1. અને યહોશુઆ ઘરડો ને વયોવૃદ્ધ થયો. અને યહોવાએ તેને કહ્યું, “તું ઘરડો ને વયોવૃદ્ધ થયો છે, તોપણ વતન કરી લેવાની ભૂમિ હજી બહુ બાકી રહી છે.
|
3. મિસરની આગળના શિહોરથી તે ઉત્તરમાં એક્રોનની હદ સુધી જે ભૂમિ કનાનીઓની ગણાય છે તે; પલિસ્તીઓના પાંચ ઉમરાવ; એટલે ગાઝીઓ, તથા આશ્દોદીઓ, તથા આશ્કેલોનીઓ, તથા ગિત્તીઓ, તથા એક્રોનીઓ;
|
4. વળી દક્ષિણે આવ્વીઓ પણ; કનાનીઓનો આખો દેશ, ને સિદોનીઓનું મારા અને અફેક સુધી એટલે અમોરીઓની સીમા સુધીનો દેશ;
|
5. અને ગબાલીઓનો દેશ, ને પૂર્વ તરફ આખો લબાનોન, એટલે હેર્મોન પર્વતની તળેટીમાંના બાલ-ગાદથી તે હમાથના નાકા સુધી;
|
6. અને લબાનોનથી તે મિસ્રેફોથ-માઈમ સુધીના પહાડી પ્રદેશના બધા રહેવાસીઓ, એટલે બધા સિદોનીઓ, તેઓને હું ઈઝરાયલી લોકોની આગળથી હાંકી કાઢીશ; પણ જેમ મેં તને આજ્ઞા આપી છે તેમ ઇઝરાયલીઓને તે દેશ તું હિસ્સા પાડીને વહેંચી આપ.
|
8. તેની સાથે રુબેનીઓને તથા ગાદીઓને પોતાનું વતન મળ્યું; અને તે મૂસાએ યર્દન પાર, પૂર્વમાં, તેઓને આપ્યું, એટલે યહોવાના સેવક મૂસાએ જેમ તેઓને આપ્યું હતું તેમ;
|
9. એટલે આર્નોનની ખીણની સરહદ પરના અરોએરથી, ને જે નગર ખીણની મધ્યે છે ત્યાંથી, તથા મેદબાનો આખો સપાટ પ્રદેશ, દીબોન સુધી;
|
12. વળી બાશાનના ઓગનું આખું રાજ્ય તેઓને આપ્યું. તે આશ્તારોથ ને એડ્રેઈમાં રાજ કરતો હતો (રફાઈઓમાંના જે બચી રહેલા તેઓમાંથી તે જ બાકી હતો); કેમ કે મૂસાએ તેઓને મારીને હાંકી કાઢ્યા હતા.
|
13. તોપણ ઇઝરાયલીઓએ ગશૂરીઓને તથા માખાથીઓને તેમના વતનમાંથી કાઢી મૂક્યા નહિ; પરંતુ ગશૂરીઓ ને માખાથીઓ આજ સુધી ઇઝરાયલ ભેગા રહ્યા.
|
14. માત્ર લેવીના કુળને તેણે કંઈ વતન આપ્યું નહિ. ઇઝરાયલના ઈશ્વર યહોવાને અગ્નિ વડે, અર્પાયેલા જે અર્પણો, તે જ તેઓનું વતન છે. જેમ તેણે તેને કહ્યું હતું તેમ.
|
16. અને તેઓની હદ આર્નોનની ખીણની સરહદ પરનું અરોએર તથા જે શહેર તે ખીણની મધ્યે છે ત્યાંથી માંડીને મેદબા પાસેના આખા સપાટ પ્રદેશ સુધી હતી;
|
21. તથા સપાટ પ્રદેશનાં સર્વ નગરો, ને અમોરીઓના રાજા સિહોનનું આખું રાજ્ય; તે હેશ્બોનમાં રાજ કરતો હતો, અને તેને મૂસાએ માર્યો અને તેની સાથે તે દેશમાં રહેનારા સિહોનના સરદારોને, એટલે મિદ્યાન તથા અવી તથા રેકેમ તથા સૂર તથા હૂર તથા રેબાના નાયકોને માર્યા.
|
23. અને યર્દન તથા તેનો કાંઠો એ રુબેનપુત્રોની સીમા હતી. રુબેનપુત્રોના વતનનાં નગરો તથા ગામો તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે.
|
25. અને તેઓની સરહદ આ હતી, એટલે યાઝેર તથા ગિલ્યાદનાં સર્વ નગરો, તથા રાબ્બાની સામેના અરોએર સુધીનો આમ્મોનપુત્રોનો અડધો દેશ;
|
27. અને ખીણમાં બેથ-હારામ તથા બેથ-નિમ્રા તથા સુક્કોથ તથા સાફોન, એટલે હેશ્બોનના રાજા સિહોનના રાજ્યનો બાકી રહેલો ભાગ, યર્દન તથા તેનો કાંઠો, યર્દન પાર પૂર્વમાં કિન્નેરોથ સમુદ્રના છેડા સુધી.
|
29. અને મનાશ્શાના અર્ધકુળને મૂસાએ વતન આપ્યું. નએ તે મનાશ્શાના પુત્રોના અર્ધકુળને માટે તે ઓનાં કુટુંબો પ્રમાણે હતું.
|
30. અને તેઓની સરહદ માહનાઈમથી હતી, એટલે આખો બાશાન, બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય, ને બાશાનમાં યાઈરના સર્વ કસબાઓ, એટલે સાઠ નગરો;
|
31. અને અડધો ગિલ્યાદ તથા આશ્તારોથ તથા એડ્રેઈ, બાશાનમાં ઓગના રાજ્યનાં નગરો, એ મનાશ્શાના દીકરા માખીરના પુત્રોને માટે, એટલે તેઓનાં કુટુંબો પ્રમાણે, માખીરપુત્રોના અર્ધાભાગને માટે હતાં.
|
33. પણ લેવીના કુળને મૂસાએ કંઈ વતન આપ્યું નહિ. ઇઝરાયલનો ઈશ્વર યહોવા એ જ તેઓનું વતન છે, જેમ તેણે તેઓને કહ્યું હતું તેમ.
|