પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. યહોવાએ હોરેબમાં ઇસ્રાએલી લોકો સાથે જે કરાર કર્યો. તેની ઉપરાંત યહોવાએ મૂસાને તેમની સાથે મોઆબમાં કરાર કરવા આજ્ઞા કરી તે કરાર આ છે.
2. તેણે ઇસ્રાએલ પ્રજાના સર્વ લોકોને બોલાવ્યા અને કહ્યું, “તમાંરી નજર આગળ મિસર દેશમાં ફારુનને તથા તેના અધિકારીઓને તથા સમગ્ર દેશને યહોવાએ જે કર્યુ તે બધું તમે નિહાળ્યું છે;
3. તમે જોયું કે યહોવાએ ફારુનને તેના તેના અમલદારોને અને સમગ્ર મિસર દેશને શું કર્યુ. યહોવાએ કરેલી ભયંકર મરકીઓ ચમત્કારો તથા અદભૂત પરાક્રમો તમે જોયા.
4. પણ યહોવાએ આજ સુધી તમને એ સમજવાની બુદ્વિ કે એ જોવાની આંખ કે એ સાંભળવાને કાન આપ્યા ન હતાં.
5. ચાળીસ વર્ષ સુધી તેમણે તમને રણમાં ચલાવ્યા, તેમ છતાં ન તો તમાંરાં શરીર પરનાં કપડાં ઘસાઈ ગયાં કે ન તો તમાંરાં પગરખાં ઘસાઈ ગયાં.
6. જોકે તમાંરી પાસે ખોરાક કે દ્રાક્ષારસ અથવા મધ ન હતા છતાં પણ તેમણે તમાંરી જરુરિયાતો પૂરી પાડી જેથી તમને સમજણમાં આવે કે તે યહોવા છે તમાંરા દેવ.
7. “જયારે આપણે આ જગ્યાએ આવ્યા ત્યારે હેશ્બોનનો રાજા સીહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડવા આવ્યા અને આપણે તેમનો પરાજય કર્યો.
8. અને આપણે તેમનો દેશ કબજે કરી લીધો, અને રૂબેન વંશના, ગાદના વંશના તથા મનાશ્શાના અડધા વંશને તેણે વહેંચી આપ્યો.
9. તેથી આ કરારની તમાંમ કલમોનું તમાંરે પાલન કરવાનું છે. જો તમે તેમ કરશો તો તમે જે કોઈ કાર્ય હાથમાં લેશો તેમાં સફળ થશો,
10. “આજે તમે બધા વંશોના વડાઓ, આગેવાનો, ઇસ્રાએલના લોકો, તમાંરા ન્યાયાધીશો, તથા વહીવટી અધિકારીઓ-અહીં તમાંરા યહોવા દેવના સાન્નિધ્યમાં ઊભા છો.
11. વળી તમાંરી સાથે તમાંરાં સંતાનો, પત્નીઓ, તમાંરી સાથેના વિદેશીઓ, કઠિયારા તથા પખાલીઓ પણ છે.
12. તમે બધા તમાંરા દેવ યહોવા આજે તમાંરી સાથે જે કરાર કરે છે તે સ્વીકારવાને તથા એના ભંગ બદલ થતી શિક્ષા માંથે ચઢાવવાને તૈયાર થયા છો.
13. તમને અને તમાંરા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને વચન આપ્યા પ્રમાંણે એ કરારથી યહોવા તમને આજે પોતાની પ્રજા બનાવે છે અને પોતે તમાંરા દેવ થાય છે.
14. આ કરાર અને તેની શરતો દેવ માંત્ર તમાંરી સાથે,
15. આજે તેમની સમક્ષ ઉભેલા આપણે સૌની સાથે અને આપણા વંશજો જે આજે અહીં હાજર નથી તેમની સાથે પણ તેઓ આ કરાર કરે છે.
16. તમે મિસરમાં કેવી રીતે રહેતા હતા અને તે છોડીને કેવી રીતે દુશ્મનોના દેશોના શહેરમાં થઈને સુરક્ષાપૂર્વક આપણે યાત્રા કરી, તે બધું તમને યાદ છે.
17. તમે તે લોકોના દેશની લાકડાની, પથ્થરની, ચાંદીની તેમ જ સોનાની ધૃણાજનક મૂર્તિઓ જોઈ છે.
