પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
2 રાજઓ
1. ઇસ્રાએલના રાજા યરોબઆમના રાજયના 27 માઁ વષેર્ અમાસ્યાનો પુત્ર ‘અઝાર્યા’ યહૂદાનો રાજા થયો.
2. તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 16 વર્ષની હતી. તેણે 52 વર્ષ યરૂશાલેમમાં રાજ કર્યું, તેની માતાનું નામ યખોલ્યા હતું, અને તેનું વતન યરૂશાલેમ હતું.
3. તેણે પોતાના પિતા અમાસ્યાની જેમ યહોવાની દૃષ્ટિએ યોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. તે ભલો રાજા હતો.
4. મહત્વના ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો નહિ, લોકોએ ત્યાં બલિદાનો આપવાનું અને ધૂપસળી પેટાવવાનું ચાલુ રાખ્યું હતું.
5. યહોવાએ તેને રકતપિત્તનો રોગી બનાવ્યો, અને મરતાં સુધી તે રોગથી પીડાતો રહ્યો. તેથી તેને બધા કાર્યોથી મુકત કરવામાં આવ્યો અને તે પોતાના ઘરમાં એકલો રહેતો હતો, તેનો પુત્ર યોથામે મહેલનો કબજો લઇને દેશના લોકો પર શાસન કર્યું.
6. હવે અઝાર્યાનાં શાસનના બીજા બનાવો, યહૂદાના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
7. તે મૃત્યુ પામ્યો અને તેને દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર યોથામ રાજા બન્યો.
8. યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 38 માં વષેર્ યરોબઆમનો પુત્ર ઝખાર્યા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, અને તેણે 6 મહિના રાજ કર્યું.
9. તેણે તેના પિતૃઓની જેમ યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ, તેણે નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓ પાસે જે પાપકમોર્ કરાવ્યાં હતાં તે પાપકમોર્ છોડયાં નહિ.
10. યાબેશના પુત્ર શાલ્લૂમે તેની વિરૂદ્ધ કાવતરું કર્યું. ઇબ્લામ ખાતે તેને મારી નાખ્યો અને તેના પછી તે પોતે ગાદીએ આવ્યો.
11. ઝખાર્યાના શાસનનાં બીજા બનાવો અને તેના વિજયો ઇસ્રાએલનાઁ રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
12. આમ, યહોવાએ યેહૂને જે કહ્યું હતું તે સાચું પડયું કે, “ચાર પેઢી સુધી તારા વંશજો ઇસ્રાએલની ગાદી પર બેસશે.” અને એમ જ થયું.
13. ઇસ્રાએલના નવા રાજાનું નામ શાલ્લૂમ હતું, તેના પિતાનું નામ યાબેશ હતું. તેણે સમરૂનમાં એક માસ રાજ કર્યું. એ રાજા થયો ત્યારે યહૂદામાં ઉઝિઝયા રાજા છેલ્લા 39 વર્ષથી રાજ કરતો હતો.
14. ત્યારબાદ ગાદીના પુત્ર મનાહેમ તિર્સાહથી જઈને સમરૂનમાં પ્રવેશ કરી શાલ્લૂમને મારી નાખ્યો, અને તેના પછી પોતે ગાદીએ આવ્યો.
15. રાજા શાલ્લૂમ અને તેણે કરેલાં કૃત્યો, તેના વર્ણનો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
16. એ સમય દરમ્યાન મનાહેમ તિર્સાહથી આવ્યો અને તિફસાહને હરાવ્યો. તેણે નગરમાં તથા આજુબાજુના પ્રદેશોમાં વસતાં સૌ લોકોનો સંહાર કર્યો; કારણ કે એ લોકોએ તેના માટે નગરનાં દ્વાર ખોલ્યાં નહોતાં, તેણે નગરની સર્વ સગર્ભા સ્રીઓનાં પેટ ચીરી નાખ્યાં.
17. યહૂદાના રાજા અઝાર્યાએ 39 વષોર્ સુધી શાસન કર્યુ અને તે વષેર્ ગાદીનો પુત્ર મનાહેમ ઇસ્રાએલનો રાજા થયો. અને તેણે સમરૂનમાં 10 વર્ષ શાસન કર્યું.
18. તેણે યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. તેણે નબાટના પુત્ર યરોબઆમે શરું કરેલા પાપકમોર્ કરવાનાં ચાલુ રાખ્યાં. તેણે તે છોડ્યા નહિ.
19. તેના શાસન દરમ્યાન આશ્શૂરના રાજા પૂલે ઇસ્રાએલ પર આક્રમણ કર્યુ. ઇસ્રાએલમાં પોતાની સત્તા મજબૂત કરવામાં તેની મદદ મેળવવા માટે મનાહેમે તેને 34,000 કિલોચાંદી આપી.
