પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે, શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત. હે યહોવા, તમારા કોપમાં મને ન ધમકાવો, અને તમારા રોષમાં મને શિક્ષા ન કરો.
2. હે યહોવા, મારા પર દયા રાખો, કેમ કે હું સુકાઈ ગયો છું. હે યહોવા, મને સાજો કરો; કેમ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.
3. મારો જીવ પણ બહુ મૂંઝાયો છે; પણ, હે યહોવા, તે ક્યાં સુધી?
4. હે યહોવા, પાછા આવો, મારા જીવને બચાવો; તમારી કૃપાને લીધે મારું તારણ કરો.
5. કેમ કે મરણાવસ્થામાં તમારું સ્મરણ થતું નથી. શેઓલમાં તમારી આભારસ્તુતિ કોણ કરશે?
6. હું નિસાસા નાખીને થાકી ગયો છું. દર રાતે હું મારા પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.
7. રુદનથી મારી આંખોનો ક્ષય થતો જાય છે. મારા સર્વ‍ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.
8. હે દુષ્કર્મીઓ, તમે બધા મારાથી દૂર જાઓ; કેમ કે યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.
9. યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે. યહોવા મારી પ્રાર્થના માન્ય કરશે.
10. મારા સર્વ શત્રુઓ લજવાશે તથા બહુ પીડા પામશે. તેઓ પાછા ફરશે, તથા ઓચિંતા લજવાશે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 6 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 6:8
1. મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે, શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત. હે યહોવા, તમારા કોપમાં મને ધમકાવો, અને તમારા રોષમાં મને શિક્ષા કરો.
2. હે યહોવા, મારા પર દયા રાખો, કેમ કે હું સુકાઈ ગયો છું. હે યહોવા, મને સાજો કરો; કેમ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.
3. મારો જીવ પણ બહુ મૂંઝાયો છે; પણ, હે યહોવા, તે ક્યાં સુધી?
4. હે યહોવા, પાછા આવો, મારા જીવને બચાવો; તમારી કૃપાને લીધે મારું તારણ કરો.
5. કેમ કે મરણાવસ્થામાં તમારું સ્મરણ થતું નથી. શેઓલમાં તમારી આભારસ્તુતિ કોણ કરશે?
6. હું નિસાસા નાખીને થાકી ગયો છું. દર રાતે હું મારા પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.
7. રુદનથી મારી આંખોનો ક્ષય થતો જાય છે. મારા સર્વ‍ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.
8. હે દુષ્કર્મીઓ, તમે બધા મારાથી દૂર જાઓ; કેમ કે યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.
9. યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે. યહોવા મારી પ્રાર્થના માન્ય કરશે.
10. મારા સર્વ શત્રુઓ લજવાશે તથા બહુ પીડા પામશે. તેઓ પાછા ફરશે, તથા ઓચિંતા લજવાશે.
Total 150 Chapters, Current Chapter 6 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References