18. તેથી ખાતરી કરો કે તમાંરામાંથી કોઈ પણ વ્યકિત-પુરુષ, સ્ત્રી, કુટુંબ કે ઇસ્રાએલનું કોઈ કુળ-તમાંરા યહોવા દેવ તરફથી ભટકી જઈને બીજી પ્રજાઓના આ દેવોની પૂજા કરવા ન ઇચ્છે. ખાતરી કરો કે તમાંરામાં કોઇ કડવું અને ઝેરી છોડ જેવું તો નથી ને.
19. “તમાંરામાં એવી કોઈ વ્યકિત ના હોવી જોઈએ, જે આજ્ઞાભંગની સજાનાં વચનો સાંભળ્યા છતાં તેને ગંભીરતાથી ન સ્વીકારે અને એવું વિચારે કે મન ફાવે તે રીતે ચાલીશ છતાં માંરું કશું અહિત નહિ થાય! કારણ, સૂકા ભેગું લીલું પણ બળી જશે.
20. તો યહોવા તેને માંફ નહિ કરે, તેની સામે યહોવાનો ઉગ્ર રોષ ભભૂકી ઊઠશે અને આ ગ્રંથમાં લખેલી એકેએક સજા તેના પર ઊતરશે, અને યહોવા પૃથ્વી પરથી તેનું નામનિશાન ભૂસી દેશે.
21. યહોવા ઇસ્રાએલના તમાંમ કુળસમૂહોમાંથી તેને જુદો પાડીને નિયમના ગ્રંથમાં લખેલા કરારમાંના બધા શ્રાપો અનુસાર તેના ઉપર વિનાશ ઉતારશે.
22. “ભવિષ્યમાં તમાંરા વંશજો, તેમજ દૂર દેશથી આવનાર વિદેશીઓ પણ યહોવાએ તમાંરા અને તમાંરા દેશને આપેલા રોગો અને આફતો જોશે.
23. સમગ્ર પ્રદેશમાં સર્વત્ર ગંધક અને મીઠાથી બધી ધરતી બળી ગઈ હશે, કશુંય વાવી શકાય કે ઊગાડી શકાય એવું રહ્યું નહિ હોય, યહોવાએ જયારે રોષે ભરાઈને સદોમ અને ગમોરાહને, આદમાંહને અને સબોઈમને ખેદાન-મેદાન કરી નાખ્યાં હતાં તેના જેવા હાલ તમાંરા થશે.
24. “આ જોઈને બધી પ્રજાઓ પૂછશે, ‘યહોવાએ પોતાના આ પ્રદેશના આવા હાલ શા માંટે કર્યા? એના ઉપર આવો ભારે રોષ શા માંટે ઉતાર્યો?’
25. તેઓને પ્રત્યુત્તર મળશે, ‘તેઓના પિતૃઓના દેવ યહોવા તેઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેમની સાથે કરેલા કરારને એ લોકોએ ફગાવી દીધો,
26. અને એ લોકોએ અગાઉ કદી પૂજ્યા ન્હોતા તથા યહોવાએ જેની પૂજા કરવાની મનાઈ કરી હતી એવા બીજા જ દેવોની તેમણે સેવાપૂજા કરવા માંડી.
27. તેથી યહોવાએ ભૂમિનાં લોકો પર રોષે ભરાયા અને આ ગ્રંથમાં લખેલા બધા શ્રાપો તેમના પર ઉતાર્યા,
28. અને તેમણે અતિ કોપાયમાંન થઈને તે લોકોને તેમની પોતાની ભૂમિમાંથી ઉખેડીને બીજા પ્રદેશમાં ફેકી દીધા, જયાં તેઓ આજે પણ વસે છે.’
29. “તમાંરા યહોવા દેવે તેમના તમાંમ રહસ્યો આપણી સમક્ષ પ્રગટ કર્યા નથી. પરંતુ તેણે આ નિયમ હંમેશાને માંટે આપણી અને આપણા વંશજોની સમક્ષ પ્રગટ કરી છે, જેથી આપણે નિયમના એકેએક વચનોનું પાલન કરીએ.