20. આ પૈસા મેળવવા માટે મનાહેમે ધનવાન લોકો પર કર નાખ્યો, દરેક પાસેથી 50 શેકેલ ચાંદી તેથી આશ્શૂરનો રાજા દેશમાં ન રહેતાં પાછો ચાલ્યો ગયો.
21. મનાહેમના શાસનના બીજાં બનાવો અને તેણે કરેલા કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
22. આમ, મનાહેમ મૃત્યુ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો. તેના પછી, તેનો પુત્ર પકાહ્યા સિંહાસન પર બેઠો.
23. યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 50 મે વષેર્ મનાહેમનો પુત્ર પકાહ્યા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે2 વર્ષ રાજ કર્યુ.
24. તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યુ હતું. તેણે નબાટના પુત્ર યરોબઆમે જે પાપકમોર્ શરુ કર્યા હતાં તે કરવાનું ચાલુ રાખ્યું, તેણે તે વસ્તુઓ છોડી નહિ.
25. રમાલ્યાનો પુત્ર પેકાહ તેનો સેનાપતિ હતો, તેણે તેની સામે બળવો કર્યો અને કાવતરું કર્યું; જેમાં તેણે સમરૂનનાં રાજમહેલના કિલ્લામાં 50 માણસોને મારી નાંખ્યા. તેણે અને ગિલયાદના 50 માણસોએ પકાહ્યાને, આગોર્બ અને આયેર્હને પણ ત્યાં મારી નાખ્યા. પછી પોતે ગાદી પર બેઠો.
26. પકાહ્યાનાઁ શાસનના બીજ બનાવો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
27. યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 52 મેં વષેર્ પેકાહ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, જે રમાલ્યાનો પુત્ર હતો. તેણે 20 વર્ષ રાજ કર્યું.
28. તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓ પાસે જે પાપકમોર્ કરાવ્યાં હતાં તે કરવાનું તેણે ચાલું રાખ્યું. તેણે તે વસ્તુઓ છોડી નહિ.
29. ઇસ્રાએલના રાજા પેકાહના શાસન દરમ્યાન આશ્શૂરનો રાજા તિગ્લાથે-પિલેસેરથી ચઢી આવીને ઇયોન, આબેલ બેથ-માઅખાહ, યાનોઆહ, કેદેશ, હાસોર, ગિલયાદ તેમ જ ગાલીલ અને નફતાલીના બધા પ્રદેશને સર કરી લીધાં અને ત્યાંના લોકોને આશ્શૂરમાં બંદી બનાવીને લઇ ગયો.
30. યહૂદાના રાજા ઉઝિઝયાના પુત્ર યોથામના શાસનના વીસમે વષેર્ એલાહના પુત્ર હોશિયાએ રમાલ્યાના પુત્ર પેકાહ વિરૂદ્ધ કાવત્રું કરી, તેને મારી નાખ્યો અને પોતે રાજા બન્યો.
31. પેકાહનાઁ શાસનનાં બાકીનાઁ બનાવો અને બીજાં કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
32. ઇસ્રાએલના રાજા રમાલ્યાના પુત્ર પેકાહના શાસનના બીજા વર્ષ દરમ્યાન ઉઝિઝયાનો પુત્ર યોથામ યહૂદાનો રાજા થયો.
33. તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. તેણે યરૂશાલેમ પર 16 વર્ષ શાસન કર્યું. સાદોકની પુત્રી યરૂશા, તેની માતા હતી.
34. તેણે પોતાના પિતા ઉઝિઝયાની જેમ યહોવાની દ્રષ્ટિએ યોગ્ય ગણાય તેવું આચરણ કર્યું.
35. પરંતુ અગત્યની જગ્યાના થાનકોને હજી દૂર કરવામાં આવ્યાં નહોતાં, અને લોકો હજી ત્યાં બલિદાનો અર્પણ કરતાં હતાં અને ધૂપ બાળતા હતાં. (તે એ વ્યકિત હતો જેણે યહોવાના મંદિરનો ઉપરનો દરવાજો બંધાવ્યો હતો.)
36. યોથામનાઁ શાસન દરમ્યાન બનેલા બાકીનાઁ બનાવો, યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
37. એ સમય દરમ્યાન યહોવાએ અરામના રાજા રસીનને અને રમાલ્યાના પુત્ર પેકાહને યહૂદા પર ચડાઈ કરવા મોકલવા માંડયા.
38. પછી યોથામ મૃત્યુ પામ્યો, અને દાઉદના નગરમાં તેને દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ રાજા બન્યો.

