, લેવીઓનાં શહેરમાંનાં મકાન એ તેમની ઇસ્રાએલમાંની મિલકત છે.
34. લેવી પોતાના નગરોની આસપાસ આવેલી સહિયારી જમીન વેચી શકે નહિ, કારણ કે તે તેઓની કાયમી મિલકત છે અને તેના પર અન્ય કોઈનો હક રહે નહિ.
35. “અને જો કોઈ ઇસ્રાએલી બંધુ ગરીબીમાં આવી પડે અને પોતાનું ભરણપોષણ કરી શકે નહિ, તો તેને મદદ કરવાની જવાબદારી તારી છે; તારે ઘેર મહેમાંન તરીકે આવવા માંટે તેને નિમંત્રણ આપ. જેથી તે તમાંરી સાથે રહી શકે.
36. દેવનો ડર રાખીને તારા ભાઈને તારી સાથે રહેવા દે; તેને ધીરેલા પૈસાનું વ્યાજ તમાંરે ન લેવું, અને તમે ધીરેલા કરતા વધારાની આશા તેની પાસે ન કરતા.
37. તમાંરે તેને ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લેવું નહિ, તેમજ વધારે ભાવે અનાજ વેચવું નહિ.
38. તમને કનાનનો પ્રદેશ આપવા માંટે અને તમાંરો દેવ થવા માંટે તમને મિસરમાંથી બહાર લાવનાર હું તમાંરો દેવ યહોવા છું.
39. “જો કોઈ ઇસ્રાએલી બંધુ ગરીબાઈમાં આવી પડે અને પોતે તમને વેચાઈ જાય તો તમાંરે તેની પાસે ચાકર તરીકે કામ કરાવવું નહિ.
40. તેણે નોકરીએ રાખેલ ચાકર અથવા મહેમાંન તરીકેનો વ્યવહાર તેની સાથે કરવો. અને તેને વસવાટી માંણસ જેવો ગણવો. જુબિલી વર્ષ સુધી તે તમાંરું કામ કરશે.
41. પછી તમાંરી સેવા તે છોડી જશે અને પોતાનાં વંશજો સાથે પાછો પોતાના પરિવારમાં જઈ પોતાની મિલકતનો માંલિક બનશે.
42. કારણ કે હું ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લાવ્યો હતો એટલે તેઓ માંરા સેવકો છે. ચાકરોની જેમ તેમને વેચી શકાશે નહિ.
43. “તમાંરે દેવનો ડર રાખીને એવા માંણસ પાસે ચાકરની જેમ મજૂરી કરાવવી નહિ.
44. “અને જો તમાંરે ચાકરોની જરૂર હોય તો તે તમાંરી આસપાસ રહેતા લોકોમાંથી તમે ખરીદી શકો છો.
45. તદુપરાંત તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓના સંતાનોને તમાંરા દેશમાં જન્મ્યા હોય તો પણ તમે ચાકરો ખરીદી શકો છો. એ લોકો તમાંરી મિલકત ગણાય.
46. અને તમે તે લોકોને તમાંરા વંશજોને વારસામાં આપી શકો છો, તેમજ તમે તેમનો કાયમ માંટે ચાકર તરીકે ઉપયોગ કરી શકો છો, પણ તમાંરા ઇસ્રાએલી ભાઈઓ પાસે ચાકરોની જેમ મજૂરી કરાવી શકો નહિ.
47. “જયારે કોઈ પરદેશી કે તમાંરી સાથે રહેતો વસવાટી ધનવાન થઈ જાય અને તમાંરો ઇસ્રાએલી ભાઈ ગરીબીમાં આવી પડતાં પોતાની જાત તે માંણસને વેચી દે,
48. તેને તેનો એકાદ ભાઈ પાછો ખરીદી શકે છે.
49. અથવા કાકા કે ભત્રીજે કે અન્ય કોઈ નજીકનો સગો તેને પાછો ખરીદી લઈ શકે, અથવા તેની પાસે પૈસા થયા હોય, તો તે પોતે પોતાની જાતને છોડાવી શકે.
50. “તેના છુટકારાની કિંમત જુબિલી વર્ષને જેટલા વર્ષ બાકી હોય તે પ્રમાંણે ગણવામાં આવે, બાકી રહેલાં વર્ષો માંટે પગારે રાખેલા ચાકરનો ખર્ચ કેટલો થાય તે,
51. જો આગલી જુબિલીને ઘણા વર્ષો બાકી હોય તો વ્યક્તિએ કિંમતનો મોટો ભાગ પાછો આપવો. એ વર્ષોની ગણતરી પર આધારીત છે.
52. ઘણાં વર્ષો વીતી ગયાં હોય અને જુબિલી વર્ષને થોડાં જ વર્ષ બાકી હોય, તો પોતાની જાતને વેચી જે નાણાં પ્રાપ્ત કર્યા હોય તેનો થોડોજ ભાગ તેણે પાછો આપવો.
53. તેનો હોદ્દો મજૂરીએ રાખેલા માંણસનો ગણાશે, અને તમાંરે તેના માંલિકને તેની પાસે સખતાઈથી કામ લેવા દેવું જોઈએ નહિ.
54. “જો જુબિલી વર્ષના વચગાળાનાં વરસો દરમ્યાન તેને પાછો ખરીદી લેવામાં ન આવ્યો હોય, તો તેને અને તેનાં બાળકોને જુબિલીના વર્ષમાં છૂટાં કરી દેવાં જોઈએ,
55. કેમ કે, ઇસ્રાએલીઓ માંરા સેવકો છે; હું તેમને ચાકરીમાંથી મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો છું; હું યહોવા તમાંરો દેવ છું.”