1. મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નિમ; કોરાના દીકરાઓનું ગીત. માસ્કીલ. પ્રેમ વિષે ગીત. મારું હ્રદય ઉત્તમ વિષયથી ઊભરાઈ જાય છે; જે કવિતા મેં રાજાને માટે રચી છે તે હું બોલું છું; મારી જીભ લહિયાની કલમ જેવી ચપળ છે.
|
2. તમે મનુષ્યો કરતાં સુંદર છો; તમારા હોઠો કૃપાથી ભરેલા છે; માટે ઈશ્વરે સદાકાળ તમને આશીર્વાદ આપ્યો છે.
|
4. સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ; તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે.
|
7. તમને ન્યાયીપણા પર પ્રેમ છે, અને દુષ્ટતા પર દ્વેષ છે; માટે ઈશ્વરે, તમારા ઈશ્વરે, તમારા સાથીઓ કરતાં તમને શ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી તમને અભિષિક્ત કર્યા છે.
|
8. તમારાં બધાં વસ્ત્ર બોળ, અગર તથા તજની સુગંધથી મહેકે છે; હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે.
|
9. તમારી માનીતી સ્ત્રીઓમાં રાજપુત્રીઓ છે; તમારે જમણે હાથે ઓફીરના સોનાથી શણગારેલાં રાણીજી ઊભાં રહે છે.
|
14. બુટ્ટેદાર વસ્ત્ર પહેરાવીને તેને રાજા પાસે લાવવામાં આવશે; તેની જે સહિયરો તેની પાછળ ચાલે છે, તે કુમારિકાઓને તમારી પાસે લાવવામાં આવશે.
|