1. બેલ નમી જાય છે, નબો વાંકો વળે છે; તેમની મૂર્તિઓ જાનવરો પર તથા ઢોર પર લાદવામાં આવે છે; જે વસ્તુઓ તમે ઉઠાવી લેતા હતા તે તેઓ પર લાદેલી છે, તેઓ થાકેલાને ભારરૂપ થઈ છે.
|
3. હે યાકૂબનાં સંતાનો તથા ઇઝરાયલનાં સંતાનોના અવશેષ, તમે સર્વ મારું સાંભળો, ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે, વળી ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઊંચકીને ફેરવ્યા છે;
|
4. તમારા ઘડપણ સુધી હું તે જ છું, પળિયાં આવતાં સુધી હું તમને ઉપાડી લઈશ; મેં ઉત્પન્ન કર્યું છે ને હું તમને ઊંચકી રાખીશ; હા, હું તમને ઉપાડી લઈશ, ને તમને બચાવીશ.
|
6. જેઓ થેલીમાંથી સોનું ઠાલવે છે, ને કાંટાએ રૂપું જોખે છે, તેઓ સોનીને રાખે છે, ને તે એનો દેવ બનાવે છે; તેઓ તેને પગે લાગે છે, અને પ્રણામ કરે છે.
|
7. તેઓ તેને ખભા પર ઊંચકે છે, તેને ઉપાડી લઈને તેના પોતાના સ્થાનમાં મૂકે છે, તે ઊભો રહે છે; પોતાના સ્થાનમાંથી તે ખસતો નથી. વળી કોઈ તેને હાંક મારે, પણ તે ઉત્તર આપી શકતો નથી; કે એના સંકટમાંથી તે એને તારી શકતો નથી.
|
9. પુરાતન કાળની બિનાઓનું સ્મરણ કરો; કેમ કે હું ઈશ્વર છું, ને બીજો કોઈ નથી; હું ઈશ્વર છું, ને મારા જેવો કોઈ નથી,
|
10. આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું. મારો સંકલ્પ દઢ રહેશે, ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ.
|
11. પૂર્વથી ગીધ પક્ષીને, એટલે દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર પુરુષને, હું બોલાવનાર છું; હું બોલ્યો છું, અને તે પાર પણ પાડીશ; મેં ધારણા કરી છે, તે હું પૂરી કરીશ.
|
13. હું મારો ન્યાય પાસે લાવું છું, તે છેટે રહેનાર નથી, મારા તારણને વાર લાગવાની નથી; હું સિયોનમાં મારું તારણ મૂકીશ, ને ઇઝરાયલને મારું ગૌરવ આપીશ.”
|