Notes

No Verse Added

Total 34 Chapters, Selected Chapter 29 / 34
Deuteronomy 29
1 યહોવાએ હોરેબમાં ઇસ્રાએલી લોકો સાથે જે કરાર કર્યો. તેની ઉપરાંત યહોવાએ મૂસાને તેમની સાથે મોઆબમાં કરાર કરવા આજ્ઞા કરી તે કરાર આ છે. 2 તેણે ઇસ્રાએલ પ્રજાના સર્વ લોકોને બોલાવ્યા અને કહ્યું, “તમાંરી નજર આગળ મિસર દેશમાં ફારુનને તથા તેના અધિકારીઓને તથા સમગ્ર દેશને યહોવાએ જે કર્યુ તે બધું તમે નિહાળ્યું છે; 3 તમે જોયું કે યહોવાએ ફારુનને તેના તેના અમલદારોને અને સમગ્ર મિસર દેશને શું કર્યુ. યહોવાએ કરેલી ભયંકર મરકીઓ ચમત્કારો તથા અદભૂત પરાક્રમો તમે જોયા. 4 પણ યહોવાએ આજ સુધી તમને એ સમજવાની બુદ્વિ કે એ જોવાની આંખ કે એ સાંભળવાને કાન આપ્યા ન હતાં. 5 ચાળીસ વર્ષ સુધી તેમણે તમને રણમાં ચલાવ્યા, તેમ છતાં ન તો તમાંરાં શરીર પરનાં કપડાં ઘસાઈ ગયાં કે ન તો તમાંરાં પગરખાં ઘસાઈ ગયાં. 6 જોકે તમાંરી પાસે ખોરાક કે દ્રાક્ષારસ અથવા મધ ન હતા છતાં પણ તેમણે તમાંરી જરુરિયાતો પૂરી પાડી જેથી તમને સમજણમાં આવે કે તે યહોવા છે તમાંરા દેવ. 7 “જયારે આપણે આ જગ્યાએ આવ્યા ત્યારે હેશ્બોનનો રાજા સીહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડવા આવ્યા અને આપણે તેમનો પરાજય કર્યો. 8 અને આપણે તેમનો દેશ કબજે કરી લીધો, અને રૂબેન વંશના, ગાદના વંશના તથા મનાશ્શાના અડધા વંશને તેણે વહેંચી આપ્યો. 9 તેથી આ કરારની તમાંમ કલમોનું તમાંરે પાલન કરવાનું છે. જો તમે તેમ કરશો તો તમે જે કોઈ કાર્ય હાથમાં લેશો તેમાં સફળ થશો, 10 “આજે તમે બધા વંશોના વડાઓ, આગેવાનો, ઇસ્રાએલના લોકો, તમાંરા ન્યાયાધીશો, તથા વહીવટી અધિકારીઓ-અહીં તમાંરા યહોવા દેવના સાન્નિધ્યમાં ઊભા છો. 11 વળી તમાંરી સાથે તમાંરાં સંતાનો, પત્નીઓ, તમાંરી સાથેના વિદેશીઓ, કઠિયારા તથા પખાલીઓ પણ છે. 12 તમે બધા તમાંરા દેવ યહોવા આજે તમાંરી સાથે જે કરાર કરે છે તે સ્વીકારવાને તથા એના ભંગ બદલ થતી શિક્ષા માંથે ચઢાવવાને તૈયાર થયા છો. 13 તમને અને તમાંરા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને વચન આપ્યા પ્રમાંણે એ કરારથી યહોવા તમને આજે પોતાની પ્રજા બનાવે છે અને પોતે તમાંરા દેવ થાય છે. 14 આ કરાર અને તેની શરતો દેવ માંત્ર તમાંરી સાથે, 15 આજે તેમની સમક્ષ ઉભેલા આપણે સૌની સાથે અને આપણા વંશજો જે આજે અહીં હાજર નથી તેમની સાથે પણ તેઓ આ કરાર કરે છે. 16 તમે મિસરમાં કેવી રીતે રહેતા હતા અને તે છોડીને કેવી રીતે દુશ્મનોના દેશોના શહેરમાં થઈને સુરક્ષાપૂર્વક આપણે યાત્રા કરી, તે બધું તમને યાદ છે. 