રેકોર્ડ

Total 25 પ્રકરણો, Selected પ્રકરણ 15 / 25
1 ઇસ્રાએલના રાજા યરોબઆમના રાજયના 27 માઁ વષેર્ અમાસ્યાનો પુત્ર ‘અઝાર્યા’ યહૂદાનો રાજા થયો. 2 તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 16 વર્ષની હતી. તેણે 52 વર્ષ યરૂશાલેમમાં રાજ કર્યું, તેની માતાનું નામ યખોલ્યા હતું, અને તેનું વતન યરૂશાલેમ હતું. 3 તેણે પોતાના પિતા અમાસ્યાની જેમ યહોવાની દૃષ્ટિએ યોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. તે ભલો રાજા હતો. 4 મહત્વના ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો નહિ, લોકોએ ત્યાં બલિદાનો આપવાનું અને ધૂપસળી પેટાવવાનું ચાલુ રાખ્યું હતું.
5 યહોવાએ તેને રકતપિત્તનો રોગી બનાવ્યો, અને મરતાં સુધી તે રોગથી પીડાતો રહ્યો. તેથી તેને બધા કાર્યોથી મુકત કરવામાં આવ્યો અને તે પોતાના ઘરમાં એકલો રહેતો હતો, તેનો પુત્ર યોથામે મહેલનો કબજો લઇને દેશના લોકો પર શાસન કર્યું.
6 હવે અઝાર્યાનાં શાસનના બીજા બનાવો, યહૂદાના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 7 તે મૃત્યુ પામ્યો અને તેને દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર યોથામ રાજા બન્યો. 8 યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 38 માં વષેર્ યરોબઆમનો પુત્ર ઝખાર્યા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, અને તેણે 6 મહિના રાજ કર્યું. 9 તેણે તેના પિતૃઓની જેમ યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ, તેણે નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓ પાસે જે પાપકમોર્ કરાવ્યાં હતાં તે પાપકમોર્ છોડયાં નહિ. 10 યાબેશના પુત્ર શાલ્લૂમે તેની વિરૂદ્ધ કાવતરું કર્યું. ઇબ્લામ ખાતે તેને મારી નાખ્યો અને તેના પછી તે પોતે ગાદીએ આવ્યો. 11 ઝખાર્યાના શાસનનાં બીજા બનાવો અને તેના વિજયો ઇસ્રાએલનાઁ રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 12 આમ, યહોવાએ યેહૂને જે કહ્યું હતું તે સાચું પડયું કે, “ચાર પેઢી સુધી તારા વંશજો ઇસ્રાએલની ગાદી પર બેસશે.” અને એમ જ થયું. 13 ઇસ્રાએલના નવા રાજાનું નામ શાલ્લૂમ હતું, તેના પિતાનું નામ યાબેશ હતું. તેણે સમરૂનમાં એક માસ રાજ કર્યું. એ રાજા થયો ત્યારે યહૂદામાં ઉઝિઝયા રાજા છેલ્લા 39 વર્ષથી રાજ કરતો હતો. 14 ત્યારબાદ ગાદીના પુત્ર મનાહેમ તિર્સાહથી જઈને સમરૂનમાં પ્રવેશ કરી શાલ્લૂમને મારી નાખ્યો, અને તેના પછી પોતે ગાદીએ આવ્યો. 15 રાજા શાલ્લૂમ અને તેણે કરેલાં કૃત્યો, તેના વર્ણનો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 16 એ સમય દરમ્યાન મનાહેમ તિર્સાહથી આવ્યો અને તિફસાહને હરાવ્યો. તેણે નગરમાં તથા આજુબાજુના પ્રદેશોમાં વસતાં સૌ લોકોનો સંહાર કર્યો; કારણ કે એ લોકોએ તેના માટે નગરનાં દ્વાર ખોલ્યાં નહોતાં, તેણે નગરની સર્વ સગર્ભા સ્રીઓનાં પેટ ચીરી નાખ્યાં. 17 યહૂદાના રાજા અઝાર્યાએ 39 વષોર્ સુધી શાસન કર્યુ અને તે વષેર્ ગાદીનો પુત્ર મનાહેમ ઇસ્રાએલનો રાજા થયો. અને તેણે સમરૂનમાં 10 વર્ષ શાસન કર્યું. 18 તેણે યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. તેણે નબાટના પુત્ર યરોબઆમે શરું કરેલા પાપકમોર્ કરવાનાં ચાલુ રાખ્યાં. તેણે તે છોડ્યા નહિ. 19 તેના શાસન દરમ્યાન આશ્શૂરના રાજા પૂલે ઇસ્રાએલ પર આક્રમણ કર્યુ. ઇસ્રાએલમાં પોતાની સત્તા મજબૂત કરવામાં તેની મદદ મેળવવા માટે મનાહેમે તેને 34,000 કિલોચાંદી આપી. 