17 તમે તે લોકોના દેશની લાકડાની, પથ્થરની, ચાંદીની તેમ જ સોનાની ધૃણાજનક મૂર્તિઓ જોઈ છે. 18 તેથી ખાતરી કરો કે તમાંરામાંથી કોઈ પણ વ્યકિત-પુરુષ, સ્ત્રી, કુટુંબ કે ઇસ્રાએલનું કોઈ કુળ-તમાંરા યહોવા દેવ તરફથી ભટકી જઈને બીજી પ્રજાઓના આ દેવોની પૂજા કરવા ન ઇચ્છે. ખાતરી કરો કે તમાંરામાં કોઇ કડવું અને ઝેરી છોડ જેવું તો નથી ને. 19 “તમાંરામાં એવી કોઈ વ્યકિત ના હોવી જોઈએ, જે આજ્ઞાભંગની સજાનાં વચનો સાંભળ્યા છતાં તેને ગંભીરતાથી ન સ્વીકારે અને એવું વિચારે કે મન ફાવે તે રીતે ચાલીશ છતાં માંરું કશું અહિત નહિ થાય! કારણ, સૂકા ભેગું લીલું પણ બળી જશે. 20 તો યહોવા તેને માંફ નહિ કરે, તેની સામે યહોવાનો ઉગ્ર રોષ ભભૂકી ઊઠશે અને આ ગ્રંથમાં લખેલી એકેએક સજા તેના પર ઊતરશે, અને યહોવા પૃથ્વી પરથી તેનું નામનિશાન ભૂસી દેશે. 21 યહોવા ઇસ્રાએલના તમાંમ કુળસમૂહોમાંથી તેને જુદો પાડીને નિયમના ગ્રંથમાં લખેલા કરારમાંના બધા શ્રાપો અનુસાર તેના ઉપર વિનાશ ઉતારશે. 22 “ભવિષ્યમાં તમાંરા વંશજો, તેમજ દૂર દેશથી આવનાર વિદેશીઓ પણ યહોવાએ તમાંરા અને તમાંરા દેશને આપેલા રોગો અને આફતો જોશે. 23 સમગ્ર પ્રદેશમાં સર્વત્ર ગંધક અને મીઠાથી બધી ધરતી બળી ગઈ હશે, કશુંય વાવી શકાય કે ઊગાડી શકાય એવું રહ્યું નહિ હોય, યહોવાએ જયારે રોષે ભરાઈને સદોમ અને ગમોરાહને, આદમાંહને અને સબોઈમને ખેદાન-મેદાન કરી નાખ્યાં હતાં તેના જેવા હાલ તમાંરા થશે. 24 “આ જોઈને બધી પ્રજાઓ પૂછશે, ‘યહોવાએ પોતાના આ પ્રદેશના આવા હાલ શા માંટે કર્યા? એના ઉપર આવો ભારે રોષ શા માંટે ઉતાર્યો?’ 25 તેઓને પ્રત્યુત્તર મળશે, ‘તેઓના પિતૃઓના દેવ યહોવા તેઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેમની સાથે કરેલા કરારને એ લોકોએ ફગાવી દીધો, 26 અને એ લોકોએ અગાઉ કદી પૂજ્યા ન્હોતા તથા યહોવાએ જેની પૂજા કરવાની મનાઈ કરી હતી એવા બીજા જ દેવોની તેમણે સેવાપૂજા કરવા માંડી. 27 તેથી યહોવાએ ભૂમિનાં લોકો પર રોષે ભરાયા અને આ ગ્રંથમાં લખેલા બધા શ્રાપો તેમના પર ઉતાર્યા, 28 અને તેમણે અતિ કોપાયમાંન થઈને તે લોકોને તેમની પોતાની ભૂમિમાંથી ઉખેડીને બીજા પ્રદેશમાં ફેકી દીધા, જયાં તેઓ આજે પણ વસે છે.’ 29 “તમાંરા યહોવા દેવે તેમના તમાંમ રહસ્યો આપણી સમક્ષ પ્રગટ કર્યા નથી. પરંતુ તેણે આ નિયમ હંમેશાને માંટે આપણી અને આપણા વંશજોની સમક્ષ પ્રગટ કરી છે, જેથી આપણે નિયમના એકેએક વચનોનું પાલન કરીએ.
Total 34 Chapters, Selected Chapter 29 / 34
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References