20 આ પૈસા મેળવવા માટે મનાહેમે ધનવાન લોકો પર કર નાખ્યો, દરેક પાસેથી 50 શેકેલ ચાંદી તેથી આશ્શૂરનો રાજા દેશમાં ન રહેતાં પાછો ચાલ્યો ગયો. 21 મનાહેમના શાસનના બીજાં બનાવો અને તેણે કરેલા કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 22 આમ, મનાહેમ મૃત્યુ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો. તેના પછી, તેનો પુત્ર પકાહ્યા સિંહાસન પર બેઠો. 23 યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 50 મે વષેર્ મનાહેમનો પુત્ર પકાહ્યા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે2 વર્ષ રાજ કર્યુ. 24 તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યુ હતું. તેણે નબાટના પુત્ર યરોબઆમે જે પાપકમોર્ શરુ કર્યા હતાં તે કરવાનું ચાલુ રાખ્યું, તેણે તે વસ્તુઓ છોડી નહિ. 25 રમાલ્યાનો પુત્ર પેકાહ તેનો સેનાપતિ હતો, તેણે તેની સામે બળવો કર્યો અને કાવતરું કર્યું; જેમાં તેણે સમરૂનનાં રાજમહેલના કિલ્લામાં 50 માણસોને મારી નાંખ્યા. તેણે અને ગિલયાદના 50 માણસોએ પકાહ્યાને, આગોર્બ અને આયેર્હને પણ ત્યાં મારી નાખ્યા. પછી પોતે ગાદી પર બેઠો. 26 પકાહ્યાનાઁ શાસનના બીજ બનાવો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 27 યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 52 મેં વષેર્ પેકાહ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, જે રમાલ્યાનો પુત્ર હતો. તેણે 20 વર્ષ રાજ કર્યું. 28 તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓ પાસે જે પાપકમોર્ કરાવ્યાં હતાં તે કરવાનું તેણે ચાલું રાખ્યું. તેણે તે વસ્તુઓ છોડી નહિ. 29 ઇસ્રાએલના રાજા પેકાહના શાસન દરમ્યાન આશ્શૂરનો રાજા તિગ્લાથે-પિલેસેરથી ચઢી આવીને ઇયોન, આબેલ બેથ-માઅખાહ, યાનોઆહ, કેદેશ, હાસોર, ગિલયાદ તેમ જ ગાલીલ અને નફતાલીના બધા પ્રદેશને સર કરી લીધાં અને ત્યાંના લોકોને આશ્શૂરમાં બંદી બનાવીને લઇ ગયો. 30 યહૂદાના રાજા ઉઝિઝયાના પુત્ર યોથામના શાસનના વીસમે વષેર્ એલાહના પુત્ર હોશિયાએ રમાલ્યાના પુત્ર પેકાહ વિરૂદ્ધ કાવત્રું કરી, તેને મારી નાખ્યો અને પોતે રાજા બન્યો. 31 પેકાહનાઁ શાસનનાં બાકીનાઁ બનાવો અને બીજાં કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 32 ઇસ્રાએલના રાજા રમાલ્યાના પુત્ર પેકાહના શાસનના બીજા વર્ષ દરમ્યાન ઉઝિઝયાનો પુત્ર યોથામ યહૂદાનો રાજા થયો. 33 તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. તેણે યરૂશાલેમ પર 16 વર્ષ શાસન કર્યું. સાદોકની પુત્રી યરૂશા, તેની માતા હતી. 34 તેણે પોતાના પિતા ઉઝિઝયાની જેમ યહોવાની દ્રષ્ટિએ યોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. 35 પરંતુ અગત્યની જગ્યાના થાનકોને હજી દૂર કરવામાં આવ્યાં નહોતાં, અને લોકો હજી ત્યાં બલિદાનો અર્પણ કરતાં હતાં અને ધૂપ બાળતા હતાં. (તે એ વ્યકિત હતો જેણે યહોવાના મંદિરનો ઉપરનો દરવાજો બંધાવ્યો હતો.) 36 યોથામનાઁ શાસન દરમ્યાન બનેલા બાકીનાઁ બનાવો, યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 37 એ સમય દરમ્યાન યહોવાએ અરામના રાજા રસીનને અને રમાલ્યાના પુત્ર પેકાહને યહૂદા પર ચડાઈ કરવા મોકલવા માંડયા. 38 પછી યોથામ મૃત્યુ પામ્યો, અને દાઉદના નગરમાં તેને દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ રાજા બન્યો.
Total 25 પ્રકરણો, Selected પ્રકરણ 15 / 25
×

Alert

×

Gujarati Letters Keypad References